મન નું ચિંતન - 4 Pandya Ravi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મન નું ચિંતન - 4

નામ : મન નું ચિંતન 4
લેખક : રવિ પંડયા

મિત્રો , આજ થી એક નવા જ પ્રકારની સિરીઝ લઇને આપ સમક્ષ પ્રસ્તુત થઇ રહયો છું.તેમાં તમે ત્રણ
ભાગ વાંચ્યા હશે , જો ના વાંચ્યો હોય તો વાંચી લો. આશા છે કે આ સિરીઝમાં તમારો ભરપુર સહયોગ મળશે.હવે વધુ વાતો નથી કરતો,પણ એટલે જરુરથી કહીશ.જો પસંદ આવે તો અભિપ્રાય આપજો.જો ના પસંદ આવે તો સુચન જરૂર કરજો.

આજનો શબ્દ : ગુસ્સો
મિત્રો, આજે ગુસ્સો શબ્દ વિશે થોડી વાત કરવી છે.આપણા રોજીંદા જીવનમાં વધુ વખત વપરાતો શબ્દ ને કયાંક ને કયાંક તો સાંભરતા જ હશો.ધણા એવું કહેતા હોય કે મને ગુસ્સો બહુ આવે છે.ગુસ્સો આવે શું કામ ? આપણે જે કરાવવા માંગતા હોવ ને તે ના થાય એટલે ગુસ્સો આવે.

ગુસ્સો આવતા વાર નથી લાગતી , પણ ગુસ્સો આવ્યા બાદ તેને શાંત કરવો ખુબ અધરો છે.ગુસ્સો ધણી વાર નાની નાની વાતો પર આવી જાય છે. નાની નાની વાત પર આવેલો ગુસ્સો પણ કયારેક મોટી બધી મુસીબત ઉભી કરી શકે છે.

ગુસ્સો એ એક પ્રકારનો રોગ છે.જેને આ રોગ લાગી તેના જીવનમાં અઢળક સમસ્યાઓ આવતી હોય છે.તે સમસ્યાઓમાંથી બહાર આવી નથી શકતા.ગુસ્સાનું મનોરોગી જેવું કામ છે.

કયારેક કોઇ વ્યકિતને જો તમારી દુખતી રગ મળી જાય.તો તે તમારી દુખતી રગને તમારી કમજોરી બનાવી દેશે અને છેલ્લો તમારી પાસે ગુસ્સો કરવા અને પસ્તાવા સિવાય કાંઇ નહી હોય.


એક પંકિત અહી મુકુ છું .
ગુસ્સા મેરી ફિતરત હો સકતી હૈ ,
ગુસ્સા મેરી કમજોરી નહી બન શકતા.


અહી એક ગુસ્સા પર ટુકી વાત પ્રસ્તુત કરુ છું.

એક સોસાયટી હતી , તે સોસાયટીમાં લગભગ દસ ની આસપાસ મકાન હતા.તેમાં મગન ભાઇ પટેલનું પાંચમું મકાન હતું.આમ તો સોસાયટી બધા હળી મળી રહતા હતા.બધાનો સંપ પણ સારો હતો.

મગન ભાઇ પટેલ ને એક મોટો શો રુમ હતી .એક દિવસ તેને અચાનક કોઇ કારણસર બહાર ગામ જવાનું થયું.બહાર ગામ જવાનું હતું એટલે બધી તૈયારી પણ અચાનક જ કરવાની થઇ.

મગન ભાઇ પટેલ ઘેર આવી ની પોતાના બે જોડી કપડાં લીધા.ડ્રાઇવરને કહી દીધું કે વહેલો સવારે આટલા વાગ્યે પહોંચી જાજે .થોડું પણ લેટ ના થાય. ડ્રાઇવર પણ સમય કરતા વહેલો આવી ગયો.

ડ્રાઇવર આવીને હોર્ન વગાડયું.એટલે મગનભાઇ બહાર આવ્યા.પોતાની બેગ પાછળની ડેકીમાં રાખી.ત્યાં ચાલતા થયા.થોડા આગળ ગયા તો રસ્તામાં એક જગ્યા મોટો અકસ્માત થયો હતો.અકસ્માતને લીધે બંને તરફના રસ્તાઓ બ્લોક થઇ ગયા.રસ્તાઓ પર ટ્રાફિક જામ હવે તેની ગાડી આગળ કે પાછળ જઇ શકે તેમ નહોતા.

મગનભાઇ પટેલ પહેલા તો ગાડી ની બહાર નીકળ્યા અને જોયું કે , ગાડી બહાર નીકળી શકે તો.પણ નીકળી શકે તેમ નહોતું.મગનભાઇ પટેલ થોડા ગુસ્સે થયા અને જોર જોર થી રાડો પાડવા લાગ્યા કે જલદી હટાવો અને રસ્તો હટાવો.


મગનભાઇ પટેલ ફરી ગાડીમાં બેસી ગયા.તેમાં પણ ડ્રાઇવર કાંઇ બોલ્યો તો સીધા ગુસ્સે થયા.ડ્રાઇવરને ખબર હતી.એટલે શાંત બેસી ગયો.મગનભાઇને ફોન આવ્યો કે કયાં પહોંચ્યા ? મગનભાઇ કહયું કે રસ્તામાં કોઇનો અકસ્માતને થયો છે રસ્તાઓ બંધ છે એટલે કદાચ પહોંચી શકાય તેમ નથી.


મગનભાઇ થોડા ઉદાસ થઇ ગયા અને દોષારોપણ કરવા લાગ્યા.ગુસ્સો આવતા તે પોતાની ભડાસ ડ્રાઇવર પર કાઢતા હતા.ડ્રાઇવર કોઇ પ્રત્યુતર ના આપે.



મિત્રો , મારી સિરીઝ ને શરુઆત થી લઇને અંત સુધી વાંચતા રહેજો.તમને આ સિરીઝમાં નવી નવી વાતો વાંચવા મળશે.તમારો સારો પ્રતિસાદના લીધે જ વધુ સારુ લખવાનો પ્રયત્ન કરીશ. આભાર