મન નું ચિંતન - 8 Pandya Ravi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મન નું ચિંતન - 8

પ્રકરણ 8 : મન નું ચિંતન

લેખક : રવિ પંડયા

મિત્રો , આજ થી એક નવા જ પ્રકારની સિરીઝ ચાલુ કરી તેના લગભગ 7 પ્રકરણો તમારી સમક્ષ પ્રસ્તુત થઇ ચુકયા છે.આ સિરીઝમાં તમારો ભરપુર સહયોગ મળી રહયો છે. હજી પણ આગળના પ્રકરણોમાં મળતો રહેશે તેવી આશા રાખું છું. હવે વધુ વાતો નથી કરતો,પણ એટલે જરુરથી કહીશ.જો પસંદ આવે તો અભિપ્રાય આપજો.જો ના પસંદ આવે તો સુચન જરૂર કરજો.


આજનો શબ્દ : પ્રેમ

મિત્રો , આજે પ્રેમ શબ્દ વિશે થોડી વાત કરવી છે.
આમ તો આ શબ્દ બે અક્ષર નો છે.પણ તેના પર જેટલું પણ વિસ્તૃત લખો અથવા વાંચો તેટલું ઓછું પડે છે.

પ્રેમ માટે ટુંકમાં કહીએ બે વ્યકિત ઓનું મિલન .એક નું સમર્પણ અને બીજાનો સ્વીકાર.પ્રેમ વિશે બધાના પોત પોતાના શબ્દો હોય , વિચારો હોય છે.જેટલું પણ પ્રેમ પણ લખાયું છે , તે અપૂર્ણ છે.

પ્રેમ કરવાનો ના હોય તે તો થઇ જાય.જો કરવો પડતો હોય તો તે પ્રેમ નથી . ત્યાં કોઇક સ્વાર્થ હોય છે.પ્રેમમાં આપ લે ના હોય.

પ્રેમ નામનું તત્વ એવું છે કે , એ તત્વ જેનામાં પ્રવેશી જાય પછી તેને માત્ર ને માત્ર પ્રેમ જ દેખાય .તે વ્યકિત પ્રેમ નો રોગી બની જાય છે.પ્રેમ રોગ લાગી જાય.

એક નાની એવી સ્ટોરી અહી પ્રરસ્તુ થાય છે.

સુરત શહેર ની વાત છે.ત્યાં અજય નામ નો ખુબ સુંદર છોકરો રહેતો હતો , તે ત્યાં જોબ કરવા માટે આવ્યો હતો.એકલો આવ્યો હતો.તેને એક રેન્ટ પર ફલેટ રાખ્યો હતો .તે ત્યાં રહેતો.તેને જમવાનું ટીફીન બંધાવેલું હતું.

તે જે જગ્યાએ નોકરી કરતો હતો ત્યાં એક સુંદર છોકરી હતી.છોકરી સાથે પરિચય તો હતો.પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ બંને વધુ નજીક આવતા ગયા.એક દિવસ અજય હોટેલમાં જમવા જવાનું નકકી કર્યુ.અસ્મિતા ને પણ જમવા બોલાવી.અસ્મિતા ત્યાં આવી.

અજયે વાત ચીત શરુ કરી અને વાત વાત માં અસ્મિતા સામે પોતાનો પ્રેમ પ્રગટ કરી દીધો છે.અસ્મિતા પણ પ્રેમ કરતી જ હતી.અસ્મિતા એ સ્વીકાર કર્યો . અજયે અને અસ્મિતા બંને હજી થોડો સમય જોતો હતો.

થોડા સમય પછી બંને પોત પોતાના પરિવારમાં વાત કરી.પરિવાર જનો પણ અજય સારો લાગ્યો . અજયના ઘરના પણ અસ્મિતા સારી લાગી.બંને ના મેરેજ કરવામાં આવ્યા.

નવા નવા મેરેજ થયા.બંને ખુબ ખુશી થી રહેતા હતા.બંને હનીમુન માટે ગોવા ગયા.ત્યાં ખુબ જ ફર્યા.જયારે રિટર્ન આવતા હતા ત્યારે રસ્તામાં પોતાની કાર નો એકસિડન્ટ ટ્રક સાથે થયો.ભયંકર એકિસડન્ટ થયો.અસ્મિતા તો ધટના સ્થળ પર મૃત્યુ પામી.અને અજયને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.તેની હાલત પણ ગંભીર હતી.પણ તે બચી ગયો.

હોશમાં આવતા ની સાથે તે અસ્મિતા અસ્મિતા કરતો હતો.તેના પરિવાર જનો કહેતા નથી કે અસ્મિતા આ દુનિયામાં રહી નથી.તે સાજા થઇ ને ઘેર આવે છે ત્યારે ખબર પડે છે કે અસ્મિતા નથી રહી.તે ખુબ જ રડે છે.અસ્મિતા ની બધી કિયા વિધી પુરી કરે છે.તે અસ્મિતાની યાદો ને સાથે લઇને જીવે છે.

થોડો સમય ગયો .પછી તેના પરિવાર જનો લગ્ર કરવા માટે કહયું પણ તે માનતો નથી કહે છે કે હું અસ્મિતા ને પ્રેમ કરતો હતો અને કરુ છું અને કરતો રહીશ.ભલે તે મારી સાથે નથી.ઘણા બધા સમજાવવાની કોશિશ કરી પણ તે માનતો નથી.

અજયનો અસ્મિતા પ્રત્યેનો પ્રેમ એ એક મિશાલ છે.આવો પ્રેમ ભાગ્યે જ જોવા મળતો હોય છે.


મિત્રો મારી સીરીઝમાં પહેલે થી લઇને છેલ્લે સુધી જોડાયેલા રહેજો.પ્રકરણ 8 કેવું લાગ્યુ પ્રતિભાવ ચોકકસ થી આપજો.

આભાર