લવ ની ભવાઈ - 22 Kishan Bhatti દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ ની ભવાઈ - 22

બસ તો અમરેલી તરફ ચાલવા લાગી સાથે સાથે દેવના વિચારો પણ ચાલવા લાગ્યા હમણાં તો તે કાજલ સાથે હતી અત્યારે તો કાજલ પણ સાથે નથી .પણ કાજલ કાલે તો સાથે જ હશે .તેમ મન મનાવીને તે અમરેલી તરફ આગળ વધતી બસ સાથે તેના વિચાર પણ વધે છે . દેવ અમરેલી પહોંચી બસ સ્ટોપ પર ઉતરે છે અને તે ભાવેશને કોલ કરે છે ભાવેશ પણ તેની બેગ લઈને બસ સ્ટોપ પર જ ઉભો હોય છે

હવે આગળ,
ભાવેશ દેવને પૂછે છે વાત થઈ તારી અને કાજલ વચ્ચે ?
દેવ : હા થઈ વાત પણ તેને મિત્રતા માટે જ હા પાડી છે !
ભાવેશ : હા તો રાહ જોઈ શકે ને તું કાજલ ની ?
દેવ : હા જોઈ જ શકું ને તેને પ્રેમ કરૂ છું તો!
ભાવેશ : હા તો રાહ જો થોડા દિવસ. થોડા દિવસ માં વેલેન્ટાઇન દિવસ આવશે ત્યારે તું તેને પ્રપોઝ કરી દેજે.
દેવ : હા એજ કરવું પડશે મારે.
ભાવેશ : હા રાહ જો થોડા દિવસ અને તેની સાથે બસમાં વાત કરવાનું ચાલુ રાખજે તેની પસંદ ના પસંદ પૂછી લેજે .
દેવ : હા કાલે સવારે હું આવું ત્યારે તે મારી બસમાં આવશે તો જરૂર મારી બાજુની સીટ તેના માટે ખાલી જ રાખીશ.
ભાવેશ : હમણાં ઉતાવળ ન કરતો કાજલ ને પ્રપોઝ કરવામાં રાહ જોજે થોડા દિવસ.
દેવ : હા યાર હોવી તો રાહ જોવા સિવાય કોઈ ઉપાય જ નથી.
થોડીવાર બંને વાત કરે છે ત્યાં દેવની બસ આવી જાય છે દેવ ભાવેશ ને કહીને કાલે મળીયે તેમ કહીને બસમાં બેસે છે .દેવ બસમાં બેસી તો જાય છે પણ જ્યા કાજલ બેઠી હતી ત્યાં જ જઈને બેસી જાય છે બારી પાસે તે ફરી કાજલને યાદ કરવા લાગે છે તે તેના વિચારોમાં ખોવાઈ ગયો હોય છે તેને ભાન નથી રહેતું.બસ રસ્તા પર દોડવા લાગે છે પણ અહીં તો દેવ કોઈ બીજા જ વિચારોમાંથી બહાર આવી શકતો નથી બસ અમરેલીની બહાર નીકળવા આવી છે દેવ પાસે કંડકટર પાસ માંગે છે ત્યારે પણ દેવ વિચારોમાં ખોવાયેલો જ હોય છે દેવને કંડકટર નો અવાજ પણ સાંભળતો નથી દેવને હાથ લગાવે છે ત્યારે દેવ ઝબકીને તેં ફરી પોતાની દોડતી દુનિયામાં આવી જાય છે દેવ કંડકટર ને પાસ બતાવી ફરી બારી બહાર જોવા લાગે છે ત્યાં કાજલના ગામ નજીક બસ પહોચવા આવે છે ફરી તેને કાજલનો વિચાર આવે છે પણ હવે તે મગજ પર લેતો નથી અને તે ફરી એકવાર બસમાં ઊંઘવાની કોશિશ કરે છે ને તેને ઊંઘ આવી જાય છે .દેવ નું ગામ આવી જાય છે પણ દેવની ઊંઘ ઊડતી નથી તે હજી ઘેરી ઊંઘમાં સૂતો છે તેના ગામનો એક છોકરો આવીને તેને જગાડે છે ને તે ઉભો થાય છે અને આંખ ચોળતા ચોળતા તે બસમાંથી નિચે ઉતરે છે પણ આજે દેવના મોઢા પર એક અલગ જ પ્રકારની ખુશી જોવા મળે છે શું તે ખુશી નું કારણ પણ કાજલ જ છે કે બીજું કોઈ તેતો સમય જ બતાવશે.



શુ કાલે કાજલ દેવને મળશે બસમાં ? શુ કાજલ અને દેવ ની લવ સ્ટોરી આગળ વધશે કે અહીં જ સીમિત રહશે ?શુ દેવ ખુશ છે તો શું કાજલ સાથે વાત થઈ તેના લીધે કે કોઈ બીજું જ કારણ છે તે જાણવા માટે વાંચતા રહો લવની ભવાઇ.