પાર્ટ-2
જેમતેમ કરી ને આરાધ્ય ની સાંજ તો થઈ ગઈ, દિવસ આખો પોતાની નવલિકા ના પાત્રો ને ચિતાર આપવામાં અને સ્ટોરી લાઇન ડ્રાફ્ટટિંગ માં નીકળી ગયો, સાંજે નવલિકા નો પ્રારંભ પણ કરી દીધો..પણ દરવખતે કરતા આવખતે તેને લેખન વખતે પણ કંઈક અલગ ફિલ થતું હતું, અંદર લખવા માટે નો જૂનો જુસ્સો આજે ઉમળકો બની ગયો હોય તેવું આરાધ્ય ને લાગવા માંડ્યું...અને એક પછી એક પાત્રો ને લઇ ને તેની સ્ટોરી આગળ વધવા માંડી...પણ બધા પાત્રો માં પણ 'જિયા', નું પાત્ર ન જાણે કેમ પણ તેને કંઈક અધૂરું હોય તેવું લાગવા માંડ્યું તે વાત નો ખ્યાલ તો ખુદ આરાધ્ય ન પણ ના આવ્યો ને...લખતા લખતા સાંજ ક્યારે રાત થઈ ગઈ તેનો પણ ખ્યાલ ન આવ્યો...
સવારે ફરી આરાધ્ય કોઈ તેને ઓળખી ના શકે તે રીતે ફરી તે કોલેજ રોડ પર પોહચી ગયો પણ આ વખતે પોતાની કાર લઈ ને...તેને જલ્દી હતી તેના પાત્રો માંથી અધૂરા લાગતા પાત્ર જિયા ને જાણવાની...
આમ-તેમ નઝર ફેરવી પણ તેને કાલે મળેલ તે છોકરી ક્યાંય ન દેખાઈ અંતે ઘણી જફા કરી ને થોડે દુર છ-સાત છોકરીઓ ટોળે વળી કાંઈ વાતો માં મશગુલ હતી તેમાં તેને તે છોકરી મળી ગઈ, તે બાજુમાં જ ઉભેલા એક યુવકને તે છોકરી તરફ આંગળી નો ઈશારો કરતા કહે છે " ભાઈ. પેલી છોકરી ને જરા બોલાવી આપશો !!?",
પેલો યુવક સામે સવાલ કરે છે કોણ... છબી ને!!??"
આરાધ્ય થોડી વાર એ તરફ જોઈ કહે છે.."અ..અ.. હા તેને જ".
તે યુવક તુરંત ત્યાં જઈ કહે છે " છબી, તને કોઈ મળવા માંગે છે....", છબી: " કોણ!!??",
યુવક આરાધ્ય તરફ આંગળી વડે ઈસરો કરી છબી નું ધ્યાન તે તરફ દોરી ને કાઈ કામ યાદ આવતા ત્યાંથી ચાલ્યો જાય છે.
નજીક આવી છબી અચરજ સાથે તુરંત કહે છે:
"અરે ..આરાધ્ય સર આપ!! અહીંયા!??"
હવે અચરજ પામવાનો વારો આરાધ્ય નો હોય તેમ શું કહેવું તે ન સુજતા આરાધ્ય બોલી ઉઠે છે':"આગળ વળાંક પર ના 'ટી પોસ્ટ' માં મારી સાથે ચા પીવા આવશો!!??"
છબી અવાચક થઈ, ગઇ કાલે જે વ્યક્તિ એકવાર વાત કરવા માટે પણ તૈયાર ન હતો એ આજે સામે ચાલીને ચા પીવા માટે આમંત્રણ આપે છે !!!!.
કાંઈ પણ ન સુજતા બીજીજ પળે છબી બોલી : " ok ચાલો જઈએ"
આરાધ્ય છબી ને કાર તરફ દોરતો હોય તેમ મૂંગા મોઢે આગળ વધે છે.
છબી: "કાર!!?", "હું મારું સ્કૂટર લઈ ને ત્યાં આવું છું આપ ત્યાં પહોંચો."
તુરંત આરાધ્ય પોતાની કાર મા બેસી 'ટી પોસ્ટ'તરફ ધીમી ગતિ એ આગળ વધે છે. થોડી વારમાં બેક વ્યુ મિરર માં પાછળ છબી પણ આવતી તેને દેખાઈ છે.
બન્ને એકસાથે 'ત્યાં પ્રવેશ કરે છે, આરાધ્ય એક ખાલી ટેબલ તરફ આગળ વધી, છબી માટે એક ચેર પણ થોડી ખસેડી આપે છે..
આમતેમ નઝર ફેરવતી છબી તે ચેર પર બેસી જાય છે,
પોતાના પ્રિય લેખક સાથે આમ અચાનક મુલાકાત નો મોકો મળે તેવો.છબીને ક્યારેય વિચારસુધ્ધા ન હતો આવ્યો. છબીને મનમાં પ્રજલ્ય(બબડાટ) કરતા જોઈ,
આરાધ્ય જ બન્ને વચ્ચે નું મોંન તોડતો હોય,
તેમ કહે છે : "any confusation???",
છબી: " ના...નહીં"
આરાધ્ય: " તો આપ આટલા ગુંચવણ માં કેમ લાગો છો!!"
છબી થોડું અટકતા :"એજ..કે...આમ અચાનક આપ મને...!! ચા માટે કહેશો એ મને ખૂબ અચરજ ભર્યું લાગે છે"
ચેહરા પર આશ્ચર્ય સાથે છબી પૂછીજ નાખે છે:"શું આપ મને ઓળખો છો!!??"
આરાધ્ય:" એ સવાલ તો મારે કરવો જોઈએ", "તમે મને કંઈ રીતે ઓળખી પડ્યો!!?"
છબી:"તમે તો આજના સમય ના ખૂબ પોપ્યુલર લેખક છો, આપને કોણ ના ઓળખે!!?"
આરાધ્ય:" પણ હું તો કોઈ પણ ઓળખી ન શકે તે રીતે ચેહરો છુપાવી ને ફરતો હોઉં છું, છતા આપે મને પકડી પડ્યો!!"
છબી:"આપના કાંડા ઘડિયાળ અને જમણા હાથ પર ના ટેટુ એ આપને પકડાવી દીધા", આટલું કહી થોડીક હળવાશ અનુભવતા છબીથી થોડું મલકાઈ જવાયું.
આ વાત થી આરાધ્ય હજુ અચંબિત હતો ત્યાં છબી ફરી બોલી:" હમણાં ટાઉન હોલ માં જે કાર્યક્રમ હતો, ત્યારે સ્ટેજ મેનેજમેન્ટ માં હુંજ તો હતી, અરે આપની સ્પીચ વખતે માઈક દેવા હુંજ તો.આવી હતી!!!"
સંવાદ વચ્ચે બન્ને ને ખયાલ પણ ન રહ્યો કે ઓર્ડર લેવા માટે વેંઈટર ટેબલ પર રાહ જોવે છે.
આરાધ્ય વેઇટરને બે મશાલા ચા લઈ આવાનું કહે છે..
આરાધ્ય: "ઓહ.. એ તમે હતા ? Sorry મારુ ધ્યાન ફક્ત સ્પીચમાં જ હતું"
છબી :"ઇટ્સ ઓકે સર .. પણ મારો સવાલ નો જવાબ તો તમે ના આપ્યો..!!"
સંવાદ માં બ્રેક આવી હોય તેમ વેઇટર ચા ટેબલ પર પીરસે છે,
ચા હાથ માં લઇ આરાધ્ય કાઈ કહે એ પહેલાજ છબી નો મોબાઈલ રણકયો...
ફોન રિસીવ કરી સામે ના વ્યક્તિને કહે છે :"હું 10 મિનિટ માજ ત્યાં પોહચું છું તમે લોકો વેટ કરો.""
આરાધ્ય સામે જોઈ ફોન કાપતા છબી:" માફ કરજો, મારી ફ્રેન્ડ નો કોલ હતો અમારો કોલેજ પ્રોજેક્ટ આજે સબમિટ કરવાનો છે માટે મારે જવું પડશે."
આરાધ્ય:"ok fine"
છબી:" નોટ ok, તમે મને હજુ એક ઓટોગ્રાફ અને મારા સવાલ નો જવાબ કશુજ નથી આપ્યું."
આરાધ્ય:" ચોક્કસ પણ તે માટે તમારે મને ફરી મળવું પડશે !!!, કાલે અહીંયા જ આજ સમયે!!??."
છબી:"પાકું પણ કાલે મારી ફ્રેન્ડ્સ પણ આપને મળશે તો એમને ખૂબ ગમશે"
આરાધ્ય:" ઓહ...નહિ..આપણે મળ્યા એ પણ પ્લીઝ આપ કોઈ ને ન કહેતા"
છબી:" કેમ!!?."
આરાધ્ય:"એ હું આપને કાલે કહીશ, અત્યારે તમે તમારા પ્રોજેકટ નું કામ પૂરું કરો"
છબી:" ઓકે બાય સર"