ટેબલ પર બે ચા ના કપ, ને એકલો અટૂલો આરાધ્ય....છબી સાથે હજુ પણ વાતો માં મગ્ન રહે છે...તેની આ મગ્ન સમાધિ નો અંત કોઈ ના કોલાહલ થી થતા તેને ખ્યાલ આવે છે કે થોડી ક્ષણો ની આ મુલાકાત તેના પાત્ર જિયા ને ઉજાગર કરવા પૂરતી નથી...મન ની વધેલી વ્યાકુળતા સાથે તે પણ પોતાની કાર તરફ આગળ વધે છે..
વિચારમગ્ન આરાધ્ય ને એ ખ્યાલ ન રહ્યો કે ક્યારે તે પોતાના બંગલા ના ગેટ સુધી આવી ગયો !!
છબી આજે કાંઈક નવા ઉલ્લાસ થી જ કોલેજ માટે વહેલી નીકળી, ટી પોસ્ટ પર સ્કૂટર પાર્ક કરતા તેની નઝર માં આરાધ્ય ની કાર આવી ને તેને ભાન થયુ કે થોડી લેટ થઈ છે કે પછી આરાધ્ય જ વહેલો આવી પહોંચ્યો !!!!?
આરાધ્ય સામે ની ચેર માં બેસતા ની સાથે જ,
છબી:" સોરી સર લેટ આવી ને હું!!?"
આરાધ્ય:"its ok સોરી તો મારે કહેવું જોઈએ, મેં આજે પણ તમને હેરાન કર્યા ને અહીંયા બોલાવ્યા...", "તમે ચા તો પીઓ છો ને !!??"
છબી :"હા. હું પીઉં છુ" મલકાટ સાથે કહે છે.
છબી:"શુ તમે પણ ચા ના શોખીન છો??"
આરાધ્ય:" શોખીન!!, હા" આટલું કહેતા તેનાથી પણ મલકાઈ જવાયું...
આરાધ્ય:" એક તો ચા સવારે તાજગી અને late night writing માં મિત્ર બની સાથ આપે છેઃ"
છબી:"બસ આટલું જ ??", "ચા ને તો ચાહત કહેવાય, જોજો એક યુગ એવો આવશે જ્યારે ચા ને ચા નહીં મહોબત કહેવાશે"
આટલું વાક્ય પુરુ કરે એ પહેલાં જ આરાધ્ય સાયરના અંદાઝ બોલ્યો,
" ઇસક મહોબત સબ બલા હે..તુમ ચાઇ પીઓ ઉસમેં હી ભલા હે"
છબી:" વાહ..વાહ તમે લેખક સાથે શાયર પણ છો!!? તો એ વાત પર તો તમારે મને એક ઓટોગ્રાફ તો આપવો જ પડશે ને સાથે મારા કાલ ના સવાલ નો જવાબ પણ..કે આ મુલાકાત નું કારણ શું !!?? "આટલું કહી તે નોટ-પેન આગળ ધરી દે છે.
આરાધ્ય:" why not!!! પેન થી છબી ની નોટ માં ઓટોગ્રાફ આપતા કહે છે," હું એક નોવેલ લખી રહયો છું... તેમાં..." આટલું કહી થોડું રોકાઈ આરાધ્ય કહે છે કે "તમને મળવા નું કારણ માત્ર એજ છે કે મારે એ જાણવું છે કે આજના યુગની છોકરીઓના શોખ, વિચારો અને ખાસ કરી ને પ્રેમ...."
આ અધૂરા વાક્ય નો છેલ્લે બોલાયેલ શબ્દ 'પ્રેમ' સાંભળીને છબી ના હૃદય માં જંકૃતિ થઈ, છબી ના ચહેરા ના હાવભાવ સાથે મન માં પણ આરાધ્ય ની એક અલગ છબી ઉપાસવા લાગી, જાણે આરાધ્ય નો ચેહરો છબી પર વશીકરણ કરતો ના હોય.....
પણ સામે પક્ષે આરાધ્ય માટે તો છબી માત્ર ને માત્ર તેની નોવેલ નું પાત્ર જિયા જ હતું..
ત્યારબાદ આવી ચાર પાંચ મુલાકાતો થઈ, આરાધ્ય માટે આ મુલાકતો માત્ર પાત્ર-સંશોધન હતી પરંતુ આ મુલાકાતો છબીને મન આરાધ્ય માટે ની એક અલગ જ આકૃતિ બનાવી ચુકી હતી.
આવીજ એક દિવસ ની મુલાકાત માં છબી ની સમાધિ ભંગ કરતા આરાધ્ય બોલ્યો,
"છબી, તારે કોલેજ જવા નું late નથી થતું!!" સંબોધન માં આવેલ તુકારો પણ છબી ને વહાલો લાગ્યો.
ટી પોસ્ટ ના ટેબલ પર થી ઉઠતા, બોલી ઉઠી " હા.... હું કાલે પણ late થઈ ગઈ હતી"
આરાધ્ય:" ok bay ને thanks કે તે તારો કિંમતી સમય કાઢી મને મારી નોવેલ માટે મદદ કરી."
છબી(થોડા ઉચાટ સાથે): " મતલબ કાલે આપણે ફરી નહીં મળીએ!!??"
આરાધ્ય:" હાસ્તો...હવે રોજ-રોજ થોડું મળવાનું!!?"," હવે મારી નોવેલ પણ પુરી થઈ ગઈ છે ને તે કોઈ પણ ઓળખાણ કે મિત્રતા વિના જે મદદ કરી છે તે હું કદી નહીં ભૂલું","જીવન માં ઘણા એવા લોકો પણ હોય છે જે મિત્ર ના હોય છતાં તેનાથી ખૂબ વિશેષ હોય છે." આટલું કહી તે ઉઠે છે ને છબી સાથે હાથ મિલાવી મુલાકાત પૂર્ણ કરી દે છે..
છબી ના મનમાં તો રીતસરનું તોફાન શરૂ હતું, સ્થિતિ અંતર ની વાત કહી શકાય તેમ પણ નહતી ન તો ચૂપ રહી શકાય તેમ હતું,
આજીજી ભર્યા સ્વરે છબી બોલી: " આમ અચાનક!!?","તમારે મને કાલે છેલ્લી વખત તો મળવા આવવું જ પડશે" એટલું વાક્ય બોલતા તેના થી હંફાઈ જવાયું...
આરાધ્ય:"પણ હવે ફરી મળવા નું કોઈ કારણ જ નથી"
છબી:" પણ એક વાર...મારે ખાતર please"
આરાધ્ય: "તું આજ આટલી ઝીદ શું કામ કરે છે ?"
છબી: "જો જવાબ ને શોધવો હોઈ તો પહેલાં સવાલ સમજવો પડે ..."
આરાધ્ય: "ok કાલ આપણે મળીએ છીએ."