પાર્ટ-૧
"ગુલાબી ક્ષણોએ અહીં કચેરી ભરી છે, ફૂલોએ તેમાં સુગંધ પાથરી છે, સભા છોડી ના જતા મિત્રો, સભા ની રોનક આપની હાજરી છે" બસ આટલું માઈક માં બોલતા ની સાથેજ આખું ઓડિટોરિય તાળીઓ થી ગુંજી ઊઠ્યું. હાયલઇટ્સ, જાયન્ટ-સ્ક્રીન માં શ્રોતાઓનો ઉમળકો જલકાતો હતો. હા..આ એ વક્તા છે.. આરાધ્ય વ્યાસ કેે જેન મુુખે સરસ્વતી બિરાજમાન હોય કદ ઉંચુ, મજબૂત કાઠી ને ભીનો વાન ને આંખ પર ચશ્માં, છતાં પણ આંખોની તેેેજસ્વીવિતા છલકાઇ આવતી હતી.
fb-insta, પર પણ લાખો ફોલોઅર્સ અને વાચકો તેની પાછળ ઘેલા હતા. મૂળ તો આ ઇવેેન્ટ ગુજરાતી ભાષાના મૂલ્યો વિશે હતી જેમાં આરાધ્ય ને અતિથિ વિશેષ તરીકે નિમંત્રણ હતું.
ગુજરાતી ભાષા સાહિત્ય સાથે ટેકનોલોજી ને હાલ ની દેશ ની સ્થિતિ વિશે ના તેના વક્તવ્ય થી લગભગ બધા લોકો પ્રભાવિત થયા.
પ્રોગ્રામ પૂરો થતાં આરાધ્ય આભાર માનતો ને ટોળાં ને હાથમિલાવતો ઝડપથી પોતાની કારમાં ઘર તરફ રવાના થયો.
સાંજે પરવારી ને આરાધ્ય ને Facebook પર લાઈવ થવા નો રોજીંદો નિયમ ને તેમાં લગભગ દરરોજ કોઈ ને કોઈ વાચકો તેને love story લખવા રીતસર ની આજીજી કરતા..કારણ કે અત્યાર સુધી માં કયારેય પણ આરાધ્યએ આ વિષયમાં હાથ અજમાવ્યો જ નહતો.
અંતે આજે અચાનક જ પોતાના ચાહકોનો હઠાગ્રહ જોઈ તેણે લાઈવ માં જ કહી દીધું કે "હવે પછી ની મારી નોવેલ નો વિષય હશે....પ્રેમ.."
લેપટોપ બંધ કરી પથારી માં આરાધ્ય મનોમન બબડયો "4 દિવસ તો ઘણા છે, એક love story લખવા માટે."
ને નવી સ્ટોરી ના પ્લોટ વિસે વિચારતા તે ઊંઘમાં સરી ગયો.
સવારે ઉઠતાંવેં તે તેના ટેબલ પર લેપટોપમાં લખવા બેસી ગયો...સ્ટોરી પ્લોટ મન માં તૈયાર હતો, પાત્રો પણ વિચારી લીધા હતા, પાત્રો ને નામ પણ આપી દીધા...પણ તેમાં નું એક પાત્ર જિયા...કેમ જાણે આજે પહેલી વાર તેને પોતે રચેલા પાત્રો માં થોડું અલગ...થોડું અઘરું લાગ્યું. આખો દિવસ આ એક પાત્ર પાછળ મુસલસલ વિચારવા છતાં તે સાંજે હારી ગયો...એ પાત્ર ની રચના તેને એક કોયડા જેવી લાગવા લાગી....
એક સેલિબ્રિટી લેખક માટે જાહેર માં નીકળવું ખૂબ દુર્ગમ હોય છે તેથી બીજા દિવસે સવારે તે પોતાનો ચહેરો મફલર થી ઢાંકી, મોર્નીગ વૉલ્ક પર નીકળી પડ્યો એ પણ નજીક ની કોલેજ ના રોડ પર જ્યાં સવાર સવારમાં વિદ્યાર્થીઓ ના ટોળે ટોળા રોડ પર આટલી વહેલી સવારે પણ હોય!!!!
અચાનક એક છોકરી સામે આવી સ્મિત સાથે બોલી..."આરાધ્ય સર !!!",
આરાધ્ય એ અવાજ ને અવગણી પોતાની ચાલવા ની ઝડપ વધારી આગળ ચાલતો થાય છે, તેની સાથે કદમ મિલાવતા તે છોકરી ફરી બોલી ઉઠી "મેં આપને ઓળખી લીધા...આપ આરાધ્ય સર છો."
"સોરી હું આરાધ્ય નથી"
આટલું કહેતા, થોડા અણગમા સાથે આરાધ્ય આગળ ચાલવા માંડ્યો
ભલે આરાધ્ય એ એ છોકરી ને અવગણી, પણ નખશિખ જોઈ લીધી પણ હતી...હરણ જેવી આંખો ખુલ્લા લહેરાતી લટો, બ્લુ જીન્સ ને વાઈટ ટોપ જેવા મોર્ડન ડ્રેસિંગ માં પણ તે છોકરી ની સાદગી ની પણ આરાધ્ય નોંધવા નું ચુક્યો ન હતો.
કોલેજ રોડ પર થી પરત આવી ને ડ્રોઈંગરૂમમાં સોફા પર આડો પડ્યો ને અચાનક તેની ચીસ નીકળી ગઈ.." ઓહ...આજ તો છે મારી જિયા ! ! ", "મારી નવી નોવેલ નું ખૂટતું પાત્ર"
:આગળની વાત માટે વાંચો પાર્ટ-૨
આ ટૂંકી વાર્તા મારો પ્રથમ પ્રયાસ છે, આપના મૂલ્યવાન અભિપ્રાય અતિ આવશ્યક છે,
આગળ ની વાર્તા માં મૂળ પાત્ર ના જીવન માં આવતા અણધાર્યા વળાંકો અને ઘટનાઓ ને આવરી વાર્તા રસપ્રદ બનશે વધુ વાત આવતા અંકે....