ઘડતર - 5 - રાજા શૈલ અને કવિ નાઝ Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘડતર - 5 - રાજા શૈલ અને કવિ નાઝ

રાત્રે જયારે અનંત અને આસ્થા દાદા-દાદી ના રૂમમાં ગયાં. દાદા-દાદી કશુંક શોધતાં હતાં.

બાળકોએ પૂછયું કે, "શું શોધો છો, દાદા-દાદી?"

દાદી બોલ્યા કે, "અમારી એક કોડી ખોવાઈ ગઈ છે,બેટા."

આસ્થા બોલી કે, "દાદી આ ત્રણ કોડીઓ તો છે."

દાદા બોલ્યા કે, "બેટા ત્રણે કોડીઓ ચોથી કોડી વગર અધુરું છે."

અનંતે પૂછ્યું કે, "એવું કેમ દાદા?"

દાદા બોલ્યા કે, " દરેક વસ્તુ કે વ્યક્તિનું એક ઈમ્પોર્ટન્ટ હોય છે. એના વગર આપણું જીવન અધુરું છે. ચાલો આજે એના પર તમને વાર્તા કહું."

આસ્થા ઉત્સાહિત બોલી કે, "રાજાની વાર્તા કહેશો ને દાદા."
દાદાએ હસીને હા પાડી.

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐


શૈલરાજા અને કવિ નાઝ


'માનપુર નામનું એક રાજ્ય હતું. એના રાજાનું નામ શૈલ હતું. રામએ રાજ્ય નો મુખ્યમંત્રી, હિંમતસિંહ- સેનાપતિ અને માધવ નામનો સલાહકાર હતો.

જેમ ઘરની મજબૂતી સ્તંભથી હોય એમ રાજયમાં ચારેય સ્તંભ જેવા આ લોકો હતાં. આ ચાર મજબૂત સ્તંભના લીધે જ રાજ્યનો વિસ્તાર વધાર્યો હતો.

રાજા બુદ્ધિશાળી, વિદ્રાન અને પ્રજા પોતાના બાળકો છે એવું માનનારો હતો. તેની સભામાં ખુશામતખોરો ની જગ્યાએ કવિ, લેખકો, પંડિતોને સ્થાન આપવામાં આવ્યું હતું.

આટલાં બધાં ગુણો રાજામાં એક અવગુણ હતો. 'રાજ્યનો વિસ્તાર, પ્રજાપ્રિયતા, ન્યાય વ્યવસ્થા વિગેરે બધું એને જ આભારી છે. એનું મહત્વ વધારે છે. એ ના હોત તો આ બધું શકય નથી.' એની આ માન્યતા કયારેય વર્તનમાં નહોતી આવી એટલે સભામાં કે મંત્રી કે કોઈને પણ ખબર નહોતી.

એક વખત સભામાં ગઢવી આવ્યો. રાજાએ ગઢવીને આવકાર આપ્યો. રાજા બોલ્યા કે, "ગઢવી તબિયત પાણી સારા ને? "

ગઢવીએ કહ્યું કે, "હા, રાજાજી"

રાજાએ કહ્યું કે, "ગઢવી તો અમારા રાજય વિશે એકાદ કવિતા સંભળાવો."

ગઢવીએ કહ્યું કે, "હા, રાજાજી"
'સાંભળો રે સાંભળો સમૃદ્ધિ માનપુર
જયાં નદી ઘી ની અને દૂધની વહે, ધનધાન્ય ભરપૂર'

આમાં મંત્રીની ચતુરાઈ, સલાહકારની તટસ્થતા, સેનાપતિની બહાદુરી, સૈનિકોની વીરતા, સ્ત્રીઓની નિસ્પૃહતા, વેપારીઓ ની સાહસવૃતિ, ખેડૂતોનો પરિશ્રમ વિગેરે ગુણગાન કરવા લાગ્યા.

પણ રાજાના મનમાં રહેલા વિચારે અહંકાર નું રૂપ લઈ લીધું હતું. એના લીધે જ કોઈ અણગમતી વાત કરી હોય એવો ભાવ રાજાના ચહેરા પર રમવા લાગ્યો.

ગઢવી ચતુર હતો. તે ચૂપ થઈ ગયો. અને ગઢવી બોલ્યા કે, "રાજાજી તમને મારી કવિતા ના ગમી? કે કવિતા ની કોઈ વાતમાં અસહમત છો?"

રાજા બોલ્યા કે, "ના ગઢવી એવી કોઈ વાત નથી પણ આ કવિતામાં દરેકનું મહત્ત્વ છે પણ રાજાનું નહીં."

ગઢવી વાત સંભાળતા બોલ્યા કે, "આ દરેક તમારા વગર અધૂરા છે."

રાજા કહે કે, " ખરેખર, તો કવિતામાં મારા કે મારા કામોના કે મારી ન્યાય વ્યવસ્થાના હોવા જોઈએ કે પછી....."

ગઢવી ખુશામતખોરો માં નો નહોતો એટલે રાજાના અહંકાર આવી ગયો છે એ સમજી ગયો હતો. એટલે જ બોલ્યા કે, "રાજાજી ના રાજ્ય દરેકથી બને. ભલે તે સ્ત્રી હોય કે પુરુષ, વૃદ્ધ હોય કે જુવાન, ખેડૂત હોય કે વેપારી, કવિ હોય કે પંડિત, સૈનિક હોય કે સામાન્ય માણસ કે પછી નાનો અદકો હોય કે મોટો પહાડ ગમે તે રાજયની વ્યવસ્થા ખોરવી શકે છે."

ગઢવી ની વાત મંત્રી, સલાહકાર અને સેનાપતિ ને સાચી લાગતી હતી. સભાજનો માં પણ ચડભડાટ થવા લાગ્યો. કોઈપણ સભાજન રાજા ને નારાજ કરવા તૈયાર નહોતા. એટલે કશું ના બોલ્યા.

ગઢવી અને રાજા મમતે ચડયા. કોઈ વાત મૂકવા તૈયાર નહોતું.

મંત્રી એ સભા ને દરખાસ્ત કરીને રાજા અને ગઢવીને કહ્યું કે, "આમ કરવાથી તો વાત નો અંત નહીં આવે. એના કરતાં રાજા તમે પરીક્ષા કરો."

ગઢવીને વાત યોગ્ય લાગી. એમણે કહ્યું કે, "મને મંજૂર છે. સભામાં હાજર ના હોય એવો અદકા માણસની પરીક્ષા કરો."

રાજાને પણ આ વાત યોગ્ય લાગી એ બોલ્યા કે, "મને પણ આ જ યોગ્ય લાગે છે. પણ પરીક્ષા માટે કોને પસંદ કરીશું? સેનાપતિ, મંત્રી કે સલાહકાર રાજ્ય ના મુખ્ય સ્તંભ છે. સ્ત્રી, બાળકો અને વૃદ્ધો રક્ષા ની જવાબદારી રાજયની છે."

સલાહકાર બોલ્યા કે, "રાજન, કવિ નાઝ આજે રજા પર હતાં."

સલાહકાર બોલ્યા કે, "કવિ નાઝની પસંદગી બરાબર છે."

ગઢવી તરફ ફરીને કહ્યું કે, "આ પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી તમે આ રાજયના અતિથિ બનો."

રાજાએ હા પાડીને વિચારવા લાગ્યા કે 'કવિ તો રાજા ની વાહવાહી કરે અને રાજા તરફથી મળેલા ઈનામો પર જીવે. માધવની પસંદ યોગ્ય છે. આમ ગઢવી હારી જશે."

બીજા દિવસે રાજાએ કવિ નાઝને સભામાં ગેરહાજર રહ્યો હોવાના લીધે અપમાનિત કરીને સભામાં થી કાઢી મૂકયો અને કહ્યું કે, " સભામાં આજથી તને બેસવાનો હક નથી. સભામાં બેસવાની લાયકાત મેળવીને આવું."

ત્યાં જ આસ્થાએ પૂછયું કે, "આ લાયકાત એટલે?"

દાદા બોલ્યા કે, "લાયકાત મીન્સ કવોલિટી"

નાઝ આમ તો ખાટું અને ચતુર હતો. એના મનમાં વિચાર આવ્યો કે 'એક નાની અમથી વાતનું આટલું મોટું સ્વરૂપ' જરૂર કંઈક વાત છે.

કવિ નાઝે તેના ખાસ મિત્ર જેવા દ્રારપાલ જોડેથી ગઇકાલે બનેલી ઘટના જાણી લીધી.

કવિ નાઝે વિચાર્યું કે ' રાજાએ કવિ નું મહત્ત્વ ના બરાબર સમજ્યું છે. ગઢવીને ખોટો પાડવા માટેજ મને અપમાનિત કર્યો છે. તો મારે પણ ગઢવીને સાચો સાબિત કરી ને સભામાં મારું માનપાન પાછું મેળવવું પડશે.'

આમ વિચારીને એક યોજના તૈયાર કરી. કવિતા એ એક ઉત્કૃષ્ટ હથિયાર છે. એને એનો કવિ સેનાપતિ.

કવિએ બીજા દિવસથી યોજના અમલમાં મૂકી.સૈનિકો આગળ સેનાપતિ ની શૂરવીરતા ના, એના નેતૃત્વ ના વખાણ કરતી કવિતા ગાવા લાગ્યા. એટલે સૈનિકોએ પૂછયું કે, "કવિ શ્રી તમે સેના ની જગ્યાએ સેનાપતિની બહાદુરીના જ ગુણગાન કર્યા."

કવિએ કહ્યું કે, "અરે ભાઈ સેનાપતિ જ ખરા બહાદુર છે. એ છે તો જ તમારી બહાદુરી છે."

સૈનિકો એ કહ્યું કે, "જો સેનાપતિ જ બહાદુર હોય અને અમે કાઈજ નહીં તો અમારે રાજય માટે મરી ફીટવાની જરૂર નથી. સેનાપતિ બધું જ કરી લેશે."

આમને આમ થોડા દિવસ પછી વરસાદ ઓછો પડયો હોવાથી બજારમાં માલ આવવાનો બંધ થવા લાગ્યો. માલની અછત થતાં વેપારીઓ એ માલના બેગણી કિંમત કરી દીધી.રાજયના સૈનિકો રક્ષણ કરવાનું કાર્ય છોડી દીધું હતું એટલે ચોરીઓ વધારે થવા લાગી હતી. કોઈ માલ-મિલકત ની સલામતી નહોતી.

આથી, વેપારી મંડળે રાજા ની સભામાં આવી ને કહ્યું કે, "રાજન હમણાં થી ચોરીઓ વધી ગઈ છે."

રાજાએ સેનાપતિની સામે જોયું અને પૂછ્યું કે, " ચોરીઓ કેમ વધી ગઈ?"

સેનાપતિએ કહ્યું કે, "રાજન સૈનિકો રક્ષણ કાર્ય કરવા તૈયાર જ નથી. એકલો સેનાપતિ કેટલે પહોંચે?"

રાજાએ કહ્યું કે, "સૈનિકોને બોલાવો."

સૈનિકો રાજસભામાં આવી પહોંચ્યા. રાજાએ તમને પૂછયું કે, "કેમ તમે તમારી ફરજ પૂરી નથી કરતાં? આ તો દેશદ્રોહ સમાન છે."

સૈનિકો બોલ્યા કે, "રાજન સેનાપતિ છે ને."

રાજા આશ્ચર્ય પામ્યો અને બોલ્યા કે, "હું સમજયો નહીં."

એક સૈનિક બોલ્યો કે, "રાજન તમે અને સેનાપતિ એવું માનો છો કે તમારા સિવાય બીજું કોઈ બહાદુર નથી. તો પછી અમારું કોઈ કામ નથી."

રાજાએ સેનાપતિ સામે જોયું તો તે બોલ્યા કે, "આવું કાઈ હું બોલ્યો નથી."

રાજાએ સૈનિકો ને પૂછયું, "તો તમને કોને કહ્યું?"

એક સૈનિક બોલ્યો કે, "અમને તો આવું કવિ નાઝે કહ્યું છે."

રાજાએ કવિ નાઝને સભામાં બોલાવ્યા અને પૂછયું કે, "આ શું છે કવિ શ્રી?"

કવિ નાઝ બોલ્યા કે, " રાજન તમારી અને ગઢવીની વચ્ચે થયેલી ચકમકની મને ખબર પડી ગઈ હતી. હું સમજી ગયેલો કે મને સભામાંથી કાઢવા માટે કંઈક કારણ છે. એટલે જ ગઢવીની વાત સાચી સાબિત કરવા અને મારું માનપાન આ સભામાં પાછું મેળવવા માટે આ ઉપાય કર્યો.

વળી, કવિની કવિતાની શક્તિ પણ સાબિત કરવાની હતી. તમે એવું ના માનો કે કવિ તો અમે આપેલા ઈનામ પર જીવે છે."

ગઢવી બોલ્યા કે, "રાજા જોયું ને તમે, એક નાનો અદકો કવિ પણ રાજય વ્યવસ્થા ને ખોરવી શકે છે. માટે જ રાજયની સમૃદ્ધિ દરેક વ્યક્તિનું મહત્ત્વ છે."

"ગઢવી તમારી વાત સાચી છે. મને માફ કરો કે હું તમારી વાત ના સમજી શકયો અને ખોટો અર્થ કર્યો. હવે હું સમજી ગયો છું કે રાજય સર્વોપરી છે. અને રાજયની સર્વોપરિતા દરેક વ્યક્તિ ને આભારી છે."

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

દાદી બોલ્યાં કે, "બેટા તમે કાલે શંભુ મહારાજ, આયા કે મંગુદીદીને તમે કામચોર કહેતા હતાને પણ બેટા તે લોકો આ લોકડાઉન ના કારણે ફસાયા છે. નહીં તો તે પણ કામ કરવા આવતા.

એ લોકો ના હોત તો તમારા મમ્મી-પપ્પા બહાર કામ ના કરી શકત. એમના ભરોસે જ તમારી કે અમારી ચિંતા કર્યા વગર બહાર કામ કરી શકે છે. એટલે જ તમે જે માંગો તે મળે છે તે એમને પણ આભારી છે. સમજયા"