ઘડતર - 0 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘડતર - 0

💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મોબાઈલ યુગમાં બાળકો પાસે દાદા અને દાદી જોડે બેસી ને વાર્તાઓ સાંભળવાનો કે નવી વાતો કે તેમને સમજવાનો ટાઈમ નથી.

પંચતંત્રની વાર્તાઓ વિડીયો રૂપે યુ ટુબમાં છે. પણ બાળકો પાસે નવા કે જૂના મૂલ્યો શીખવા માટે ટાઈમ નથી.

એટલે જ નવા- જુના મૂલ્યોનો સમન્વય કરતી ધારાવાહિક, વાર્તામાં વાર્તા પ્રસ્તુત છે.

ઘડતર
💐💐💐💐💐💐💐💐💐💐💐💐

મારું નામ અશોક છે. મારી પત્ની નું નામ આરતી છે. બંને જણા કેરિયર ઓરિયેન્ટડ. હું એમએનસી કંપનીમાં જોબ કરું જયારે
પત્ની મોડલિંગ ને સીંગીગ માં બીઝી.

અમારા બે બાળકો માં એક દીકરો અનંત 8 વર્ષનો અને દિકરી અનન્યા 6 વર્ષની.

અમારો 5 bhkનો પોશ એરિયામાં ફલેટ છે. મારા પિતાએ રિટાયર્ડ થયા પછી મારા માતા અને પિતા અમારી જોડે રહે. મારા માતા પિતા ને એક રૂમમાંજ રહેવાનું. દરેક ફેસિલિટી એ રૂમમાં જ કરવામાં આવેલી. જમવાનું પણ એ રૂમમાંજ આપવામાં આવતું.

હું કે મારી પત્ની કે મારા બાળકો કયારેય તેમની સાથે કોઈ વાતચીત નહોતાં કરતાં કે ના કોઈ પરવા. અમે અમારા માં જ મસ્ત રહેતા.

બંને બાળકો આમ તો ભણવામાં હોશિયાર પણ મેનર્સ કે ડિસીપ્લીન જેવું કંયાય નામોનિશાન નહીં. દરેક જોડે તોછડાઈ થી વાત કરે. પોતાની મર્યાદા વિશેની પણ કોઈ સમજણ પણ નહીં.

એમને સાચવનાર આયા હતી. રસોઈ કરવા માટે શંભુ મહારાજ, નોકર વિગેરે હતાં. તેઓ સાથે પણ ઉધ્ધતાઈ થી જ વર્તે.

એવામાં કોરોના હિસાબે લોકડાઉન થયું. એટલે શંભુ મહારાજ, આયા કે નોકર કામ પર નહોતાં આવવાના.

સૌથી વધારે તકલીફ આરતી ને થઇ. ઘરનું કામ, રસોઈ બધું જાતે જ કરવાનું. રસોઈ તો આરતીએ કયારેય નહોતી કરેલી. છતાંય રસોઈ જેમતેમ કરીને કરી. બાળકોને તે પસંદ ના આવી અને તેઓ ફરિયાદ કરવા લાગ્યા.

આરતી આ બધું સાંભળીને રોવા લાગી. એ વખતે મારી બા મદદે આવ્યા. તેમણે રસોઈ કરવાનું સંભાળી લીધું. એ ટેન્શન તો પત્યું.

સૌથી ભારે કામ તો બાળકો ને સાચવવાનું હતું. તેઓ ટી.વી., મોબાઈલ અને કોમ્પ્યુટર ના એડીકેટ હતા. આરતી આખો દિવસ બૂમો પાડયાં કરે. બંને છોકરાઓ કોઈ વાત ના માને. આરતી ચીડયા કરે. બંને છોકરાઓ અમારી સાથે ગુસ્સાથી વાત કરે. અમને હડધૂત કરે. કંઈ વધારે કહી એ તો તોડફોડ કરે.

એક દિવસ મારા પિતાએ મને કહ્યું કે, "હું બાળકો ને સમજાવું."

મેં મારા પિતાને કહ્યું કે, " આ નવી સદી ના બાળકો છે. તે કોઈ ની વાત નહીં માને."

મારા પિતા બોલ્યા કે, "મને એકવાર પ્રયત્ન કરવા તો દે."

હું ના પાડતો રહ્યો ને પિતા જીદ કરવા લાગ્યા. એટલે મને મનમાં થયું કે, 'પપ્પા જીદ કરે છે તો ભલે પ્રયત્ન કરવા દે. આપોઆપ થાકીને મારી વાત માનશે.'

મારા પપ્પા પોતાની રૂમમાં ગયાં. થોડીવાર રહીને બહાર આવી ને મારા બંને બાળકોને પૂછયું કે, "મને મદદ કરશો? મારી ત્રણ ગેઈમ ભેગી થઈ ગઈ છે. એને છૂટી પાડી આપશો ખરા."

બંને બાળકોએ એમની રૂમમાં જઈને જોયું તો પાંચીકા, ગોટી, કોડીઓ ભેગી થઈ ગયેલી.

અનંત અને આસ્થા એ ભેગી થયેલી ગેઈમ છૂટી પાડતાં દાદાને પૂછયું કે, " આ ગેઈમ કોણ રમે છે? દાદા."

દાદા બોલ્યા કે, " અમે"

" તમે રમો છો, દાદા." બાળકોએ નવાઇ ભર્યા અવાજે પૂછયું.

દાદા બોલ્યા કે, " હા બેટા, એમાં એવું છે કે હું અને તમારી દાદી વારાફરતી એકબીજાને વાર્તા કહીએ. એમાં તમારી દાદી ચીટર એ ફકત અકબર બીરબલની જ વાર્તા કહે. જયારે હું બધી ટાઈપ ની વાર્તા કહું. અને એમાં કોઈવાર કંટાળો આવે એટલે આ ગેઈમ રમીએ."

અનંત અને આસ્થા એ પૂછયું કે, "આ ગેઈમ અમને રમવી છે તો તમે અમને શીખવાડશો."

દાદા બોલ્યા કે, "કેમ નહીં, પણ એક શરત."

બંને બાળકોએ પૂછયું કે, " કઈ શરત?"

દાદા બોલ્યા કે, " તમારે પણ વાર્તા કહેવી પડશે?"

બંને જણાએ હા પાડી.અને ગેઈમ છૂટી પાડી.

રાત્રે ગેઈમ રમવાનું નક્કી કરી ને ડીનર માટે ગયાં.


( આ ઊપરની સ્ટોરીએ વાર્તાઓ શરૂ કરવાનું સ્ટેજ છે. જે હું સાંભળેલું છે અને એને મારી રીતે શબ્દોમાં વર્ણન કર્યું છે.)