અનુવાદિત વાર્તા - 3 ભાગ (3) Tanu Kadri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનુવાદિત વાર્તા - 3 ભાગ (3)

***** એને શોધવું ખુબ જ જરુરી ******

આ બધાની વચ્ચે ઓલિવર ખોવાઈ જવાનું જાણીને ડોજર અને ચાર્લીને ફાગિનની સાથે ખુબ જ મુશ્કેલીઓ ઉઠાવવી પડી. જ્યારે તે બંને ઓલિવર વગર પાછા આવ્યા ત્યારે ફાગીને બંને નું ગળું દબાવી મારી નાખવાની ઘમકી આપી. ઓલિવર હવે એ ગેંગ વિશે ખુબ જ વધારે જાણતો હતો. અને કામ ની પણ ખાસી માહિતી પણ હતી એના પાસે. જો એ પોલીસ ને એ ગેંગ વિશે બતાવી દેશે ટો ? આ વિચારીને ફાગિન ખુબ જ ચિંતિત હતો. "એને શોધવું તો પડશે જ કોઈ પણ રીતે " ફાગિન જોર થી બોલ્યો. પણ કેવી રીતે ચાર્લી એ પૂછ્યું. લંડન એક મોટો શહેર છે આપને એને કઈ કઈ જગ્યા શોધીશું. ફાગિન નો ગુસ્સો એકદમ ઓછો થઇ ગયો. અત્યારે એની આંખોમાં એક ચાલક ચમક હતી. તે ધીરેથી બોલ્યો મારા છોકરા તું એ બધું મારી ઉપર છોડી દે. તે રૂમ માં આટાફેરા મારતા મારતા ચાર્લી ને કહ્યું. આ બાબતે ફાગિન ને યોજના બનાવતા બિલકુલ વાર ન લાગી. એ ગેંગ માં એક નેન્સી કરીને છોકરી પણ હતી. ફાગીને તેને પોલીસ સ્ટેશન જઈ ને ઓલિવર વિશે સમાચાર લાવવાનું કહ્યું. પહેલાટો નૈન્સી એ નાં કહ્યું કારણ કે તે પોલીસથી ખુબ જ ડરતી હતી. પરતું તે બીલ સાઈક્ષ નામના ગેંગનાં એક વ્યક્તિથી ખુબજ ડરતી હતી. " ચુપ રહે" !! બિલે નૈન્સીને થપ્પડ મારી . "જો તે નાં કહ્યું તો તારા મોઢા ઉપર થપ્પડ મારીશ. આ પ્રથમ વાર ન હતું. બીલ નૈન્સી ને હંમેશા ડરાવતો હતો. નૈન્સી એ ડરી ને ઝડપથી હા કહ્યું " હું જઈશ " નૈન્સી એ કહ્યું. હવે એ કામ કરવાનું જ છે એટલા માટે નૈન્સીએ ખુબ જ સારી રીતે મન ને મનાવી લીધું. તે એક સારી અભિનેત્રી હતી. જ્યારે તે પોલીસ સ્ટેશને ગઈ તો જોર જોરથીન રડવા લાગી. અને પૂછવા લાગી "મારો ભાઈ ક્યા છે "? મારો નાનો ભાઈ ખોવાઈ ગયો છે. તે જુઠું બોલતી હતી, નાના ભાઈથી મતલબ ઓલિવર હતો. પોલીસવાળો એક દયાળુ વ્યક્તિ હતો તે નૈન્સી નાં નાટક થી અજાણ હતો તેને નૈન્સી ને બતાવ્યું કે એ છોકરાને એક વૃદ્ધ વ્યક્તિ લઈ ગયેલ છે જે ઉત્તરી લંડનમાં પેન્ટોન્વીલેની પાસે રહે છે. જ્યારે નૈન્સી આ ખબર સાથે પછી ફરી ત્યારે ફાગીને તેને ફરીથી ચાર્લી અને ડોજર સાથે પેન્ટોનવિલેમાં ઓલીવરનાં ઘરની તપાસ કરાવા માટે મોકલવામાં આવી.

**** ફરી ફસાઈ જવું *****

ઓલિવર ફાગિન નાં હાથમાં આરામથી ફસાઈ ગયો. જેમ જેમ તે તંદુરસ્ત થવા લાગ્યો, એને મિસ્ટર બ્રાઉનલો નાં ઘરમાં મળેલ સુવિધાઓનો બદલો ચુકવવાનો વિચાર કરવા લાગ્યો અને તેને એ તક મળી પણ ગઈ. બ્રાઉનલી નાં ઘરે એક વ્યક્તિ પુસ્તકો આપવા આવ્યો બ્રાઉનલી તેની સાથે કેટલાક પુસ્તકો પાછો મોકલવાનો હતો, પણ એ જતો રહ્યો. ઓલિવરએ કહ્યું હું તરતજ એ પુસ્તકો પાછો આપી આવીશ. બ્રાઉનલીએ તેને કેટલાક રૂપિયા અને પુસ્તકો આપ્યા. ઓલીવરએ નવા કપડા પહેન્યા હતા તે ખુબ જ સુંદર દેખાતો હતો. તેને પ્રથમવાર નવા કપડા પહેન્યા હતા. કેમ કે અનાથઆશ્રમ માં ટો બધા જુના કપડા જ આપી જતા હતા. તે બુક સ્ટોલ ની પાસે ગયો. ત્યારે અચાનક એક છોકરી તેની પાસે આવીને ઉભી થઇ ગઈ અને બંને હાથે એને પકદે છે. ઓલિવર આશ્ચર્ય સાથે જુએ છે. તે નૈન્સી હોય છે. એ રડવા લાગે છે અને કહે છે મારો નાનો ભાઈ મળી ગયો. મેં એને શોધી લીધો. તે એક હોટલ માંથી બહાર આવે છે જ્યાં ફાગિન અને સાઈકસ હતા જે દારુ પિતા હતા અને વાતો કરતા હતા. નૈન્સી એ ઓલિવરને ખુબ જ મજબૂતી થી પકડ્યો હતો તેથી ઓલિવર પોતાને છોડાવી શકતો ન હતો. " તું મારો ભાઈ નથી " ઓલિવર કહે છે. ઓલિવર સંધર્ષ કરતો રહ્યો એને ઉઠાવી ફાગિનનાં અડ્ડા ઉપર લઈ જવામાં આવ્યો.

" તારી આટલી સારી તબિયત જોઈ મને ખુશી થઇ ' ફાગીને ગુસ્સા સાથે કહ્યું. ઓલિવર ધ્રુજી ઉઠ્યો તે બરાબર ફસાઈ ગયો હતો. જ્યારે તેને બ્રાઉનલો વિશે વિચાર કર્યો કે એ ઘરે નહિ પહોંચે તો બ્રાઉનલો શું વિચારશે કે તેના કીમતી પુસ્તકો અને પાંચ પાઉન્ડ લઈ ને તે ફરાર થઇ ગયો. કદાચ એ નવા કપડા લઇને ફરાફ થઇ ગયો. જો તે આવું વિચારશે તો મારાથી સહન નહિ થાય.

******ડરાવતા શબ્દો ************

કેટલાક દિવસ સુધી ફાગિન સતત પ્રયત્ન કર્યા કે ઓલિવર કોઈપણ રીતે ત્યાંથી ભાગી ન જાય. આ બધા વચ્ચે બ્રાઉનલો ઓલિવર ને શોધતા રહ્યા. તેઓએ પોતાના નોકરો ને પણ ઓલિવર ને શોધવા મોકલ્યા. તેઓએ કેટલાક લોકો ની સાથે આ વિશે વાતચિત પણ કરી. એટલુજ નહિ તેઓએ એક અખબારમાં પણ ઓલિવર ખોવાયેલ છે એવી જાહેરાત આપી. પરતું કોઈ ફાયદો ન થયો. બીજી તરફ ફાગિન ઓલીવર ને એક અપરાધી બનાવવા માટે પ્રયત્ન કરે છે. એને સમજાવે છે કે ચોરી કરી ને એ વધારે રૂપિયા કમાવી શકે છે, અને એવા બીજા અનેક ફાયદા બતાવે છે. પરતું ઓલિવર ઉપર એની વાતો નું અસર થતું નથી.

એક દિવસ ફાગિન ઓલિવરને કહે છે કે હું તને બીલ સાઈકસ સાથે મોકલે છે. તારા માટે એક સારું કામ છે. નૈન્સી ઓલીવરને લેવા માટે આવે છે. તે થોડીક દુ:ખી દેખાય છે કારણકે તે ખરાબ કામ કરતી હતી પરતું તે એક સારી છોકરી હતી. તે ઓલીવર ને ખુબ જ પ્રેમ કરવા લાગી. ફાગિન અને સાઈકસએ ઓલિવર ને ખુબ જ મોટી ચોરીમાં ભાગીદાર બનાવવાનાં હતા. જ્યારે તે બીલ નાં ઘરે પહોંચ્યા ત્યારે બીલ તેને એક તરફ લઈ ગયો. " શું તને ખબ છે આ શું છે ?" તેને ઓલિવર ને એક નાની પિસ્તોલ બતાવી ને કહ્યું. ઓલીવરે ડરી ને હા માં જવાબ આપ્યો. આપને બંને બહાર જઈએ છીએ , સાઈક્સ ગુસ્સામાં બોલ્યો. અને જો તે આના વિશે કોઈ ની સાથે વાત કરી તો હું તને ગોળી મારી દઈશ. આ ધમકી ને ઓલિવર ભૂલી નાં શક્યો.

***** ચોરી કરવા જવું *******