ઉગતા અજવાળા ની સવાર - 3 Dipti N દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉગતા અજવાળા ની સવાર - 3

પ્રકરણ-૩
બે મહિના પસાર થઈ ગયા પોતાની પ્રેગ્નન્સીના ગુડ ન્યુઝ આપ્યા શાયરી હવે આવવાની તૈયારી કર મને કંપની મળશે કેમ કે તારા ભાઈને તો કંપની ચાર મહિના માટે ઓસ્ટ્રેલિયા મોકલે છે અને મારી ડિલિવરી ને હવે બે જ મહિના બાકી છે ગમે ત્યારે ગમે ત્યાં દોડવું પડે તો મમ્મી ન કરી શકે આથી શાયરી એ પોતાની બેન્કમાં વાત કરી અને થોડી રજાઓ આમતેમ માગી ગીત અને ગઝલ ને પણ કહ્યું કે હું થોડોક ટાઈમ ત્યાં સ્નેહા પાસે જઈશ તેને મારી જરૂર છે પણ તમે બંને તમારુ ખૂબ ધ્યાન રાખજો અને મને રોજ એક વીડિયો કોલ કરજો અને સ્નેહા પુના ગઈ એકાદ મહિનો વીતી ગયો ગીત-ગઝલને શાયરી વિના સૂનું સૂનું લાગતું હતું પરંતુ સ્નેહાને પણ જરૂર હતી બીજા દિવસે સવારમાં સ્નેહા ને ઊઠવાની થોડી આળસ જણાઈ અને નોકરી એ ન જવું એવું લાગ્યું આથી તે ગઝલને ના કહી અને ફરી પાછી સુઈ ગઈ તેને થોડું વાઈરલ અને સુસ્તી લાગતી હતી તેણે શાયરી સાથે વાત કરી મન ને ગમયુ થોડી મજા ક પણ કરી અને ગાયનેક નર્સ બની જા મારે વખતે પણ કામ લાગશે પછી મને જો કંઈ થઇ ગયું તો ગઝલને પણ સંભાળી લે જે અને શાયરી ખિજાઈ ગઈ કે એવી વાત ના કર પણ ખાલી મજાક છે,એવું કહી ને ફોન મૂકી દીધો.બીજા દિવસે રોજની જેમ તે ઓફીસ જવા લાગી ગઝલ ને પોતાની ફર્મ બીજી જગ્યાએ બનાવવાની જરૂર પડી હતી તે જગ્યા થોડી બીક લાગે તેવી હતી. બધું સરસ ચાલતું હતું ,પણ ત્યાં જ એકાએક કોઈ આતંકીઓનું એક આખું સંગઠન મુંબઈમાં તોફાન માટે હતું એવા સમાચાર આવ્યા ગીતની ઓફિસ જે એરિયામાં હતી તે થોડો સંવેદનશીલ એરિયા હતો આથી ગઝલ તેને લેવા મૂકવા જતો બે દિવસ પછી આતંકવાદીઓએ આખું મુંબઈ જ આવરી લીધું અને ઠેરઠેર તોફાનો મચાવે લૂંટ કરી રેપ કર્યા અને ઘણી ધમાલ બોલાવી આ સમાચાર શાયરી એ પુનામાં પણ વાંચ્યા તેને ખૂબ જ ચિંતા થઈ તેણે તરત ગઝલ ને ફોન કર્યો કે ગીત નું અને તારું ધ્યાન રાખજે હવે સ્નેહા ને હું છોડીને આવી શકું તેમ નથી બાકી હું આવી જાત પરંતુ ગઝલ એ કહ્યું કે ના સ્નેહાને પણ તારી એટલી જ જરૂર છે અહીં તો ચાલે છે ગીતને હું રોજ તેડવા મૂકવા જાઉં છું આથી તું ચિંતા ના કર શાયરી ને સંતોષ ન થયો પરંતુ પોતે લાચાર હતી નેહાને હવે ગમે ત્યારે લેબર પેઇન શરૂ થાય અને આ સિચ્યુએશનમાં તે સ્નેહા ને મૂકીને જઈ પણ શકે તેમ નહોતી પણ તે રોજ ગમે ત્યારે ગીત અને ગઝલને ફોન કરતી ગઝલ પણ ખૂબ જ ચિંતામાં રહેતો તેણે કહ્યું પણ ખરું કે ગીત જરૂર લાગે તો નોકરીએ ના જતી. બીજા દિવસે ગીત સવારમાં નોકરી એ ગઈ તે પહોંચી ત્યારે જ તેને ચક્કર આવતા તે ત્યાં જ પડી ગઈ થોડીવારમાં જ તેને લીંબુ શરબત આપ્યું. તેને કંઈક અજુગતું લાગ્યું તે પોતાના ફેમિલી ડોક્ટર સિંહા ને ફોન કરી એપોઈન્ટમેન્ટ લઈ લીધું, આતંકવાદીઓનો ડોળો મુંબઈ પર જ હતો અને કે કોઈપણ જગ્યાએ કાઈ પણ કરી શકતા ખૂબ જ ક્રૂર આતંકીઓ હતા તે દિવસે તે ગીતની ઓફિસ હતી તે મોલમાં ગયા તેણે આખો મોલ કબજામાં લીધો દરેક કેમેરા ચેનલ હેક કરી દીધી પુરા સકંજામાં લઇ લીધો ગીતની સાથે બાજુની કેબીનની મુગ્ધા ને પકડી મુગ્ધા સગાઈ થવાની હતી આતંકીએ તને પકડીને રૂમમાં લઇ જવાની કોશિષ કરી બીજા લોકોમા ગીતાંજલિ, લિઝા, મિસ્ટર અૈયર દરેકને કબજામાં લીધા હેરાન કરવાની કોશિશમાં હતા ગમે તેમ તેણે મુગ્ધાને છોડાવી પણ પોતે ફસાઈ ગઈ પેલા આતંકીએ તેને કસીને પકડી લીધી આંખો પર પટ્ટી બાંધીને ત્યાંથી લઈ ગયો ગીતે ખૂબ કોશિશ કરી,ખૂબ રાડો પાડી, પણ તેને કોઈકારમાં બેસાડીને લઈ ગયો હાથ બંધાયેલા હતા ગીત કંઈ જ કરી શકે તેમ ન હતી તેને ખૂબ બેચેની વધી ગઈ અને મોળ ચડવા લાગી તને ઉલ્ટી જેવું થયું પણ પેલા આતંકવાદીની જાત ને કંઈ જ ન થયું, તેને કોઈ અજાણી જગ્યાએ લાવીને હેરાન કરી તેના પર રેપ કર્યો કશું જ કરી શકે તેમ ન હતી આ બાજુ તેની ઓફિસ આતંકીઓએ કબજે કરી એવા સમાચાર જોતા જ ગઝલે ફોન લગાવ્યા પણ બધા નેટવર્ક મુશ્કેલ બંધ આવતા હતા તે જલ્દીથી ત્યાંથી નીકળીને અને ગીત ની ઓફીસ બાજુ રવાના થયો તે શાયરી ને ગમે તેમ બતાવવા માગતો હતો પરંતુ સ્નેહા નો વિચાર આવતા જ ન કીધુ, તેને ખબર હતી કે જો ખબર પડશે તો શાયરી ગમે તેમ અહીં દોડી આવશે.થોડી જ વારમાં મુંબઈમાં સમાચાર પ્રસરી ગયા શાયરી ને પણ ખબર પડી ગઈ કેગીત મુશ્કેલીમાં છે તેણે તરત જ ગઝલ ને ફોન લગાવ્યો અને પોતે હમણાં ને હમણાં પુના થી નીકળી જઈશ એવું કહ્યું પણ ગઝલ એ કહ્યું કે સ્નેહા ને તારી જરૂર છે અને હવે તો બસ બેબી ના ન્યૂઝ આપવાના છે તો ચિંતા ના કર હું બસ જાવ જ છું, અહીં ગીત ખૂબ જ ભાંગી પડી હતી પેલા આતંકીને મહાત કરી ને ગમે તેમ તે ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહી તો સૌથી પહેલા તેના ફેમિલી ડોક્ટર સિંહાને ત્યાં ગઈ તેને પોતાના શારીરિક ફેરફાર નો ખ્યાલ આવી ગયો હતો રિપોર્ટ મુજબ તે પ્રેગ્નન્ટ હતી તેને ટેસ્ટ પણ કરાવી લીધા ગઝલ તેનો પિતા હતો પરંતુ આતંકીના શારીરિક હુમલા પછી તે જીવવા જ નહોતી માગતી તે ખૂબ ખરાબ હાલતમાં હતી તેણે ડો. સિન્હા ને બધી વાત કરી તે પણ તેને આશ્વાસન આપવા લાગ્યા કે તારો કંઈ જ વાક નથી અને ગઝલ સમજે એવી વ્યક્તિ છે તેણે ગઝલ ને ફોન કરી ને ત્યાં જ બોલાવી દીધો ગઝલ ને જોતા જ ગીત તે નજર મેળવીને વાત ન કરી શકી મને કહ્યું કે તું શું કરે બસ હવે કોઇ જ વિચાર ના કર, શાયરી નો ફોન આવ્યાે શાયરી ખુશ લાગતી હતી તેને જલ્દી ગીત ને મળવાની અને જોવાની ઇચ્છા બતાવી કે બધું સારું થયું તું પણ મળી ગઈ અને આપણે બંને ફઈ બની ગયા સ્નેહાએ સરસ મજાની ઢિંગલીને જન્મ આપ્યો છે મને બહુ જ ખુશી છે. તેની ખુશીમાં ભંગ પડાવવાની ગીત કે ગઝલ ને ઈચ્છા ન થઈ. ગીત અચકાઈ ગઈ શાયરીએ કહ્યું કે અહીં બસ હવે થોડા સમય મા જ આવી જઈ ગીત થી કહવાઈ ગયું કે,જલ્દી આવી જા મને કંઈ થઈ જાય તો તું સંભાળી લેજે,,ગીત આવું કેમ બોલે છે! શાયરી નેનવાઈ લાગી પણ ગઝલે ફોન લઈ લીધો અને બીજી વાતો કરીને મૂકી દીધો શાયરી ખુબ જ ખુશ હતી સ્નેહા ની નાની પરી ને રમાડવામાં વ્યસ્ત થઈ ગઈ સ્નેહા ને કહ્યું પણ ખરું કે ખબર નહિ આવું કેમ કીધું ગીતે,સ્નેહા હવે હું દસ દિવસ પછી જઈશ તો તને કંઈ ખરાબ ન લાગે ને કેમ કે મારો જીવ હવે ગીત પાસે છે ગીત ગઝલ મારે વિના સુના છે ત્યારે સ્નેહા મજાક કરી સાચું કહું શાયરી ગીત અને ગઝલ નો કોમ્બીનેશન કઈ મેળ નથી ખાતું ગઝલ સાથે તો શાયરી જ શોભે શાયરી ને આ ન ગમ્યું પણ સ્નેહાને તેણે કાંઈ ન કહ્યું. મમ્મી પપ્પાની રજા લઈ બે દિવસમાં તેણે બોમ્બે જવાનું નક્કી કર્યું ને નામ પાડવા પાછી બધાને લઈને આવશે એવું કહીને તે જવા તૈયાર થઈ અહીં ગઝલ અને ગીત પાસે જલ્દી તેનું મન દોડી આવ્યુ ગીત ને જોતા જ ત્રણે જણા ખૂબ મસ્તી કરી પણ કેમ તેને કંઈ ખોટ લાગી તેણે ગઝલને અને પોતાની દોસ્તીના આટલા વર્ષોની સાથે રહેવાના સમયના સોગંદ આપીને પૂછ્યું કે ગીત માં કેમ કંઈક ખૂટે છે શું વાત છે મને કહો મારાથી તમે બંને કંઈ છુપાવો છો અને ત્યારે તેણે પોતાની બધી વાત કરી શાયરી ને ખુબ દુઃખ થયું પણ તેણે ગીત ને હિમત આપી કે તારો કંઈ જ વાક નથી તું કંઈ ચિંતા ના કર ગઝલનાજે અંશ ઊછરે છે અેને આપણે તેને બહાર લાવવાના છે, તુ માત્ર જીવ ખુશીથી બધું ભૂલી જા અને મજબૂત બન.ગીત જીવવા લાગી તેને મગજમાંથી ગયું ન હતું તે ગઝલના માટે જ જીવતી હતી બાકી તે ને પોતાની જાતને સતત આતંકી માહોલમાં જ જોતી સાતમાં મહિનાના રિપોર્ટ મુજબ ગઝલને પેટમાં બે બાળક હતા ગીત ખૂબ ખુશ થઈ પરંતુ બંને પોતે જોઈ શકશે કે નહીં એ વિચારમાં ખોવાઈ ગઈ અને પેટમાં પણ ગીત અને ગઝલ કે ગીત શાયરી વિચારવા લાગી , બે મહિના પસાર થઇ ગયા, ફરી ફરીને ગીત એક જ વિનંતી કરતી હતી કે શાયરી જો મને કંઈ પણ થાય તો આપણા ગઝલને સંભાળી લેજે અને થોડી જ વારમાં જરૂર લાગતા તેઓ હોસ્પિટલ ગયા ડોક્ટરે ડીલેવરી ટાઈમ કહયુ અને કેસ ખુબ જ કોમ્પ્લિકેટેડ છે તાત્કાલિક ઓપરેશન કરો તેણે કહ્યું કે ડીલેવરી ટાઈમ ને હજી વાર છે પરંતુ ખબર નહિ કેમ અને લેબર પેઈન છે અને ગઝલ અને શાયરી ની મદદ માગી ને થોડી જ વારમાં નસેઁ અભિનંદન આપતા કહ્યું કે તમને બે બેબી આવી છે અને બહુ સરસ છે પરંતુ સોરી પેશન્ટ કોમા મા જતું રહ્યું છે
ગઝલ અને શાયરી આ સાંભળીને ખૂબ જ ઉદાસ થઈ ગયા, આટલું બોલીને શાયરી થોડું અટકી, સામે જોયું તીર્થંન અને તર્જની તમે મારી એજ બે દીકરીઓ છેા જેને મે જ મોટી કરી છે પણ મેં જન્મ નથી આપ્યો મને માફ કરો અને ત્યારે તર્જનીએ પોતાની પાસે રાખેલી ડાયરી શાયરી ને આપી જેના પર લખ્યું હતું ગીત-ગઝલ અને શાયરી ની ડાયરી શાયરી ખૂબ જ નવાઇ થી તે ખોલીને જોવા લાગી તેને ગીત ના જાણીતા અક્ષર લાગતા તે વાંચવા માટે તત્પર થઇ ગઇ અને તેણે ગઝલ સામે જોયું પરંતુ ગઝલને પણ આ બાબતની કંઈ જ ખબર ન હતી. કહ્યું અમને રમાકાંત કાકાએ સગાઈ ને બીજા દિવસે પોતાની પાસે બોલાવી અને આપેલી તજઁની બોલી, અને કહ્યું હતું વાંચજો વિચારજો અને પછી મારી સાથે વાત કરશો આ વાતની રજેરજની માહિતી અમને ખબર હતી પણ છેલ્લા ત્રણ જ મહિના થી આથી તમે મગજ શાંત રાખી અને શાંતિથી બેસો.પાણીનો ગ્લાસ અને બધા માટે જ્યુસ લઇને રમાકાંતકાકા આવ્યા તેણે કહ્યું બેટા જ્યારે આ બનાવ બની ગયો અને ગીતને અંદાજો આવ્યો કે પોતાના પેટમાં ગઝલના અંશ આવશે ત્યારથી તેણે ડાયરી લખવાનું શરૂ કર્યું અને જ્યારે તું પુના હતી ત્યારે તેણે મને આપીને બધી વાત કરી ગીતી રોતી હતી મેં તેને ખૂબ સમજાવી પણ તે ન માની તેણે કહ્યું કાકા ગઝલ અને શાયરી જેટલા સારા છે હું પણ એની સાથે રહેવા માગું છું પણ અમારી જિંદગીમાં અમારી દોસ્તી માં નજર લાગી ગઈ છે આ ભાર લઈને નહીં જીવી શકું મને કંઈ પણ થાય તો જ્યારે જે બાળક આવે અને તેના લગ્ન થાય ત્યારે તમે આ ડાયરી તેને આપજો અને જો કદાચ કોઈ કારણસર એ ન બને તમે અહીંયા ન હો તો કોઈપણ રીતે મારા રૂમની બેડની નીચેના ભાગની જમીનમાં આવી બીજી ડાયરી મુકેલ છે ગઝલ અને શાયરી શું કહેવું તેની સમજ ન રહી,આરવે કહ્યું કે તમારી દોસ્તી તમારા ઉછેર અને તમારી સમજણ અને તમને સલામ કરીએ છીએ આ વસ્તુ અમને ન કહી હોત તો પણ ચાલે પરંતુ ડાયરી વાંચી ને તીથઁન અને તર્જની અમને બંને ને આ બધી વાત કહેવા માટે મળી હતી કે તમારે અમારી સાથે લગ્ન કરવા ન હોય તો વિચારી શકો છો ,ખરેખર જે થયું તેમાં કોઈનું કંઈ જ વાક નથી અને ગઝલ એ કહ્યું ખુબ ખુબ આભાર માનુ છું કે તમે લોકો અમને અને અમારી લાગણીઓને સમજી આજે પણ ગીત કોમામાં છે અને અમે બંને રોજ કોઈપણ રીતે એક કલાક એની પાસે જઈએ છીએ તે દિવસે બધા સાથે તેની પાસે ગયા ડોક્ટર સીનહા પણ આ બંને છોકરીઓને જોઈને ખૂબ ખૂબ ખુશ થયા અને સમય લગ્નના માહોલમાં પરોવાઇ ગયો લગ્નના દિવસે હોસ્પિટલ ની પરવાનગી લઈને ગીતને ભલે કોમા મા પણ એક દિવસ ઘરે લાવી અને ખૂબ ધામધૂમથી ગીત નો હાથ પણ સાથે રખાવી ત્રણે એ કન્યાદાન કર્યું અને આમ જ ત્રણેયની સાચી લાગણી અને પ્રેમ ને વાચા આપી બીજા દિવસે વિદાય પછી પોતાની મનગમતી જગ્યાએ ગઝલ અને શાયરી ગીત ને ભાન માં આવવાની રાહ જોતા ઉગતા સૂરજની સવાર જોઈ રહયા હતા.