Ugta ajwada ni savaar - 2 books and stories free download online pdf in Gujarati

ઉગતા અજવાળા ની સવાર - 2

પ્રકરણ ૨
રાત્રે દસ વાગે બધા નક્કી કર્યા મુજબ બાલ્કની માં ભેગા થયા. બાલ્કની માં આવતાવેંત પહેલા તો ચાને ન્યાય આપ્યો અને પછી શાયરી વાત શરૂ કરી તેણે કહયું તમને ચારે ને મારા વિશે કંઈ પણ અભિપ્રાય ની છૂટ છે પહેલા અમારા વિશે સાંભળજો અને પછી કાંઈ પણ કહેવું હોય તો કહી શકો છો,રાહી એ કહ્યું કે જો તમારે લોકોને આ વાત તમે બે અને તિથઁન અને તજઁની ચાર ને જો એકાંતમાં કરવી હોય,તો અમને કોઈ જ વાંધો નથી એવું ન લાગવું જોઈએ કે અમે નવા છીએ અને તમારી વાત મા વચ્ચે આવશું. શાયરીએ કહ્યું જો બેટા તમને વાત ન કરવી હોત તો હું આ વાત ત્યારે પણ કહી શ કી હોત જયારે તમે નહોતા હું નથી ઈચ્છતી કે કોઇપણ વાત તમારાથી છુપાવીને કરૂ જ્યારે નવા જીવનની શરૂઆત ખોટી થાય તો, સારી ન જ થાય માટે જ આજનો આ દિવસ પસંદ કરેલો છે. આ વાત અમે લોકો ભણતા ત્યારની છે હું ગઝલ અને ગીત જેની આ વાત છે અમે ત્રણે સિક્કાની અરસપરસ ત્રણ બાજુઓ છે એક વગર બીજો કે બીજા વગર ત્રીજો કોઈ શક્ય નથી,બારમું ધોરણ પાસ કરીને અમે ત્રણે કોલેજના પગથીયાં ચડ્યાં હું અને ગીત બીજા ધોરણ થી સાથે હતા જ્યારે ગઝલ અમને પાંચમા ધોરણમાં મળ્યો ધીરે-ધીરે અમારી દોસ્તી બંધાઈ અને મજબૂત બની એટલી મજબૂત કે કોઈ અલગ નહીં અમારી દોસ્તી ખૂબ જ અતુટ હતી. કોલેજના પેલા વર્ષથી જ અમે એવું નક્કી કરેલું કે ત્રણે ભણશું પણ સાથે જ અને ભવિષ્યમાં શું કરશુ એ પણ સાથે મળીને જ નક્કી કરશુ લોકો અમને ત્રિપુટી કેતા અને કોઈ તો એવું પણ કહેતા કે જો કોઈ એક પસંદ કરો તો સાથે આ બંને, "ફ્રી ફ્રી ફ્રી" એવી જાહેરાત કરીને લગ્ન કરજો ગીત ગઝલ અને શાયરી ત્રણે નામ એક સાથે જ લેવાતા અમારુ જમવાનું રહેવાનું મળવાનું કાંઈ નક્કી ન હોય એકબીજાને ઘરે પણ સાથે ત્રણે ભણવામાં પણ એટલા જ હોશિયાર હતા ગઝલ સીએ બનીને તેની કેરિયર સેટ કરવા માગતો હતો અને અમે બંને પણ તેની સાથે જ હતા.આમ જ અમારો કોલેજ કાળ પૂરો થઈ ગયો કોલેજના ત્રીજા વર્ષમાં પગ મુકતા જ અમને એવી ખબર પડી કે હવે અમારે કેરિયર ચોઇસ કરવી પડશે અને કોને ક્યાં જવું કે શું બનવું તે નક્કી કરીને સેટ થવાનો પ્લાન કરવો પડશે ત્રીજા વર્ષન ટમઁ એક્ઝામ પછી અમે પરીક્ષાની તૈયારીમાં પડી ગયા અને કોઈપણ રીતે ત્રણેયને ટોપર રહેવું હતું એ નક્કી જ હતું આમ જ મારી પરીક્ષાઓ આવી ગઈ ત્રણે ફાઇનલ એક્ઝામ મા ટોપ પર હતા વેકેશનમાં ત્રણે એ એવું નક્કી કર્યું કે થોડા જુદા પડીએ તો એકબીજાને ઓળખી શકીએ કોણ કોની વગર રહી શકશે તે જોશુ શાયરી પોતાના મમ્મી-પપ્પા ને ત્યાં પુના ગઈ તેના ભાઈને એક છોકરી પસંદ કરવાની હતી આથી. ગીત માસીને ત્યાં ન્યુજશી માસીને ત્યાં ગઈ હતી અને ગઝલ કેનેડા પોતાના અંકલને ત્યાં જવાનો હતો.વેકેશનમાં ત્રણે પોતાની રીતે નીકળી પડ્યા એક એવા નક્કી કરેલા ઈરાદા સાથે કે છૂટા પડતા રહી શકશુ કે નહીં શાયરી ના ભાઈએ સ્નેહા નામની એક છોકરી પસંદ કરી અને તેના લગ્ન નક્કી કર્યા લગ્ન પુનામાં જ કરવા એવું નક્કી થયું આથી ગીત અને ગઝલ ને પણ ત્યાં બોલાવી લીધા અને ત્રણે જણાએ લગ્ન પણ ખૂબ મોજ થી માણયા સ્નેહા આ લોકોની દોસ્તી પર ફિદા થઈ ગઈ તેણે કહ્યું પણ ખરું કે ભગવાન કોઈ નજર ના લાગાવે તમારી દોસ્તી પર કોઈ એક મહાન કમ્પોઝર ની સુરીલી ની રચના જેવા છો તમે ત્રણે ફરી પાછા બોમ્બે ગયા અને આગળ ઉપર શું કરવું તે વિચારમાં પડ્યા સી એ ની પ્રેક્ટિસ શરૂ કરી એકબીજા વગર નહી રહેવાય એવું લાગતા ચિઠ્ઠી પાર્ટનર ગેમ થી નક્કી કર્યું કે તેઓ લગ્ન કરશે જો ગીત ગઝલ આવે તો એમ, અને ગઝલ શાયરી આવે તો એમ, પણ હા જેનું નામ આવે તેના બીજા એ રહેવાનું તો સાથે જ પરંતુ સંબંધ ને વફાદાર રહેવાનું હતું,કોઈ ખોટા કે ખરાબ સંબંધોથી નથી રહેવું આથી આવું નક્કી થયુ ચિઠ્ઠીમાં ગીત ગઝલ આવયુ આથી ગઝલ ના ગીત સાથે લગ્ન થયા અને હું અમારી શરત મુજબ સાથે રહેવા લાગી અમે ખૂબ સરસ રીતે જિંદગી પસાર કરતા હતા,ગઝલ તેની સી એ ની ફમ માં સેટ થઇ ગયો હતો તેનો બિઝનેસ ખુબ સરસ ચાલતો હતો ગીત એક ફર્મ માં એકાઉન્ટન્ટ હતી અને હું એક બેંકમાં કેશિયર હતી સમય જાણે ખૂબ હળવાશથી પસાર થતો હતો ગીત ગઝલ પણ મેચ્યોર કપલની જેમ મારી સામે ક્યારેય કોઈ મારા લગ્ન ન થવાનું મને અફસોસ થાય એવું કંઈપણ તોફાન ના કરતા હું પણ એ લોકોને સમય પસાર કરવા મારી બેંકમાં કોઈવાર ઓવરટાઇમ કરી લેતી મારી મમ્મીને ગઝલના મમ્મી-પપ્પાના અને શાયરી ના ઘરે થી પણ મેસેજ આવતા. મમ્મીનો મારી માટે કોઈ વાર જીવ બળતો આખીર મા હતી ને એણે મને એક સરસ સમાચાર આપ્યા કે જો ભાઈના લગ્ન ને એક વર્ષ પસાર થઈ ગયું છે સ્નેહા ને કંઈ પણ ગુડ ન્યુઝ હશે તો તારે આવવું પડશે હું કઈ બધે પહોંચી ના શકું અને શાયરી એ કહ્યું પણ ખરું કે મમ્મી હું અને ગીત બે ફઈ તૈયાર છીએ તો એને કેજે હો કે,બે બાબુ માટે તૈયાર થઈ જાય સ્નેહાએ હાથમાંથી ફોન લેતા જ કહ્યુ જોજે,,,એકવાર તું આવી જા ને તારી ની ગીત ની જોડી આપી દઈશ અને ગીત હસવા લાગી એક સાથે બે નહીં તો તો ત્રણ જોશે ગઝલને ભુલવાનો નહી અને બધા હસવા લાગ્યા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED