કાનયાકજાતિ: જ્યાં અહિંસા એ જ ધર્મ MILIND MAJMUDAR દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાનયાકજાતિ: જ્યાં અહિંસા એ જ ધર્મ

કાનયાકજાતિ: જ્યાં અહિંસા એ જ ધર્મ


પૂર્વોત્તરના હિમાલયમાં લીલીછમ ચાદર ઓઢીને સુતેલું એક રાજ્ય એટલે નાગાલેન્ડ. ઉત્તરીય હિમાલયની જેમ અહીં બર્ફીલી નદીઓ નથી. વણબોલાવ્યા મહેમાનની જેમ આવી જતા બરફના તોફાનો નથી, વારંવાર બદલાતો મોસમનો મિજાજ નથી. ટ્રેકિંગ કરનારા સાહસવીરો નથી. પ્રવાસીઓના ધાડેધાડા નથી. પૂર્વોત્તરની સફર એટલે બૌદ્ધ ધર્મનું સાહચર્ય.એક બાજુ ચીન સાથેનું રાજકીય ઘર્ષણ, નકસલવાદીઓ તરફથી સતત મળતી ધમકીઓ, બંધના એલાનો, તો બીજી બાજુ ત્યાંની સ્થાનિક પ્રજા વચ્ચે સદીઓથી ચાલતા લોહિયાળ સંઘર્ષના સાક્ષી સમાં આ સરહદી રાજ્યને પોતાની આગવી ઓળખ છે.
આ રાજ્યની મુખ્ય ભાષા અંગ્રેજી છે. કદાચ અહીંની કોઈ પણ ભાષાની સ્ક્રિપ્ટ નથી- માત્ર બોલી જ છે. બે સમુદાયો વચ્ચેનો સંઘર્ષ નિરંતર છે. 'નાગા' તરીકે ઓળખાતા આદિવાસીઓના ૩૬ સમુદાય વર્ષોથી આ પહાડીઓમાં નિવાસ કરે છે. તેઓના રોજિંદા ખોરાકમાં ચોખા, બાજરી,માછલી ઉપરાંત જંગલી જાનવરોનો પણ સમાવેશ થાય છે. અંગ્રેજોના આગમને આ ભોળી પ્રજાને અફીણના રવાડે ચડાવી.અફીણની ગેરકાયદેસર ખેતીની શરૂઆત પણ આજ સમયમાં થઇ. આમ છતાં પણ નાગાલેન્ડ જાણીતું છે એની હિંસા અને શત્રુતા નિભાવવાની અનોખી રીતને લીધે.
બંધારણ દ્વારા માન્યતાપ્રાપ્ત 17જાતિઓમાંથી સૌથી વિશાળ જનસંખ્યા બે લાખ અને ૩૦,૦૦૦ જેટલી ધરાવતી આ રાજ્યના મૌન જિલ્લામાં વસે છે. વિશેષતા એ છે કે આ જીત ગામ ભારત અને મ્યાનમાર ની સરહદ પર આવેલું છે અને આંતરરાષ્ટ્રીય સરહદ ગામની વચ્ચેથી પસાર થાય છે. કેટલાય ઘર એવા છે કે જે બિલકુલ સરહદ રેખા પર છે. ઘરનું આંગણ ભારતમાં હોય અને વાડો મ્યાનમારમાં!! ગામના આગેવાનો ના ઘર ટેકરી પર કે થોડીક ઉંચાઈ પર છે જેથી ગમે ત્યારે ગામ પર આક્રમણ લાવતા દુશ્મનો પર નજર રાખી શકાય. થોડા દૂરના ભૂતકાળમાં આ આદિજાતિ પોતાની એક બીજી વિશેષતા માટે જાણીતી હતી. દુશ્મનો ને મારી નાખી તેમના માથા પોતાના ઘરમાં લટકાવવા !! આદિવાસીઓની પરંપરા અનુસાર આમ કરવાથી તેઓની શક્તિ અને સમૃદ્ધિમાં વધારો થતો હતો. ૧૯૬૪માં ભારત સરકારે આ પ્રથા પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે તેનું અસ્તિત્વ રહ્યું નથી. આમ છતાં પણ આ પરંપરાને અમલમાં મૂકી ચૂકેલા કે તેના સાક્ષી બની ચૂકેલા કેટલાક વૃદ્ધ માણસો હજી તેને યાદ કરે છે. લોખંગ નામના એક ૮૫ વર્ષના વૃદ્ધ આજે પણ તીર દુશ્મન ના માથા વાઢયા નો ગૌરવ અનુભવે છે. હત્યાકાંડની સમાપ્તિ બાદ અંઘ તરીકે ઓળખાતા તેમના ગામનામુખિયાની પત્ની એ તેમના ચહેરા પર છૂંદણું પાડ્યું હતું. શત્રુઓનો શિરચ્છેદ કરનાર દરેક યોદ્ધા ને આવું ઇનામ આપવામાં આવતું. આ ઇનામ આપવાનો અધિકાર માત્ર અને માત્ર મુખિયાની પત્નીને જ હતો. દસ કલાકની દર્દનાક પ્રક્રિયા તેઓએ મુખિયાની પત્નીની તદ્દન નજીક બેસવા માટે જ સહી હતી એવું એ કબૂલે છે. બે આદિજાતિઓ વચ્ચેની હિંસા એ જમાનામાં સામાન્ય હતી. આજે પણ છૂટાછવાયા બનાવો તો બને જ છે. આ લડતમાં ભાગ લેનાર ને પણ બક્ષિસ રૂપે છાતી પર છુંદણા પાડી આપવામાં આવતા હતા. આ માટે તાડના વૃક્ષ નો ના સુકાયેલાપાંદડામાંથી ધરતી પર કાંટા નો હોય તરીકે ઉપયોગ થતો હતો. જ્યારે યુદ્ધ લડવા માટે ગામમાં જ બનાવેલા લાંબા હતા છરા નો પ્રયોગ થતો. દરેક કુટુંબ પાસે આવો છરો રહેતો અને વીરતા ની નિશાની તરીકે પેઢી દર પેઢી સચવાતો. કપલંગ નામના એક આદિવાસી વર્ષો પૂર્વેની ઘટનાઓને વાગોળે છે. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ ગામ આખું ઉત્સવ મનાવતું હતું. લાલાશ પડતાં રંગના ચોખાનો ભાત ગાય કે ડુક્કરનું માંસ તથા સ્થાનિક વનસ્પતિ માંથી બનાવેલો દારૂ કે અફીણ ની મોજ મનાવાતી. આ માથાવાઢકોનો દેખાવ પણ અનેરો રહેતો.તેઓ પરીકથામાં આવતા રાક્ષસો જેવા ભયંકર નથી હોતા કે પાકિસ્તાનપ્રેરિત આતંકવાદીઓ જેવા ક્રૂર નથી હોતા. બિલકુલ એક આમ આદિવાસીની જેમ મોતી કે પથ્થરમાંથી બનાવેલા ઘરેણાં, પોતડી અને શરીર પર લપેટેલી શાલ. દુશ્મનોના સૌથી વધુ માથા કાપનાર શૂરવીર તરીકે સન્માન પામતો. આ વ્યક્તિ પ્રાણીઓના શીંગડા માંથી બનાવેલી કાનની બુટ્ટી ધારણ કરતો તથા ગળામાં હાડકા માંથી બનાવેલી માળા પહેરતો. ઉપરાંત હોર્નબિલ તરીકે ઓળખાતા પક્ષીના પીછા માંથી બનેલો મુગટ પણ ધારણ કરતો. કેટલાક સમાજશાસ્ત્રીઓના માટે મુજબ આ ક્રિયા માત્ર વીરતાનું પ્રદર્શન જ નહોતું, બલ્કે એક પ્રથા હતી. દુશ્મનનું કાપેલું માથું એક ગામમાંથી બીજા ગામમાં લઇ જવાતું હતું જે સમાજની સમૃદ્ધિ માટે અનિવાર્ય ગણાતું. આ પ્રથામાંથી સ્ત્રી કે બાળકો પણ બાકાત નહોતા. સ્ત્રીવધ એ શત્રુનો વંશ વધતો અટકાવવા જરૂરી મનાતું. કોઈ પણ ઉત્સવની શરૂઆતમાં દુશ્મનનું કાપેલું માથું નગારાં પર મુકવામાં આવતું. સૌથી વધુ માથા લાવનારને જ્ઞાતિ તરફથી પુરસ્કાર મળતો, તો બીજી તરફ ઓછા માથા લાવનાર કે બિલકુલ માથા ના લાવનારને કન્યા મેળવી મુશ્કેલ બની જતી.દુશ્મન પર હુમલો કરવાના કારણો અનેક હતા અથવા મળી રહેતા જેમ કે જમીન, ખેતી, દહેજ, લગ્નપ્રસંગની તકરાર વિગેરે.
માથા કાપીને ગામમાં લાવવાની પ્રથા પણ અલગ અલગ હતી. આંગમિસ નામની જ્ઞાતિ શત્રુનું માથું એક પથ્થર પર મૂકીને ઉત્સવ માણતું તો લોથસ નામની જ્ઞાતિના લોકો ગામના એક પવિત્ર મનાતાવૃક્ષ પર એ માથું લટકાવતાં.સિમસ નામની કોમના લોકો તેને ગામના દરવાજા પર મૂકી ગૌરવ અનુભવતા.હત્યા કરનાર જો પરિણીત હોય તો કેટલાક સમય પછી પેલું માથું તેને ભેટ તરીકે આપી દેવાતું.
.હિંસા અને પ્રતિહિંસાની પરંપરા માં ખોવાયેલાઆદિવાસીઓ પોતાનું મૂળ વતન દક્ષિણ ચીન કે મંગોલિયા ને ગણાવે છે. દેશના મુખ્ય પ્રવાહથી દૂર અંતરિયાળ વિસ્તારમાં વસતો આ જનસમૂહ 19મી સદીના લગભગ અંત સુધી અલિપ્ત રહ્યો. ત્યારબાદ એડમીન એ ક્લાર્ક નામના ખ્રિસ્તી ધર્મ ગુરુ તેમના સંપર્કમાં આવ્યા અને તેઓનો બાહ્ય જગત સાથે સંપર્ક શરૂ થયો.ઈ.સ 1918માં એ હો નામના એક દુભાષિયા મારફતે તેઓ બ્રિટિશ રાજના સંપર્કમાં આવ્યા. આમ છતાં પણ તેઓ પોતાની પરંપરાને ચુસ્તપણે વળગી રહ્યા. 1960માં તત્કાલીન સરકારે ભારત સરકારે માથા વાઢયા બાદ ઘરમાં લટકાવવાની પ્રથા પર પ્રતિબંધ મૂકીને કડક અમલ શરૂ કરાવ્યો. બીજી તરફ વિકાસલક્ષી કાર્યક્રમોની શરૂઆત કરાવી આજે લોથા નામનું ગામ સમગ્ર વિસ્તારમાં સૌથી વિકસિત ગણાય છે. મૌન જિલ્લામાં આવેલું લોંગવા ગામપ્રવાસીઓ માટે એક આકર્ષણ બની ગયું છે.પ્રવાસીઓ અહીંના ઘરની મુલાકાત લઇ દૂરના ભૂતકાળમાં કપાયેલા અને હાલ ખોપરી બની ગયેલા માનવોને જોઈ રોમાંચ અનુભવે છે. ભારતના કોઇપણ શહેર થી ગુવાહાટી પહોંચી ત્યાંથી જોહરત જવું પડે છે જે રોડ માર્કે 305 કિલોમીટરનું અંતર ધરાવે છે અને મુસાફરીમાં સાત કલાકનો સમય જાય છે. જોહરતથીસોનારી 110 કિલોમીટરના અંતરે છે જે લગભગ પોણા ત્રણ કલાકમાં પૂરું કરી શકાય છે. ત્યાંથી સાત કિલોમીટરની યાત્રા દ્વારા લોગ્વા પહોંચી શકાય છે.