એન્ટાર્કટિકા બર્ફીલા રેગિસ્તાન ની રોમાંચક સફર MILIND MAJMUDAR દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એન્ટાર્કટિકા બર્ફીલા રેગિસ્તાન ની રોમાંચક સફર

એન્ટાર્કટિકા

બર્ફીલા રેગિસ્તાન ની રોમાંચક સફર

‘એન્ટાર્ટિકા’ શબ્દ સાંભળતાની સાથે જ શરીરમાંથી સૂસવાટા ભર્યો પવન પસાર થઈ જાય. આંખો સમક્ષ ઢગલા અને ડગુમગુ ચાલતા પેંગ્વિનની વણઝાર તરવરવા માંડે. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ, 7200 ફીટની સરેરાશ ઊંચાઈ ધરાવતો, (એશિયા બીજા ક્રમે છે ત્રણ હજાર ફીટની સરેરાશ ઊંચાઇ પર) સૌથી સૂકો, સૌથી વધુ પવનની સ્પીડ ધરાવતો, સૌથી ઠંડો અને સૌથી વધુ બરફ નો સંગ્રહ ધરાવતો પ્રદેશ આ છે. જે અમેરિકા કરતા દોઢ ગણો મોટો છે અને તેના પર પથરાયેલા બરફ ની જાડાઈ બે કિલો મીટર જેટલી છે દક્ષિણ અમેરિકા સુધી લંબાય છે. આ વિસ્તારને રણપ્રદેશ એટલા માટે કહેવામાં આવે છે કારણકે અહીં સરેરાશ વાર્ષિક વરસાદ બે ઇંચ જેટલો છે જ્યારે સમુદ્રના કાંઠા ને અડકીને આવેલા વિસ્તારો વાર્ષિક આઠ ઈંચ નો સરેરાશ વરસાદ મેળવે છે. આ પ્રદેશ રહસ્યમય છે, ડગલે અને પગલે રોમાંચ ઉભો કરનાર છે. કુદરતે સર્જેલા રહસ્યોને ઉદઘાટિત કરનાર છે. રેડિયો ઇકો સાઉન્ડ સિસ્ટમની મદદથી વૈજ્ઞાનિકો અહીં દર વર્ષે એકત્રિત થતા બરફની નોંધ લેતા રહે છે. સૌથી ધ્યાનાકર્ષક વિશેષતા એ છે કે આ પ્રદેશ માં કોઈપણ મનુષ્ય કાયમી વસવાટ નથી. જગતના અન્ય દેશોની જેમ અંતરિયાળ પ્રદેશોમાં વિષમ સંજોગો વચ્ચે પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખનાર આ આદિવાસીઓ નથી. દુનિયાના વિવિધ દેશોએ કરેલા ૭૦ જેટલા સંશોધન કેન્દ્રમાં હવામાન સમુદ્ર નિષ્ણાતો, તથા સમુદ્ર જીવ વિજ્ઞાનીઓ વસવાટ કરે છે. દરેક નિર્ધારિત કરેલા કાર્યક્રમ મુજબ તેઓની બદલી થતી રહે છે. સદીઓ સુધી વિશ્વના અન્ય પ્રદેશો થી અલિપ્ત રહે આ પ્રદેશ ની પ્રથમ મુલાકાત ૧૭૨૧માં ડેવિસ નામના એક લીધી હતી. ત્યાર બાદ કેટલીક છૂટક મુલાકાતો લેવાતી રહી પરંતુ સંજોગોની અને સાધનોના અભાવે સંશોધકોને આ પ્રદેશથી છે રાખ્યા.

વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસ બાદ આ વિસ્તાર પર આધિપત્ય જમાવવા માટે રાજકારણ ખેવાની પણ શરૂઆત થઈ ગઈ. ભૂગર્ભમાં દટાયેલા સંસાધનોને કબજે કરવા ગળાકાપ સ્પર્ધા ની શરૂઆત થઈ. આખરે ઇસવી સન ૧૯૫૯માં એન્ટાર્ટિકા નામે સહમતી સધાઈ. શરૂઆતમાં આ સ્વીકારનારા બાર દેશોમાં આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બેલ્જીયમ, ફ્રાંસ, જાપાન, ન્યુઝીલેન્ડ, નોર્વે, સાઉથ આફ્રિકા, સોવિયત યુનિયન, યુનાઈટેડ કિંગડમ તથા યુએસ નો સમાવેશ થતો હતો. ત્યારબાદ બીજા ૩૮ દેશોએ એનો સ્વીકાર કર્યો. ભારત આ સંધિમાં ૧૯૮૩થી સક્રિય થયું. સંધિની શરતો પ્રમાણે કોઈ પણ દેશ અહીં રાજકીય પ્રવૃત્તિઓ કરી શકે નહીં કે શસ્ત્રોનું પરિક્ષણ કરી ન શકે.

આ દક્ષિણ ગોળાર્ધ હોવાથી ઋતુચક્ર ચાલે છે. ઓક્ટોબરથી ફેબ્રુઆરી એ ઉનાળાનો સમય છે. અહીં ઉચ્ચતમ તાપમાન માઇનસ 12 પોઇન્ટ (25 ડિસેમ્બર 2011) નોંધાયું છે. જ્યારે શિયાળા નુ તાપમાન સામાન્ય માણસની કલ્પના બહાર છે. રશિયાના વોસ્ટોક નામના સંશોધન કેન્દ્રમાં માઇનસ 91.6 ડિગ્રીનું તાપમાન નોંધાયું હતું. જ્યારે 2018ની સાલમાં સેટેલાઇટ દ્વારા નોંધાયેલું તાપમાન માઈનસ 144 ડિગ્રી હતું!!! ત્યાંના શિયાળાને પ્રત્યક્ષ અનુભવનાર વૈજ્ઞાનિકો કહે છે કે કોફી લગભગ એકથી સવા કલાક વીતી જાય અને પીવા માટે મોં ઉઘાડો તો અંદરની લાળ તરત જ બરફ બની જાય, ત્યાર પછી મોં બંધ કરવું ખૂબ જ મુશ્કેલ અને દર્દનાક બની જાય. આ પ્રદેશ જાણીતો છે એના બ્લિઝાર્ડ તરીકે ઓળખાતા તોફાની પવનો માટે. કલાકના 320 કિલોમીટરની ઝડપથી ફૂંકાતો પવન ચારે બરફ ના ઢગલા કરી દે છે.રસ્તામાં ચાલી રહેલા માણસ ની આજુબાજુ ઘડીના છઠ્ઠા ભાગમાં બરફની દિવાલ ઉભી કરી દે અને ઊભી સ્થિતિમાં માણસ દટાઈ ગયો હોય એવા અનેક ઉદાહરણો જોવા મળે છે.

માનવ વસવાટ માટે સર્વથા યોગ્ય એવા આ પ્રદેશમાં પ્રાણીઓ પણ ખૂબ ઓછા જોવા મળે છે. પેંગ્વિન,વહેલ કે અન્ય માછલીઓ તથા લિકેન નામના ધીમી ગતિએ ઉગતા છોડ કે કેટલીક શેવાળ અહીં ખાસ કંઇ જ નજરે પડતું નથી. ચાર્લ્સ ડાર્વિને પ્રસ્થાપિત કરેલા સિદ્ધાંત મુજબ પેંગ્વિને અહીંના વાતાવરણ સાથે અનુકૂલન સાધ્યું છે. આ પક્ષી પોતાના પગના રક્ત પ્રવાહને બાહ્ય તાપમાન પ્રમાણને નિયંત્રિત કરી શકતું હોવાની માન્યતા છે. ઉનાળાનો સમય અહીં વૈજ્ઞાનિકો, સંશોધકો તથા મુલાકાતીઓ માટે શ્રેષ્ઠ છે. પાંચ મહિના દરમિયાન અહીં સૂર્યાસ્ત થતો જ નથી!!

કેટલાક સંશોધકોના મતે અવકાશનો એટલે કે સ્પેસ નો અભ્યાસ કરવા માટે આ શ્રેષ્ઠ સ્થાન છે. તારા અને ગ્રહના અભ્યાસ માટે અહીં અનેક સાધનો ગોઠવાયેલા છે. જેમાં એક સાઉથ પોલ ટેલિસ્કોપ તથા આઈસ ક્યુબ નુટ્રીનો ઓબિસર્વેટરી મુખ્ય છે. ( એ ઇલેક્ટ્રોન જેટલો જ નાનો પણ શક્તિશાળી સબ એટોમિક પાર્ટિકલ છે) ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમે આ પ્રદેશમાં નદી તથા સરોવર ની હાજરી છતી કરી છે. એમાંનું એક સરોવર તો અમેરિકાના ગ્રેટ લેક કરતા પણ વિશાળ છે. ઉપરાંત અહીં બે સક્રિય જ્વાળામુખીઓ પણ છે. 12448 ફીટની ઊંચાઈ ધરાવતો માઉન્ટ ટેબલ્સ તથા ડિસેક્શન ટાપુ પર આવેલો એક અન્ય જવાળામુખી. ૧૯૬૭થી ૧૯૭૭ના ગાળામાં ડિસેક્શન ટાપુના જ્વાળામુખીએ તો અમેરિકા તથા સંશોધન કેન્દ્રને નુકસાન પહોંચાડ્યું હતું. આમ છતાં પણ તે સંશોધકોનો જ નહીં મુલાકાતીઓનો પણ પ્રમુખ આકર્ષણ છે.

ધીરે-ધીરે અહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત થવાની શરૂઆત થઇ રહી છે.અહીં હાલ 17 એરપોર્ટ તથા 53 હેલીપેડ છે. 2017 -18 દરમિયાન અહીં 51707 જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. ૧૯૩૫માં કેથેરીન મિકેલસન નામની સાહસિક અહીંની પ્રથમ મહિલા મુલાકાતી હતી. ૧૯૭૯માં આર્જેન્ટિનાની એક મહિલાએ આ અજીબોગરીબ પ્રદેશમાં બાળકી ને જન્મ આપી રેકોર્ડ નોંધાવ્યો. બાળકીનું નામ હતું એમિલી માર્કો પામલા.

આમ છતાં આતંકવાદ કરતાં પણ વધુ વિકરાળ એવી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા એ આ પ્રદેશને પણ છોડયો નથી. નાસાના સેટ નામના (આઈસ કલાઉડ એન્ડ લેન્ડ એલીવેશન) સેટેલાઇટ દ્વારા થયેલા નિરીક્ષણ મુજબ અહીંના તાપમાનમાં વધારો થતો જાય છે. સામાન્ય માણસને ન અનુભવાતો આ ફેરફાર યંત્ર પર નોંધાઈ જાય છે. ૧૯૬૦થી 6 ડિગ્રી તાપમાન ઘટતું જાય છે. તદ્દન 90 અક્ષાંશ પર આવેલા આ સ્થળ પર જવા માટે કોઈપણ વિઝાની જરૂર નથી હોતી. વિશ્વના સૌથી પ્રદૂષણમુક્ત પ્રદેશની મુલાકાત લેવા માટે પ્રવાસીઓ જળમાર્ગ વધુ પસંદ કરે છે. આર્જેન્ટિનાના યુશઉઆ આ નામના સ્થળે થી આ પ્રદેશ લગભગ ૧૦૦૦ કિલોમીટર ના અંતરે છે. લગભગ દોઢથી બે દિવસની જળયાત્રા પછી ત્યાં પહોંચી શકાય છે. જહાજની ક્ષમતા 70 થી 200 મુસાફરોને લઈ જવાની હોય છે. સામાન્ય રીતે પ્રવાસ આઠથી દસ દિવસનો હોય છે. પ્રવાસીઓના મુખ્ય આકર્ષણ બે જ્વાળામુખીઓથી હૂંફાળા બનેલા પાણીમાં સ્નાન કરવાનું હોય છે. આજુબાજુ જામેલા બરફ નો નઝારો જોતા જોતા કરવાના સ્નાનની મજા જ કંઇક અનેરી છે.

અંતમાં તદ્દન પાંખી તબીબી સેવાઓ ધરાવતો આ પ્રદેશ કોરોના મુક્ત છે અને થવા માટે તદ્દન યોગ્ય છે!!!