મારી દીકરી Riya Makadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી દીકરી

ચોમાસાની ખુશનુમા ઋતુ આવી ગઈ હતી. સાંજનો સમય થવા આવ્યો હતો. સંધ્યા આજે ખુશ થઈ ને સોળે કળાએ ખીલવાની હતી તેવું વાતાવરણ પરથી લાગી રહ્યું હતું.થોડીકજ વાર માં કંચનવર્ણી સાંજ નો અસ્ત થવાનો હતો. હિરલ ક્યારની કોલેજના ગ્રાઉન્ડ આગળ બેઠી બેઠી રાજની રાહ જોઈ રહી હતી. થોડી થોડી વારે તે દરવાજા બહાર નજર કરતી હતી, પરંતુ રાજ તેને દૂર દૂર સુધી કયાય નજર નહોતો આવતો. રાજની પ્રતીક્ષા કરતી તે ત્યાં જ બેસી ગઈ.

બેઠા બેઠા તે ખુબસુરત દુનિયાને પોતાની સુંદર આંખે જોય રહી હતી.વૃક્ષ ની એક ડાળીથી બીજી ડાળી પર પતંગિયા આમતેમ રમત કરતા હતા. ચકલીઓ તેના બચ્ચા માટે એક એક સળીના તાંતણા એકઠા કરી આનંદિત થઈને નિઃસ્વાર્થ ભાવે માળો બનાવી રહી હતી. ત્યાંથી પસારથતા દરેક પુરૂષના ચેહરા પર તેના બાળક અને તેની પત્ની પાસે પહોંચવાનો એક અનેરો આનંદ તે જોય શક્તિ હતી.

પોતાના મનમાં પણ અલગ વિચારો રમતો રમી રહ્યા હતા. હવે તે રાજ ને મળવા બેબાકળી બની રહી હતી.રાજ તેનું સર્વસ્વ હતો. તેના સિવાય તેનું આ દુનિયા માં કોઈ ન હતું .મમ્મી પપ્પા ના અવસાન પછી તે સાવ એકલી થઈ ગઈ હતી. પરિવારજનો થી પણ તે બહુ દૂર હતી.
રાજ પાસેથી જ તેને એક માતા તરીકેના સંસ્કાર, પિતા પ્રત્યેથી આવતી જવાબદારી અને એક મિત્ર જેવી મસ્તી અને પ્રેમ મળી રહેતો. રાજ બોવ સારા સંસ્કારી પરિવાર માંથી હતો.તે પણ હિરલ ને ખૂબ જ પ્રેમ કરતો હતો.બંનેને કૉલેજ પુરી થઇ ગઇ હતી. આજે તે તેના ઘરે તેના અને હિરલ ના લગન વિશે વાત કરવાનો હતો. આ વાતનો રાજના માતાપિતા ના જવાબની જ હિરલ રાહ જોઈ રહી હતી.

થોડીક ક્ષણોમાં રાજ આવ્યો અને તે કંઈ બોલે તે પહેલાં જ હિરલ અત્યંત ચિંતાતુરભરી લાગણી થી બોલવા લાગી," ખબર છે ,તને કયાર ની તારી રાહ જોવ છું, બોલ ને હવે જલ્દી કે શુ થયું ? તે રાજનો હાથ હલાવતા બોલવા લાગી. " રાજ તરતજ નિખાલસ પણે બોલ્યો ," અરે, બાબા હું પણ તે જ વાત જાણવવા ઉત્સુક છું કે આપણા લગનની મારા ઘરેથી ખુશીથી હા પાડી છે."
આ સાંભળીને હિરલ તો રાજ ને ખુશ થઇ ને તરત જ ભેટી ગઈ. અને ખૂબ જ આનંદીત થઈ ગઈ . પરંતુ તે સાથે જ તેના મોઢા પર ચિંતા ભરી લાગણી દેખાવા લાગી, એ જોઈને એકાએક જ રાજે પૂછ્યું," શું થયું હિરલ ? અત્યાર સુધી તો ખુશ હતી તો પછી આ ઉદાસીનું કારણ શું છે ?"
હિરલ ગભરાતા સ્વરે બોલી , "લગ્નમાં મારા પરિવાર તરફથી કોણ આવશે મારું તો કોઈ છે જ નહીં આ દુનિયામાં ." અને આ સાથે જ રાજ તેને સમજાવતા તેના ખભા પર હાથ મૂકીને બોલ્યો ," અરે, ગાંડી મારો પરિવાર એ જ તો તારો પરિવાર મારા કાકા કાકી તારું, કન્યાદાન કરશે મે ઘરે બધી જ વાત કરી દીધી છે તું કંઈ પણ ચિંતા ન કર અને આપણે બહુ વધુ લોકોને બોલાવીશું પણ નહીં." આ સાંભળીને હિરલ તરત જ રાજ ને જોરથી ભેટી લીધું. બંને બોવ જ ખુશ થયા.

થોડાક જ દિવસોમાં બંનેના લગ્નની તૈયારી થઈ અને લગ્ન કરીને હિરલ રાજના ઘરે આવી.હિરલ ના સાસુ-સસરા પણ તેને ખૂબ જ પ્રેમ આપતા. તેના સસરા તો તેને દીકરી જ સમજતા .અને તેઓ બધા ખૂબ જ ખુશ હતા.
એક દિવસ તેઓએ બહાર ફરવા જવાનું વિચાર્યું .તે દિવસે રાજ ને ઘરે આવતા મોડું થઈ ગયું તેથી હિરલ એ તેને ફોન કર્યો કે ક્યારે આવે છે ," રાજ ઘરે આવતો જ હતો ,અને બંને ફોન પર મસ્તી કરવા લાગ્યા એવામાં અચાનક જ રાજનું ધ્યાન ન રહેતા રસ્તામાં તેનું અકસ્માત થયું અને અકસ્માત સ્થળ પર જ તેનું મૃત્યુ થયું.
આ દુઃખ તો આખા ઘરની ખુશી છીનવી ગયું. બધાના જીવનમાંથી જાણે રંગો ઉડી ગયા હોય તેવું લાગવા લાગ્યું. રાજ ના ગયા પછી હિરલ ચૂપચાપ રહેતી કંઇ બોલે જ નહીં અને એકલી જ રહ્યા કરે. રાજના પપ્પાએ હિરલ ને ઘણી વખત કહ્યું કે ,તે બીજા લગ્ન કરી લે પણ હિરલ માનવા જ તૈયાર ન હતી .
હિરલ ના સાસુ રસીલા બેન તો રાજ ના મૃત્યુનો આરોપ હિરલ પર જ નાખતા. હવે તેનો હિરલ પ્રત્યેનો સ્વભાવ ક્રુર અને આક્રંન્દ ભર્યા થઇ ગયો. આખો દિવસ બસ હિરલ ને સંભળાવ્યા કરે," કઈ કરતી જ નથી બસ બોજ બનીને બેઠી રહી છે "એવું બધું તેને અહેસાસ કરાવ્યા કરે. આ બધું હિરલ ના સસરા મનોજ ભાઈ થી સહન ના થતા તેને રસીલા ને ખૂબ સમજાવી પણ તે સમજી જ નહીં. એક દિવસ તો રસિલાએ હિરલને ઘરની બહાર ધક્કો મારી કાઢી મૂકી.
મનોજ ભાઈ થી આ બધું સહન ન થયું . એટલે તે પણ હિરલ સાથે જ પોતાની પત્નીનો ત્યાગ કરી પિતા તરીકેની ફરજ બજાવવા નીકળી ગયા. હિરલ પેહલા જ્યાં રહેતી હતી ત્યાં તેવો ચાલ્યા ગયા . ટૂંક સમયમાં જ હિરલે એક નોકરી શોધી લીધી અને તેના સસરા મનોજ ભાઈ શિક્ષક હોવાથી તેનું પેન્શન પણ આવતું હતું. મનોજ ભાઈ અડધું હિરલ માટે રાખતા અને અડધું તેની પત્ની માટે મોકલતા. તેને તો પુરી મહેનતથી એક પિતા અને પતિ બંનેની જવાબદારી નિભાવી રહ્યા હતા.
મનોજભાઈ હિરલને બધા કામમાં મદદ કરતા તે એક પિતાની જેમ તેની સાંભળ રાખતા. હિરલ પણ મનોજ ભાઈ ને પિતા સમાન દરજ્જો આપતી. તેનું સુખ દુઃખ બધું કહેતી અને પ્રેરણા તથા શીખ લેતી.
મનોજ ભાઈએ એક વખત અચાનક જ હિરલ ને કહ્યું," બેટા, હવે હું કેટલું જીવવાનો છું ! આમ તું કેટલો સમય એકલી રહીશ તારી પાસે તો હજુ આખી જિંદગી છે જીવવામાટે અને જિંદગી આમ એકલા ન વિતાવી શકાય." મારી આ આખરી વિનંતી સ્વીકાર અને તું મારા મિત્રના પુત્ર સાથે લગ્ન કરી લે તે બહુ જ સારો છે તારું સારું ધ્યાન રાખશે મારા મિત્રએ મને સામેથી જ વાત કરી હતી.

હિરલએ ખૂબ આનાકાની કરી પરંતુ તેના સસરા સમાન પિતાએ તેના સમ આપી અને તેના લગ્ન હિરલ ના સારા ભવિષ્ય માટે તેના મિત્ર ના પુત્ર મહેશ જોડે કરાવ્યા અને તેનું કન્યાદાન પણ મનોજભાઈએ જ કર્યુ. હિરલે પણ જતા જતા કહ્યું કે," તમે પણ હવે મમ્મી એટલે કે તેના ભૂતપૂર્વ સાસુ રસીલા બેન સાથે રહેવા જતા રહે." આ સાંભળી બધા આ પિતા પુત્રી ની સામે મંતરમુગ્ધ નજરે જોય રહ્યા.
હિરલ તેના નવા સાસરે ગઈ અને તેને ટૂંક સમયમાં જ બધાના દિલ જીતી લીધા. હવે તે તેના પતિ સાથે ખૂબ ખુશ રહેવા લાગી હતી.સમય મળતા તે મનોજ ભાઈને મળવા જતી અને હવે તો રસીલા બેનને તેમની ભૂલ સમજાઈ ગઈ હતી એટલે તે પણ હિરલ ને દીકરી માની સારો આવકારો આપતા.
સમાપ્ત
ખરેખર આજના આ સમાજમાં પરિવર્તન લાવવા માટે મનોજ ભાઈ જેવા સસરા સમાન પિતા અને હિરલ જેવી વહુ સમાન દીકરી હોવું ખુબજ અનિવાર્ય છે.

રિયા માકડીયા