કહાની અબ તક: સ્મિતા ગાયબ થયા પછી એણે ખૂબ શોધતા છેલ્લે એક વ્યક્તિ કહે છે કે એની સોપારી ખુદ એના જ ફાધર એ આપી હોય છે એમ! એ વ્યક્તિ એમને કહે છે કે એ સ્મિતાને માર્યા નું જૂઠ એંજલ ના ફાધર મિસ્ટર ઉપેન્દ્ર ને કહેશે! એટલામાં આ બાજુ સચ્ચાઈના આણ માં હર્ષ અને એંજલ મિસ્ટર ઉપેન્દ્ર નું કારમાં ટાઈમ બોમ્બ ફીટ કરીને કરી મર્ડર કરી દે છે! પેલી વ્યક્તિ આ બધું જાણ્યા બાદ છેલ્લે કહે છે કે એ તો એ બુરો છે અને એના ફાધર તો પોતે સાચ્ચા હતા! હા એંજલ જેટલા જ! તો એંજલ રડી જ પડે છે. એણે એક કૉલ આવે છે કે સ્મિતા ગાયબ છે! એના ચહેરા પર પરસેવો આવી જાય છે!
હવે આગળ: "એકસક્યુઝ મી! ખેલ તમે જ કરી શકો એવું પણ કઈ જરૂરી નહિ!" હર્ષ એ કહ્યું તો એ વ્યક્તિના હોશ જ ઉડી ગયા!
"શું મતલબ?!" હા હવે મતલબ સમજવાનો સમય એ વ્યક્તિનો ખુદનો હતો!
"મને શક તો તમારી ઉપર પહેલા થી જ હતો જ પણ એ શક તો યકીનમાં ત્યારે બદલાયો જ્યારે મેં સ્વાતિના ઘરે એના નાના નાની સાથે સ્વાતિના રૂમમાં એની નોટબુકમાં સ્વાતિની પાછળ તમારું નામ યોગેશ સિંદે વાંચ્યું!" હર્ષ એ કહ્યું તો યોગેશ ઉપર તો જાણે કે કોઈ એ સો વૉલ્ટ નો કરંટ જ ના છોડ્યો હોય! એ યોગેશ જ હતો! સ્વાતિ નો જ ફાધર!
"અરે... કોઈ ગુંડો વળી એમ શા માટે કહે કે અમે સ્વાતિની નકલી ડેડ બોડી મિસ્ટર ઉપેન્દ્ર જાડેજાને આપીશું?! એ તો કોઈ પણ હિસાબે એનું કામ તો કરે જ ને!" એંજલ એ મુદ્દા ની વાત કરી.
"ઓહ શીટ!" એ વ્યક્તિએ એક મૂકો ટેબલ પર જોરથી માર્યો.
"તમે અને ડેડ બહુ જ સારા બિઝનેસ ફ્રેન્ડ્સ હતા... જેના વિશે ડેડ એ જ મને એકવાર કહેલું. સ્વાતિ એ ખુદ મને કહેલું કે તારા ફાધર તો આવા કાળા કામો કરે છે એમ અને હું પાગલ એવું જ સમજી ગઈ અને ફેમિલી થી દૂર આમ એકલી રહેવા આવી ગઈ!" એંજલ એ કહ્યું.
"પણ જ્યારે તમે કહ્યું ને કે સ્વાતિની નકકી ડેડ બોડી મોકલીશું ત્યારે જ હું તો સમજી જ ગયો હતો કે આ દાળમાં કંઇક કાળુ તો છે જ!" હર્ષ એ કહ્યું.
"ત્યારે જ અમે પછી આ બધો જ પ્લાન બનાવ્યો કે તમને કેવી રીતે પકડવામાં આવે! અમારે તો એ પણ જાણવું હતું કે તમે છો કોણ અને તમારો ઈરાદો શું છે?!" હર્ષ એ કહ્યું.
"આ કેસમાં તો અમારા લવની પણ ભાગીદારી કઈ કમ નથી!" એંજલ એ થોડું શરમાતા કહ્યું.
"લવ?!" યોગેશ એ આશ્ચર્યથી પૂછ્યું.
"હા... આ સમય દરમિયાન જ હું હર્ષને બહુ જ લવ કરવા લાગી તો મે એનો એકરાર કર્યો... પણ હર્ષ એ જીદ કરી કે ગમે તેવા કેમ ના હોય એણે તો એમના ફાધર ઈન લો ને જ જોવા છે! અને અમે ગયા અમારા ફાધર પાસે!" એન્જેલિના કહ્યું.
"અને ત્યાં જઈને અમને ખબર પડી કે આ તો ખેલ જ ઊંધો રમાઈ રહ્યો હતો! સ્વાતિના ફાધર કોણ એ પણ એમને જ અમને કહ્યું અને અમારા બધા જ પ્લાનમાં અમારી સાથે રહેનાર એ બીજું કોઈ નહિ પણ મિસ્ટર ઉપેન્દ્ર જાડેજા જ છે!" હર્ષ એ સહર્ષ (હર્ષ સાથે - આંનદથી) કહ્યું.
"અરે... મતલબ કે તમે બધા એ થઈને મને જ ઉલ્લુ બનાવ્યો!!!" યોગેશ ગાંડાની જેમ જોર જોરથી ચિલ્લાઈ રહ્યો હતો.
"હું તમને છોડીશ નહિ... હું કોઈને પણ જીવતા નહિ છોડુ!" એણે ફરી કહ્યું.
એટલામાં એક પગરવ આવે છે...
વધુ આવતા અંકે...
ભાગ 7માં જોશો: "અરે એ તો અમારી પ્લાનિંગ હતી... હું તો છેલ્લા કેટલાય સમયથી લંડન હતો!" મિસ્ટર જાડેજાએ એમને ફલાઇટની ટિકિટ બતાવી!
"ઓહ માય ગોડ! હાઉ ઇઝ ધિસ પોસીબલ?!" એણે ગુસ્સા અને તિરસ્કારના મિશ્રણ વાળા એ શબ્દો કહ્યાં.
"અરે... માય ડોટર! સ્વાતિ ક્યાં છે?!" યોગેશ એ પૂછ્યું.