Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 2


કહાની અબ તક: એંજલ અને હર્ષની ફ્રેન્ડ સ્મિતા ગાયબ છે... બંને એને બહુ જ શોધે છે એના નાની નાના રડે છે તો એંજલ અને હર્ષ એમને "શોધી જ લઈશું" એવું અભય વચન આપે છે પણ એ ક્યાંક મળતી જ નથી તો છેવટે એ થાકીને એંજલ ના ઘરે જાય છે તો ત્યાં એંજલ ને એક વ્યક્તિ કૉલ કરે છે અને મળવા બોલાવે છે! એ એમને કહે છે કે એ જાણે છે કે એંજલ એ હર્ષ ને પણ આ વિશે કહી જ દીધું હશે એમ! બંને બહુ જ ચિંતામાં આવી જાય છે અને કહે છે કે એક બીજા માટે મરી પણ જઈશું પણ એકબીજાને બચાવિશું! પણ એ વ્યક્તિ કોણ હતો? એણે આટલું બધું કેવી રીતે ખબર?

હવે આગળ: "જો મારી જ લીધે તું આ બધા ચક્કરમાં પડ્યો છું... તો હું મરી પણ જઈશ ને પણ તોય તને કઈ જ નહિ થવા દઉં!" એન્જેલ એ દલીલ કરી!

"ઑય પાગલ! એવું કંઈ ના હોય! આપની દોસ્તીની શુરૂથી હું તો તારી હેલ્પ કરું જ છું... અને આજે પણ કરીશ... મારું બસ ચાલે ને તો મર્યા પછી પણ કરીશ!" એ આગળ બોલે એ પહેલાં એંજલ એના હોઠ પર એની આંગળી મૂકી દીધી!

"જો હવે એક શબ્દ પણ બોલ્યો છું ને તો..." એંજલ એ રીતસર ધમકી જ આપી!

"હમમ..." હર્ષ એ પણ ડાહ્યા ડમારા થવાનો ઢોંગ કર્યો.

એ રાત્રે બંને એંજલ એ બનાવેલું જમ્યા.

"ચાલ... ઉંઘ હવે તું..." હર્ષ એને જબરદસ્તી ઉઠાવીને બેડ પર લઈ ગયો અને એણે બેડ પર મૂકતા કહેલું.

એને સોફા પર જઈ ઊંઘવા ચાહ્યું પણ એનો હાથ એંજલ એ પકડી લીધો હતો. આથી હર્ષ એ કહ્યું, "ચાલ હું તને પંપોરું છું... તને જલ્દી ઉંઘ આવી જશે..."

"હમમ..." કહી ને આંખો બંધ કરતા એંજલ ના ચહેરા પર એક સ્માઇલ જોઈ શકાતી હતી અને એ જ સ્માઇલ જોઈને હર્ષના ચહેરા પર પણ સ્માઇલ આવી ગઈ હતી.

હર્ષના એ સ્પર્શથી એને એક હુંફ મળી રહી હતી જે એને આ સ્થિતિમાં પણ એક સારી ઊંઘ અપાવવા સમર્થ હતી!

સવાર પડી ગઈ. હર્ષના હાથમાં હજી એન્જેલ નો હાથ હતો એ બાજુની જ ચેરમાં ઊંઘી ગયો હતો.

"વેરી ગુડ મોર્નિંગ, માય એન્જુ!" હર્ષના હાથમાં એક મસ્ત કોફી હોય છે, જે એંજલનાં પસંદ પ્રમાણેની જ હોય છે.

"હું ફ્રેશ થઈને આવું..." કહીને એંજલ ફ્રેશ થઈને આવે છે.

"નથી બદલાયો ને તું બિલકુલ!" એણે કોફીનો એક ઘૂંટ લેતા કહ્યું.

"હા... તો લે પાગલ!" હર્ષે હસતા કહ્યું.

"હું... નાસ્તો બનાવી દઉં છું..." કોફી ફિનિશ કરતા એ બોલી અને બંને એ એંજલ નો બનાવેલ નાસ્તો કર્યો.

એમના આટલા ટાઇમ માં એંજલ ના ફૉન ની સ્ક્રીન પર એક ટેક્સ્ટ મેસેજ ચમકી ગયો, જેમાં એ સ્થાનનું નામ હતું.

"ચાલ તો હવે આપને જઈએ..." એ મેસેજ જોતા જ એંજલ બોલી.

બંને ત્યાં જ જવા તૈયાર થયા. ઘણા બધા રાઝ, ઘણી બધી વાતો ત્યાં એમનો ઇન્તજાર જ કરીને બેઠા હતા.

થોડો ડર, થોડી હિંમત, અને બહુ જ બધો એક બીજા પર વિશ્વાસ સાથે તેઓ એ જગ્યા એ પહોંચી ગયા.

વધુ આવતા અંકે...

ભાગ 3માં જોશો:"જુઓ, ગંદા હૈ પર ધંધા હૈ!" એ વ્યક્તિ એ ડાયલોગ મારતા કહ્યું.

"શું મતલબ?!" હર્ષ એ પૂછ્યું.

"મતલબ એમ કે અમને આ છોકરીના મર્ડર કરવાની સોપારી આપવામાં આવી છે..." એ વ્યક્તિ એ સ્પષ્ટતા કરી.

"કોણે આપી સોપારી?! કેમ?!" એંજલ એ પૂછ્યું.

એ પછી જે એને જે વ્યક્તિ નું નામ લીધું એ સાંભળીને હર્ષ અને એંજલ ને જોરનો ઝટકો લાગવાનો હતો!