Featured Books
શ્રેણી
શેયર કરો

અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 5


કહાની અબ તક: એંજલ અને હર્ષની ફ્રેન્ડ સ્મિતા ગાયબ છે તો બંને એને શોધે છે પણ એ મળતી નથી. દરમિયાન એમના પર કોલ આવે છે કે સ્મિતા જેની પાસે છે એ એમની સાથે મળવા માંગે છે. ત્યાં જઈ ખબર પડે છે કે સ્મિતાને મારવાની સોપારી તો ખુદ એંજલ ના ફાધર ઉપિન્દ્ર જાડેજા એ જ આપી હોય છે! હર્ષના આશ્ચર્ય વચ્ચે જ એંજલ કહે છે કે એના ફાધર બિઝનેસમેનશીપ ની આળ માં કાળા કામો કરે છે! એ દુઃખી થઈ જાય છે. તો એના ઉપાયના ભાગરૂપે એને હર્ષ કહે છે કે આપણે એમનું મર્ડર જ કરી દઈએ! બંને એ તરફ આગળ વધવાના છે. પેલી વ્યક્તિ કૉલ પર એવું કહે છે કે અમે કોઈ બીજી ની ડેડ બોડી શો કરીને કહી દઈશું કે સ્વાતિ નું મર્ડર કરી દેવાયુ છે એમ! ઘણા દિવસો વીતી જાય છે પછી ન્યુઝમાં ખબર આવે છે કે મિસ્ટર જાડેજા નું મર્ડર કરવામાં આવ્યું છે તો પેલી વ્યક્તિ એંજલ અને હર્ષ ને બોલાવે છે અને કહે છે કે એને રો શક છે કે એંજલ જ આ મર્ડર કર્યું છે એમ!

હવે આગળ: "હા... હા... હા..." આ મર્ડર મેં અને હર્ષ એ જ પ્લાન કર્યું છે અને મેં જ માર્યા છે મારા જ ડેડ ને!" એંજલ ચીસ પાડીને બોલી જ પડી.

"વાહ... આ મર્ડર એટલી સફાઈ થી કર્યું છે કે અમારા જેવા પ્રોફેશનલ ગુંડા પણ ના કરી શકે?! સમજાવો તો ખરા!" એ વ્યક્તિ એ કહ્યું.

"પેલા દિવસે મારી અને હર્ષની વાત થઈ કે એ આમ બિચારા ગરીબ લોકોની કમાઈ ના લઈ શકે! આથી અમે એના ઉપાય તરીકે જ એમને ખલાસ કરી દેવાનો પ્લાન કર્યો!" એંજલ બોલી રહી હતી!

"હા... એટલે એંજલ એ એક ખાસ કાર એના ડેડ ને ગિફ્ટ કરી જેમાં અને ટાઈમ બોમ્બ ઓલરેડી ફીટ કરી જ દીધો હતો!" હર્ષ એ વાત આગળ વધારી!

"બસ પછી તો શું હતું?! એ બેઠા મારી કારમાં અને મેં દૂરથી જ રીમોટની કી પ્રેસ કરી દીધી અને બ્લાસ્ટ!" એંજલ કહી રહી હતી તો લાગ્યું કે ગર્વથી કહી રહી છે!

"પ્લાન સક્સેસ! કહાની ખતમ, પૈસા હઝમ!" હર્ષ એ આ વખતે ડાયલોગ માર્યો!

પણ આ સાવ અજાણી વ્યક્તિ કેમ આવું પૂછી રહ્યો હતો?! એણે શું આ બધું જાણીને?!

"આઇ એમ સો સોરી! મારી લીધે જ એક છોકરીએ એના જ ફાધરનું મર્ડર કરવું પડ્યું!" એ અજાણી વ્યક્તિ ખાલી ખાલી ઉદાસ થતાં બોલ્યો અને પછી જોરદાર આખા ઘરને ગુંજવી મુકે એવું હસ્યો!

એંજલ અને હર્ષ આશ્ચર્યથી એકમેકને જોવા લાગ્યા.

"હા... હું જ છું અસલી ખેલાડી!" એ વ્યક્તિ ઘીનોની રીતે બોલ્યો.

"શું મતલબ?!" હર્ષ એ સ્વાભાવિકપણે જ પૂછ્યું!

"આખીય સ્ટોરી રાઇટ છે... બસ વ્યક્તિ જ રોંગ છે!" એ વ્યક્તિ બોલ્યો અને હસ્યો!

"વૉટ ડુ યુ મીન?!" એંજલ એ પૂછ્યું.

"મીનસ એમ કે... તારા ફાધર તો સાચ્ચા અને ઈમાનદાર જ હતા... પણ બુરો અને કાળા કામો વાળો તો હું છું!!!" એ વ્યક્તિ બોલ્યો.

"હા... મારા જ ઘણા કાળા કામ ની વચ્ચે તારા ફાધર આવી જતા હતા! એક બાજુ અમે મોંઘી મોંઘી વસ્તુઓ નું મોલ ખોલતા તો એ બાજુમાં જ સારું અને સસ્તું મોલ ખોલી દેતાં!" એ વ્યક્તિ એ ઉમેર્યું.

"મતલબ કે ડેડ... ડેડ વૉઝ ઈનોસંટ!" કહેતાં ની સાથે જ એંજલ ની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યાં!

વધુ આવતા અંકે...

ભાગ 6માં જોશો: "તમે અને ડેડ બહુ જ સારા બિઝનેસ ફ્રેન્ડ્સ હતા... જેના વિશે ડેડ એ જ મને એકવાર કહેલું. સ્વાતિ એ ખુદ મને કહેલું કે તારા ફાધર તો આવા કાળા કામો કરે છે એમ અને હું પાગલ એવું જ સમજી ગઈ અને ફેમિલી થી દૂર આમ એકલી રહેવા આવી ગઈ!" એંજલ એ કહ્યું.

"પણ જ્યારે તમે કહ્યું ને કે સ્વાતિની નકકી ડેડ બોડી મોકલીશું ત્યારે જ હું તો સમજી જ ગયો હતો કે આ દાળમાં કંઇક કાળુ તો છે જ!" હર્ષ એ કહ્યું.