કહાની અબ તક: સ્વાતિ ગાયબ થયા પછી બહુ શોધતા પણ એ મળતી નથી તો એંજલ પર એક કૉલ આવે છે... જે મળવા બોલાવે છે! એ કહે છે કે સ્વાતિના મર્ડરનું એને ખુદ એંજલ માં ફાધર મિસ્ટર ઉપેન્દ્ર જાડેજા એ જ કહ્યું હોય છે! એ વ્યક્તિ પછીથી કૉલ કરીને કહે છે કે એ મિસ્ટર જાડેજાને ફેક સ્વાતિની ડેડ બોડી મોકલશે! પણ કેમ એક સામાન્ય ગુંડો તો આવું ના કરે! ત્યાર બાદ ઘરે એંજલ હર્ષ ને કહે છે કે એના ફાધર કાળા કામો કરે છે તો બંને એમનું મર્ડર પ્લાન કરે છે અને એણે એક્ઝિક્યુિટ (અમલમાં મૂકવું) પણ કરે છે! તેઓ એમને ટાઈમ બોમ્બ વાળી કારમાં બેસાડીને બ્લાસ્ટ કરી દે છે! પેલી અજાણી વ્યક્તિ એમને બોલાવે છે અને કહે છે કે હી વોઝ સોરી કે એને એક છોકરીના હાથ એના જ ફાધરની હત્યા કરાવી! કેમ કે ગલત કામો તો પોતે એ કરતો હતો અને એને જ આ મર્ડર પ્લાન કર્યું હતું! તો એંજલ ના આંખમાંથી આંસુ આવી જાય છે! સ્વાતિ ગાયબ થયાનું એણે કહેવામાં આવે છે! પણ હર્ષ અને એંજલ એમ કહે છે કે ખેલ કઈ એ જ ખેલી જાણે એવું જરૂરી તો નથી ને, એમ કહી બંને જણાવે છે કે એમને તો ત્યારથી જ શક પડી જ ગયો હતો કે જ્યારે એમને કહ્યું કે સ્વાતિની નકલી બોડી મોકલશે! હર્ષ અને એંજલ એ યોગેશ ને કહ્યું કે એમાં એમના લવની પણ ભાગીદારી હતી! હર્ષ એ એના ફાધર ઈન લો સાથે જ મળવું હતું તો એ વાત ખબર પડી કે ખરેખર સ્વાતિના ફાધર કોણ છે અને કેવા છે! આ બધું જાણી ને યોગેશ બહુ જ ગુસ્સે થઈ ગયો એણે કહ્યું કે એ કોઈને નહિ છોડે! એટલામાં એક પગરવ આવે છે.
હવે આગળ: એટલામાં એક પગરવ આવે છે... એક મોટા કાળા શૂટમાં મિસ્ટર ઉપેન્દ્ર જાડેજા આવે છે અને એંજલ એમને ગળે મળે છે. હર્ષ એમના ચરણસ્પર્શ કઈ છે અને આશીર્વાદ લે છે!
"ગુનેગાર ગમે એટલો શાતિર કે ચાલક કેમ ના હોય એ એક તો ભૂલ કરી જ બેસે છે... આ કેસમાં પણ એવું જ થયું હતું!" મિસ્ટર જાડેજાએ કહ્યું.
"હા... ઉપરવાળો પણ ખરા ખરા ખેલ રમે છે! કોઈ છોકરી જ એના ડેડની હત્યા કરે એ તો બહુ જ જઘન્ય પાપ કહેવાય, અને ત્યારે જ્યારે એ બિલકુલ નિર્દોષ હોય!" હર્ષ એ કહ્યું.
"અરે... પણ તમે એ કારમાં બ્લાસ્ટ થઈ ગયા હતા ને?!" યોગેશ ને હજી યકીન નહોતું થઈ રહ્યું!
"અરે એ તો અમારી પ્લાનિંગ હતી... હું તો છેલ્લા કેટલાય સમયથી લંડન હતો!" મિસ્ટર જાડેજાએ એમને ફલાઇટની ટિકિટ બતાવી!
"ઓહ માય ગોડ! હાઉ ઇઝ ધિસ પોસીબલ?!" એણે ગુસ્સા અને તિરસ્કારના મિશ્રણ વાળા એ શબ્દો કહ્યાં.
"અરે... માય ડોટર! સ્વાતિ ક્યાં છે?!" યોગેશ એ પૂછ્યું.
"અરે એનું તો કોઈએ કિડનેપિંગ કર્યું હતું... હવે એ ક્યાં છે એ તો અમને ખબર જ નહિ!" હર્ષ એ વ્યંગ્ય વાળો મજાક કર્યો પણ એ યોગેશને ગમ્યો નહિ.
"અરે કહેવું છે કે નહિ, સ્વાતિ ક્યાં છે?!" યોગેશ એ બને એટલું સિરિયસ થતાં કહ્યું.
"હા... હા... મળીએ ને મળવા તો મિટિંગ કરી છે! તમારા બધા જ સવાલના જવાબ મળશે!" હર્ષ એ યોગેશ ની નકલ કરતા એની જ સ્ટાઈલમાં કહ્યું તો એંજલ અને ઉપેન્દ્ર હસી પડ્યા.
વધુ આવતા અંકે...
ભાગ 8માં જોશો: "વાહ... એક છોકરી માટે બાપ અને એક બાપ માટે છોકરીનો લવ જોઈ હું તો પ્રસન્ન થઈ ગયો!" હર્ષ એ કહ્યું.
"હા... બાપ અને દીકરી નો સંબંધ બહુ જ નિખાલસ અને પ્યારો હોય છે... બસ આ યોગેશ જેવા જ એક છોકરીને પોતાના જ બાપની હત્યા કરવા આવો પ્લાન બનાવે છે!" એંજલ એ યોગેશને ધિક્કારતા કહ્યું તો યોગેશને પોતાના કર્યાનું ભાન થયું.