લાલચુ નકુલ ની નજર મહેક ના યૈવન પર અને એ ના મળે તો પૈસા ની માગણી. મહેક થાકી ગઈ હતી તેમાં આ આગંતુક મદદ કરવા આવ્યો કે મજા લેવા તેનો તેને ખ્યાલ આવતો નહોતો. હવે ભાગ - 4 માં વાચકમિત્રો આગળ વધીએ.
મહેક ની ધમકી થી નકુલ અકળાઈ ગયો, એમ ને તો હવે જોઈ લે હવે તારી બદનામી ના કરૂ તો મારૂ નામ પણ નકુલ નહી.
મહેકે નામ સુધાર્યું નકુલ નહી નકટો આબરૂ લુટનારો મોબાઇલ હવે કરતો નહી, બંધ કર બકવાસ તારાં બોલતાં મહેકે ફોન મુકી દીધો.મહેકે મોબાઇલ કાપ્યા પછી તેના ઝનૂન ને શાંત કરતા થોડી ગભરામણ થઈ. ઈજ્જત ના ધજાગરા કરે તો શું કરી શકાય? મમ્મી ને કહીશ તો? મારી કાઢે, પપ્પાને ટાઈમ કયા છે. મહેક કોલેજમાં નકુલ થી દુર રહેતી નકુલ ને વીડિયો કે ફોટા બહાર પાડતાં કઈ મળવાનું નહોતું, પણ જો બ્લૅકમેઈલ કરી મહેક હાથ માં આવી જાય તો જીવતર કાયમ ને માટે મજાનું થઈ જશે તેનો તેને ખ્યાલ હતો.
નકુલે સામસામે મળ્યાં વાત કરી, નકુલ ની ધમકી માં નરમાશ હતી. નકુલે થોડાં દિવસે લાગ્યું કે મહેક નહી આવે, ત્યારે પૈસા ની ઓફર મુકી. મહેક તો લાલ ચણોઠી ફીક્કી પડે તેટલી રાતી થઈ ગઈ. સાથે મન માં પૈસામાં કામ થાય તો કોઈ ફેર પડતો નહોતો. પેનડ્રાઈવ અને મોબાઇલ જેમાં ફોટોગ્રાફ અને વિડિયો હોય તેમાં થી ડીલીટ કરવા ના વચને 1 લાખ માં સોદો થયો. મહેક મન લાખ મોટી વાત નહોતી, તેના પોતાના એકાઉન્ટ માંજ પડ્યાં હતાં. કોઈને કહેવાની તેને જરૂર નહોતી. તેને ટાઢા પાણી એ ખસ જતી જણાઈ. પૈસા ચુકવાઈ ગયાં. તેને મન રાહત હતી. ફરી મહેક ખીલી રહી હતી. હવે બોયફ્રેન્ડ કોઈ ને નહી બનાવો ની નેમ લઈ લીધી હતી. કોલેજ માં તેની હાજરી રહેતી નકુલ દુર થી તેને જોતો રહેતો. મહીના જેવું વિત્યો ત્યાં નકુલ નો ફોન આવ્યો, તેને ફરી મહેક ને આજીજી ચાલુ કરી, મારી વાત સાંભર. મારી બધી ભુલ માફ કરી દે. નકુલ ઉંધા ડ્રગ ના રવાડે ચડી ગયો હતો. લોકો ને કેટલાય પૈસા ચૂકવવા ના હતાં, માટે મહેક બેંક યાદ આવી ગઈ. મહેક ની સ્પષ્ટ ના એ ફરી વીડિયો ને ફોટા નું ઝનૂન ચઢ્યું. ડીલીટ કરવાના વાયદે 1 લાખ ચાંઉ થઈ ગયાં. ફરી તેના મહેક ને વીડિયો ને ફોટોગ્રાફ મોકલ્યા. ફરી શરીર ની ભૂખ ફરી પૈસાની માગણી ચાલુ થઈ. મહેક કંટાળી ગઈ. પૈસા વેડફી બચી જવું છું, માની શાંત રહી. આમજ સમય જતો.નકુલ નો ફોન આવે એટલા દિવસ મહેક મુરજાઈ જતી.
મહેક ફરી ભૂતકાળ થી બહાર નીકળી હમણાંજ નકુલ ને હપ્તો ચુકવ્યો છે, એટલે હાલ શાંતિ હતી. ત્યાં આ ફોન ના આગંતુક ની લપ ચાલુ થઈ. મોબાઇલ મુકયા પછી આગંતુક નો ફોન ના આવતા વિચારે ચઢી. કોણ હશે? તેને મારાં માં રસ છે કે નકુલ નો કોઈ મિત્ર? આમ કરી વાત જાણવા આવેલ છે? કે કોઈ મદદ કરવા આવ્યું હોય, જે હોય તે હવે તે આવવાનો નથી, નહિતર તરત ફોન ના કરત? મહેક ના લમણા ની વલે થઈ ગઈ હતી. એક બાજુ પૈસા નો લોભીયો નિલ મળ્યો ત્યાં હવસ ને પૈસાનો શિકારી નકુલ મળ્યો, અને હવે આ ફોન પર નો આગંતુક!! આજ મહેક થાકી ગઈ હતી. સમયે તેનું કામ કરી દીધું. રાત્રી ના તીમરીના અવાજો ને ચામાચીડિયાં ની કિકિયારી ઓ સંભરાતી હતી.કુતરાના રડતાં અવાજ રાત ગંભીર કરી મુકી હતી. આમતો પુનમ હતી પણ જેમ ચાંદ માં ડાઘ છે, તેમ મહેક ના જીવનમાં ના ભુસાય તેવો ડાઘ પડી ગયો હતો. તે અખંડિત હતી, પણ અહેસાસ ખંડિત નો રહેતો!! તેના જીવનમાં ડર સદાય છૂપાઈ ને પેસી ગયો હતો.મહેક હાલ તો નિદ્રાધીન હતી . જયારે વિકટ પરિસ્થિતિ હોય ત્યારે સમય કાચબાની ગતી એ જતો હોય છે. આજ તો શીવાની સાથે ખરીદી કરવા જવાનું હતું. ગાડી રમરમાટ કરતી મોલ તરફ દોડાવી હતી. બહાર લંચ પતાવી શીવાની ને ઘરે લઈ ને આવી. બેય ની વાતો ગજબ ની હતી. આજ ભૂત હોય કે કેમ ની વાતે ચઢ્યા હતા. કંચના સાઉથ ની શિરીષ મહેક ને ગમતી. શીવાની ને ડર લાગતો અચાનક મોબાઇલ માં રીંગ રણકી મહેક ની નજર ધડીયાર તરફ ગઈ. 5.15 કલાક થયા હતા. મહેકે ઝપટ મારી ફોન ઉપાડી લીધો. તેને શીવાની નો ક્ષોભ નહોતો. કારણ તેને આગંતુક વિષે બધી વાત ખબર હતી.
મહેકજી તમારાં જીવન ની ઉથ્થલ પાથ્થલ હું જાણું છું. નકુલ ને? તમને હજી કહું કે તમે મને મન મુકી કહો હું તમને મદદ કરીશ. આગંતુક એક શ્વાસે બોલતો રહ્યો.
મહેકે નોંધ કરી, આજ નકુલ નું નામ બોલ્યો. બધી ખબર હોવા છત્તા મારી પાસે બોલાવવા નો મતલબ શું?
મહેકે શાંત સ્વરે કહ્યું, તમને ખબર છે, તો કરો મદદ!! નામ ખબર છે તો તેના કામ તમને ખબરજ હશે ને?
મહેકજી મને એજ ખબર નથી માટે તો નહિતર કયારનો ફેસલો હોત. તમે વાત માંડી ને કરો તો ઉકેલ આવે.
શીવાની એ ઇશારા થી કહેવાનું કહ્યું. તોય મહેકે સવાલ કર્યો, હું તમને બધી વાત કરૂ અને તમે ટેપ કરી તમે પણ બ્લૅકમેઈલ મને કરશો નહી તેની શી ખાત્રી?