બ્લૅકમેઈલ? તો નકુલ તમને બ્લૅકમેઈલ કરે છે? શેના માટે ? તમારે હવે તો મને જણાવવું પડશે.
જુવો તમને જેટલી ખબર છે એટલી રહેવા દો. મહેકે જવાબ વાળ્યો.
પ્લીઝ તમારાં ફાયદા માં રહેશો. શેના માંટે કરે છે? કોઈ તમારાં ફોટા છે? વિડિયો છે, કે તમે ચરસ નું સેવન કરો છો?
મહેક ને ખબર હતી કોઈ યુવતી ની વાત હોય એટલે ગામ ફોટોગ્રાફ કે વિડિયો સમજી જ જાય. ખેર મહેકે પહેલી બે વાત સાચ્ચી ત્રીજી ખોટ્ટી.
ક્યાંરથી અને શું માગણી શરીર કે પૈસા?
મહેકે બેય કહી વાત ટુકાવી.
સાલો બદમાશ એક નંબર નો ચરસી તમે કેમ ના એના રવાડે ચડી ગયા? સારો ગાયક છે માટે?
હાં એ તો નજીક આવવાનું કારણ. તેને મારી જોડે પહેલાં સારી વર્તણૂક કરી પછી બદલાઈ ગયો. મહેકે વાત પુરી કરી.
સારૂં શરીરમાં નુકસાન…… તરત મહેકે ના બચી જવું છું, પૈસા આપી ને!! પણ ક્યારે ઝડપાઈ જઈશ તે કહી ના શકું. માણસ છાશવારે આવે છે.અત્યાર સુધી મા 7 લાખ રૂપિયા લઈ ગયો છે.
મહેકજી હું તમને સ્યોરીટી આપું છું, આ કિસ્સો હવે ખતમ મારે તમને ઓળખ નથી આપવી. તમારાં પર ની તવાઈ હવે મારી. અચ્છા કેટલા ફોટો છે કે વિડિયો?
મહેક માં થોડી ઉર્જા આવી, ૧૨ ફોટો છે. અને એક કટપેસ્ટ કરેલો વિડિયો. દર વખતે ડીલીટ કરવાનું કહે છે, પણ કરતો નથી.
તમે જરાક પણ ચિંતા ના કરશો મહેકજી
હવે હું તમને રૂબરૂ મળીશ.
મહેક કહેવા જાય ત્યાં ફોન મુકાઈ ગયો. મહેકે શીવાની ની સામે જોયું તેને પણ બધી વાત સાંભળી તેને વિશ્વાસ પડયો.
મહેક ને આજ ની નિંદર મીઠી જણાઈ તને આગંતુક ની વાત માં વિશ્વાસ પડ્યો. મહેક જોડે બીજો રસ્તો માતા-પિતા હતાં, પણ તે તેમનાં કામમાં વ્યસ્ત હતાં. ગામ ની સેવા કરતી મમ્મી કયારેક સ્વાર્થી જણાતી. ના ભણતર વિષે પૂછવાનું ના મારી લાઈફ વિષે વિચાર કરવાનો પપ્પા ને બિઝનેસ અને મમ્મી ને કીટી પાર્ટી ને શોસીયલ વર્ક.
કયારેક આમાંથી છુટકારો આત્મહત્યા ઉકેલ જણાતો, પછી ફરી તેને મન માં ગુસ્સો આવતો, અને મન માજ બબડતી તો નકુલને કેમ ખતમ ના કરી જવું? તે હિમ્મત પણ જોઈએ ને!! ચાર દિવસ વિતી ગયા. રોજ ૫.૧૫ કલાકે મહેક મોબાઇલ સામે જોયા કરતી રીંગ બંધ થઈ ગઈ હતી. એક અથવાડીયુ વિતી ગયું. કોઈ હલચલ નહી જે ફોન પર થી ફોન આવતા તે સ્વીચઓફ થઈ ગયો હતો. નકકી કઈ રમત રમાતી મહેક ને જણાઈ. પણ હવે જે કરવાનું હતું તે નકુલ કે આગંતુકે જ કરવાનું હતું. તેને પરિણામ સિવાય કોઈ બીજી રાહ નહોતી. મન માં એક ફડક હતી એક ગુનાહ ને સંતાડવાની જાણે બીજા ગુનાહ કર્યા હોય તેવો અહેસાસ હતો.
પપ્પા ટૂર પરથી આવી ગયા હતાં. આજ ઘણાં સમય પછી મહેકને બાથમાં ભીડી હતી. મહેક કઈ સમજી ના શકી મમ્મી ઘરે હતી. પપ્પા ઘરે તેને નવાઈ લાગી. પપ્પા એ મહેક ને સવાલ કરવા જતાં હતા, ત્યાં ડોર બેલ વાગ્યો ને સાથે મહેક નો ફોન રણકયો. તેને ધડીયાર સામે જોયું. ૫.૧૫ કલાક થયાં હતા. ફોન ઉપાડુ કે દરવાજો તે દ્ધીધા માં ઉભી રહી, તેને થયુ આ મમ્મી પપ્પા ની હાજરી માં કેમની વાત કરૂ?
પપ્પા એ મહેક ને બુમ પાડતાં સફારી જાગી ગઈ. હ…અ એ આવી બહાર ડ્રાઈગ રૂમ માં એક જવાન હટ્ટાકટ્ટા ને જોઈ મહેક ડઘાઈ ગઈ. પપ્પા ના ઉષ્મા ભર્યા આવકારે તેને થોડી રાહત જણાઈ.
દીકરીઓ ને ક્યાં સુધી આમ ગભરાઈ ને રહેવું પડશે? બહાર જાય તો નજરો ખુચે ને ઘર માં વડીલો ની આમન્યા ને વિવેક નો ડર રહે. આવ મહેક બેસ આ મારાં મિત્ર છે. ભવાનસીહ . મહેકે સોફા ઉપર બેસતા નમસ્તે અંકલ કહ્યું.
ના ના અંકલ નહી. મિસ્ટર કે આગંતુક મહેકજી અને ભવાનસીહ ને સુકેતુભઈ નું હાસ્ય રસોઈઘર સુધી પહોંચતાં સુલોચનાબેને બહાર આવતા બોલ્યા. ભાઈ તમારો ખુબ ઉપકાર ઘર ની દીકરી ઘરમાં વાત પતી ગઈ!!
મહેક ને હજી કઈ સમજ પડતી નહોતી.પપ્પા અંકલ જ મને ૫.૧૫ રે ફોન કરતા હતાં?
હા બેટા તું બૅન્ક માંથી અચાનક પૈસા ઉપાડે તારૂ મોઢું ઉતરેલી કઢી જેવું હોય અને તારાં મમ્મી પપ્પા ને ખબર ના પડે?
પણ પપ્પા મારાં ખાતા માં પડેલાને? આ અંકલે શું કર્યું? તેમને તો મારાં જીવનની કિતાબ વાચેલી છે. મહેક ના મન માં હજારો સવાલ અને આજ મમ્મી પપ્પા ને શું જવાબ આપશે તેની ફડક પેઠી.
ભવાનસીહ થોડાં ગંભીર થતાં બોલ્યા, જો તું સુકેતુભાઈ ની દિકરી એટલે માંરી દિકરી. તને થાય મારાં માતા પિતા મારૂ ધ્યાન રાખતા નથી, એવું ના હોય. તું ઘર માં ઉદાસ, પૈસા બેંક માથી ઉપાડવા ,ફોન પર તાડુકતો તારો અવાજ ની તારાં મમ્મી પપ્પા એ નોંધ લીધી. દિકરી કયાંક ફસાઈ તો નથી ને? અને તેની તપાસ મને સોંપી.
તો તમે મને સીધા પૂછી શકયા હોત ને?
તું મને બધી જાણકારી એમજ થોડી આપી દેત, ક્યાંક કાચું રહી ના જાય તેની તકેદારી. ભવાનસીહ થોડામાં ઘણું કહી દીધું. મહેક તારી જોડે આટલી બધી વાત કરી ત્યારે બે શબ્દ બોલી, તેમાંથી મે જોડકા ગોઠવ્યા, ને પોબાળા પડ્યા. તું આ વાત મમ્મી પપ્પા ને કહી શકતી હતી, પણ એક ડર અને મર્યાદા એ તું ના બોલી શકત માંટે તારાં જીવનમાં શું તકલીફ છે? તે શોધવા આ આગંતુક મિસ્ટર આવ્યો.
પણ પપ્પા નકુલ ની વાત તમે નથી જાણતા.
બેટા તારી જોડે ની વાત તારી પાછળ થતી બધી વાતો આ તારાં મિસ્ટરે શોધી અને એકએક ને સોર્ટઆઉટ કરી છે.
બેટા હવે તું મુકત છે. ભવાનસીહે ટહુકાર કર્યો મહેકે સામે સવાલ કર્યો ફોટો વિડિયો તેનુ શું ?
સુકેતુભાઈ એ કમાન લીધી જો તારાં પહેલાં બોયફ્રેન્ડ વાળી વાત પતી ગઈ હતી. બીજો નકુલ ને નાર્કોટિક્સ માં અંદર નાખી તેના ઘર ની તપાસ બહાને તેના ઘર ના ડેટા સેવ થાય તેવા મોબાઇલ, લેપટોપ, પેનડ્રાઈવ, જેટલું હતું તે બધું જપ્ત કરી લીધું. અને જેટલાં પણ ઉપકરણ મળ્યાં સાલા એ બધે વિડિયો ને ફોટો રાખ્યા હતાં. તેને હવે ધમકી આપી છુટો કરી દિધો છે. હવે તે તારી સામે આખ મિલાવીને જોઈ પણ નહી શકે. એના માતા-પિતા ને આખી કહાણી કહેતાં તેમને ગેરેન્ટી લીધી છે. તેની મમ્મી એ આજ શબ્દ બોલ્યા, નાલાયક તારે પણ બહેન છે, તને બીજાની દિકરી ને હેરાન કરતા તારી બહેન યાદ ના આવી?
મહેક સાંભળતા રડતી હતી. તેને માતા-પિતા ને મનમાં કહેલાં વાક્યો નો અફસોસ કરાવતા હતાં.મહેક ચોધાર આંસુ એ રડી પડી પપ્પા મમ્મી મને માફ કરો મે કઈ ભુલ નહોતી કરી મહેક ગળગળી થઈ ગઈ સુકેતુભાઈ ની આખો મા ઝરઝરીયા આવી ગયા.સુલોચનાબેને મહેક ને છાતી સારસી ચાપી દીધી. વાતાવરણ ગંભીર થઈ ગયુ. મહેક ભવાનસીહ ના પગમાં પડી ગઈ. ભવાનસીહે તેના આંસુ લુછતા દિકરી તું આ કુળ નું રતન છે. તારી ઉપર આપદા આવે ને અમે ના ઉભા રહીએ તો અમારે માણસાઈ લજવે.
સુકેતુભાઈ એ બીજો ધડાકો કર્યો, તને અમેરિકા મોકલી દવુ છું. હું તો ત્યાં આવુજ છું હવે નું ભણતર તારૂ અમેરિકા પુરૂ કરશે. મહેક ગદગદ થઈ ગઈ. તેને સ્વપ્નેય નહોતું વિચાર્યું કે આ ઝંઝટ માંથી છુટી શકીશ. પપ્પા થેકસ તમે મને બચાવી લીધી. આઈ એમ સોરી આમાં મારો વાક માણસ પારખવામા ભુલ, બાકી આ ફોટો વિડિયો….. બસ… બસ.. સુકેતુભાઈ એ મહેક ને છાતી સોસરવી બાથ ભીડી. વહાલથી તેના કપાળ પર ચુંબન કર્યું, આજ પછી તું કયારેય એકલી નહી પડે, આ પપ્પા નું પ્રોમીસ.
દિકરી તો વહાલ નો દરિયો.
સમાપ્ત આભાર
જીજ્ઞેશ શાહ