હલ્લો સુકેતુભાઈ કેમ છો?
કોણ? આ એમનો મોબાઇલ નંબર નથી.
તો એમનો નંબર આપો, આપ કોણ છો.?
તમારે શીદ ને પંચાત આ રોન્ગ નંબર છે મુકો.
અરે અરે તમે ઉતાવળા ના થાવ સૂકેતુભાઈ સુતકયા નું મારે કામ છે!
અરે પણ તમને કહ્યું ને આ એમનો મોબાઇલ નથી, રોન્ગ નંબર છે.
મીસ તમે તો ખરા છો એકજ રટ લઈ બેઠા છો? તો આ નંબર તો સાચો જ છે ને?
ફોન ની રકઝક થી મહેક ચીડાઈ ગઈ મિસ્ટર તમને કહ્યું ને રોન્ગ નંબર છે, મુકો હવે.
સામેથી ફરી મીસ આપ ગુસ્સે ના થાવ મારે સુકેતુભાઈ નું અરજન્ટ કામ છે!
અરે… આ શું મીસ મીસ લગાવે રાખ્યું છે. તમને કેમ ખબર હું કોણ છું?
તમારા સુકેતુભાઈ નો આ નંબર નથી તમે મુકો પ્લીઝ. મહેકે રીકવેસ્ટ ની ભાષા માં વાત કરી.
તમે મીસ તો છો માનો યા ના માનો અને તમારી ઉંમર 19 થી 21 વર્ષ હશે?
મહેકે ફરી તતડાવ્યા તમે નહી મુકો એમ ને? સામે કોઈ લેડી હોય એટલે વાત લંબાઈ ને જાણકારી લેવી છે? હવે તમને છેલ્લી વોર્નિગ આપુ છું! પછી પોલીસમાં કંમ્પલેન કરીશ.
ઓકે ઓકે સામે થી આગંતુક ધીમો પડયો. હું તમારી વાત સ્વીકારી લવું, મને ખાલી એ જાણવું હતું કે આ તમારો નંબર છે તો સુકેતુભાઈ નો નંબર કયો છે?
મહેક કડક શબ્દો મા કહ્યું હું ડીરકટરી તમને લાગુ છું? તમે ફોન મુકી દેજો.
એક વાત કહું? સામે થી નરમાશ થી એક પ્રશ્ન કર્યો.
મારે તમારી કોઈ વાત સાભળવી નથી, તમે યુવતી જોઈ નથી ને ચાલું પડી જાવ છો!!
અંદર થી મહેક ની મમ્મી ની બુમ સંભળાતી હતી. કોની જોડે રકઝક કરે છે? વિશાળ મહેલ જેવા ઘર માં મહેક ને તેની મમ્મી હતા. પપ્પા નો બિઝનેસ ચોમેર ફેલાયેલ એટલે ટૂર પર હતા.કઈ નથી. યુ ડોન્ટ વરી આ કેન હેન્ડલ મમ્મી ને જવાબ આપતા, ફોન પર તાડુકી. શું તમને શરમ ખરી?
સો સોરી મીસ તમે બહુ રીચ ફેમિલી માં થી બીલોન્ગ કરો છો. કોલેજ ના સ્ટુડન્ટ હોવ તેમ જણાય છે.
મહેક ચમકી ગઈ તમે કેવી રીતે મીસ,રીચ ફેમિલી, ઉમ્મર, ના અનુમાનો લગાવી રહ્યાં છો?
તમે છો કોણ ? મારો નંબર ક્યાંથી લાવ્યા તમે? મહેકે સીધો પ્રશ્ન પૂછ્યો.
સામે થી હાસ્ય સાથે થેકસ કહ્યું
કેમ થેકસ? સેના માટે? તમે ગુઢ વ્યક્તિ લાગો છો? મહેકે વાત થોડી નરમાશ થી કરી.
અરે મીસ તમને ખબર છે તમારું સૈદર્ય અમાપ છે, તમે ખુબ ખૂબસૂરત છો. અને તમારી વાણી પર થી હું કહું કે તમે આજ શહેર ના છો!
આજ શહેર એટલે કહ્યું ?મહેકે પ્રશ્ન કર્યો ? તમે ડીંગ મારવા ને એક્સપર્ટ છો. હું કહું તમે ચાલું માણસ છો. અને લાગે છે તમારા કામ છોકરીઓ ને ફસાવવાના લાગે છે. મહેક હજી સુધી મોબાઈલ પર ઊભા ઊભા વાત કરતી હતી હવે લાગ્યું આરામ થી બેસવું પડશે તેને સોફા ની પસંદગી કરી.
મહેક એક ની એક દિકરી હતી. લાડ થી ઉછરેલી હતી. શહેર માં ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ માં નામના હતી. કયારેય તેને રોકવામાં આવી નહોતી, તેને તુમાખી નું ભૂત સવાર રહેતું,
રૂપ માં આસમાન થી ઉતરેલ પરિ સમાન પાતળું બદન, હાલ તો જીરો ફિગર નો જમાનો કહેવાય.મોટા મોટા સલુનો અને સૌંદર્ય ના કેટલાય હવે ટેકનીશીયનો મળતા થઈ ગયા. મહેકે તેના હેર ને આહલાદક કલર ની કલપ થી સજાવેલા હતા. તેના શરીર મા હાડકાં વધું અને ભરાવદાર ઓછી જણાતી, પણ આજ યુવતી ને આવાજ ફિગર ગમે છે. તેના મોફાટ નાના,તેની નૈનો મા ગજબ ની ચમક રહેતી, શરીરે ભરાવદાર નહી પણ લાગતી ખુબસુરત!
ઠીક તમે કહો તે માન્યુ પણ મે તમારા વિષે જે કહ્યું તે તમે માની શકો? અથવા સ્વીકારી શકશો? સામે છેડે થી આગંતુક નો અવાજ માં દ્રઢતા આવી, તેને મહેક ને વિચારતી કરી દીધી હતી.
બાય ધ વે હું એક અંજાન પુરુષ ની વાત કેમ માની લવું? બને કે તમે મારો કાયમ પીછો કરતા હો, અને મારા વિષે માહિતી ભેગી કરી હોય?
તમે મને ભરમાવા માગો છો? મિસ્ટર હું આજ નવા જમાના ની યુવતી છું. મને જાસા માં નહી લઈ શકો. સામે આવો તો થોબડું તોડી શકુ!! મહેક એકદમ ઉત્સાહ માં આવી ગઈ. સાથે ભૂતકાળ, અને હાલ ના ધા ના ઉઝરડા યાદ આવી ગયા. તેને શંકા હતી કે જુના ને નવા બનેલ ઘટના ની પહેલી તો નથી ને? મન માં વિચારતી હતી ત્યાં સામે થી અવાજ આવ્યો.
મીસ તમે બધી વાત કરી એ પણ જાણાવી લીધું કે તમે સ્વરક્ષણ ના ક્લાસ કરેલા છે. અને તમારી સ્કુલકાળ માં NCC મા રહ્યાં છો.
મારી તમને અરજ કે મે તમારી જે પૂર્વે ભૂમિકા બાંધી તે સત્ય ખરી કે??
તમે વિચારી ને જવાબ આવજો હું તમને કાલે ફરી આજ ટાઈમ ૫.૧૫ કલાકે ફરી ફોન કરીશ.
મહેક કઈ બોલવા જાય તે પહેલા મોબાઇલ મુકાઈ ગયો. મહેક ને કહેવું હતું ફોન ના કરતા હું જવાબ આપવા ની નથી.
ફોન મુક્યાં પછી મહેક વિચારો ના વમળ માં ફસડાઈ ગઈ. આવું કોણ જે મારા વિષે આટલું જાણતો હોય. કોઈ ફ્રેન્ડ નો ભાઈ કે સ્ટાફ માથી જ કોઈ ફોન કરે છે? શંકા એવી કે એકેય વાત ની ના પાડી શકાય તેમ નથી. મારી એક એક વાત ની સાચી માહિતી તેને કેમ ની મળી હશે? શું. આટલી વાતો કરતા તે જાણી શકે? તેની વિકળતા ને ઢંઢોળી જોઈ કયાંક તે લિંક તો નથી ને? ભગવાન જાણે કદાચ…..
મહેકે નક્કી કર્યું કે હવે આ માણસ નો ફોન નહી ઉપાડુ.
સંધ્યા ખીલતી જતી હતી ભર ઉનાળે ઉજાસ ને જવું ગમતું નથી તેને તેના ગરાહ છિનવાઈ જવા નો ડર છે. ક્યારેક એવું તો નહી હોય ને કે સૂરજ ડરપોક હોય અને રાત તેની ઉપર હાવી થઈ જવાની સદાય તેને ડર રહેતો હોય? બીચારો જગત ને આપતાં શીખ્યો પણ તેની લડાઈ સાંજ આવતા ઠંડી પડતી જાય ને અકળાતો મુરજાતો તે રાત ની પાછળ ઠંકાઈ જાય.
રાત ના પથારી માં પડતા મુલાયમ ગાદલાં ઠંડી એ સી ની હવા મંદ મંદ સંગીત અને છત્તા આગંતુક ના આગમને નિંદ હરામ કરી શોધવો તો પડશે. કોણ હતું? પણ ફરી વાત કરીશ તો તે મને તેના તરફ નું આકર્ષણ વિચારશે તો?
વાત તો કરવી જ પડશે. શોધ કરવી પડશે. કોણ છે?
જીવન ની અંતરંગી વાતો અને તેના સમાધાન કરવા મુશ્કેલ જ નહી ના મુમકિન હોઈ શકે, મહેક તેના વમળ માં ફસાતી જણાતી હતી આગંતુક કેવો છે? કોણ છે? ક્યાં ખબર હતી. વિદેશ થી પપ્પા નો ફોન આવ્યો પણ મહેકે આ વાત કરવા ની ઉચિત ના માની. તેને જાતે જ ઉકેલ ની નેમ રાખી હતી.
કોલેજ થી આવી ફરી ફોન ની રાહ અને શું વાતો કરવાની તેના નોટબુક માં મુદ્દા લખ્યા.
હંમેશા રાહ ની ઉદરમાં મા ના ઉદર ના નવ માહ જેવો અનુભવ થતો હોય છે. પળ ની રાહ વર્ષો જેવી લાગતી હોય છે. કયારે 5.15 કલાક થાય ને ફોન આવે અને જાણકારી લવું. મહેક ને થતું તેને કાલે વિવેક પૂર્ણ વાત કરી છે. આજ એની ખેર નથી આજ તો તુટી જ પડીશ.
મોબાઇલ મા રીંગ વાગતા ધડીયાર સામે મહેક ની નજર ગઈ 5.15 કલાક થયા હતા. ઝપટ મારી ફોન ઉપાડી લીધો.
સામે થી હલ્લો હલ્લો બોલતાં થોડી વાર મહેકે જવાબ આપવાનું મુનાસિબ ના માન્યુ. પલ ભર પછી સામે થી અવાજ બંધ થઈ ગયો. મહેક ને લાગ્યું ફોન મુકાઈ ગયો, ત્યાં ફરી હલ્લો સામે થી અવાજ રણકયો.
મહેકે હં….કોણ… થોથવાતા જવાબ દીધો કેમને મે કહ્યું નહોતુ કાલે આજ ટાઈમે ફોન કરીશ!!
હું પણ મિસ્ટર તમને કહેવા ગઈ કે હું કાલ નહી ઉપાડુ, તે પહેલા તમે કટ કરી દીધો. તમે રાહ ના જોવો એટલે ઉપાડ્યો.
ખેર બોલો જે હોય તમારા સુકેતુભાઈ નુ કામ છે?
ના ના આજ તમારા માટે ફોન કર્યો છે.
કેમ? મારા માટે મહેકે પ્રશ્ન કર્યો?
મને ખબર છે તમારે હું કયાથી બધુ જાણકારી લાવ્યો તેની તમને મીસ દ્ધીધા છે.
મહેક ફરી વિસ્ફારિત નજરે ફોન સમક્ષ જોતી રહી ઓય એય હા.. હા.. મારે જાણવું છે કે મારા વિષે નિબંધ લખી શકો તે વાત ક્યાંથી શોધી?
મોકો જોઈ જેન્ટસે ફોન પર ધડાકો કર્યો. કોલેજ ના પ્રથમ વર્ષ તમને પ્રેમ થયો તો તેની મને ખબર છે!
એય મિસ્ટર તમે લાઈન ક્રોસ કરો છો. મારા અંગત જીવન ની વાત ના કરતાં. સામેથી ફરી રણકયો નીલ નામ હતું ને?એટલે તમે આવી વાતો કરી બ્લૅકમેઈલ કરવા માગો છો? તો સાંભળો તે વાત ત્યાં જ પુરી થઈ ગઈ હતી. મહેકે જવાબ આપ્યો
સામે થી તુરંત રીપ્લાય આવ્યો ના સદંતર ખોટુ તમે તો ભાગી જવાના મુડમાં હતા!! સામે વાળા આગંતુક નો અવાજ જરા મોટો થઈ ગયો.
મહેક અવાક થઈ ગઈ. તેને લાગ્યું હવે તો કોઈ ફ્રેન્ડ જુની વાતો નો દુરુપયોગ કરતું લાગે છે.
જૂવો મિસ્ટર મારા અંગત વાતો નો તમને જવાબ શું કામ આપું?
મીસ તમારૂ નામ મહેક છે. પુરી કોલેજ મા તમારા અફેર ની ચર્ચા હતી ભુલી ગયા કે?
મહેક ને લાગ્યું આ ઘણું બધું જાણે છે. અને નક્કી કોઈ જાણ ભેદુ છે! તેને ફોન મુકી દેવા નો વિચાર આવ્યો સાથે સાથે એમ પણ થયું કે વાત પતી ગઈ છે.
તેને બ્રેક અપ નું કારણ નિલ ની ઉતાવળ અને જલ્દી મૅરેજ કરી મારા પપ્પા ની મિલકત નો લોભી થઈ ગયો હતો. જ્યારે ડેટ પર જઈએ એટલે એકજ વાત કેટલી મિલકત, કેટલા બંગલા ને શું શું તમારી પાસે છે? તેની જાણકારી સિવાય બીજી કોઈ વાતજ નહોતી, લોભીયો સાલો મારા બાપા ના પૈસે તાગડધિન્ના કરવા હતા.
મહેક વિચારો ના ઘોડાપૂર માં જતી રહી હતી. તેના મનમાં અચાનક એક ઉદાસી છવાઈ ગઈ. તેના અંતર ની વેદના ને કોઈ એ ઝંઝોરી કાઢી હતી.
તેને ફરીને જુવો આ બધુ પતી ગયેલી વાત છે. મહેકે નરમાશ થી જવાબ આપ્યો.
હા મને ખબર છે. તમે મારી વાત ને સાંભળી. મહેક જીવન ને વેડફવા માટે નથી હું જાણું છું કે તેને તમારી મિલકતમાં રસ હતો. તમારા નિર્ણયને બિરદાવવું છું પણ તમારા ધણાં બોયફ્રેન્ડ છે તે વાત તો સાચી ને ….??
ક્રમશ