પ્રેમીપંખીડા - ભાગ -૩ Dhanvanti Jumani _ Dhanni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમીપંખીડા - ભાગ -૩

ભાગ 3
ભાગ 2 મા આપણે જોયું કે મન અને માનવી બંને ને એક જ જૂથમાં પ્રોજેક્ટ કામ કરવાનું હોય છે . આ વાતથી મન ખૂબ ખુશ થઈ જાય છે અને માનવી સાથે મિત્રતા ગાઢ કરવાનું વિચારે છે. હવે આગળ,
________________________________________
જે દિવસે પ્રોજેક્ટ કામ મળે છે તે દિવસે મન અને માનવી બંને કોલેજ ટાઈમ પછી પુસ્તકાલયમાં બેસી પ્રોજેક્ટના વિશે વાતો કરતા હતા.

મન બોલ્યો , પ્રોજેક્ટ કયા વિષય પર બનાવીએ?

માનવી બોલી , આપણને અથૅશાસ્ત્ર વિષય આપવામાં આવ્યો છે. તો જેમ કે અથૅશાસ્ત્રમા એક મહત્વનો મુદ્દો છે, તેના, વિશે જ બનાવીએ?

મન એ પૂછયું , કયા મુદ્દા પર??

માનવી બોલી, અરે ખબર નથી તને, વસ્તી અને વસ્તીવિષયક સમસ્યાઓ .

મન એ કહ્યું, હા ખૂબ સરસ. આ મુદ્દા પર આપણે ઘણુંબધું લખી અને સમજાવી શકશું.

આટલી ચચાઁ કરી બંને એ બીજા દિવસે મળવાનું નક્કી કર્યું , અને બંને ઘરે જાય છે. મન તો એ વાતથી જ ખૂશ હતો કે , તેણે માનવી જોડે સમય પસાર કર્યો અને આવનારા દસ દિવસ પણ માનવી સાથે પસાર કરવા મળશે અને તેને જાણવા મળશે.

બીજા દિવસે પાછા બંને પહેલા કોલેજ ના લેક્ચર ભરે છે , અને કોલેજ ટાઈમ પછી પ્રોજેક્ટ કામ માટે મળે છે. બંને પ્રોજેક્ટ માટે માહિતી ભેગી કરવા લાગે છે અને પ્રોજેક્ટ કરતાં કરતાં મન માનવી જોડે વાતો કરે છે અને તેના વિશે જાણે છે. તે માનવીને તેના વિશે , તેના કુંટુંબ વિશે પણ પૂછે છે અને મન પોતાના વિશે પણ માનવી ને જણાવે છે. બંને પ્રોજેક્ટ કામ કરી થાકે છે , ત્યારે જ મન કહે છે, ચાલ માનવી કેન્ટીન મા નાસ્તો કરીને પછી ઘરે જઈએ બાકીનું કામ હવે કાલે.
માનવી ના કહે છે અને કહે છે , હવે ઘરે જઈને જ જમીશ.
મન કહે છે, શું આવું કરે છે. ચાલ ને મને પણ ભુખ લાગી છે. હું એકલો ક્યાં જઈશ ને હવે તો આપણે મિત્રો પણ છીએ. મિત્ર માટે આટલું ન કરાય 😕😕
માનવી એ કીધું બઉ નોટંકી ના કર ચાલ આવું છું. બંને નાસ્તો કરે છે અને વાતો કરીને ઘરે જાય છે.

બંનેને એકબીજા ની સંગત ગમવા લાગી હતી. એ વાત અલગ છે કે મન ના મનમાં માનવી માટે પ્રેમ હતો અને માનવીના મનમાં માત્ર ને માત્ર મિત્રતા. બંને એકબીજાના સારા મિત્રો બની ગયા હતા.

આમ ને આમ પ્રોજેક્ટ કામના દસ દિવસ પૂણૅ થાય છે . બંને પાસે હવે એકબીજા નો મોબાઈલ નંબર પણ આવી જાય છે અને બંને વચ્ચે મેસેજથી પણ વાતચીત શરૂ થઇ જાય છે. હવે તો મનના મિત્રો પણ મન ને માનવી ભાભી કરી ખિજાવવા લાગે છે. માનવી હવે મન ના બધાં મિત્રો માટે ભાભી બની ગઈ હતી, પરંતુ માનવીને તો આ વાતની ખબર પણ ન હતી.
આમ કરતા કરતા કોલેજ નું એક વષૅ પૂણૅ થઈ ગયું હતું ને હવે મન અને માનવી ખૂબ જ સારા મિત્રો બની ગયા હતા. એક અઠવાડિયામાં માનવીનો જન્મદિવસ આવવાનો હોય છે તો મન માનવીને કંઈ ખાસ ભેટ આપવા માંગે છે, તો તેના મિત્રો સાથે ચર્ચા કરતો હોય છે કે માનવી ને ભેટમાં શું આપુ?

મન ના એક મિત્ર એ કહ્યું, હવે તુ અને માનવી એકબીજાને સારી રીતે જાણો છો , બંને સારા મિત્રો પણ છો તો તું માનવીને તેના આ જન્મદિવસપર તારા મનની વાત કહી દે તો!!

મન તરત બોલ્યો, ગાંડો થઈ ગયો છે કે શું!

બધા મિત્રો પણ મન ને કહ્યું કહી દે ડરે છે કેમ! તુ દેખાવડો છે, હોશિયાર છે માનવી તને ના નહી કહે . મન ને પણ તેના મિત્રોની વાત સાચી જ લાગી તેણે વિચાર્યું કે તે માનવી ને પોતાના મનની વાત કહી દેશે, હવે મન માનવી ના જન્મદિવસ ની તૈયારીઓમા લાગી જાય છે ને અંતે માનવીના જન્મદિવસ મા માત્ર એક જ દિવસ બાકી હોય છે.

હવે મન માનવીને તેના જન્મદિવસે પોતાના મન ની વાત કહી દેશે કે નહીં? અને જો કહેશે તો માનવી નો શું પ્રતિભાવ હશે ? મિત્રતા પ્રેમમાં બદલાશે કે મિત્રતા જ તૂટી જશે? આ બધું આપણે પ્રકરણ 4 મા જોઈશું.

આભાર
_Dhanvanti jumani (Dhanni)