જીવન સંગ્રામ 2 - 21 Rajusir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન સંગ્રામ 2 - 21

પ્રકરણ 21


આગળ આપણે જોયું કે રાજન અને આર્મી ટીમે આંતકવાદીઓના ગામનો ખાત્મો બોલાવી દીધો.જ્યારે પરમાનંદ અને એમની ટીમને પાકિસ્તાની આર્મીના જવાનો પકડે છે....
હવે આગળ.....

(પાકિસ્તાની આર્મીની ભાષા હિન્દી હોય છે.પણ અહીંયા સરળતા ખાતર એમની અને ગુરવિંદરજીની ભાષા ગુજરાતીમાં જ લખું છું.)

"તમે ક્યાંથી આવી ચડ્યા.અમે આજુબાજુ જોઈને જ ચાલતા હતા.તમે ક્યાંય દેખાતા તો ન હતા." કમલે પાકિસ્તાની આર્મીના જવાનોને વાતોમાં ફસાવવાનું ચાલુ કર્યું.

"તમને જણાવવું જરૂરી નથી સમજતા.. જો તમારા જેવા બધા આમ છૂપી રીતે અમારા મલકમાં આવી જાય તો અમે શું માખીઓ મારવા અહીંયા આંટા મારીએ છીએ."

"હા એ સાચું પણ તમારી કામગીરી કાબિલેદાદ માંગી લે તેવી છે.અમે આટલી ધ્યાન રાખતા હોવા છતાં તમને જોઈ ન શક્યા અને તમે અમને પકડી પાડયા.એટલા માટે પૂછવું પડ્યું.આમેય અમે હવે ક્યાં આ વગડામાં ભાગી જવાના છીએ. માટે જણાવો તો સારું."

"હા હા જણાવશું.પણ પહેલા તમારી તપાસ કરી લઈએ. તમે છો કોણ? અને શા માટે આવ્યા છો અહીંયા?"

પરમાનંદ અત્યંત ધીમા અવાજે સાથે આવેલ આર્મી જવાનને પૂછ્યું;" કે હવે આ લોકોનો આગળનો પ્લાન શું હશ?"

"સર આપણને બેઠા બેઠા જ આગળ પાછળ લાઈનમાં ગોઠવાઈ જવાનું કહે છે."

ઓકે સારું...

ત્યાં સાચે જ પાકિસ્તાની આર્મીના જવાનો બોલ્યા; "ચાલો બધા બેઠા બેઠા જ આગળ પાછળ લાઈન બનાવો અમારે તમારી તપાસ કરવાની છે".

બધા લાઇન બનાવવા લાગ્યા.પરમાનંદ બેઠા-બેઠા ચાલવા જતા પડી જાય છે.

"એય બુઢા ચાલવાનું જોર નથી અને બીજાના મુલકમાં ઘૂસણખોરી કરે છે, એમ બોલીને પરમાનંદને એક લાત મારે છે. પરમાનંદ એક અળગોથીયું ખાઈને ગુરવિંદરજીની બાજુમાં આવી જાય છે.(અલબત્ત આ પરમાનંદની ચાલ હતી ગુરવિંદરજી પાસે જવાની )ગુરવિંદરજીની બાજુમાં ગોઠવાતા પરમાનંદ બોલ્યા;" તો કરીશું એટેક આ લોકો પર".

"હા પરમાનંદજી આ આર્મીના લોકો પોતાના સાહેબને ખબર કરે એ પહેલા આ લોકોને આપણે ખતમ કરવા પડશે."

"બરાબર છે.. તમે તમારી બાજુમાં બેઠેલ આર્મીના જવાનને કહી દો, હું કમલને તૈયાર કરું છું."

પરમાનંદ કમલને ટક્કર આપવા માટે તૈયાર રહેવાની સૂચના આપે છે અને પોતાના હથિયાર હતા એ તરફ પરમાનંદ પાછા એક ગોથું ખાય છે.

"આજે આ બુઢો મારા હાથે મરવાનો થયો છે".એમ બોલતા પાછી એક લાત પાકિસ્તાની આર્મીનો જવાન પરમાનંદને મારે છે.

લત લાગતા અળગોથીયું ખાઈને હથિયાર હાથમાં લઇ પરમાનંદ સુતા સુતા જ ફાયરિંગ ચાલુ કર્યુ. જેવું પરમાનંદ હથિયાર હાથમાં લીધું એવા જ કમલ,ગુરવિંદરજી અને બંને આર્મીના જવાનોએ કે જેમની પાસે રિવોલ્વર સંતાડેલી હતી એમનાથી ફાયરિંગ ચાલુ કર્યું. અચાનક આવા ફાયરિંગથી ૭ પાકિસ્તાની જવાનો ત્યાં જ ખલાસ થઇ ગયા.બાકીના ત્રણને તો આ લોકોએ મારીને હથિયાર પડાવી લીધા.

ગુરવિંદરજી એમના હાથ બંધાવી દો.હું રાજનને મેસેજ કરી દઉં છું. એ પણ અહીં આવી જાય. એમનો પણ ક્યારનો મારી પાસે મારા મોબાઈલમાં મેસેજ આવી ગયો છે.

ગુરવિંદરજી પોતાના બંને આર્મી જવાનોને આદેશ આપે છે. પરમાનંદ રાજનને મેસેજ કરે છે. સામે રાજનનો મેસેજ આવે છે,અમે સરહદ સુધી આવી ગયા છીએ. પરમાનંદ પોતે આવેલા રસ્તાનો મેપ રાજનને મોકલે છે. અને પોતે તથા પોતાની ટીમ આંતકવાદીઓના કેમ્પ તરફ રવાના થાય છે. પેલા ત્રણેય પાકિસ્તાની આર્મીના જવાનોને સાથે લઈ જવાનું કહે છે,પણ ગુરવિંદરજીએ ત્રણેયને અને મૃત્યુ પામેલા સાત આંતકવાદીઓના ડેડબોડીને પોતાની સાથે આવેલા બે ઇન્સ્પેકટરોને કહે છે કે તમે આમને આપણી સરહદમાં લઈ જાવ અને અમે પાછા આવીએ ત્યાં સુધી તમારી નિગરાણી હેઠળ રાખજો.

આંતકવાદીઓના કેમ્પ સુધી પહોંચ્યા અને એક રેતીના મોટા ઢગ પાછળ સંતાઈને બેઠા.

"પરમાનંદજી આપણે રાતે જ લડાઈ ચાલુ કરીએ તો સરળતા રહેશે લડવાની."

"નહીં ગુરવિંદરજી,રાત સુધી રાહ જોશું તો જે આંતકવાદીઓને આપણી મહિલા ટીમે ખતમ કર્યા એ આ લોકોને ખબર પડી જશે અને આપણી મહિલા ટીમ ખતરામાં આવી જશે.માટે આપણે બને તેટલી વહેલી લડાઈ ચાલુ કરવી પડશે."

"હા એ પણ સાચું.રાજન અને એમની ટીમ આવી જાય પછી લડાઈ ચાલું કરીએ."

"હા એમની રાહ તો જોવી જ પડશે. આ લોકો સામે લડાઇ માટે એક પ્લાન પણ બનાવવો પડશે.આપણે અહીંયા પણ બધી બાજુથી ઘેરો લગાવીને જ લડવું પડશે.હું પહેલા એક ચક્કર મારી આવું તો અંદાજો આવે કે કેટલી ત્રિજ્યામાં ફેલાયેલ છે આ કેમ્પ."

"નહીં પરમાનંદજી તમને આમ એકલા ના જવા દેવાય. અહીંયાથી જ પ્લાન બનાવીએ."

"ઓકે સારું...."

લગભગ અડધા કલાકમાં રાજન અને એમની ટીમ આવી ગઈ.બધા થોડા થોડા અંતરે ગોઠવાયા. પરમાનંદ આખો પ્લાન સમજાવ્યો.બધા થોડા થોડા દૂર ખસતા ગયા ને આખો કેમ્પ કવર કરી લીધો. પરમાનંદ ધ્યાનમાં બેસી જીજ્ઞાને સૂચન આપી દીધું.એ લોકો પહેલા બંધી બનાવેલ છોકરીઓ છે એમને છોડાવવા જશે.અને ત્યાર બાદ કેમ્પ તરફ આવી જશે.વળી હથિયાર જોઈતા હોય તો કોઈને મોકલો...પરમાનંદ બે જવાનોને એ તરફ હથિયાર લેવા માટે મોકલે છે.

પંદર મિનિટમાં બંને જવાનો હથિયારો સાથે પાછા આવે છે.એ પરથી એ સ્થળ નજીક જ હોવાનો અંદાજો પરમાનંદ અને ગુરવિંદરજી લગાવે છે.હવે એ અધ્યતન ટેકનોલોજી વાળા હથિયારો લઈને બધા ફરીથી પોત પોતાની જગ્યા પર ગોઠવાય છે.

બધા ગોઠવાઈ ગયા બાદ ગુરવિંદરજી પહેલું ફાયરિંગ કરવાની તૈયારી કરે છે.પરમાનંદને ઈશારાથી કહે છે કરી દવ એટેક ...

"પરમાનંદ હકારમાં મસ્તક હલાવે છે.બધા પોત પોતાના હથિયાર સંભાળીને ટીગર પર અંગુલી રાખે છે."

"જો બોલે સો નિહાલ.... સસ્ત્રિય કાલ..."ના નાદ સાથે ગુરવિંદરજી પહેલા જ ફાયરિંગમાં એક આંતકવાદી ને પૂરો કરે છે.કેમ્પમા બધા સાવધાન થાય એ પહેલા તો બધી બાજુથી ફાયરિંગ ચાલુ થઈ ગયું.પોતાના હથિયાર તૈયાર કરવા લાગ્યા આંતકવાદીઓ,પણ એટલા સમયમાં તો ઘણા બધા ઠાર મરી ગયા.અંદરથી એમનું સાયરન વાગ્યું. આ સાયરન વાગે એટલે આજુબાજુમાં ગયેલ બધા કેમ્પ તરફ આવી જાય.થોડી વાર સામ સામે ગોળીબાર થયો.ત્યાં જીજ્ઞાનો સંદેશો આવતા પરમાનંદ રેતીના ઢગ પાછળ સંતાઈને ધ્યાનમાં બેસે છે.અને સંદેશાની આપલે કરે છે.

થોડી વાર બાદ પરમાનંદ ગુરવિંદરજી પાસે આવીને કહે છે કે થોડા આંતકવાદીઓ મહિલા ટીમ આડે આવીને ઉભા છે.એમની પાસે દારૂગોળા પણ છે.માટે હવે હું એમની મદદે જાવ.તમે અહીંયા સાંભળો.

"જી બિલકુલ તમે નિકળો અને ઝડપથી પાછા આવો.અહીંયા જેમ બને એમ વધુ વ્યક્તિઓની જરૂરિયા ઊભી થવાની છે."

પરમાનંદ નીકળે છે.અહીંયા લડાઈ ચાલુ જ છે. ગોળી સીધી જ નિશાના પર લાગે છે.એટલે બધા ઉત્સાહિત બનીને આગળ વધે છે.

અડધા કલાકમાં પરમાનંદ લગભગ 1200 છોકરીઓને છોડાવી પાછા આવે છે.અલબત્ત એ છોકરીઓને મહિલા ટીમ સહીસલામત સરહદ સુધી પહોંચાડીને પછી અહીંયા આવવાનું કહે છે.એમાંથી મોટા ભાગની છોકરીઓ પોતાની રીતે ચાલી શકે એટલી સક્ષમ પણ ન હતી.આવી હાલત આ હરમખોરોએ કરી હતી.જીજ્ઞા અને એની મહિલા ટીમ બધી છોકરીઓને સરહદ પાર કરીને પછી પાછી કેમ્પ તરફ આવવાની હતી.

પરમાનંદ પાછા આવીને પોતાની જગ્યા સાંભળે છે.સાથે ગુરવિંદરજીને માહિતી આપે છે. ફાયરિંગ કરતાં કરતાં ત્યાંના હાલ ચાલ પણ જોતા રહેતા હતા.

લગભગ એક કલાકથી લડાઈ ચાલુ હતી અને ઘણા આંતકવાદીઓ મૃત્યુ પામ્યા.સામે અહીંયા પણ આઠ જવાનો ઘવાયા અને ત્રણ જવાનો શહીદ થયા હતા. એકાએક એક બોમ્બ પરમાનંદની સામે પડે છે.પરમાનંદ એક ક્ષણનો પર વિચાર કર્યા વિના સીધા જ એ બોમ્બ પાસે જાય છે અને ઉપાડીને કેમ્પ તરફ ફેંકે છે.પણ બોમ્બ લેવા જાય છે ત્યારે સામેથી થયેલ ફાયરિંગમાં ત્રણ ગોળી પરમાનંદને વાગે છે.સાથે જ પરમાનંદે ફેકેલ બોમ્બથી આંતકવાદીઓનો કચરઘાણ નીકળી જાય છે.

"મને કવરીંગ ફાયર આપો.પરમાનંદજી ઘાયલ થયા છે."ગુરવિંદરજી પરમાનંદ તરફ જતા બોલ્યા.

કવર ફાયર ચાલુ થયું.ગુરવિંદરજી પરમાનંદને લઇને રેતીના ઢગ પાછળ લઈ ગયા.

"ગુરવિંદરજી તમે ત્યાં જાવ. હું બરાબર છું.મારી ચિંતા ન કરો.ત્યાં તમારી જરૂરિયાત વધુ છે."

પણ પરમાનંદ ઘાયલ થયા એટલે રાજન,કમલ તથા એમની ટીમ થોડી નાસીપાસ થઈ,જેનો લાભ લઈ આંતકવાદીઓ એ એમને ઘેરી લીધા.ગુરવિંદરજી આવે ત્યાં તો બધા ઢીંચણ ભેર બેઠા હતા.હવે ગુરવિંદરજી પણ બંને હાથ ઊંચા કરીને ઢીંચણ ભેર બેસી ગયા.બે આંતકવાદી પરમાનંદને પણ ઢસડીને લઈ આવ્યા.બધા બંધી બન્યા હોય એ રીતે બેસી ગયા.હવે કોઈ બચવાનો રસ્તો દેખાતો ન હતો. એટલે પરમાનંદ બોલ્યા;"હવે તમે અમને મારી નાખો કે કોઈના હવાલે કરો અમને કઈ ફેર નથી પડવાનો. અમે જે મિશન માટે આવ્યા હતા એ તો ક્યારનું પૂરું થઈ ગયું.હા તમને બધાને મારી ન શક્યા એ અફસોસ રહી ગયો."

"ચૂપ બેસ બુઢ્ઢા.મારીશું તો ખરા જ પણ પહેલ તો તમારી સરભરા કરીએ થોડી....."

ક્રમશ::::

શું થશે આગળ આ બધાનું??

શું બધાને આંતકવાદી ઓ મારી નાખશે???

આ બધા પ્રશ્નો ના જવાબ માટે વાચતા રહો જીવન સંગ્રામ 2 નું પ્રકરણ 22....

આપના પ્રતિભાવ ની રાહે રાજુ સર......