Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 7

ભાગ - 7
આગળના ભાગમાં આપણે જાણ્યું કે,
પ્રોગ્રામ પૂરો થયા પછી
શ્યામ અને વેદ કોઈ જેકપોટ જીત્યા હોય, એટલા ખુશ થઈ બાઈક પર પોતપોતાના ઘર તરફ જઈ રહ્યા છે.
ત્યાંજ, અચાનક
તેમની બાજુમાંથી સ્પીડમાં આવેલી એક ગાડી,
શ્યામ અને વેદ જે બાઈક પર જઈ રહ્યા હતા,
તે બાઇકને ટક્કર મારે છે.
ગાડી દ્રારા બાઇકને વાગેલી જોરદાર ટક્કરથી
તેઓ હવામાં ફંગોળાઈ જાય છે.
શ્યામ રોડની એક સાઈડમાં ઘસાઈને ઝાડીમાં પડે છે.
તેઓનું બાઈક રોડ પર ઘસાઈને ખાસ્સું દૂર રોડની વચ્ચે પડ્યું છે.
શ્યામને એટલી ગંભીર ઈજા નથી થઈ, ખાલી તેના હાથ-પગ છોલાયા છે.
કેમકે
તે ઘસડાઈને જે જગ્યાએ પડ્યો હતો,
ત્યાં લીલુછમ અને ગાઢ ઘાસ જેવું હતું.
શ્યામ ફટાફટ સ્વસ્થ થઈ ઉભો થાય છે.
હા પણ,
શ્યામ જ્યારે રોડ પર ઘસડાઈ રહ્યો હતો, ત્યારે
તેની નજર ટક્કર મારીને જતી ગાડી પર ગઈ હતી,
તેથી શ્યામ ગાડીમાં બેઠેલ એક-બે વ્યક્તિને ઓળખી ગયો હોય છે.
ગાડીમાં બેઠેલ એ વ્યક્તિઓ એજ લોકો હતા
જે લોકોને હમણાં થોડા દિવસો પહેલાજ,
શ્યામે હોટલમાં માર્યા હતા.
શ્યામ ફટાફટ ઊભો થઈ વેદ પાસે જાય છે.
વેદને જોતાજ
શ્યામના હોસ-કોશ ઊડી જાય છે.
શ્યામના શરીરમાં ધ્રુજારી આવી જાય છે.
શ્યામ પૂરેપૂરો ટેન્શનમાં આવી જાય છે.
કેમકે
વેદને વધારે વાગ્યું હતું.
વેદના આખા શરીર પર ઈજાઓ થઈ હતી, અને ખાસ તો વેદ જ્યાં પડ્યો હતો
ત્યાં લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું
અત્યારે શ્યામની ચિંતાનું મુખ્ય કારણ એ હતુ કે,
વેદના શરીરના અન્ય ભાગમાંથી લોહી એટલું નહોતું નીકળ્યું,
જેટલુ એનાં ગળાના ભાગેથી વહી રહ્યુ હતુ.
વેદ ઘસડાઈને જયાં પડ્યો હતો ત્યાં,
એક તૂટેલા ઝાડની સૂકી ડાળીનો ઠોયો
વેદના ગળામાં ઘૂસી ગયો હતો.
વેદના ગળામાં લાકડાનો ઠોયો ઘુસવાથી અત્યારે પણ લોહી વહી રહ્યું હતું,
કે જેનાં કારણે વેદ
અત્યારે સરખું બોલી પણ શકતો ન હતો.
શ્યામ આ દ્રશ્ય જોઈ પોતાની જાતને ધિક્કારે છે.
કેમકે
પોતાના મિત્ર વેદનું વર્ષો જૂનું એક ગાયક બનવાનું સપનું આજે પૂરું થવા જઈ રહ્યું હતું
જે અત્યારે વેદને ગળાના ભાગે ગંભીર ઈજા થવાથી, વેદનુ એ સપનું આજે શ્યામના કારણેજ
રોળાઈ રહ્યું હતું.
એવું શ્યામ મનમાં માની રહ્યો છે.
એને મનમાં થાય છે કે
પેલા બદમાશોને મે હોટેલમાં માર્યા એટલે
એ લોકોએ બદલો લેવા અમારાં બાઇકને ટક્કર મારી.
આમાં વેદનો શુ વાંક ?
આ બધુ મારા કારણે, મારા ઉગ્ર સ્વભાવને કારણેજ થયુ છે.
આજના આ દુઃખદ બનાવનો પૂરેપૂરો કસૂરવાર હું પોતેજ છું. આ ઘટનામાં શ્યામ પોતાની જાતનેજ દોષિત માને છે.
અને
પોતાની જાતને ધિક્કારે છે.
પરંતુ
જે થઈ ગયું તે થઈ ગયું,
બાકી હવે
વેદનું શું કરવું ?
વેદને કઈ રીતે બચાવવો ?
આટલુ વિચારી દોડીને શ્યામ વેદ પાસે જાય છે.
વેદ ગળામાં લાકડું વાગ્યું હોવાથી કંઇ બોલી શકતો નથી.
શ્યામ એક ઘડીનો પણ વિલંબ કર્યા સિવાય
અડધી રાત્રે તેના મિત્રને પોતાના ખભા પર લઈને સીધો હોસ્પિટલ જવા દોડે છે
કેમકે
તેનો મોબાઈલ તૂટી ગયો હતો, અને વેદનો મોબાઇલ અંધારામાં ક્યાંય મળી રહ્યો ન હતો.
એટલે
એમ્બ્યુલન્સ બોલાવવાની સકયતા તો બિલકુલ હતીજ નહીં, તેમજ વેદની હાલત એ પ્રકારની હતી કે, મદદ માટે રાહ જોવાય એમ ન હતુ.
શ્યામને મનમાં એમ જ છે કે
વેદની આ હાલત મારા કારણે જ થઈ છે, અને હું જ જિમ્મેદાર છું.
એટલે
શ્યામ પોતાના મિત્ર વેદને ખભે લઈ હોસ્પિટલ તરફ દોડી રહ્યો છે, સાથે-સાથે મનોમન ભગવાનને પ્રાથના કરતા કહી પણ રહ્યો છે કે
હે ઈશ્વર
આજ સુધી મે તારી પાસે કંઈ માગ્યું નથી.
મારી બાકી જિંદગીમાં પણ મારે કંઈજ જોઈતું નથી.
બસ મારા મિત્ર વેદને તુ સાજો કરી દે.
આટલી પ્રાર્થના કરી શ્યામ
મનમાં એ પણ નક્કી કરી લે છે કે, આજે કંઈ પણ થાય, ગમે તેટલો ખર્ચો થાય, પોતાની જાત વેચવી પડે તો એ વેચીને પણ
શ્યામ પોતાના મિત્ર વેદને કઈજ નહીં થવા દે, અને ગમે તે કરવું પડે તો પણ તે વેદને બચાવી લેશે.
વધુ ભાગ - 8 મા