Featured Books
શ્રેણી
શેયર કરો

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 2

ભાગ - 2
આપણે પહેલા ભાગમાં જાણ્યું કે,
શ્યામ પોતાના બન્ને મિત્ર
વેદ અને રીયાનાં લગ્નને દિવસે વરઘોડામાં નાચતા-નાચતા કોઈનો ફોન આવતા
તે અધૂરા લગ્નમાંથીજ
કોઈને કંઈપણ જણાવ્યા સીવાય ત્યાંથી નીકળી જાય છે.

શું છે ?
આ શ્યામ, વેદ અને રીયાની પુરી હકીકત ?

શું છે ?
શ્યામનું વરઘોડામાં મસ્તીથી નાચતા-નાચતા
આમ અચાનક નીકળી જવાનું સાચું કારણ ?

નીકળતા પહેલા વેદ અને શ્યામની આંખોએ કરેલ ઈશારાની વાત કઈ હતી ?
આ બધુ જાણવા આપણે
વેદ, રીયા અને શ્યામની દોસ્તી વિશે,
તેમજ એ ત્રણેનાં પરીવાર વિશે
શરૂઆતથી વિગતવાર જાણી લઇએ.
એક,
અતી નહીં પરંતુ વૈભવી કહીં શકાય તેવા વિસ્તારના
એક શાનદાર ફ્લેટની લિફ્ટમાંથી
ચહેરાથીજ સજ્જનતા, પ્રસન્નતા અને આત્મવિશ્વાસથી ભરપૂર લાગતા પ્રમાણીક એવા બેંક મેનેજર RS નીકળી, અને
પાર્કિંગમાં પાર્ક કરેલ પોતાની ગાડીમાં બેસી,
પાર્કિંગમાંથી ગાડી કાઢી ફલેટના મેઈનગેટ પાસે લાવીને ઉભી રાખે છે.
ત્યારબાદ તેઓ તેમની દીકરી રીયાને બોલાવવા માટે જેવો ગાડીનો હોર્ન મારવા જાય છે,
ત્યાંજ
રીયા : યસ પપ્પા
કહેતી ગાડીમાં બેસી જાય છે.
આ તેમનો રોજનો નિયમ હતો.
રીયા રોજ પપ્પાની ગાડીમાંજ સ્કૂલ જતી.
કેમકે,
રીયાની સ્કૂલ તેનાં પપ્પા જે બેન્કમાં મેનેજર છે, તે બેંકની સામેજ આવેલ સ્કૂલમાં
રીયા અભ્યાસ કરતી હોય છે.
પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીની રીયા,
દેખાવે રૂપના અંબાર જેવી
એક પરી જેવી સુંદર લાગે છે.
ભણવામાં પણ તે એટલીજ હોશિયાર છે, અને સ્વભાવે બિલકુલ શાંત અને લાગણીશીલ.
રીયા જેવી યસ પપ્પા બોલીને ગાડીમાં બેસી જાય છે,
એટલે તેનાં પપ્પા ગાડી લઇને નીકળે છે.
RS જયાં રહે છે તે વિસ્તાર શહેરથી એક-બે કિલોમીટર દૂર હોય છે.
બેંક પાસે પહોંચતા જેવી RS ની ગાડી ઉભી રહે છે.
RS ગાડીના સ્ટેરીંગમાંથી ચાવી કાઢે તે પહેલા તો બેંક સિક્યુરિટી ધીરજભાઈ
RS સર બાજુનો ગાડીનો દરવાજો ખોલી
RS સરને ગુડ મોર્નિંગ કહી
RSને સેલ્યુટ આપે છે.
પછી ધીરજભાઈ રીયા બાજુનો દરવાજો ખોલતા રીયા પણ ગાડીમાંથી નીચે ઊતરે છે.
ત્યારબાદ મેનેજર RS
ગાડી પાસે ઉભા રહે ત્યાં સુધી, ધીરજભાઈ રીયાની આંગળી અને સ્કૂલ-બેગ પકડી, રીયાને બેન્ક સામે આવેલ સ્કૂલના ગેટ સુધી મૂકવા માટે
રીયાને રસ્તો ક્રોસ કરાવી સ્કૂલના ગેટ સુધી મૂકી આવે છે.
આ ધીરજભાઈનો રોજનો નિયમ છે.
RSને પણ આ સિક્યુરિટી ધીરજભાઈ પ્રત્યે પોતાના દિલમાં એક અનોખોજ આદર છે.
કેમકે,
ધીરજભાઈ પોતે ગરીબ હોવા છતાં,
ખૂબ જ ખુદ્દાર પ્રમાણીક અને ટાઇમના તેમજ ડિસિપ્લિનના, જબાનના ખૂબ જ પાક્કા અને સાચાં છે.
માટે RSના દિલમાં ધીરજભાઈએ એક અલગજ જગ્યા બનાવી છે.
RSનો બેંકનો સમય
સવારે 10 : 30 થી સાંજે 5 :30 નો હોય છે.
જ્યારે રીયાની સ્કૂલનો સમય
સવારે 11 થી સાંજે 5 નો હોય છે.
માટે રીયા રોજ પપ્પા સાથે ગાડીમાંજ સ્કૂલ આવતી-જતી હોય છે.
ધીરજભાઈ નો સિક્યુરિટીની જોબનો સમય
સવારે 07:00 થી સાંજે 07:00 નો હોય છે.
RSના ઘરે તેમના પત્ની એટલે કે રીયાની મમ્મી
બહુ જૂની બીમારીથી પીડાતો હોય છે, અને પથારીવશ હોય છે.
તો તેમની સેવામાં, ઘરકામમાં તેમજ રીયાને તૈયાર કરવામાં મદદ માટે...
RS એ ધીરજભાઈનાં પત્નીને ઘરકામ માટે રાખ્યા હોય છે,
પરંતુ તે પણ
એક ઘરના મેમ્બરની જેમ.
ધીરજભાઈનાં પત્ની રીયા તેમજ RS સરનાં ઘરનું બધુજ કામકાજ ખૂબ સારી રીતે સંભાળતા હોય છે.
ધીરજભાઈના પત્નીને રોજ સવારે નવ વાગે RS સરને ત્યાં કામ માટે પહોંચવાનું હોવાથી તેઓ
સવારે વહેલા પાંચ વાગ્યે ઊઠી,
નવ વાગ્યા સુધીમાં
પોતાના ઘરનું બધું જ કામ પૂરું કરી, નવ વાગે તે RSસર ને ત્યાં પહોંચી જતા હોય છે.
ધીરજભાઈને પણ એક દિકરો છે.
જેનું નામ વેદ છે.
વેદ રીયાથી એકાદ વર્ષ આગળના ક્લાસમાં અભ્યાસ કરતો હોય છે.
પરંતુ
ધીરજભાઈની આર્થિક પરિસ્થિતીને લીધે તે મ્યુનિસિપલ સ્કૂલમાં અભ્યાસ કરતો હોય છે.
વેદ ભણવામાંતો હોંશિયાર છેજ,
સાથે-સાથે
વેદ આટલો નાની ઉંમરનો હોવાં છતાં,
પોતાનાં ઘરની આર્થીક પરિસ્થિતીને સમજીને,
ચાદર પ્રમાણે પગ પહોળા કરવાવાળો હોય છે.
વેદ વિશે બીજી એક ખાસ વાત,
વેદને કુદરતની એક અલગજ બક્ષિશ મળી છે.
એને કુદરતની બક્ષિશ કહો કે પછી એક વરદાન કહો,
મા સરસ્વતીની કૃપા વેદ પર વરસી હોય છે.
વેદને ગાવાનો ખૂબ જ શોખ છે, અને એનો અવાજ પણ મધુર અને કર્ણપ્રિય છે.
વેદની સ્કૂલનો સમય
બપોરે 12 : 15 થી સાંજે 5:00 નો હોવા છતાં,
વેદ તેની મમ્મી સાથે સવારે વહેલો ઊઠી,
નાહી-ધોઈ મમ્મીને કામમાં મદદ કરે છે.
કેમકે,
તેને ઘરની પરિસ્થિતિની તેમજ, મમ્મીને રોજ સવારે 09:00 વાગ્યા પહેલા RS સરના ઘરે પહોચી જવાનું છે,
તે સારી રીતે જાણતો હોવાથી વેદ તેની મમ્મીને ઘરકામમાં મદદ કરાવતો હોય છે.
વેદ મમ્મીને ઘરકામમાં મદદ કરતાં-કરતાં પણ, તે રોજ સવારે ચાલુ કામમાં પણ પોતાની ગાવાની પ્રેક્ટિસ કરતો રહેતો હોય છે.
મમ્મીના ગયા પછી વેદ
નવ થી અગીયાર વાગ્યા સુધીમાં પોતાનો અભ્યાસ અને સ્કૂલે જવાની તૈયારી કરતો હોય છે.
અગીયાર વાગે જમીને વેદ
પપ્પાનું ટીફિન અને સ્કૂલબેગ લઈ,
પોતાની સાયકલ પર સવાર થઈ બેંક પર તેના પપ્પાને ટીફિન આપીને પોતાની સ્કૂલ જતો.
આ વેદનો રોજનો નિયમ હતો.
વેદના આ નિયમમાં ફેરફાર માત્ર ને માત્ર એ દિવસે આવતો,
જે દિવસે તેના પપ્પા સવારે નાસ્તો કર્યા વગર ગયા હોય, અથવા તો
ઘરમાં કંઈ ખાવાનું નવું બનાવ્યું હોય.
તે દિવસે વેદ
અગિયારને બદલે દસ કે સાડાદસે થોડો વહેલો બેંક પર
પપ્પાને ટીફિન આપવા પહોંચી જતો,
ત્યારે સવારે નાસ્તો કર્યા વગર ગયેલાં તેના પપ્પા ધીરજભાઈ,
ફટાફટ વેદ પાસેથી ટીફિન લઈ લેતા, અને
ટીફીન ખોલી જમવાનું ચાલુ કરી દેતા.
ધીરજભાઈ જમે ત્યાં સુધી વેદ પપ્પાની સિક્યુરિટીની ખુરશી પર બેસતો.
આ દરમિયાન કોઈવાર RS સરની ગાડી આવી જતી તો, ધીરજભાઈને વહેલા જમવા બેઠેલા જોઇ
RS પણ સમજી જતા કે,
ચોક્કસ આજે કોઈ ખાસ દિવસ હશે, અને કોઈ નવી વાનગી બનાવી હશે.
કે પછી આજે,
ધીરજભાઈ નાસ્તો કર્યા સિવાય આવ્યા હશે.
આ સમયે વેદ
પપ્પા ધીરજભાઈનું કામ કરતો.
વેદ જ્યારે ગાડીનો દરવાજો ખોલી RS સરને સેલ્યુટ આપતો
ત્યારે
RS સર પણ ખુબ જ ખુશ થઇ જતા, અને વેદને શાબાશી સાથે શિખામણ આપતાં કહેતા
RS : બેટા,
તું ખૂબ જ ભણીગણીને હોશિયાર થજે,
મોટો ઓફિસર બનજે.
ત્યારબાદ વેદ
રીયા બાજુના દરવાજા પાસે જઇને,
રીયાનો દરવાજો ખોલ્યા સીવાય ઇશારાથી
રીયાને બહાર આવવા કહે તો.
ત્યારે રીયા જાતે દરવાજો ખોલીને બહાર આવતી
અને વેદને મજાકમાં કહેતી પણ ખરા કે,
રીયા : તે મારો દરવાજો કેમ ન ખોલ્યો ?
ત્યારે વેદ હસતા-હસતા જવાબ આપતો કે,
વેદ : રીયા,
તારી કે મારી હજી એ ઉંમર કે હોદ્દો નથી કે,
કોઈ આપણો દરવાજો ખોલે, શેલ્યુટ પણ મારે, અને આપણી બેગ પણ ઉઠાવે.
આપણે જાતે મહેનત કરીને તે સ્ટેજ સુધી પહોંચવાનું છે.
વેદની આ વાત સાંભળી બધા હસી પડતા.
રીયાને વેદની આટલી સમજ અને પોતાની પરિસ્થિતિમાં પણ ખુશ રહેવાની આદત ખૂબ જ ગમતી.
પછી વેદ રીયાને સ્કૂલનો રોડ ક્રોસ કરાવી દેતો.
હવે સાંજે,
જ્યારે રીયાની સ્કૂલ છુટે ત્યારે,
તેજ સ્કૂલના બસ ડ્રાઇવર PK,
પંકજભાઈ
રીયાને રોડ ક્રોસ કરાવી બેંક સુધી મુકી જતા.
પંકજભાઈનો પણ આ રોજનો નીયમ હતો.
હવે પંકજભાઈનાં પરીચય વિશે આપણે થોડુ જાણી લઇએ.
પંકજભાઈ
એજ સ્કૂલમાં એક સ્કૂલ બસ ડ્રાઇવર તરીકે ઘણાં વર્ષોથી જોબ કરે છે.
પંકજભાઈનો દિકરો શ્યામ પણ આજ સ્કૂલમાં
અને રીયાના ક્લાસમાંજ અભ્યાસ કરે છે.
આમતો પંકજભાઈની આર્થીક પરિસ્થિતિ એટલી તો સારી ન હતી, કે તે
પોતાના દીકરા શ્યામને આટલી સારી સ્કૂલમાં ભણાવી શકે.
પરંતુ
વર્ષોથી સ્કૂલ-બસ ચલાવતા હોવાથી,
સ્કૂલના સંચાલકોને પણ તેમનાં પ્રત્યે પહેલેથીજ થોડો સોફ્ટ કોર્નર તો હતોજ, અને તેવામાં પંકજભાઈના પત્ની એક રોડ-એક્સિડન્ટમાં માર્યા ગયા છે, તેવું સ્કૂલનાં સંચાલકને ધ્યાન પર આવતાં,
સ્કૂલ સંચાલકોએ સામેથી પંકજભાઈને કહ્યું કે,
PK, તમારો દિકરો શ્યામ,
જે બીજી સ્કૂલમાં અભ્યાસ કરે છે, તેને તમો આપણી સ્કૂલમાં લઈ આવો,
કેમ કે,
તમારા ઘરે હવે શ્યામની દેખરેખ રાખવાવાળુ કોઇ છે નહીં.
શ્યામ આપણી સ્કૂલમાં આવશે તો એને એકલું પણ નહીં લાગે, અને તે તમારી નજર સામે પણ રહેશે.
એ એકલો સ્કૂલ જાય-આવે એનાં કરતા આપણી સ્કૂલમાં હશે તો તમે બન્ને સાથે અપડાઉન પણ કરવા હોય તો કરી શકશો.
પંકજભાઈની આર્થીક સ્થિતિ એટલી બધી સારી નહીં પરંતુ ઠીક કહેવાય તેવી હોય છે.
તેથી તેઓ સાંજે છ વાગે સ્કૂલબસની ડ્યુટી પૂરી થયા પછી, સાંજે છ થી રાત્રે દસ વાગ્યા સુધી ચાર કલાક તેઓ રીક્ષા પણ ચલાવતા,
જેથી તેઓ પોતાના દીકરા શ્યામ અને તેના અભ્યાસની જરુરીયાતો સારી રીતે પુરી કરી શકે.
પંકજભાઈના દિકરા શ્યામનો સ્વભાવ થોડો અલગ ટાઇપનો હતો.
શ્યામ કોઈની સાથે બહુ બોલે નહીં,
એકલો એકલો વિચારોમાં ખોવાયેલો રહે, અને
જો કોઈ સામેથી બોલાવે તો વ્યવસ્થિત જવાબ પણ ના આપે, અને કોઈ કોઈવાર શ્યામ સામેવાળી વ્યક્તી પર ગુસ્સો પણ કરી નાખતો.
શ્યામનાં આવા ગુસ્સાવાળા સ્વભાવનું મેઇન કારણ એ હતુ કે,
તેના મનમાં હંમેશા એકજ વિચાર ચાલતો રહેતો કે
અમારી આર્થીક પરિસ્થિતિ આવી કેમ ?
શ્યામ પોતાની આર્થીક પરિસ્થિતિથી ચોવિશે-કલાક ના-ખુશ રહેતો.
તેના પપ્પા સ્કૂલ-બસ ચલાવે તે પણ શ્યામને ગમતું નહીં.
પોતાની ગરીબી જાણે,
તેને કોરી ખાતી હોય તેવું તે વર્તન કરતો.
આજ કારણથી તે ભણવામાં પણ પાછળ રહેતો.
પરંતુ
રીયા શ્યામના સ્વભાવ અને તેની નારાજગીથી વાકેફ હોવાથી,
તેનો ગુસ્સો સહન કરીને પણ એક મિત્ર તરીકે શ્યામને અવાર-નવાર બનતી મદદ કરતી રહેતી.
જેમકે,
સ્કૂલમાં,પુસ્તક-નોટબુકસમાં તેમજ વાર-તહેવારે નાની-મોટી પાર્ટી આપી રીયા શ્યામને ખુશ રાખવાનાં તેનાથી બનતા પ્રયાસો કરતી રહેતી.
વધારેમાં રીયા
ઘણીવાર શ્યામને વાતવાતમાં વેદનું એક્ઝામ્પલ પણ આપતી.
કે
વેદની આર્થીક પરિસ્થિતી પણ તારા જેવી છે,
છતા વેદ હંમેશા ખુશ રહે છે.
વેદની વાતોથી આગળ રીયાએ વેદની સાથે શ્યામની મિત્રતા પણ કરાવી.
પરંતુ
શ્યામના સ્વભાવમાં કોઈ ફેર પડતો નહોતો.
છતાં વેદ અને રિયા
શ્યામને ખુશ રાખવા
પોતાના પ્રયાસો અવીરત કરતા રહેતા.
રીયા અને વેદના આટલા પ્રયાસો છતાં
શ્યામ પોતાની જાતને એકલો અને બીચારોની માનસિકતામાંથી બહાર કાઢી શકતો ન હતો. અથવા
કાઢવા માંગતો ન હતો.
શ્યામના પિતા પંકજભાઈ કે જેમની બસ-ડ્રાઈવરની ડ્યુટીનો સમય
સવારે દસથી સાંજે છ વાગ્યા સુધીનો છે,
પરંતુ
સ્કૂલ ભરાયા પછી સાંજે છૂટે નહિ ત્યાં સુધી
પંકજભાઈ લગભગ ફ્રી રહેતા.
એટલે બપોરે બારથી પાંચમાં મળતો ફ્રી સમય
પંકજભાઈ,
બેંક સિક્યુરિટી ધીરજભાઈ પાસે વીતાવતા.
ધીરજભાઈનું કામ પણ લગભગ આખો દિવસ બેંકની બહાર ખુરશીમાં બેસી રહેવા પૂરતું જ સીમિત હતું.
માટે ધીરજભાઈ અને પંકજભાઈ દિવસનો મોટા ભાગનો સમય સાથે જ વિતાવતાં હતાં.
તેઓ બન્ને
પોતાના સંતાનોની અને તેમના ભવિષ્યની વાતો કરતા રહેતા રહેતાં.
પંકજભાઈ અને ધીરજભાઈ એક સારા મિત્ર, બે ભાઈની જેમ રહેતા હતા.
હવે સાંજે પાંચ વાગે સ્કૂલ છૂટે ત્યારે,
પંકજભાઈ કોઈ કામમાં હોય તો તેમનો દીકરો શ્યામ રીયાને રોડ ક્રોસ કરી બેંક સુધી મૂકી જતો.
સમય જતા વાર લાગતી નથી.
વેદ રીયા અને શ્યામ મોટા થાય છે.
સ્કૂલનો સમય પૂરો કરી તેઓ કોલેજમાં જવાની ઉંમરે પહોચે છે.
વધું આગળ ભાગ - 3 માં