Featured Books
શ્રેણી
શેયર કરો

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 11

ભાગ - 11
હજી હમણાંજ હોશમાં આવેલ વોચમેન,
કાલે બનેલ સમગ્ર ઘટના, વિગતવાર પોલીસને જણાવી રહ્યો છે, અને પોલીસ અધિકારી વોચમેનને સાંભળી પણ રહ્યાં છે, તેમજ જરૂરી મુદ્દા નોંધી પણ રહ્યા છે.
સાથે-સાથે બેંક મેનેજર RSને પણ ફોન દ્રારા આ ઘટનાની જાણ કરી, તાત્કાલિક બેંક પર આવવાનું જણાવી દેવામાં આવ્યું છે.
વોચમેન પોતાની વાત આગળ વધારે છે.
વોચમેન : સાહેબ, મેં તમને કહ્યું એમ પંકજભાઈ અને ધીરજભાઈ લાંબો સમય ત્યાં ઊભા રહ્યા હોવાથી,
હું ખાલી, શું વાત છે ?
તે જાણવા તેમની પાસે જઈ રહ્યો હતો.
તેઓ મારાથી લગ-ભગ દસેક ફૂટ દૂર હશે, રાતનો સમય હોવા છતાં બિલકુલ અંધારું પણ ન હતુ, કે એટલુ અજવાળું પણ નહીં.
પરંતુ
શિયાળાના સમયને કારણે, તે બંનેએ શિયાળાની ગરમ ટોપી પહેરેલી હોવાથી, તેમજ તેઓ મારાથી વિપરીત સાઈડ મોઢું કરીને વાત કરી રહ્યા હોવાથી, હું ત્યાં જઈને કંઈ જોવું/પૂછું એ પહેલા, અચાનક...
જેવો હું તેમની પાસે પહોંચવા જ આવ્યો હતો, ને પાછળથી કોઈએ મને મારા મોઢા પર કોઈ ધાબળા જેવું કપડું ઢાંકી મને ગળા તેમ જ ખભેથી ફિટ પકડીને મને કોઈ મારવા લાગ્યું.
મને એટલો તો ખ્યાલ આવી ગયો કે, મને મારવામાં કોઈ એક વ્યક્તી ન હતું.
ભલે મારું મોઢું ઢાંકેલું હતું, પરંતુ બે થી ત્રણ જણ મને મારી રહ્યા હોય એવું મને લાગ્યું, અને તેઓ મને મારતા-મારતા અને ઢસડીને બેંક બાજુ લઈ જઈ રહ્યો હોય તેવું મને લાગ્યું.
પરંતુ
ત્યાં સુધીમાં એમના મારથી, હું બેહોશ થઈ ગયો.
અહી સુધી ભલે મને કંઈ દેખાતું ન હતુ,
છતાં, મે એ અજાણ્યા લોકોથી બચવાનો, તેમનો સામનો કરવાનો, અને તેમને પકડવાનો મારાથી બનતો પૂરો પ્રયાસ કર્યો, અને એમાંજ મારી સામે ઉભેલ વ્યક્તિના ખિસ્સા પર મારો હાથ હોવાથી, છેલ્લે જ્યારે હું બેહોશ થઈને પડ્યો, એ વખતે તે વ્યક્તિના ખિસ્સા પર લાગેલ આ લોગો, કદાચ મારા હાથમાં આવી ગયો હશે.
એ લોકો કોણ છે ?
કેટલા છે ? તેમજ...
મને મારીને એ લોકોએ શું કર્યું ?
એ મને કંઈ જ ખબર નથી. પોલીસ વોચમેનની આટલી વાત સાંભળી, વોચમેને ઇશારાથી બતાવેલ એ જગ્યા કે,
જે જગ્યા પર રિક્ષા પાસે પંકજભાઈ અને સુધીરભાઈ વાત કરી રહ્યા હતા, પોલીસ ત્યાં જાય છે, અને ત્યાં આસપાસ ઝીણામાંઝીણી તપાસ કરે છે.
તો પોલીસને તે જગ્યા પાસેથી ધીરજભાઈ નું આઇકાર્ડ અને ધીરજભાઈ નું પર્સ મળે છે.
ત્યાં સુધીમાં બેંક મેનેજર RS બેંક પર આવી જાય છે.
પોલીસ તેમની પાસે જઈ, બેંક ખોલવા તેમજ સીસીટીવી ચેક કરવા RS ને જણાવે છે.
RS બેંક પર આવીને અહીનું દ્રશ્ય જોતા, તેમને આંચકો લાગે છે.
વોચમેનને વધારે વાગ્યું નથીને ?
એટલું પૂછી, ATM તરફ એક નજર કરી
RS બેંકની એક્ષટ્રાં બીજી ચાવી દ્વારા બેંકના દરવાજે લાગેલ તાળું ખોલે છે.
એક મોટા પોલીસ અધિકારી અને એક હવાલદાર RS સાથે બેંકમાં જાય છે.
બાકીના પોલીસ અધિકારી બેંકની બહાર ઘટના સ્થળ કોંર્ડન કરવામાં લાગે છે.
RS બેંકની અંદર જઈને ફટાફટ કેમેરા જોવા માટે કોમ્પ્યુટર સિસ્ટમ, કે જેમાં કેમેરાનું ડિસ્પ્લે તેમજ રેકોર્ડિંગનું કનેક્શન આપેલું છે, તે ચાલુ કરી, અંદાજે કાલે સાંજે સાત વાગ્યા પછીનું રેકોર્ડિંગ જોવાનું ચાલુ કરે છે.
લગ-ભગ એકાદ કલાકનું રેકોર્ડિંગ જોયા બાદ અચાનક
વોચમેને કહ્યું તેમ,
સામેની સાઈડ પર કોઈ એક રીક્ષા આવીને ઉભી રહેતી દેખાય છે.
એમાંથી બે વ્યક્તિઓ નીચે ઉતરે છે.
મોનિટરના સ્ક્રીનમાં, બહુ નાનું પિક્ચર દેખાતું હોવાથી, RS તેને ઝૂમ કરીને, એ બે વ્યક્તિઓને ઓળખવાનો પ્રયત્ન કરે છે.
પરંતુ
દુરનું પિક્ચર હોવાથી અને અંધારામાં રેકોર્ડિંગ હોવાથી, બિલકુલ ક્લિયર તો નહીં, પરંતુ અત્યારે જે vision દેખાઈ રહ્યું છે તે, તેમજ કપડાં પરથી RS તે બે વ્યક્તિ ધીરજભાઈ અને પંકજભાઈ કોઈ શકે છે, તેઓ અંદાજ લગાવે છે.
આગળનું પિક્ચર જોતા ખાલી બે આંખો સિવાય આખું મોઢું છુપાવેલો કોઈ એક વ્યક્તિ, વારાફરતી બેંકના કેમેરા અને એટીએમનો કેમેરો તોડતો દેખાય છે.
મોઢું સ્પષ્ટ નહીં દેખાતું હોવાથી તેને ઓળખવો મુશ્કેલ છે, પરંતુ પહેલા કહ્યું તેમ કપડાં પરથી ધીરજભાઈ છે, એવું RSને લાગે છે.
જે બે ફેમિલીના દરેક સભ્યોથી, વર્ષોથી પરિચિત RSને આ લોકો,
મતલબ પંકજભાઈ અને ધીરજભાઈ આવું કરે તે માનવા તેમનું મન તૈયાર નથી.
પરંતુ,
ચોરીની ઘટના તો બની છે.
સાથે-સાથે પંકજભાઈ અને ધીરજભાઈ વિરુદ્ધ સબૂત પણ મળ્યા છે, એટલે પોલીસ તેમની કાર્યવાહી શરૂ કરે છે.
RS પણ, ભલે તેમનું મન આ વાત માનતું નથી.
પરંતુ, તેઓ બેંકના મેનેજર હોવાથી, તેઓ પોતાની પહેલી જવાબદારી સમજી,
પોલીસને સાથ આપવાની પૂરી તૈયારી બતાવે છે.
એટલે...
પોલીસના કહેવા પ્રમાણે તેઓ અહીંથી ધીરજભાઈ અને પંકજભાઈના ઘરે તપાસ કરવા નીકળે છે.
બાકી વધારે, આગળ ભાગ 12 માં.