LOST IN THE SKY - 12 - Last part Parl Manish Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

LOST IN THE SKY - 12 - Last part

આગળ ના ભાગ માં આપણે જોયું કે,

"અનોખી, મારી બધી જવાબદારી તને આપું છું. માનવ ટન્સ બધું સમજાવી દેશે. હવે જિંદગી નો છેલ્લો સમય હું પોતાનાઓ સાથે વિતાવવા માંગુ છું. હું મારુ એ પહેલા એક વાર મને મળી જજે.
માનવ, તારા ભરોસે છે હવે મારા સપના. તૂટવા ન દેતો." પ્રેયસી બોલી.

માનવ અને અનોખી એ હામી ભરી અને દિલાસો આપ્યો અને ફોન મુક્યો.


હવે આગળ,

PART-12 “LOST IN THE SKY”


આરવ, આરોહી અને પ્રેયસી એકબીજા ને ભેટી ને ખુબ રડ્યા . પ્રેયસી આજે મુક્ત થઇ ગઈ. તેની દીદી નું સપનું તેના બાદ પણ રહેશે એનું સુખ. પોતાના સૌથી નજીકી મૃત્યુ માં તેની સાથે હોવાનું સુખ. 'ને ખુશી ખુશી મોત ને ભેટવા નું સુખ. પણ ચિંતા બસ આરવ ની....

ત્રણેવ સાથે જ ત્યાં સુઈ ગયા.

સવારે વહેલા ઉઠી આરોહી એ નાસ્તો બનાવ્યો અને પ્રેયસી અને આરવ ને ઉઠાડ્યા.

આરવ એ નક્કી કરી લીધું હતું કે હવે કઈ જ નકારાત્મક વાત નહિ અને પ્રેયસી ની જિંદગી ના છેલ્લા દિવસો શ્રેષ્ઠ કરવાના માત્ર પ્રયાશ.

પ્રેયસી ની ઈચ્છા બસ એટલી હતી કે આરવ ખુશ રહે. એ માટે એને નાસ્તા ના ટેબલ પર એક પ્રસ્તાવ મુક્યો.એ બોલી,

"આરુ અને આરુ , એક માંગ છે મારી. મરતા પહેલા એ ઈચ્છા પુરી કરવી છે."

"હા બોલ ને." બંને સાથે બોલ્યા.

"તને બંને લગ્ન કરી લો ને." પ્રેયસી બોલી.

આટલું બોલતા જ ત્યાં મૌન છવાય ગયું.

"હું બહુ વિચારી ને કહું છું. દોસ્ત થી સારું જીવનસાથી કોણ બની શકે બીજું? અને તમે 6 વર્ષ થી સાથે છો એકબીજા ના સુખ દુઃખ ના સાથી. અને હું આરવ ની જવાબદારી અનોખી તારા સિવાય કોઈ ને નહિ આપી શકું. "
પ્રેયસી બોલી.

અનોખી ટેબલ પર થી ઉભી થઇ ને જતી રહી.

આરવ પણ જતો રહ્યો.

પ્રેયસી બસ ટેબલ પર વિચારતી બેસી રહી.

અડધો કલાક માં આરવ ટેબલ પર આવ્યો અને બોલ્યો,
"હું તૈયાર છું. હું આરોહી સાથે વાત કરી લઈશ ."

આટલું સાંભળતા પ્રેયસી ખુશ થઇ ગઈ .

આરવ આરોહુ પાસે ગયો અને આરવ ને જોતા જ આરોહી બોલી,
"આરવ પ્રેમ વગર જિંદગી સાથે ન નીકળે. હું આ માટે તૈયાર નથી. "

આરવ બોલ્યો,
"વાત તો સાંભળી લે એક વાર મારી. પછી તારી ઈચ્છા પ્રમાણે જ થશે. "

આરોહી એ મૂક સંમતિ આપી બોલવા.

"આરુ, કદાચ હું ગાંડો જ હતો કે હું તને પ્રેમ કરું છું એ સમજી ન શક્યો. પ્રેયસી ગમે છે એવું બસ મગજ માં હતું તો કોઈ દિવસ બીજી વખત પ્રેમ થઇ શકે એ સમજી જ ન શક્યો. તારા થી વધારે સારી જીવન સાથી મને ક્યારેય નહિ મળે. પ્રેયસી મને ચાહે છે એ વાત જુદી છે. વર્ષો પહેલા હું એને ચાહતો એ વાત જુદી છે. પણ એના ગયા બાદ તું જ મારી ચાહત છે પણ એ સમજવા માં હું પાછો પડ્યો. તું તો મને સમજે છે ને હું આ જૂઠું બોલું છું એવું હશે તો તને ખબર પડી જ જશે . લાગે છે આ જૂઠું છે એમ? " આરવ એ દિલ ની વાત કહી જ દીધી.

આરોહી કઈ પણ બોલ્યા વિના આરવ ને ભેટી પડી.

પ્રેમ માટે શબ્દો નો પ્રયોગ કરવો ક્યારેક જરૂરી નથી હોતો.

આ જોઈ પ્રેયસી ને પોતાનો આરવ બીજા નો થતા જોઈ થોડું દુઃખ થયુ પણ ખુશી એનાથી પણ વધારે હતી કે આરવ એક જવાબદાર હાથો માં છે.

ત્યાર બાદ થોડા સમય માં ગુજરાત જઈ પરિવાર સાથે વાત કરી અને આરવ આરોહી ના ધૂમ ધામ થી લગ્ન થયા. આ લગ્ન માં અનોખી અને માનવ પણ જોડાયા અને પેલા ડીલર ને જેલ થયા હોવાના સારા સમાચાર પણ આપ્યા.

બધી ખુશીઓ એક સાથે પ્રેયસી ને મળી ગઈ.

આત્મા ની બધી ઈચ્છા પુરી થતા એ પણ દેહ ત્યાગવા આતુર બનતી હોતી હશે કદાચ.

2 જ દિવસ માં પ્રેયસી ની હાલત ખુબ જ બગડી ગઈ અને એને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી અને 8 દિવસ જીવન સાથે લડી તે મૃત્યુ ને પામી.

પ્રેયસી ના એ છેલ્લા શબ્દો આરવ, આરોહી, અનોખી અને માનવ માટે એટલા જ હતા કે, “ હું આ આકાશ માં ખોવાયેલી છું. જયારે પણ જોવી હોય મને આ આકાશ ને જોજો હું મળી આવીશ અને હા, હું પણ તમને જોઈશ ત્યાં થી, તો મારા ગયા પછી કોઈ દુઃખી નહિ થાય અને મને યાદ કરો તો એક મીઠી મુસ્કાન સાથે કરજો."



******


5 વર્ષ પછી.....

"મમ્મી ડેડી, આજે મારા ફ્રેન્ડ્સ મને પૂછતાં હતા કે મારુ નામ પ્રેયસી કેમ છે અને એનો મીનિંગ શું થાય? તો હું કહું એમને." કાલા ઘેલા અવાજ માં નાનકડી સુંદર આરવ અને આરોહી નું પ્રેમ પ્રતીક પ્રેયસી બોલી.

"બેટા, મમ્મી ડેડી ને ફ્રેન્ડ હતી પ્રેયસી એ તો ઉપર આકાશ માં ખોવાય ગઈ. તો એની યાદ ઓછી આવે ને એટલે અમે અમારી ઢીંગલી નું નામ પ્રેયસી રાખી દીધું." આરોહી એ નાનકડી પ્રેયસી ને વ્હાલ કરતા કહ્યું.

"પ્રેયું , પ્રેયસી એટલે એ કે જે બધા ને ગમી જાય. મારી ઢીંગલી જેવી." આરવ એની ઢીંગલી ના માથે હાથ ફેરવતા બોલ્યો.

"તો આપણે આકાશ માં ખોવાયેલી પ્રેયસી ને 𝕙𝕚 કહીએ?" નાની પ્રેયું નાદાની ભરી રીતે બોલી.

એની નાદાની માં આજે આરવ અને આરોહી એ પણ એમની નાની પ્રેયસી નો એમની મોટી પ્રેયસી સાથે પરિચય કરાવ્યો.

ત્રણેવ બસ એ આકાશ માં ખોવાયેલી પ્રેયસી ને જોતા રહ્યા.





LOST IN THE SKY નો આખરે અંત આવ્યો.

આશા રાખું કે આપ સૌ ને વાર્તા પસંદ આવી હશે.

ભૂલો હોય તો એ બાદલ માફ કરશો.

અને આપ સૌ ના સાથ સહકાર અને સ્નેહ બદલ આપ નો ખુબ ખુબ આભાર.

આમ જ પ્રેમ આપતા રહેજો.

જિંદગી ની કસૌટી થોડી અઘરી છે પણ પ્રેમ અને સાથ થી એ પણ લડી લઈશુ.

ફરી એક વાર આપ સૌનો દિલ થી આભાર

જય શ્રી કૃષ્ણ

© parl mehta