"કવ સુ સાંભળો તો..! આ જુવોને, આ લોકોને દર શનિરવિ ક્યાંક ને ક્યાંક જવું જ હોય ! બને જણા નોકરી કરે છે તો, થોડી બચત કરે તો સારુ અત્યારે તો પછી, મોટી ઉંમરે, એને જ ઉપયોગમાં, આવશે ! ક્યાંક ને ક્યાંક ફરવા ઉપડી જ જાય છે !"
સમજુબેને એનાં પતિ પાસે, દિકરા-વહુની ગેરહાજરીમાં,
પોતાના પતિ, નવલભંઈને ફરીયાદ કરી !
નવલભંઈએ કહ્યું, તારી" વાત તો ખોટી નહિ જ હોય ! ( પોતે એક સફળ પતિ હતાં, એની સાબિતી !) હા પણ હુ વિચારતો હતો કે મારા પેન્શનનું, આવતાં મહિને એરિયસઁ આવવાનું છે , ચાલને, આપણે બને, કાશ્મીર કે હરિદ્વાર. જયએ !"
સમજુબેને, સમજણ વાળી વાત કરી, નાં હો ! મારે નથી જાવું કાશ્મીર, કે હરિદ્વાર, બાપ... ટાઈઢ લાગે !"
સમજુ પતિએ કહ્યુ "તો પછી, સાઉથ સાઈડ, જાવું ?
તિરૂપતિ, કેરાલા કે કન્યાકુમારી ?
શ્રેમતિ બોલ્યા, ના, હો ! પછી, તમને ત્યાં ખાવાનું સદે નહિ ભૂખ્યાં તો રહિ નહિ શકો, તમને એસિડિટી થઇ જાય છે !અને હાલી હાલી ને મારા તો ગોઠણ જ દુ:ખી જાય સે ! ઈ તો રહેવા જ દો, !"
નવલભાઈ કહે, "આપણે ફોરેન ટુર નથી કરી હાલ, બેનકોંક, દુબઇ, અરે બાલી બાલી જાવું ?"
સમજુ બેન બોલી ઉઠ્યા, "ના રે, આપણે તો કાંઈ પીવું જ નહીં ને ખરીદી કરવાનું પોષાય નહીં ને હવે, આ ઉંમરે,
આવા ધખાલા ! મારી એક માસીની દિકરી ને ઈ ગ્યાતાં,
તો કેતા હતાં તાં, નયા, હધેય બધા પુરુષૉ, બળ્યું પેલું જોવા ને ખાવા પીવા જ જાય સે ! તમે ક્યાં એવું કાંઈ !"
નવલભાઈ, મલકી રહ્યાં, સમજુ બેને આગળ ચલાવ્યુ...
"સાંભળો તો !હુ સુ કવ સુ ? હવે, આ ઉંમરે, નથી ખાવા પીવાનુ સદતૂ નથી, જાજુ હાલી શકાતું, અને વરી નીદરેય ઘર જેવી ક્યાંય નથી થાતી ! તો હુ એમ કવસું કે
આપણે, આ ક્યાંય ફરવા જવાને બદલે એક હારું ટી.વી. આપડા રૂમમાં રખાય એવું, લઈ, લઈએ તો ?
આપણે, જી જોવું હોય ઈ લાંબા ટાંટિયા કરીને, એય ને.. આપણાં જ બેડમાં પઇડા પઇડા જોયા કરશુ..આપણે તો ક્યાંય જાવું નથી, આયા જ મથુરા ને કાશી, આયા જ દુબઇ ને બાલી !"
નવલભાઈ કહે "જો મારી સમજુડી, આપણે આપણી યુવાનીમાં જવાબદારી અને આર્થીક સકડામણ નાં બહાને, હરવાફારવા જઈ ન શક્યાં અને હવે, એ બને
પ્રશ્નોનું સૉંલ્યુશન થઈ ગયુ પણ હવે, ઇસ્છા જ નથી થતી. અને શરીરે ય સાથ નથી દેતું બહાર જઈએ તો ફરવાથી આનદ મળવાને બદલે હેરાનગતિ વધું અનુભવીએ છીએ, તો, તુ જ કહે આ પેઢીને હરવાફરવાની ઉમર છે ! એમને આપણાં જેટલી જવાબદારી પણ નથી, એ નસીબદાર છે. ફરવા દે ને એમની રીતે, બાકી તુ સમજુ જ છો, મારી સમજુ રાણી, તુ કહે ઈ સાચું !"
'હા, પણ આપણો દિકરો ને વહુ વાત કરતા હતા, કે મમ્મી, પપ્પા, માટે એના રૂમમાં એક ટી. વી. રાખવું હોય તો ઓનલાઈન માગવી લઈએ !"
'જો તો. બારણે કોઈ આવ્યુ લાગે છે !"
મરક મરક હસતાં સમજુબેન દરવાજે ગયા તો.. આવનાર કહી રહ્યો હતો..
"આપનું કુરિયર છે. સંભાળીને લઈ લો. "અહિ સાઈન કરી દો !"
સમજુબેન, પતિને કહે, " સંભાળો તો !"
નવલભાઈ ઊભા થઈ ત્યાં ગયા એમણે સાઈન કરી, સમજુબેન જોઈ રહ્યાં, બોક્સ પર લખેલું વાંચવાની કોંશિષ કરી.. !"
'42 ઈંચની ટી. વી. !" કાનો પ્રજાપતિ !"