5.15 એક કહાની - 3 Jignesh Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

શ્રેણી
શેયર કરો

5.15 એક કહાની - 3

મહેક ના પ્રથમ પ્રેમ અને પછી બીજા પ્રેમ ની શરૂઆત વાચકમિત્રો આપણે જોઈ હવે તેના પરિણામ તરફ વાર્તા વળાક લઈ રહી છે ' 5.15 એક કહાની ભાગ - 3'

કોલેજ માં એક્ઝામ આવતાં ફરવાનું બંધ થઈ ગયુ હતું.. નકુલ ની ઈચ્છા રોજ મળવાની રહેતી, તેને હવે મહેક નો નશો ચઢયો હતો, નકુલ ને મહેક ની મહેક માણવી હતી. સદાને માટે તેને મહેક ને તેનામાં સમાવી દેવી હતી. નકુલ ને ફાર્મહાઉસ માં જેટલો પણ સ્પર્શ થયો તેમાં મહેક ની મુક સંમતી જણાઈ, જયારે મહેક ને નકુલે અડપલાં ના કર્યા અને જે સ્પર્શ થયો તે સુયોજિત ના જણાયો. તેને નોર્મલ લાગ્યો.
નકુલે ફરી મહેક ને ફાર્મહાઉસ માંટે મનાવી લીધી. આ વખતે તેને માનસિક અને કૃત્રિમ તૈયારી કરી દીધી હતી. મહેક ને નકુલ ની મળવા ની ઉતાવળ ખુચતી. હંમેશા વેલ બાજું ના વૃક્ષ નો વિશ્વાસ કરીજ લે છે. મહેક ને કુદરતી વિચાર આવ્યો અને આજ પોતાની ગાડી લીધી. રમરમાટ ગાડી ફાર્મહાઉસ આવી ઉભી રહી. વાતાવરણ એજ હતું પણ આજ તેમાં હવસ ની આગ હતી. નકુલ ને મહેક ને પામવા ની ઉત્કંઠા હતી. આજ સમય પસાર કરતા મહેક અકળાઈ જતી. નકુલ તેને વળગી પડતો, તેના અડપલાં ચાલું થયા. બંગલામાં બંને જુવાન હૈયા એકલાં હતા. મહેક ને જરાક ગડમથલ પછી નકુલ ની હવસ નો અણસાર આવી ગયો. નકુલે અંગઉપાંગ ના સ્પર્શ માટે જોર કર્યું, મહેકે હસતા રોકી લીધો. નકુલ ના માન્યો. અંતે મહેક થાકી ગઈ. જો નકુલ તુ જે ઈસ્છે છે તેમાં મને રસ નથી. તારાં પ્રેમ ને હું ઈનોસન્ટ સમજુ છું. અને એવો જ રહેવા દે. નકુલ સાભરવા તૈયાર નહોતો. તેને મહેક ને ગીફ્ટ આપી. સરસ મજાનું મીની સ્કર્ટ હતું. મહેકે કહ્યું હું આવા સ્કર્ટ નથી પહેરતી, પ્લીઝ, નકુલ ની ખ્વાઈશ હતી મહેક અત્યારે પહેરે. મહેક ની આનાકાની છતાં નકુલ ની જીદ સામે જુકી ગઈ. નકુલે બતાવ્યાં રૂમ માં મહેક કપડા બદલવા ગઈ. રૂમ નો દરવાજો બંધ કરે તોય ખુલ્લો રહે તેમ કડી ને વાળી કાઢી હતી, નકુલે સહેજ ધકકો મારતાં દરવાજો ખુલી ગયો, નકુલ અંદર આવી ગયો. મહેક હેબતાઈ ગઈ નકુલે મહેક ને બાહુપાશ માં જકડી લીધી. મહેક ના પડતી રહી. નકુલ મહેક ના શરીર જોડે રમતો રહ્યો. નકુલે મહેક ને ઉચકી પલંગ પર નાખી. મહેક ગભરાઈ ગઈ. તેના અધ કચરા કપડે અંગેઅંગ માંથી જવાની ટપકતી હતી. મહેકે બચવા હવાતિયાં માર્યા, જોર થી નકુલ ને ધકકો માર્યો, નકુલ પલંગ થી નીચે પટકાયો. નકુલ ના માથા પર વાગતા રકત ની ટેસી ઓ ફુટી. નકુલ ને તમ્મર આવી ગઈ.
મહેક ફટાફટ ઉભી થઇ, જેમતેમ કરી દરવાજા તરફ દોડી ને બીજા રૂમ ને બંધ કરી કપડા બદલવા ગઈ. તેને આજ સૌમ્ય નકુલ માં સેતાન એક હવસખોર નિરખાયો. તેને ફટાફટ અહીથી ભાગવું હતું . સાથે તેને ડર હતો નકુલ ને કઈ થશે નહીં ને? પોતાના ડ્રેસ પહેરી બહાર આવી નકુલ તેને શોધી રહ્યો હતો. મહેક દોડતી બંગલા ની બહાર નીકળી ગઈ. નકુલ દોડ્યો, પહોંચે તે પહેલા મહેકે કાર હંકાળી નીકળી ગઈ. તેને ભગવાન નો પાડ માંડ્યો, આજ બચી ગઈ . વિકટતા અહીં થી શરૂ થઈ.
ઘર પહોંચતાં પહેલા નકુલ નો વિડિયો આવ્યો મારાં અર્ધ નગ્ન ફોટા ને પલંગ પર ની ઝપાઝપી ને કટ પેસ્ટ કરી જાણે સોમરસ નો બંને એ લહાવો લીધો હોય તેમ તેને વીડિયો બનાવી મોકલ્યો હતો. કાર માંથી ઉતરતાં નકુલ નો ફોન રણકી ઉઠ્યો મહેક પાછી આવ. નકુલે ફરજ પાડતાં અવાજે ઓર્ડર આપ્યો.
મહેક પોતાના મન પર નો કાબુ ગુમાવતા આજ પછી મને ફોન ના કરતો રાસ્કલ સાલા હવસખોર બદમાશ નાલાયક તને શરમ ના આવી. તે તો મને પીખી નાખવાનો પ્લાન કરી રાખ્યો હતો. તારે જે કરવું હોય તે કર હું હવે તને મળવા તો શું તારૂ મોઢુય નથી જોવું
નકુલ તેની નાસ્તિકતા પર આવી ગયો. તને કાલ ના બાર વાગ્યા નો સમય આપ્યો પછી હું મારાં કોલેજ ફ્રેન્ડ માં વીડિયો મોકલી દઈશ. અને હા હવે હું તને કહું તે તારે કરવું પડશે. નકુલ ને મન મહેક હવે તેના શકન્જા માં ફસાઈ ગઈ હતી.
મહેક તુટી ગઈ ઘરમાં પાર્ટી કલ્ચર હતું, મહેક ની મમ્મી ધણી બધી કીટી પાર્ટી માં જતા, વળી શોસીયલ વર્કર પણ ખરા તેમની પાસે દીકરી માટે સમય નહોતો.
પિતાજી તો ટૂર સિવાય કઈ કામ જ નહોતું, કદાચ દીકરી ને પંદર દિવસે મળતા. મહેક એકલી પડી જતી ઘર ના નોકરો સિવાય કોઈ નહોતું, આત્મબળ આપે તેવા એકેય વ્યક્તિ. નહોતી. તેને તેની ખાસ ફ્રેન્ડ શીવાની ને ફોન કર્યો. બધી વાત કરી શીવાની તેના ઘરે આવી. મહેક નું રૂદન રોકે રોકતું નહી. પ્રેમ માં દગો હોય માની લઉ પણ આતો બ્લૅકમેઈલ ઉપર આવી ગયો. કોલેજ નો ફેવરીટ નકુલ દુઃશાસન જેવો નીકળ્યો. શીવાની પાસે કોઈ ઉકેલ નહોતો, તેને નકુલ ની કોઈ વાત નહી માનવી તેવી ચેતવણી આપી. મહેક શાંત થઈ. કાલ બાર વાગ્યા સુધી ના સમય માં તેને નક્કી કરી લીધું, પૈસા આપીશ પણ તન તો નહી જ આપું!! મહેક ને તે દિવસે નિંદર ના આવી. સવાર ના મળસ્કે કયારે નિંદર માં પોઢી તેનો તેને ખ્યાલ નહોતો. ઉષા ના તેજસ કિરણો ધરા ને ઉઠાવવા તીક્ષ્ણ કિરણો થી ઢંઢોળી રહ્યાં હતા, મહેક ને મમ્મી ઉઠાડતાં ઊઠી ના શકી. તેની નૈનો રડી રડી સુઝી ગઈ હતી. મમ્મી નું ધ્યાન ના પડે તેમ મોઢું સંતાડી મહેક બાથરૂમ માં જતી રહી. મમ્મી ને મહેક ના વર્તન માં ફરક જણાયો. મહેક ની સુઝેલ નયનો જોઈ રાતના મોડે સુધી મોબાઇલ માં પડી હશે, મહેકે બાથરૂમ માં તેને તેના મુખ ને જોયું, તેને પોતાના રૂપ પર પ્રથમ વાળ ગ્લાનિ ઉદભવી. આ પુરૂષ પ્રધાન સમાજમાં સ્ત્રી ની આજ વૅલ્યુ? સમાજ આધુનિક થતો ગયો વિચારો મુકત થતા ગયા, તો શું આ મુકતતા!! જેમા મારાં જેવી યુવતીઓ એ લૂંટાઈ જવાનું? તેની નૈનો માથી ટપકતું બુંદ પુરૂષ સમાજ ને ડુબાડવા ની તાકાત હતી. પણ આ સ્ત્રી છે તે જીવ આપે, લઈ ના શકે! તેને તો વેઠ વેઠ ને વેઠ!! મહેકને આજ સ્ત્રી થયા નો અફસોસ હતો. આજ તેને સમજાયું સીતા કેમ જમીન માં સમાયા ને દ્રૌપદી કેમ અગન જ્વાળાઓ માં સમાપ્તિ.
નકુલ ના નખ પેટ ના ભાગ માં વાગી ગયાં હતાં. તેને માણસ નહી પારખવા ની સજા માની. બહાર તૈયાર થઈ આવી ત્યારે મમ્મી રૂમ માંથી વિદાય થઈ ગઈ હતી. ડાઈનીંગ ટેબલે પહોંચતાં મમ્મી ગાડી માં જતાં જોવા મળી. મહેક ફરી એકલી પડી ગઈ. તેને થયું કે છેક ફાર્મહાઉસ સુધી લાંબા જવાની ક્યાં જરૂર હતી?, આ ઘર મારાં સિવાય છે કોણ? તેને ફરી નકુલ યાદ આવી ગયો. મહેકે પરિણામ ભોગવવા મન થી મક્કમ હતી. આજ કોલેજ જવાનું નહોતું એટલે કાળમુખા ને નહી જોવો પડે તેનો હર્ષ હતો. સાથે સાથે નકુલ શું કરશે તેની એક મનમાં ચિંતા હતી.
નકુલ નો બાર વાગ્યે ફોન આવ્યો, મહેકે તતડાવી નાખ્યો. હવે નકુલ નફટાઈ પર આવી ગયો. તેને મહેક ને ધમકાવી તાબે થવા ની જીદ પકડી. મહેક ને ફરી ફાર્મહાઉસ પર આવવું પડશે, નહિતર કોલેજમાં ઈજ્જતના ધજાગરા ઊડી જવાની ધમકી આપતો રહ્યો. મહેકે તે સિવાય ની વાત કર. રોકડું પરખાવી દીધું. મહેક નો એક જવાબ સાંભળીને નકુલ ને જીત જણાઈ. મારે તો બસ તું ને તુંજ જોઈએ. નકુલે રટ ચલાઈ.
એ કયારેય નહી બને તારે જે કરવું હોય તે કર. પછી હું પણ તને છોડીશ નહી સમજી લે જે.
મને તું જ જોઈએ!! નકુલ ની રટ ચાલું હતી. જેમા પ્રેમ અદશ્ય થઈ ગયો હતો ને ધમકી ભર્યો હવસ ઊપસી આવતી હતી.
તને કયારેય નહી મળું. તું મને તો ભુલી જજે. પેલા વિડિયો ડીલીટ કરી દે તને નુકસાન થશે યાદ રાખજે!!
મહેક ની દમદાટી સાંભળી નકુલ ગુસ્સા થી લાલ પીળો થઈ ગયો. એમ મહેક તારાં કપડા વગળ ના ફોટા જોઈ કોલેજ માં બધા તારાં શરીર ની મજા લેશે. અહીં તો કોઈ ને ખબર નહી પડે, ફકત આપણે બેઉ જાણ્યે અને ત્યાં આખી દુનિયા મહેક ની અંદર ની મહેક લુટશે. નકુલે મહેક ને માર્દક ભાષામાં તારી ઇજ્જત નહી રહે સમજાવવાની ની કોશિષ કરી.
મહેકે મચક ના આપી, તારે જે કરવું હોય તે કર મારે જે ભોગવવું પડશે તેનાથી ડબલ તારે ભોગવવું પડશે. કાયદા કાનૂન સ્ત્રી તરફી હોય છે. એટલું યાદ રાખજે. મહેકે કાયદેસર ની નોટીસ વાકબાણ થી ફટકારી. નકુલ થોડો ડરી ગયો. તેને તરત પલટી મારી, મહેક હું તો મજાક કરતો હતો. તું મને મારી ને ભાગી ગઈ, મને જાણે મારૂ તે અપમાન કર્યું હોય તેમ લાગ્યું. અને તે મને જો ના પાડી હોત તો હું અંદર ના આવત.
મહેક તાડુકી બંધ કર તારી બકવાસ મે ક્યાં તને અંદર આવવાં નું કહ્યું હતું? શાલા ખોટાડા. જો નકુલ તું શું હું તને કાલ ના ૧૨ વાગ્યા સુધી નો સમય આપુ છું, વીડિયો ફોટા ડીલીટ કરી દે. અને જ્યાં પણ રાખ્યા તે કાઢી નાખ નહિતર સારવાન નહી રહે.
ક્રમશ