કશ્મકશ - 3 Hima Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કશ્મકશ - 3


આનંદી રડી રહી હતી. આરૂષે તેને રડવા દીધી.આનંદી સ્વસ્થ થતાં આરૂષે પૂછ્યું," ચાલ હવે કહે શું થયું?"

આનંદીએ શૌર્ય વિશે જણાવ્યું. તેને શૌર્ય પસંદ છે પણ શૌર્યને હેલી પસંદ છે એ પણ જણાવ્યું.

પછી આનંદીએ કહ્યું," આજે હું મારાં મનની લાગણીઓ જણાવવાની હતી પણ હવે કોઈ ફાયદો નથી જયારે એ કોઈ બીજાંને પસંદ કરે છે. હું શું કરું? કઈ જ સમજાતું નથી યાર?"

આરૂષે કહ્યું," પહેલાં તો હેલી વિશે માહિતી એકઠી કર.. જો એ શૌર્યને લાયક હશે તો પછી આગળ બીજી વાતો વિશે વિચારીશું.. શું ખબર હેલીએ શૌર્યને ફસાવ્યો પણ હોય ?"

આનંદીએ આંસુ લૂછીને કહ્યું," હા તારી વાત સાચી છે.. એક કામ કરીએ શહેરમાં શોપિંગ માટેનું બહાનું બનાવીને સાથે લઈ જઈશ એટલે હેલીને હું ઓળખી પણ શકીશ."

"હા આઈડિયા સારો છે.. ચાલ હવે ફ્રેશ થઈને નીચે આવ.. એક તો હું તારી ઘણાં સમયથી રાહ જોતો હતો.તે મને કહ્યું પણ નહીં કે તું આજે શૌર્યના ઘરે જવાની છો?"

"સો સૉરી યાર! હું ભૂલી જ ગઈ. તું નીચે જા. હું હમણાં જ આવું છું."

-*-*-

થોડીવાર પછી આરૂષ અને આનંદી બંને ડાઈનીંગ ટેબલ પર બેઠાં હતાં. આનંદીના મમ્મી પણ ત્યાં હતાં. બંનેએ નાસ્તો કર્યો પછી શૌર્યના ઘરે જવાં નીકળ્યા.

આનંદીએ પૂછયું," આરૂષ! તારો શૌર્યના ઘરે આવવાનો પ્લાન ક્યારે બની ગયો?"

"અરે! મારે શૌર્યને મળવું છે. આજ સુધી તો ફક્ત તેની વાતો જ સાંભળી છે. તું એનાં વખાણ જ કરતી રહેતી હોય છે એટલે હું પણ જોઉંને કે એ ભાઈ કેવાં છે? "

"હા જોઈ લેજે.."

પછી બન્ને શૌર્યના ઘરે પહોંચ્યા. બધાં હોલમાં બેસીને વાતો કરતાં હતાં. આનંદીએ શૌર્યની અને આરૂષની એકબીજા સાથે ઓળખાણ કરાવી.

આનંદીએ કહ્યું," ખબર છે શૌર્ય? આરૂષ મારો એકદમ સારો મિત્ર છે. તેણે મારાં બધાં જ પ્રોબ્લેમ્સને તરતજ સોલ્વ કરી નાખ્યાં છે. અડધી રાત્રે પણ તે મને મદદ કરવાં હંમેશાં તત્પર રહે છે."

શૌર્ય," વાહ! જાણીને ખુશી થઈ.. બસ આમ જ આનંદીને મદદ કરતો રહેજે. "

આરૂષ," હા એ તો કરીશ જ ને! એમાં પણ હવે તો આખી જિંદગીભર.."

શૌર્ય "આખી જિંદગીભર" શબ્દ સાંભળીને વિચારમાં પડી ગયો. શું આ આનંદીનો ખાલી મિત્ર છે કે પછી મિત્રથો પણ વિશેષ? શું આ બંને એકબીજાને પસંદ કરે છે?

શૌર્યને વિચારતો જોઈને આનંદીએ કહ્યું," ઓય! શું વિચારે છે?"

શૌર્ય વિચારમાં જ હતો એટલે તેણે તરતજ જવાબ આપી દીધો,"તારાં અને આરૂષ વિશે.."

આરૂષ અને આનંદી બંને સાથે બોલી ઉઠ્યા," શું?"

પછી શૌર્યને પરિસ્થિતિનું ભાન થતાં કહ્યું," અરે! તમે બંને ઘણાં સારાં મિત્રો છો ને એમ.."

આરૂષે કહ્યું," એ તો તું અને હેલી પણ છો ને?"

આજુબાજુ ઘરનાં સભ્યો બેઠાં હતાં એટલે શૌર્યે ફક્ત હકારમાં માથું હલાવ્યું. પછી શૌર્યે હેલીનો પરિચય આરૂષ સાથે કરાવ્યો. આરૂષને હેલીમાં કઈ શંકાસ્પદ જણાયું નહીં. તે એકદમ શાંત પ્રકૃતિ ધરાવતી હતી.પણ આરૂષને ખબર હતી કે શાંત પાણી જ ઉંડા હોય તેમ હેલી પણ ઘણાં રહસ્યો છુપાવીને બેઠી છે. બસ એ રહસ્યો શું હશે તે જાણવાં યોગ્ય સમયની રાહ જોવાની રહેશે.

ક્રમશઃ

શું આરૂષનો પ્લાન સફળ જશે? શું આનંદી હેલી વિશે માહિતી એકઠી કરી શકશે? શું હશે શૌર્યના વિદેશ જવાનું કારણ? આ બધાં સવાલોના જવાબ આવતા ભાગ માં..

નોંધ: હવેથી નિયમિત રીતે કશ્મકશના આગળનાં ભાગો આવતાં રહેશે. આ ઉપરાંત કોઈને કશ્મકશ અંગે માહિતી મેળવવી હોય તો મારાં Instagram account: @missthink910 પર મેળવી શકશો. ત્યાં તમે મને ફોલો કરી શકો છો.