કશ્મકશ - 4 Hima Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કશ્મકશ - 4

બધા બેઠા-બેઠા જૂની યાદો તાજી કરતા હતા.
પછી આનંદીને કઈક યાદ આવતા તેણે શૌર્યને ધીમેથી પૂછયુ," ઓય! તું શેના વિશે એનાઉન્સમેન્ટ કરવાનો હતો? જેમાં તારે મારી મદદની જરૂર હતી?

શૌર્યે કહ્યું," એ તને પણ ખબર નથી. ચાલ તો એનાઉન્સમેન્ટ કરી જ દઈએ. "

આનંદીને શૌર્યની વાત ન સમજાય એટલે તેણે ફરીથી પુછયુ," પણ શેનું એનાઉન્સમેન્ટ? શું તું હાસિની વિશે કહેવાનો છે?"

શૌર્યે કહ્યું," ના ના! તું ખાલી પોઈન્ટ મૂકી દે પછી હું આગળ બધું કહીશ."

" ઓકે.. જેવી તારી મરજી.." એટલું કહીને આનંદી ઉભી થઈ.

તેણે બધાને સંબોધીને કહ્યુ," સાંભળો બધા! શૌર્યને એક મહત્ત્વનું એનાઉન્સમેન્ટ કરવું છે. શું છે એ તો શૌર્ય જ કહેશે.. તો સાંભળો તેના મુખેથી તો તાળી પાડો....."

શૌર્ય ઉભો થયો. તેને આનંદીને કાનમાં કહ્યું," તું હજું પણ એવી જ છે. એકદમ માસુમ.. નાના બચ્ચા જેવી.. "

આનંદીએ કહ્યું," તારીફ કે લિયે ધન્યવાદ! પણ હવે એનાઉન્સમેન્ટ શું છે જણાવ.."

ત્યાં જ અસ્મિતાએ કહ્યું," ભાઈ અને આનંદી દી.. તમે હવે જણાવશો કે એનાઉન્સમેન્ટ શું છે? કે ફક્ત તમે બંને જ વાતો કર્યા કરશો?"

શૌર્યે કહ્યું," કહુ છું આસુ.. હમણા તું બહુ બોલવા લાગી છે.. ઠીક છે તો મારે હવે એ જ એનાઉન્સમેન્ટ કરવાનું છે કે હું એક વર્ષ પછી અહિંયા જ રહેવાનો છું. ફરીથી અમેરિકા જવાનો નથી."

આનંદી તો આ સાંભળીને આશ્ચર્ય સાથે ખુશ થઈ ગઈ. તેને તો એમ જ હતું કે શૌર્ય હાસિની વિશે કહેવાનો હશે. તેણે ખુશ થતા કહ્યું," ઓહ વાહ! આ તો મારા માટે પણ સરપ્રાઇઝ છે."

આરૂષે કહ્યું," હા, સાચી વાત છે. આ નિર્ણય ખૂબ જ સરસ છે. શૌર્ય! હવે તો તારુ મારી અને આનંદીની પાગલપંતીમા સ્વાગત છે. હા.હા."

આનંદીએ આરૂષને હળવો મુક્કો માર્યો. બધાં હસી પડ્યા પણ શૌર્યને આનંદીની આરૂષ સાથે મસ્તી કરવી બિલકુલ ન ગમી પણ તેને કઈ કહ્યુ નહીં. હાસિની કઈક વિચારી રહી હતી. આરૂષે તે વાત નોંધી. તેને સ્પષ્ટ દેખાય રહ્યુ હતુ કે હાસિનીને શૌર્યની આ વાત બિલકુલ ગમી નથી. પણ પછી અચાનક હાસિનીએ પોતાના ચહેરા પરના અણગમાના હાવભાવ બદલી નાખ્યા અને ખુશ થતા કહ્યું," વાહ શૌર્ય! આખરે તે મારી વાત માની જ લીધી. તારા દેશમાં રહેવાનો આ નિર્ણય સારો છે. હું તારા દરેક નિર્ણયમાં સાથે છું. "

શૌર્યે કહ્યુ," હા, મને ખબર જ છે હાસિની.. થેન્ક યુ ફોર એવરીથિંગ ડીયર... " એટલું કહીને તેણે હાસિની સામે સ્માઈલ કરી. એટલે અસ્મિતાએ ઉધરસ ખાધી અને કહ્યું," વાહ ભાઈ! આ વાત પર તો પાર્ટી તો આપવી જ પડશે હો.. ચાલોને એક દિવસનો પિકનિક પ્લાન કરીએ. વડીલો તમારા બધાનુ શું કહેવું?"

તે લોકોએ પણ અસ્મિતાના વિચારને સહમતિ આપી એટલે એક દિવસ પછી પિકનિક પર જવાનું નક્કી થયું. થોડીવાર બધાએ વાતચીત કરી પછી આરૂષે કહ્યું," ચાલ આનંદી! તને યાદ છે ને આપણે આજે કયાક જવાનું છે. "

આનંદીને ખબર ન પડી આરૂષ શેના વિશે વાત કરે છે એટલે એ આગળ કઈ પૂછવા જાય એ પહેલા આરૂષે આંખો મીચીને ફરીથી કહ્યું," અરે! આપણે બહાર જવાનું છે. આ દિવસની તો આપણે રાહ જોતા હતા."

આનંદીને પણ ખ્યાલ આવી ગયો કે આરૂષ નાટક કરે છે એટલે તેણે કહ્યુ," હા યાર, મારા તો મગજમાંથી જ નીકળી ગયું. ચાલ આપણે અત્યારે જઈએ. શૌર્ય હવે પછી મળીશુ. ઓકે બાય.."

અસ્મિતાએ કહ્યું," દીદી, તમે પણ આરૂષ ભાઈ સાથે પિકનિકમા આવજો ને.. મજા આવશે.. પ્લીઝ!"

શૌર્ય પર બોલી ગયો," હા, પ્લીઝ આનંદી તું પણ આવજે."

આનંદીએ અને આરૂષે બંને સાથે બોલ્યા," હા, અમે જરૂર આવીશું." એટલુ કહીને બંને સામે જોઈને હસવા લાગ્યા. શૌર્યને ફરીથી આ ખટકયુ. પછી બંને ત્યાથી નીકળી ગયા.

-*-*-*-*-

આરૂષ અને આનંદી બંને ગાડીમાં બેઠા-બેઠા હસી રહ્યા હતા. આનંદીએ કહ્યું," વાહ આરૂષ! સાચે શૌર્યને તો તારાથી ખૂબ જ જલન થતી હતી. પણ આ હાસિનીનુ કઈ સમજાતું નથી. મતલબ કે એ સાચે શૌર્યને પ્રેમ કરે છે કે નહીં?"

આરૂષે કહ્યુ," હા, હું એટલું તો સમજી ગયો કે હાસિની જેવી ડાઈ લાગે છે એવી છે નહીં. જરૂર વાત કઈ બીજી જ છે. પણ તેને ઓળખવાનો આપણને પિકનિકમા મોકો મળી જાશે."

આનંદીએ કહ્યું," હા, એ વાત સાચી છે અને હા, તારે આજે ઘરે જમીને જ જવાનું છે હો. એવું હોય તો અલિશાને પણ ફોન કરીને બોલાવી લઈએ અને એને પણ પ્લાન વિશે જણાવી દઈએ. બાકી હું તારૂ અને અલિશાનુ બ્રેકઅપ કરાવીને રહીશ. હા..હા.."

" હા, યાર... એક કામ તું જ ફોન કરી દે એને.."

" ઠીક છે.." એટલું કહીને તેણે અલિશા એટલે કે આરૂષની ફિયાન્સીને ફોન કરીને પોતાના ઘરે બોલાવી લીધી. થોડીવાર પછી બંને આનંદીના ઘરે પહોંચ્યા. અલિશા આવતા બધાએ મળીને ડિનર કર્યું . આજે જે પણ બન્યુ એ બધુ આરૂષે અલિશાને કહ્યુ. અલિશા પણ હસી પડી.

અલિશાએ કહ્યું," બિચારો શૌર્ય! એ તો આરૂષને તારો બોય ફ્રેન્ડ સમજતો હશે. "

આનંદીએ કહ્યું," સૉરી અલિશા! મારા માટે આરૂષને આવું નાટક કરવું પડે. તને..."

તેને વચ્ચેથી જ અટકાવીને અલિશાએ કહ્યું," અરે ના ના! આનંદી એમા ગિલ્ટી ફિલ કરવાની જરૂર નથી. આરૂષ, ફકત તારી મદદ કરે છે. મને એમાં કોઈ જ વાંધો નથી. આમ પણ, મને આરૂષ અને તારી પર ભરોસો છે. "

આરૂષે અલિશાને હગ કરતા કહ્યુ, " થેન્ક યુ ફોર યોર ટ્રસ્ટ માય ડીયર ફ્યુચર વાઈફ..."

આનંદીએ બંનેની મસ્તી કરતા કહ્યું," હાઉ રોમેન્ટિક! તમને બંનેને કોઈની નજર ના લાગે. ઉભા રહો.. બંનેની નજર ઉતારી લઉ. "

આરૂષે મસ્તી કરતા કહ્યું," આનંદી! તારા ડ્રામા તો ક્યારેય ન ખૂટે.. હા..હા.." આવી જ મસ્તી મજાક કરી. પછી આરૂષ અને અલિશા પોતપોતાના ઘરે જવા નીકળ્યા. આનંદી સુતા સુતા આજે જે બન્યુ એના વિશે જ વિચારતી સૂઈ ગઈ.

ક્રમશઃ

શું આરૂષને હાસિનીના રહસ્યોની જાણકારી મળશે? પિકનિકમા શું નવું થશે? આ બધા સવાલોના જવાબ આવતા ભાગમાં..

અહિયા હેલીની જગ્યાએ હવે પાત્રનું નામ હાસિની સમજવું...