Kashmkash - 1 books and stories free download online pdf in Gujarati

કશ્મકશ - 1

આનંદી તેનાં નામ પ્રમાણે જ હંમેશાં આનંદમા રહેનાર છોકરી... આજે પણ તે ખૂબ જ ખુશ હતી. અને હોય પણ કેમ નહીં!! આજે તેનો બાળપણનો મિત્ર કહો કે પછી તેનો એકતરફી પ્રેમ શૌર્ય પાંચ વર્ષ પછી અમેરિકાથી ભારત આવવાનો હતો. તે શૌર્યની આતુરતાથી રાહ જોઈ રહી હતી. પણ આજે સમય પસાર જ થઈ રહ્યો નહોતો.

આનંદી શૌર્યના ઘરે જઈને તેનાં સ્વાગતની તૈયારી કરવાં લાગી.તેનાં મમ્મીપપ્પાને બાળપણથી આ બંનેની મિત્રતાની સારી રીતે ખબર હતી. શૌર્યની બહેન અસ્મિતા આનંદી પાસે આવી.

આનંદીનાં ચહેરા પરની ખુશી જોઈને અસ્મિતાએ કહ્યું," વાહ દીદી!! તમને આટલાં ખુશ તો કયારેય જોયાં નથી. હમમ હવે સમજાયું આ ચહેરા પરની રોનક કયાંક શૌર્યભાઈના આવવાની ખુશીમાં તો નથી ને?"

આનંદી શરમાઈ ગઈ અને કહ્યું," ના ના હવે એવું કઈ નથી. "

અસ્મિતાએ કહ્યું," બસ બસ દીદી.. વધારે ન છુપાડો.. આ તમારાં ચહેરા પરથી જ ખબર પડી જાય છે કે તમે ભાઈની કેટલી રાહ જોઈ રહ્યા છો. ભાઈ આવે એટલી વાર છે પછી તમે તમારી લાગણીઓ વિશે ભાઈને જણાવી દેજો."

આનંદીએ કહ્યું," હા આ વખતે તો કહી જ દઈશ. નહીંતર પાંચ વર્ષ પહેલાની જેમ જ હું લાગણીઓ વ્યક્ત કરી શકીશ નહીં અને મનની વાત મનમાં જ રહી જશે."

હજું આ બંને આગળ કઈ વાત કરે તે પહેલાં જ શૌર્યના મમ્મી શોભાબેને અસ્મિતાને બોલાવી એટલે તે ત્યાં ગઈ. આનંદી રસોડામાં કેકની સજાવટ કરવા ગઈ.તેણે શૌર્યની પસંદની રેટ વેલ્વેટ કેક બનાવી હતી. તે બધું કામ પુરું કરીને પોતાની ઘરે તૈયાર થવા ગઈ.

હજું તો તે પોતાનાં રૂમમાં જાય તે પહેલાં જ તેનાં મમ્મી નીતાબેને કહ્યું," એક મિનિટ આનંદી!"

આનંદીએ કહ્યું," શું કામ છે મમ્મી?"

શોભાબેને કહ્યું," આ છોકરાનું માંગુ તારાં માટે આવ્યું છે. જે ન્યુઝીલેન્ડમાં રહે છે અને ત્યાં જ જોબ કરે છે. એકવાર તેનો ફોટો જોઈ લે. બહું જ સારાં માણસો છે."

આનંદીએ ફોટો જોયાં વગર જ કહ્યું," મમ્મી ! તમને કેટલી વાર કહ્યું કે મારે અત્યારે લગ્ન કરવા નથી અને એ પણ ફોરેનમાં તો નહિં જ. હું મારો દેશ છોડીને બીજાં દેશમાં કયાંય જવાની નથી ઓકે." એટલું કહીને તે તેનાં રૂમમાં જતી રહી.જયાં તેનો નાનો ભાઈ મન ગણિતના દાખલા સોલ્વ કરતો હતો.

આનંદીને આવતી જોઈને મને કહ્યું," દીદી.. મને આ દાખલો સોલ્વ કરાવને.. મેં ઘણી કોશિશ કરી પણ મારાથી સોલ્વ ન થયો." પણ આનંદીએ કોઈ જવાબ આપ્યો નહીં.એટલે મને ફરીથી કહ્યું.

ત્યારે આનંદીએ કહ્યું," હહ.. તે શું કહ્યું? સૉરી મારું ધ્યાન નહોતું. "

મને કહ્યુ," દીદી! તમે કયાં ખોવાઈ ગયાં હતાં?"

"અરે!એવું કઈ નથી.હું તો બસ... કઈ નહીં.. એ છોડ ચાલ કહે ગણિતનો કયૉ દાખલો થતો નથી? લાવ સોલ્વ કરાવું. "

પછી આનંદીએ મનને દાખલા શીખવાડયા.જે બધાં મનને જલ્દી જ આવડી ગયાં.

મને ખુશ થતાં કહ્યું," વાહ દીદી! તમે ગણિત એટલું મસ્ત શીખવાડો છો કે તરત જ બધું આવડી જાય છે.થેન્ક યુ દી."

આનંદી," બસ બસ.. ચાલ તું વાંચ.. હું અસ્મિતાનાં ઘરે જાઉં છું. "

"ઓકે દી."

તે મસ્ત તૈયાર થઇને અસ્મિતાની ઘરે પહોંચી ગઈ. આખું ઘરે એકદમ મસ્ત લાગતું હતું. બધી બાજુ રોશનીથી ઝગમગી ઉઠયું હતું. આજે શૌર્ય વર્ષો પછી પોતાનાં ઘરે આવવાનો હતો. અમેરિકા ગયાં પછી એકવાર પણ તે અહિંયા આવ્યો નહોતો. આનંદીને શૌર્ય કરેલી વાત યાદ આવી ગઈ અને તે ભૂતકાળમાં સરી પડી.

-*-*-

જયારે બારમાં ધોરણનું છેલ્લું સેમેસ્ટર હતું ત્યારે બધાં ભણવા માટે એકઠાં થતાં. બધાં પોતપોતાનાં 12 th પછીનાં પ્લાન જણાવ્યા. કોઈ એક્સટર્નલમા કોલેજ કરી પપ્પાનાં ધંધામાં જોડાવાના હતાં તો કોઈ માસ્ટર્સ સુધી આગળ ભણવાના હતાં.

આનંદીએ કહ્યું," હું તો અહિંયા જ ભણીશ. મને તો મારો દેશ છોડી બીજાં દેશમાં ભણવા જાવું ન ગમે એ પણ પરિવારથી દૂર રહીને.. તારું શું કહેવું શૌર્ય?"

શૌર્યે કહ્યું," આ સાચી વાત છે. હું પણ જે પણ ભણવું હશે એ અહિંયા રહીને જ ભણીશ. એવું હશે તો આપણે એક જ કોલેજમાં એડમિશન લઈશું. બરાબરને?"

આનંદીએ હા પાડી.

ગાડીના હોર્નનો અવાજ આવતાં જ આનંદી ભૂતકાળમાંથી વર્તમાનમાં પાછી આવી. આનંદીને હજુંપણ એ સવાલનો જવાબ નહોતો મળ્યો કે આખરે શૌર્યે અમેરિકા ભણવા જવાનું કેમ નક્કી કર્યું?

ક્રમશઃ

શું હશે આનંદી અને શૌર્યની કહાની? શા માટે તે અમેરિકા ભણવા ગયો હશે? આ બધાં સવાલોના જવાબ આવતા ભાગ માં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED