સમજશીલ Apurva Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

સમજશીલ

દુનિયાનું ડાયમંડ સીટી સુરત, સુરતની એક સધ્ધર સોસાયટીમાં ચાંદની રહે. પપ્પપાને હીરાનું કારખાનું. બસ 20-22 વર્ષની છોકરી જે બધી સુખ સુવિધાઓમાં ઉછળેલી. રૂપ એવું ભગવાને આપ્યું કે સ્વર્ગની અપ્સરાઓ ઝાંખી પડે એથી એ આગળ એમ કે'વાય કે વાણીમાં વારાણસી અને કંઠમાં કોયલડી, રૂપ રંભા ગુણ ગૌરીના એવી હમીયલ હાકલડી. અધ્ધર અધ્ધર પગ ધરત હે, ચલે હંસગત ચાલ કેસરલંકી કામિની નિરખ્યે જ હોત નિહાલ. આવી ચાંદની રોજ સવારે પોતાની દિનચર્યા પુરી કરી રોજ સુુરજને જળ અર્પણ કરવા આવે. આ સમયે દ્રશ્ય એવું બનતું કે સૂરજનો પીળો પ્રકાશ જ્યારે ચાંદનીના લોટામાંથી નીકળતા જળને સ્પર્શ થતો ત્યારે એ પાણી કોઈ સોનીના તાંસળીમાંથી ઢોળાતા સોનાના પ્રવાહીરૂપ જેવું લાગતું જાણે સુરાજનારાયણ એ લોટાના પાણીની જ રાહ જોતા હોય. ચંદનીનું ધ્યાન પૂર્ણરૂપે એની આ ક્રિયામાં અને નીચે કચરોવાળી રહેલા રાઘવનું ધ્યાન ચાદની તરફ.

રાઘવ એટલે એના એરિયાનો રઘલો રઘલાથી ઓળખાય. સરકારી સાફસફાઈ વિભાગમાં 3 વરસથી નોકરી કરે રોજ એના નક્કી કરેલા એરિયામાં સફાઈ કરવાની. જો કે 2 વરસ પહેલાં એના લગન લેવાયેલા. ઘરમાં બેય રીતે લક્ષ્મીનો વાસ રોજનું થાય એટલું કમાતો અને ઘર ચલાવતો. પત્ની કાંતા બહુ ભણેલી નહીં પણ એટલી સમજ કે પતિના ઘરને પોતાનું માનવું અને ઘર સંભાળી પતિને ખુશ રાખવો. કાંતાને એ વાતની ખબર નહીં કે રઘલા એ 15 દિવસ પહેલા ચાંદનીને જોઈ અને ચાંદનીના સુરજ જેવા તેજથી અંજાયો છે, જો કે આ વાતની ચાંદનીને પણ નો'તી ખબર. રઘલો રોજ સવારે વહેલો નીકળે કામ પૂરું કરે, ચાંદનીના ઘરની ત્રાસમાં એક બંધ ચાની ટપરીના બાંકડા પર બેઠો ખાલી જોવે. એના મનમાં પ્રેમ જાગ્યો તો જો કે ઉમર પણ 25-26ની એવી જ હોય છે. મનમાં કોઈ ખરાબ વિચાર નહિ મનછા બસ ખાલી એને જોવાની એ જ.

એપ્રિલ મહિનો આવ્યો અને વરસ પણ વસવસા જેવું વિસવીસ(2020) બધું બંધ લોકડાઉનની પરિસ્થિતિ પણ રાઘલનો અને ચાંદનીનો નિત્યક્રમ ચાલુ અને ચાંદની આ વાતથી અજાણ. પરિસ્થિતિ કપરી થઈ કાળમુખી બીમારી કોરોના કોળિયો કરવા આવી. ચાંદની ક્વોરોન્ટાઇન થઈ, રઘલો રોજ રાહ જોવે આજ આવે કાલ આવે આમ થાતાં 10 દિવસ થાય રઘલાની ધીરજ ખૂટી એને કાંતાને બધી વાત કહી દીધી. "કાંતા મારે એ ચાંદનીને જોવી છે બસ બીજું કાંઈ નથી જ્યાં સુધી જોઇશ નહીં ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરીશ કાંતા બસ મારે એને એક વાર જોવી છે" રામ જાણે રઘલા-કાંતાના કેવા અન્નજળપાણી લખાયાં હશે. 5 દિવસ રઘલાને ભૂખ્યો જોઈ એ ચાંદનીને મળવા દોડી ગઈ કોઈ પણ લાજ શરમની ચિંતા કર્યા વગર.

ચાંદની બહાર એની પિંક સ્કૂટી પાર બેસી એની બહેનપણીઓ જોડે વાતો કરતી હતી અને કાંતા આવી
"મૅડમ, મારા વરને બચાવી લો" આમ, કહી કાંતા રઘલાની બધી વાત કરે છે. ચાંદની અને એની બધી ફ્રેન્ડ્સ જોઈ રહે છે કે ચાંદનીનું શું રિએકશન હશે? એક સાવ આવો છોકરો એ પણ પરણિત અને ચાંદનીના પ્રેમ માં? એટલામાં ચાંદની એ કીધું "કાંતાબેન તમે ચિંતા ન કરશો હું પોતે તમારા ઘરે આવી તમારા પતિને મોઢું બતાવીશ પણ એક શરત છે કે હું છ મહિના પછી આવીશ તમારા ઘરે પણ ત્યાં સુધી રાધવે કામ કરે અને રામનામનો જાપ કરે જાવ બેન તમે ચિંતા ન કરશો."

કાંતાએ ઘરે જઈ વાત કરી રઘલાને રઘલો એ કીધું " મારા તો માનવામાં જ નથી આવતું કે 6 મહિના પછી ચાંદની પોતે મારા ઝૂંપડામાં આવશે અને જો એ આવતી હોય તો ગમે એ કરવા તૈયાર" પછી શું રઘલાએ માલા લીધી હાથમાં અને લગાવ્યો તાર રાધેશ્યામ સીતારામ ભજો જનકીભરથાર, ભજો જાનકીભરથાર સીતારામ રાધેશ્યામ.

આમનેઆમ 6 મહિના પતિ ગયા અને ચાંદની આવી રઘલાને ઘરે. ખટ કરીને ઘોડી ઉતારી સ્કૂટીની, સફેદ કુર્તી પાયજામો ગુલાબી દુપટ્ટો જાણે અમાસના દિવસે ચાંદ નીકળ્યો હોય એવું રઘલાનું ફળિયું ઝગમગતું હતું. કાંતાએ રઘલાને રાડ પાડી બોલાવ્યો પણ રઘલો તો એની ધૂનમાં જ રામ સિયારામ સિયારામ જય જય રામ. ચાંદની એ કીધું એ રાઘવ જો હું આવી મારા પ્રોમિસ મુજબ. રાઘવ બોલ્યો હવે તો રાહ જોવી છે એ તો માત્ર મારા રામની જ. કાંતા બોલી "આ છે ભારતની છોકરી જે ખોટા રસ્તે ગયેલાને જીવનનો સાચો કેવો બનાવી દે"