અનંત પ્રેમ Apurva Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનંત પ્રેમ

ગુજરાતનું એક મહાનગર ગામ ત્યાંની એક મોટી કોલેજ ઘણાં વિધાર્થીઓ અભ્યાસ માટે આવે એમાંના એક બેચમાં અનિલ અભ્યાસ કરે. અનિલ એક એવો છોકરો કે જેના વિશે એવું કહેવાય કે "શિસ્ત સંયમ સૌમ્યતા અવિરત જેની ચાલ, અનિલ એ જાણીએ જે હો વિદ્યાનીધાન" એટલે કે એક dashing cleaver handsome છોકરો અને થોડો શરમાળ બેચલર્સ પછી માસ્ટર્સ કરતો હતો. યુનિવર્સિટીના નિયમ મુજબ વખતોવખત નવા પ્રોજેકટ આવે એવામાં એક પ્રોજેકટ આવ્યો 'ગ્રુપ પ્રોજેકટ' પ્રોફેસર દાસ એમના ગાઈડ બન્યા ડ્રો મુજબ ગ્રુપ બન્યા એમાં અનિલ સાથે આવ્યા રાકેશ, દિવ્યા અને સંગીતા. આમ તો અનિલ આવા પ્રોજેકટથી પરિચિત કંઈ નવું નહતું.

જેમ કામ આગળ ચાલતું બધા involve થતા આમાં પરંતુ અનિલ જાણે પ્રોજેકટમાં નહિ પણ સંગીતામાં involve થતો હોય એવું લાગતું. સંગીતા પણ છોકરી એવી જેને beauty with brain કહી તો કોઈ અતિશયોક્તિ ન થાય. પણ, "દીન દશા, કુકર્મ કર્યા, પ્રેમમાં પડ્યા જો, એ વાત ટકે નહિ ફેલાય જેમ વન મેં લાગે અનલ" આમ બધે જાણ થાય કે આ બન્ને એકમેકની નજીક આવ્યા નોટસ બદલવી, ઘરે મૂકવું સ્ટડીમાં મદદ બસ આમ જ ગાડું પ્રેમનું આગળ વધતું ગયું. ઘરે જાણ થઈ parents open minded હતા પણ ભવિષ્યનું પણ વિચારતા બન્ને ને સહમતી મળી પણ ભવિષ્યના ભોગે નહીં.
જો કે આની અસર બન્નેની માર્કશીટમાં દેખાણી ગ્રેડસ ઘટ્યા બન્ને એ સ્વૈચ્છીક રીતે નક્કી કર્યું કે પરીક્ષા સુધી મળવું નહિ. મક્કમ બન્ને. કેમ્પસ પ્લસમેન્ટમાં સંગીતાને ત્યાં જ નોકરી મળી અને અનિલને MNCમાં બન્ને એકબીજા માટે ખુશ હતા પણ મળ્યા નહિ. પરીક્ષા આવીને ગઈ ત્યાં અનિલને 6 મહિના ટ્રેનિંગ માટે મુંબઇ હેડક્વાર્ટરમાં બોલાવ્યો. બન્ને આમેય 1 વર્ષથી મળ્યા નહતા એમા 6 મહિના બીજા ઉમેરાયા ટ્રેનિંગના 5 મહિના પુરા થયા ફોન પર વાત ચાલે પણ સામસામે મળી ન શકાય. અનિલને એમ કે હવે સંગીતાને મળી શકીશ પણ કંપની એની પોસ્ટિંગ જેશલમેર બ્રાન્ચમાં કરે બધી સુવિધાઓ સાથે "સુખ સંપત્તિ સબ પાસ ધરું છતાં રખું એક આશ, સખી તુજ મિલન વિણ ન આવે મુજ એક દિન રાસ." રોજ ફોન પર વાત થાય મમ્મી પપ્પા અને સંગીતા સાથે સંગીતનો રોજ એક સવાલ ક્યારે આવે છે તું? ટ્રાન્સફર કરી કે નહીં હવે 2 વરસ થશે આપણે મળ્યા એને એવામાં એક દિવસ અનિલની ટ્રાન્સફર એના ગામ થાય છે

સંગીતને સમાચાર આપે છે અને એના મમ્મી પપ્પાને સરપ્રાઈઝ આપવાનો પ્લાન બનાવે છે સંગીતા એટલી ખુશ છે કે વાત કરતાં કરતાં ચાલતી જ જાય છે. પાછળથી એના ઘરે આવેલી એની જ બેનપણી નિરાલી અવાજ દયે છે "આગળ રોડ છે ઉભી રે…" પણ અનિલ સિવાય કોઈનો અવાજ સાંભળતી જ નથી. આ બાજુથી ટ્રક આવે છે બધા સંગીતાને રોકે છે. સંગીતનું ધ્યાન અનિલની વાતોમાં જ છે. ફોન કાપે છે અને ટ્રક સાથે એક્સિડન્ટ થાય છે. અનિલના પેરેન્ટ્સ પણ આવી જાય છે સંગીતાના અગ્નિદાહ સમયે પણ ચિતા પ્રગટે જ નહીં બધા મુંજાય છે ઘરે જાણ થાય છે ત્યાં નિરાલી કહે છે કે સંગીતાની ઈચ્છા હતી કે એ એના મોબાઈલ સાથે જાય. જેવો ફોન એની ચિતા પર મુક્યો ચિતા સળગી.

થોડા દિવસ પછી અનિલ જે આ વાતથી અજાણ છે એ આવે છે ઘરે સંગીતાના ઘરે જવાનું કહી ત્યાં પહોંચે છે અને આ સમાચાર મળે છે પણ વિશ્વાસ નથી આવતો. અરે હજી પરમદિવસે સંગીતા જોડે 2 કલાક વાત કરી આવું ન બને અનિલે કીધું અને કોલ લોગ બતાડયો. બધા જોતા રહ્યા. સંગીતાના પપ્પાને વિશ્વાસ ન આવ્યો એ જ નંબર ફોન સિમ કાર્ડ જોડે ચિતામાં નાખ્યો આવું કેમ બને? બધાએ અનિલને કીધું ફોન લગાડ સંગીતાને જોઈએ કેટલું સાચું બોલે છે એ. ફોન લાગ્યો, રિંગ ગઈ, કૉલર ટ્યુન સંગીતાની જ હતી સુનોના સંગેમરમર ગીતની, ફોન ઉપડ્યો અવાજ આવ્યો "હેલ્લો" બધા હેરાન આ તો સંગીતનો જ અવાજ ! "અનિલ તું ઘરે પહોંચી ગયો? " ફોનમાંથી અવાજ આવ્યો. અનિલે જવાબ આપ્યો "હા, પણ બધા કહે છે કે તું નથી રહી આ દુનિયામાં આવું કેમ કહે છે? જો આ કોઈ મજાક હોય તો જરાય સારી નથી તું અત્યારે જ અહીંયા આવી જા" બધા આ જોઈ રોવા લાગે છે. ફોન માંથી અવાજ આવ્યો "હા, બધા સાચું જ કહે છે. હું નથી હવે તારા આ પ્રેમને લીધે આ વાત થાય છે. આ તારી સાથે હવે છેલ્લી વાર વાત છે. તું તારી જિંદગી સારી રીતે જીવજે જો પુનર્જન્મ હશે તો આપણે પાછા મળીશું. પણ કોઈ દુઃખી થાય એવું પગલું ન ભરતો. ચાલ bye take care of you and others."