ભૃણ હત્યા વિરોધ Bharti Bhayani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૃણ હત્યા વિરોધ

ભૃણહત્યા વિરોધ
વિકાસના પંથે આગળ વધી રહેલા આપણા દેશમા હવે દીકરી દૂધપીતી થવાના બદલે ગર્ભમા જ મૃત્યુને ભેટે છે.કદાચ અજન્મીને પીડા ઓછી થતી હશે! આ પણ વિકાસ જ કહેવાય ને?આખી જીંદગી એક દીકરી,એક બહેન,પત્ની,પુત્રવધુ અને માઁ જેવા અનેક સ્વરુપે વ્હાલ વરસાવતી નારી નહી હોય તો સમાજમા લાગણી રહેશે ખરી?
નારી તું નારાયણી અને યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ જેવા સૂત્રો હવે પોથી પૂરતા જ રહી ગયા છે.જો કે કાનુન કોશીશ કરે જ છે કે ભૃણહત્યામા દોષી સાબિત થાય એને આકરી સજા મળે.કયારેક ગર્ભપાતની પરવાનગી મળી શકે છે જેમ કે,માતાની તબિયત વધારે ખરાબ થાય,,વધારે પડતી ઊલ્ટી કે વધારે રક્ત વહી જવુ અથવા તો કોઇ માનસીક બિમારી...આ ઊપરાંત ડોકટરને જણાય કે માતાના જીવને જોખમ છે અથવા બાળકમા કોઇ ખામી છે તો તેવા સંજોગોમા પણ ગર્ભપાતની પરવાનગી મળી શકે છે.
પરંતુ જેને પાપ કરવુ હોય એ કાનુનને શું માનવાના? ઈશ્વર અને કાનુનના ડરને છોડીને પણ હજુ ઘણી જગ્યાએ માસૂમની હત્યા થાય જ છે.કારણ કે હજુ ઘણા લોકો માને છે કે પૂત્ર સ્વર્ગની સીડી ચડાવશે.જો કે હજુ સૂધી કોઇએ એ સીડી જોઇ નથી.વહેમ તો એવા પણ હોય છે કે દીકરો ઘડપણની લાકડી ને દીકરી તો પારકી થાપણ.જો કે એ પણ સો ટકા તો સાબિત ના થાય કારણ કે દીકરાઓ છોડી જતા પણ જોયા અને દીકરીઓને માતા પિતાની સેવા કરીને છેલ્લે કાંધ આપતી પણ જોઇ.માતિ પિતા નાનપણથી જ જો દીકરીને નિમ્ન કક્ષાની ગણે તો આગળ જતા તે ભેદભાવ વધી શકે.પણ જે માતા પિતા દીકરીને શિક્ષણ અપાવે છૈ એને દીકરી પણ સમાજમા માન અપાવે જ છે.ઘણા બધા ક્ષેત્રમા અત્યારે દીકરીઓ આગળ પડતું સ્થાન ધરાવે છે.
ઘણાં રાજ્યોમા હવે દીકરીના જન્મ વખતે માતા પિતાને આર્થિક સહાય મળે છે જેથી ભૃણહત્યાને અટકાવી શકાય.આ ઊપરાંત કન્યા કેળવણીને મફત બનાવવા માટે પણ પગલાં લેવામા આવ્યા છે.ઘણી એવી સહાય પણ મળે છે જે કન્યાને વિવાહ સમયે મદદરૂપ બની શકે.આ ઊપરાંત ભાગ્યશ્રી યોજના,સુકન્યા સમૃદ્ધી યોજના,લાડલી લક્ષ્મી યોજના,ધનલક્ષ્મી યોજના,મુખ્યમંત્રી શુભલક્ષ્મી યોજના,લાડલી બેટી,કન્યા વિવાહ યોજના,બેટી હૈ અનમોલ,ગર્લ પ્રોટેક્સન સ્કીમ જેવી તો અનેક યોજનાઓ ચાલુ કરવામા આવી છે જેથી લોકોનું મન બદલી શકાય.
ભૃણહત્યા અટકાવવા માટેના પ્રયત્ન આખી દુનિયા ભલે કરે પણ સૌ પ્રથમ તો સ્ત્રીએ ખૂદ મનથી મજબૂત થવુ પડશે કારણ કે એક માઁની મરજી વગર એના ભૃણને કોઇ હાથ પણ કેમ અડાડી શકે?છમ છમ કરતી દીકરી,ભાઇની વ્હાલી બહેન,માતાના કાળજાનો કટકો ને પિતાની લાડલી દીકરી જયારે સાસરે જાય ત્યારે દીવાલો પણ રડી પડે છે.એવા સમયે આંસૂ છૂપાવી એક અજાણ્યા ઘરનો દીવો બની એક પૂત્રવધૂ,પતિ માટે જરુર પડયે સાવિત્રી બનતી સતી ,અને જેનું વર્ણન શકય જ નથી એવી જનની જો ધારે તો દુર્ગા કે કાલી બની પોતાના ભૃણની હત્યા કરનારનો સંહાર કરી જ શકે.ઐક માતાની મરજી વગર એના ભૃણને કોઇ સ્પર્શી પણ કેમ શકે?
નિરક્ષરતા,અંધશ્રદ્ધા,કુરિવાજો ત્યાગી સાક્ષરતા,સ્વાયતતા અને સુવિચારોને કેળવીએ.ગર્ભમાં અંકુરિત એક જ્યોતને બહાર આવી દુનિયિને પ્રજ્જવલિત કરવાનો મોકો આપીએ.આ માટે અનેક સ્પર્ધાઓનુ આયોજન કરી શકાય જેથી સ્ત્રીઓને માહિતિ મળે અને પોતાના નિર્ણય લેવાની હિંમત કેળવી શકે.જન્મ લઇને કે લીધા પહેલા થયેલી હત્યા તો હત્યા જ છે.એક કળીને હાથમા પણ જાળવીને લેવી પડે એવા કૂમળા છોડને મુરઝાવી નાખનારને આકરી સજા આપવાથી સમાજને એક સંદેશ આપી શકાય.

"ગર્વથી કહેતા ભલે કે દેશ મારો આઝાદ છે,
લાડલી આ દેશની કેમ હજુ બરબાદ છે?
દૂધપીતી બંધ થંઇ ને અજન્મી મરતુ થઇ,
બચાવો સૌ બાળકીને પછી કહેજો નાઝ છે....."
ભારતી ભાયાણી,મીઠાપુર....