ઘડતર - વાર્તા 2 - મોબાઈલ છોકરો Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘડતર - વાર્તા 2 - મોબાઈલ છોકરો



બીજા દિવસની રાત્રે અનંત અને આસ્થા લડતાં લડતાં રૂમમાં આવ્યા. બંને વચ્ચે હજુ ઝઘડો ચાલુ જ હતો.

આસ્થા બોલી કે, "ભાઈ તારી પાસે મોબાઈલ મમ્મી અને પપ્પાએ લઈ આપેલ છે. એટલે તારે મારી જોડે શેર કરવો તો પડે જ. "

અનંત બોલ્યો કે, "શું કામ શેર કરું?"

આસ્થા રોવા જેવી થઈ ગઈ ને બોલી કે, "ધેટ સો નોટ ફેર. યુ..... યુ આર ચીટર."

"અરે અરે, આસ્થા રડ નહીં અને અનંત ઝઘડો ના કરો." દાદાએ કહ્યું.

આસ્થા બોલી ઊઠી કે, "જુઓ ને દાદા"

"તમે બંનેને તો મોબાઈલ માટે 'મોબાઈલ છોકરાં' વાર્તાના અનય જેવું વળગણ છે. એના જેવું જ તમારી જોડે થવું જોઈએ." દાદી બોલ્યા.

અનંત બોલ્યો કે, " વળગણ એટલે શું? મોબાઈલ છોકરો કોણ છે? અનય કોણ છે?"

દાદી એ કહ્યું કે, " અનય એ જ મોબાઈલ છોકરો છે."

અનંત કહે કે, "દાદી આજે આ સ્ટોરી સાંભળવો ને"

"હા બેટા" દાદા બોલ્યા.

આસ્થા બોલી કે, "દાદી તમે તો અકબર બીરબલ ની જ સ્ટોરી કહો છો."

દાદી એ કહ્યું કે, " આજે તમારા માટે નવી વાર્તા. રાઈટ."

💐💐💐💐💐💐💐💐💐💐💐💐


મોબાઇલ છોકરો


" અનય નામનો આઠ વર્ષનો એક છોકરો હતો. એનો ચહેરો જાણે મોબાઈલ સ્ક્રીન. જેમ સ્ક્રીન પર એપ બદલી શકીએ તેમ તેના ચહેરા પરના એકસપ્રેશન બદલાય. એની આંખો અને કાન મોબાઈલ પર જ. એટલું જ નહીં અનય મોબાઈલ સિવાય લેપટોપ, ટેબ્લેટ ચલાવી શકતો. વળી, સાથે નવી બધી જ ટેકનોલોજીથી અપડેટ પણ રેહતો.

એટલે જ અનયની આવી આદતો ના લીધે જ તેની મમ્મી પરેશાન રહ્યા કરતી. કારણકે તે રાતદિવસ મોબાઈલ જોડે જ રહેતો. ભલે ને બ્રેકફાસ્ટ, લંચ, ડીનર નો ટાઈમ હોય કે ભલે ને સૂવાનો ટાઈમ કે રૂટીન વર્ક હોય.

અનય ભલે ટેકનોલોજી થી અપડેટ રહેતો પણ રિલેશન અપડેટ્સ નહોતો રાખતો. અનય ભલે મેસેજીસ જેટલી ઝડપથી લખી શકતો પણ કયારેય ફ્રેન્ડ જોડે, દાદાદાદી જોડે,માતા પિતાએ જોડે વાત નહોતો કરી શકતો. એ જેટલો ટાઈમ મોબાઈલ જોડે પસાર કરતો એમાંનો પા ભાગનો ટાઈમ કોઈ મિત્ર કે માતા પિતા કે દાદા દાદી માટે નહોતો.

આ જ કારણે અનય ની મમ્મી ઘણી વાર ગુસ્સે થઈને બોલતી અને ઘણીવાર સમજાવતી કે, "અનય તું આટલો મોબાઈલ યુઝ ના કર. તું કયારેય શાંતિ થી વાત અમારી જોડે નથી કરતો કે નથી મિત્રો જોડે પણ રમતો. તો પછી પાડોશી કે સંબંધીઓ જોડે કેવી રીતે હળીમળીને રહીશ. અને બેટા દરેક ટેકનોલોજી માપમાં જ વપરાય. નહીં તો વધારે પડતી ટેકનોલોજી યુઝ કરવાથી તારા મન, શરીર બંનેને નુકસાન થશે."

અનય કયારેય ના સમજતો. તેની મમ્મી, પપ્પા, દાદા, દાદી સમજાવીને પણ થાકી ગયાં હતાં.

એટલેજ બધાં તેને 'મોબાઈલ' જ કહેતાં.

સ્કૂલમાં ટીચર્સ તેને તેના નામથી નહીં પણ એમ કહેતા કે, " મોબાઈલ હોમવર્ક બતાવ કે આ કવેશ્ચચન નો આન્સર આપ."

મિત્રો પણ એવું જ કહેતાં કે, "મોબાઈલ ચાલ નાસ્તો કરીએ કે રમીએ." વિગેરે ......

એક રાત્રે અનય મોબાઈલ જોડે લઈને સૂઈ ગયો. એના સપનામાં એક પરી આવી.

એ પરી ઝગમગ થયા કરતી હતી. એની આંખોમાં રોશની એટલી બધી હતી કે તેનાંથી તેની સામે જોવામાં આંખો મિચાઈ જતી હતી. એની બોડી પણ રોશનીથી જ ઝગમગ થતું હતું. એ એની છડીથી ઈલેક્ટ્રિક એનર્જી પાસ કરતી હતી.

અનય તો પહેલાં પરી ને જોઈ નવાઈ લાગી. તે તેની સામે જોઈજ રહ્યો હતો.

પરી બોલી કે, "મોબાઈલ બેટા"

અનય ઝબકીને આમતેમ જોયું, પોતાની જાતેજ ચુંટલી ભરી જોઈ. સાબિત કર્યું કે તેની સામે ખરેખર પરી ઊભી હતી.

પરી બોલી કે, "મોબાઇલ બેટા, હું ઈલેક્ટ્રિક પરી છું. દુનિયામાં બધી જ લાઈટ મારી હિસાબે છે. અને હું તારાથી નારાજ છું."

અનય કહે કે, "કેમ પણ?"

પરી બોલી કે, " તું મોબાઇલ, લેપટોપ નો ઉપયોગ વધારે પડતો કરે છે. તેને એનર્જી આપવામાં જ મારી ઈલેક્ટ્રિક એનર્જી બધી જ વપરાઈ જાય છે. એટલે તને પનીશમેન્ટ આપવા આવી છું."

અનય બોલી ઉઠયો કે, "ના ના પરી"

પરીએ કહ્યું કે, "ના મોબાઈલ બેટા, પનીશમેન્ટ નક્કી થઇ ગઇ છે."

અનય બોલ્યો કે, "ધેટ્સ નોટ ફેર પરી. મને ઓપ્શન તો આપો. મોબાઈલ પણ આપે છે."

પરીએ કહ્યું કે, "પનીશમેન્ટ માં ઓપ્શન ના હોય. છતાંય આપું છું તો સાંભળ મોબાઇલ લેપટોપ વગર માતા પિતા વિગેરે સાથે જીવ અથવા મમ્મી-પપ્પા કે કોઈપણ વગર મોબાઇલ-લેપટોપ જોડે જીવ."

અનય ખુશ થઈ ગયો અને બોલી પડ્યો કે, "મોબાઇલ લેપટોપ તો મારે જોઈજ. હું એના વગર નહીં જીવી શકું."

પરી બોલી કે, "ઓ.કે. નક્કી થઈ ગયું કે તું હવે મોબાઇલ-લેપટોપ સાથે જીવ."

અનય એકદમ જ બોલ્યો કે, "એક મિનિટ પરી, જેમ મોબાઈલ પ્રિવ્યુ નું ઓપ્શન આપે છે તેમ તમે પણ તમારી પનીશમેન્ટ નું પ્રિવ્યુ બતાવો."

પરી બોલી કે, "હું સમજી નહીં"

અનય બોલ્યો કે, "મારે મારી ચોઈસ કરેલી પનીશમેન્ટ ની અસર કેવી છે એ મારે જોવું છે તે બતાવો."

પરીએ કહ્યું કે, "આમ તો તે પોસીબલ નથી. છતાંય ચાલ બતાવી દઉં. આંખ બંધ કરી દે."

'અનય ઉઠયો ત્યારે સ્કુલ જવાનું મોડું થઇ ગયું હતું. એની મમ્મીએ એને ઉઠાડયો જ નહોતો. એ ગભરાઈ ગયો કયાંક સપનું તો સાચું નથી ને. પછી એ ખુશ થઇ ગયો. હાશ હવે કોઈ તેને નહીં બોલે.

'મમ્મી વગર' યાદ આવતાં જ તે દોડીને રસોડામાં ગયો. મમ્મીની જગ્યાએ મોબાઇલ કામ કરતો હતો.

તેના મોબાઈલ પર મેસેજ આવ્યો કે, "બેટા, ઊઠી જા. સ્કૂલમાં જવાનું લેટ થઈ રહ્યું છે."

તે પપ્પાને જોવા ગયો તો તેમની જગ્યાએ લેપટોપ હતું. એમાંથી અવાજ આવ્યો, "વૉટ હેપન્ડ, માય સન?"

અનય ખુશ થઇ ગયો હતો. તેણે સ્કૂલમાં થી બંક માર્યું. પીઝા અને સેન્ડવીચ નો ઓર્ડર આપી. મોબાઈલ લઈને બેસી ગયો. એને તો જલસા જ જલસા થઈ ગયા.

આમને આમ થોડા દિવસ વિતી ગયાં. એને પોતાના બધા જ કામ જાતે કરવા પડતા હતા. અનય મોબાઈલ અને લેપટોપ થી કંટાળી ગયો.

તે સ્કુલમાં પહોંચ્યા તો ફ્રેન્ડસ ની જગ્યાએ મોબાઇલ અને ટીચર ની જગ્યાએ લેપટોપ. લેપટોપમાં થી વિડીયો આવે અને ડાઉટ હોય તો મેસેજ કરવાનો.

અનય ને ઓર્કવર્ડ ફીલ થતું હતું. તેને કોઈનો પ્રેમાળ કે ગુસ્સાથી ભરેલો પણ લાગણીવાળો અવાજ સાંભળવો હતો.

તે ઘરે આવ્યો તો મોબાઇલમાં થી મેસેજ આવ્યો કે, " પીઝા હમણાં આવી જશે."
ડોરબેલ વાગતાં અનયને જાતેજ ઉઠીને પીઝા લેવા પડયાં. તે એકનું એક ખાઈને કંટાળી ગયો હતો.

હવે તો અનયને તેના દાદા-દાદી ની ટકટક, મમ્મીની બૂમો, મમ્મીના હાથની રસોઈ, પપ્પાનો અવાજ યાદ વારંવાર આવતો હતો. ના તો કોઈ મિત્રો રમવા બોલાવા આવતા હતા કે ના કોઈ બહાર અવાજ આવતા હતાં.

હવે તે અકળાવા લાગ્યો હતો. છતાંય મોબાઈલ ફ્રિલી વાપરવા મળતો હતો એટલે થોડો ખુશ પણ હતો.

એવામાં એક દિવસ તેની તબિયત બગડી. તે ઊંઘમાંજ મમ્મી પપ્પા ને બૂમો પાડવા લાગ્યો. પણ તેને સાંભળનાર કોઈ નહોતું.

આખરે તેજ ઊઠીને હોસ્પિટલ પહોંચવાનનું
હતું. તે પાડોશીની મદદ લેવા ગયો તો ત્યાં પણ મોબાઇલ અને લેપટોપ જ હતાં. તે તો કેવી રીતે મદદ કરી શકે?

તેણે દર્દ થી તડપતા મોબાઈલમાં એડ્રેસ નાખી. જેમતેમ કરીને અનય હોસ્પિટલમાં પહોંચ્યો.

હોસ્પિટલમાં પણ મોબાઇલ- લેપટોપ જ ફરતાં હતાં. લેપટોપએ અનયને ચેક કરીને કહ્યું કે, "ડાયેરિયા થયા છે. એક ગ્લુકોઝ ની બોટલ ચડાવી દઈશું. એટલે મટી જશે. હેલ્ધી જમવાનું રાખવું."

અનયને તેના મમ્મી, પપ્પા, દાદા-દાદી યાદ આવી ગયાં. તે રડવા લાગ્યો પણ તેને ચૂપ રાખનાર કોઇ નહોતું.

તેને બધું જ યાદ આવ્યું કે મમ્મી કેટલું સરસ હેલ્ધી જમવાનું તેના માટે બનાવતી, પપ્પા તેના માટે, તેના સપનાં માટે પોતાના કેટલો કિંમતી સમય વેડફતા હતાં. તેની બધી ડિમાન્ડ પૂરી કરતાં.દાદા-દાદી તેને સારી સારી વાતો શીખવાડતા હતાં. મિત્રો જોડે રમવાની ઝઘડવાની મજા તે બધું જ મીસ કરવા લાગ્યો. તેને અધૂરું અધૂરું લાગવા લાગ્યું.

અનય બૂમો પાડીને રડતાં રડતાં કહેવા લાગ્યો કે, " પરી પ્લીઝ, મારે મોબાઇલ લેપટોપ કંઈ નથી જોઈતું. મારે તો મારા મમ્મી-પપ્પા જોઈએ છે. પ્લીઝ"

અનયનો હીબકાં સાથે બૂમો સાંભળીને તેની મમ્મી, પપ્પા, દાદા-દાદી તેની રૂમમાં ગયાં. ત્યાં જ અનયની આંખ ખુલી ગઈ. તે મમ્મીને વળગી પડયો ને રોવા લાગ્યો. બધાં ને નવાઈ લાગી.

તેને શાંત કરીને તેની મમ્મીએ પૂછયું કે, " બેટા, શું થયું?"

અનયે સપનાં વાત કરી. ફરીથી રડવા લાગ્યો.

તેના પપ્પાએ તેના માથા પર હાથ ફેરવીને ચૂપ કર્યો અને કહ્યું કે, "બેટા, ટેકનોલોજી ખરાબ નથી. પણ તેનો વધારે પડતો ઉપયોગ ખરાબ છે. જેટલી ટેકનોલોજી ઈમ્પોર્ટન્ટ છે. એના કરતાંય બીજા સાથે રિલેશન.જેટલી ટેકનોલોજી આપણને અપડેટ રાખે છે પણ રિલેશન તો આપણને ફીટ રાખે છે. એ પણ શારીરિક જ નહીં પણ માનસિક રીતે પણ. તો મોબાઇલનો ઉપયોગ વિચારીને કરજે. ઓ.કે. મોબાઈલ બેટા."

અનયે માથું હલાવી હા પાડી. સ્કૂલમાં જવા તૈયાર થવા લાગ્યો એ પણ મોબાઇલ વગર.

💐💐💐💐💐💐💐💐💐💐💐
"તો વાર્તામાં જોયુંને.મોબાઇલ ના વધારે પડતા ઉપયોગ થી મોબાઇલ છોકરાં જેવું થાય. તમે તમારી મમ્મીને જે બૂમો પડાવો છો.તે હવે ના પડાવતા." દાદા બોલ્યાં.

આસ્થા બોલી કે, "હા, દાદા"

અનંત બોલ્યો કે, "હા, દાદા હું પણ સમજી ગયો. હવેથી હું મોબાઇલનો ઉપયોગ વધારે નહીં કરું. મમ્મીને બૂમો પણ નહીં પડાવુ. અત્યાર સુધી માટે સોરી પણ કહીશ."

આસ્થા બોલી પડી કે, "પપ્પાને પણ."

બધાં હસી પડ્યા અને ગેઈમ રમવા લાગ્યા.