3 નાડીઓ Nishit Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

3 નાડીઓ

નમસ્કાર,...

આજે ફરી એક નવો વિષય લઈ ને હાજર થયો છું.. પણ કોઈ વ્યક્તિ સામે હોય અથવા મુખ થી કહેવાની વાત આવે ત્યારે વાત કરવા ની વધુ મજા આવે..
અને એમાંય અનુભવ કરવા ની મજા જ અલગ છે.. કેમકે લખવા ની એક મર્યાદા હોય કદાચ શાસ્ત્રો લખી નાખીએ તોય એ મર્યાદા જ છે પણ જે ફેસ ટુ ફેસ એક વાક્ય કહેવાય એ શાસ્ત્રો કરતા વધુ કામ કરે છે....
ઘણી વાર લખવા માં ભાવ આવે અને અત્યંત ઉભરો હોય તો ફટાફટ કેમ લખવું અને એક ફોર્સ આવતો હોય અને એ લખ્યા પછી જ શાંત થાય એટલે લખાયા જ કરે... હાથ દુખતા હોય પણ ટાઈપિંગ ચાલુ જ હોય....
વધુ ના કહેતા વાત શરૂ કરું પણ વાત એટલી જ કે ટુક માં જ લખીશ...

3 નાડીઓ વિશે થોડું કહું...
આપણે નાડી શબ્દ આયુર્વેદ ના ડોક્ટર પાસે થી સાંભળ્યો હોય અથવા કોઈ નાડી વૈદ્ય પાસે થી... એ વૈદ્ય દર્દી ના હાથ પર પોતાની આંગળી રાખી ને ચેક કરે અને કહે કે કઈ નાડી નો વ્યક્તિ છે અને શું સમસ્યા છે...

આમ તો શરીર માં 72,000 નાડીઓ છે એમાં ની ઘણી મહત્વ ની છે અને એમાંય 3 નાડી મુખ્ય છે... ચંદ્ર નાડી સૂર્ય નાડી અને મધ્ય નાડી... જેને સંસ્કૃત માં ઈડા પિંગળા અને શુશુમણા નાડી કહેવાય...

આ વિષય બહુ ઊંડો છે છતાં થોડા શબ્દો માં ન્યાય આપવા ની કોશિશ કરીશ.

ઈડા એટલે કે ચંદ્ર નાડી આપણા શરીર માં ડાબી બાજુ
પિંગળા એટલે કે સૂર્ય નાડી જમણી બાજુ
અને મધ્ય નાડી એટલે કે શુશુમણા મધ્ય માં આવેલી હોય છે...
વ્યક્તિ આ 3 નાડી માંથી કોઈ એક નાડી માં રહેતો હોય છે

તમે કઈ નાડી માં છો એનો અનુમાન તમે હવે લગાવી શકશો નીચેનું વાંચશો એટલે ખ્યાલ આવશે

ઈડા નાડી (ચંદ્ર નાડી):

આ લોકો કફ પ્રકૃતિ ના લોકો હોય, તે લોકો કાયમ ભૂતકાળ ને લઈ ને બેસી રે.. કાયમ ભૂતકાળ ના જ વિચાર કરે.. હંમેશા નેગેટિવ વાતો કરે.. રોદણાં જ રોતા હોય... આ લોકો બહુ આત્મગ્લાનિ માં રહેતા હોય... આ નાડી વાળા લોકો નો દેવતા ટેનશન હોય.. પોઝીટીવ વાતો કરતા જોવા જ ન મળે. પોતે ટેન્શન માં હોય અને બીજા ને પણ આપે... એ તમને 5 મિનિટ મળે તો પણ ટેનશન આપતા જાય... તમારો છોકરો રોજ પેલા રોડ પર થી જાય છે હો ધ્યાન રાખજો ત્યાં બહુ એક્સિડન્ટ થાય છે... આટલું બોલી ને જતા રહે અને ટેન્શન દેતા જાય..
આવા લોકો ને દુનિયાભર ની બીમારી હોય અને બીમારી નો પ્રચાર કરવા નો શોખ હોય.. એને જ્યારે મળો તો એક જ વાત હોય... મને તો ક્યાં હમણાં સારું રહે છે આવું થાય ને તેવું થાય.. દવા પણ બતાવે કે કેવી કેવી કેપસુલ ખાય છે.. એમની પાસે થી ક્યારેય સારી વાત ની આશા જ ન રાખી શકીએ.. હંમેશા ઉદાસ રહેવા વાળા હોય. સાવ ઢીલું અને આળસુ વ્યક્તિત્વ હોય..
આવા લોકો ને સફળતા પણ બહુ ઓછી મળે..
એમના માં આત્મવિશ્વાસ નો અભાવ હોય.. ક્યારેય કોઈ પર વિશ્વાસ જ ન કરી શકે.. પોતાના પર પણ ના હોય...
એ લોકો ને ક્યાંય બહારગામ જવાનું હોય તો એક કલાક પહેલા સ્ટેશન પહોંચી જાય.. શુ કામ ? ટ્રેન ના છૂટી જાય.. અને ટ્રેન આવા ની હોય એની દસ મિનીટ પહેલા ગાયબ થઈ જાય... ઘરે જોઈ આવે કે તાળું તો બરોબર માર્યું છે ને.. વિશ્વાસ વગર ના સાવ...
જ્યારે વ્યક્તિ ચંદ્ર નાડી માં હોય ત્યારે નાક માં ડાબી બાજુ થી શ્વસન ક્રિયા ચાલતી હોય

પિંગળા ( સૂર્ય નાડી):

આ લોકો પિત્ત પ્રકૃતિ ના હોય.. અહંકારી હોય.. અને એમની પાસે હંમેશા પ્લાનિંગ હોય... વ્યક્તિ હંમેશા ભવિષ્ય માં જ જીવતો હોય... 2 વરસ માં આ કરી નાખું.. 5 વરસ માં આ કરી નાખું.. મોટી મોટી યોજના માં જ હોય.. શેખ ચિલ્લી હોય... થાય કાઈ નહીં પણ બહુ હવા હોય... એમના માં ગુસ્સો પ્રબળ હોય... તરત ઝગડો કરી બેસે... સહન શક્તિ નો અભાવ... થોડી ઘણો વેર ભાવ.. શો ઓફ કરવું ગમતું હોય...
જ્યારે વ્યક્તિ સૂર્ય નાડી માં હોય ત્યારે નાક માં જમણી બાજુ થી શ્વસન ક્રિયા ચાલતી હોય..

શુશુમણા (મધ્ય નાડી):

આ નાડી સર્વ શ્રેષ્ઠ છે જ્યારે વ્યક્તિ મધ્ય નાડી માં હોય ત્યારે તે વર્તમાન માં હોય અને નાક માં બને બાજુ થી શ્વાસ ચાલતો હોય.. મધ્ય નાડી માં રહેવા થી નિર્વિચાર અવસ્થા મળે છે... વર્તમાન જ હાથ માં છે વર્તમાન માં રહેવા થી તે દરેક કાર્ય માં 100% આપી શકશે જેને લીધે એને સારું પરિણામ મળશે.. સફળ કહેવાશે.. અને ભવિષ્ય પણ ઉજ્જવળ બનશે...
મધ્ય નાડી માં દરેક વ્યક્તિ અમુક ક્ષણ માટે આવતા જ હોય પણ એ ક્ષણ ને વધારવા નો અભ્યાસ જ આધ્યાત્મ છે...

આમ તો બધી નાડી મહત્વ ની છે બધા ના અલગ અલગ ફાયદા છે પણ વ્યક્તિ પોતે મધ્ય નાડી માં જ રહેવો જોઈએ...
નાડી બદલવા ની શુ રીત છે, કઈ નાડી પાસે થી કેવી રીતે, શુ કામ લેવું તેની પદ્ધતિ છે...
કઈ નાડી માંથી કઇ નાડી માં આવી જવું કેવી રીતે આવવું આ બધી પણ રીત છે...

ફરી ક્યારેક ચર્ચા કરીશું....