AURA books and stories free download online pdf in Gujarati

Aura આભામંડળ

નમસ્કાર...

આજે હું એક અલગ વિષય પર વાત કરીશ. એ છે ઔરા(AURA), ગુજરાતી માં જેને આભામંડળ કહેવા માં આવે છે.. આમ તો ગુગલ કરશો એટલે બધું મળી જ રહેશે પણ હું અહી મારા શબ્દો અને અનુભવ ને શેર કરીશ.

ઔરા એટલે શું એ સમજીએ. તમે ક્યારેય કોઈ દેવી દેવતા નો ફોટો જોયેલો ને? પછી એમના મસ્તિષ્ક પાછળ ગોળ કુંડાળું હોય. એને ઔરા કહેવા માં આવે છે એ હંમેશા સોનેરી, જાંબલી, સફેદ રંગ ને મળતા કલર નો જ હોય. આ કલર ના ઔરા ને સર્વ શ્રેષ્ઠ કહેવા માં આવે છે.

કોઈ વ્યક્તિ સાવ નીચલી કક્ષા નો છે કે મતલબ કે દાનવ પ્રકૃતિ નો છે કે દૈવીય પ્રકૃતિ નો છે એ તેમના ઔરા પર થી ખ્યાલ આવી જાય.

દરેક વ્યક્તિ નો ઔરા હોય છે દરેક પ્રાણી નો ઔરા હોય છે દરેક વસ્તુ નો ઔરા હોય છે. બીજી રીતે કહીએ તો ઔરા એટલે વિચારો નું શરીર. ઔરા માં વિજ્ઞાન હવે માને છે પણ આપણી ભારતીય સંસ્કૃતિ માં આ વિષય પહેલે થી છે. પણ મહત્વ ની વાત એ છે કે આજ ના અધ્યાત્મ ને વિજ્ઞાન નું સમર્થન મળ્યું છે.

વિજ્ઞાન તો હવે ઔરા ના ફોટા પણ પાડી લે છે. કિરલીયન નામ ના વ્યક્તિ એ એવો કેમેરો બનાવ્યો જેના થી ઔરા ના ફોટા પડે. જેને કિરલીયન ફોટોગ્રાફી કહેવાય. તમારા શહેર માં તપાસ કરજો આવી લેબોરેટરી હશે જ.
500 રૂપિયા જેટલી રકમ માં એ ફોટો પાડી દેશે અને કાઉન્સેલિંગ પણ કરશે.

એની પાસે એક પ્લેટ હોય કાચની. એના પર હાથ રાખી દેવાના. હાથ માંથી જે વેવ્સ નીકળે એ વેવ્સ કેમેરો પકડે અને આપણી આસપાસ કલર વાળો ફોટો આવે. અને પછી એના આધારે કાઉન્સેલિંગ થાય. કાળા કલર નો ઔરા સહુ થી ખરાબ. એ લોકો કહે છે જેને કેન્સર થવા નું હોય એના 6 મહિના પહેલા એનો ઔરા ખરાબ થઈ જાય. પણ જો એ ઔરા પર કેન્સર ને રોકી દઈએ તો શરીર સુધી કેન્સર નથી આવતું. કોઈ પણ બીમારી, દુર્ઘટના, નકારાત્મક શક્તિ વગેરે પહેલા ઔરા પર આવે ત્યાર બાદ શરીર પર આવે. ઔરા જેટલો સારો અને સ્ટ્રોંગ એટલો વ્યક્તિ સુરક્ષિત.

નિયમિત ધ્યાન અને પ્રકૃતિ ની નજીક રહેવા થી ઔરા મજબૂત બને છે. એક વ્યક્તિ નો ઔરા સારો હશે તો એના જીવન માં ક્યારેય દુર્ઘટના બનશે જ નહીં.
કેમકે ઔરા એને રક્ષણ આપશે. નિયમિત ધ્યાન કરતી વ્યક્તિ રોડ પર કાર માં જતી હોય તો એક્સિડન્ટ થવા ના ચાન્સ પણ નહિવત હોય છે.

એટલા માટે સ્ત્રીઓ એ ધ્યાન કરવું બહુ જ જરૂરી છે કેમ કે એમનો ઔરા સશક્ત બનશે અને પરિણામે એમને રક્ષણ બનશે. ઔરા તમારો સારો હશે તો તમે લોકો ના પ્રભાવ માં નહીં આવો. લોકો તમારા પ્રભાવ માં આવશે.
કોઈ રાવણ ને તમારી પાસે આવવું હશે તો એને પણ રામ બનવું પડશે બાકી આવી જ નહીં શકે. અત્યારે જે દુષ્કર્મ ની ઘટના બને છે એના પર રોક ચોક્કસ લાગી શકે. સ્ત્રી જ પોતાની રક્ષા કરી શકે બીજું કોઈ નહીં. જ્યારે એકલી હોય ત્યારે ઔરા જ એને સાથ આપશે. અને આવો સારો ઔરા લઈ ને વ્યક્તિ ગમે ત્યાં જાય એના જીવન માં શાંતિ જ હશે. આ જ વિશ્વશાંતિ ની કલ્પના આપણા પૂર્વજો એ કરેલી. દરેક પોતાનો ઔરા સુધારી લે.

સારો ઔરા હોવા થી આપણો પ્રભાવ લોકો પર પડે આપણે કોઈના પ્રભાવ માં નહીં આવીએ. ઘણી વાર કોઈ વ્યક્તિ ને મળી ને મૂંઝારો થાય અથવા એમની સાથે અનુસંધાન પૂરું થાય એ ઇચ્છતા હોય એનો સીધો અર્થ છે એનો ઔરા સારો નથી. ( પણ હા એક નેગવટિવ વ્યક્તિ ને નેગેટિવ વ્યક્તિ નો ઔરા ગમવા નો જ એમની ભાઈબંધી પણ સારી હોય) ઘણી વાર કોઈ જગ્યા પર જઇ ને પણ સારું ના લાગે કેમકે એ જગ્યા નો ઔરા યોગ્ય નથી. કોઈ જગ્યા પવિત્ર હોય અથવા સીધી સાદી જગ્યા હોય તો પણ ત્યાં ગમે કેમકે એ જગ્યા નો ઔરા સારો છે.
ઘણા રસ્તા સીધા હોય કોઈ ઢોળાવ કે વળાંક પણ ના હોય તો પણ ત્યાં બોર્ડ લગાવ્યું હોય.. દુર્ઘટના ગ્રસ્ત ક્ષેત્ર... કેમ ? કેમકે ત્યાં વારંવાર અકસ્માત થઈ ને અકસ્માત નો ઔરા બની ગયો હોય છે...

નિર્જીવ વસ્તુ નો પણ ઔરા હોય છે. ઘણી વાર કોઈ વ્યક્તિ ની વસ્તુ નો ઉપયોગ કરીએ તો પણ અલગ અલગ અનુભવ થાય એ ઔરા ને લીધે જ. કોઈ ના ચપ્પલ, કોઈ ના કપડાં વગેરે ઉપયોગ માં લઈએ ત્યારે અનુભવ થાય. જે તે વ્યક્તિ ના ઔરા ની અસર જે તે વસ્તુ પર પડતી હોય છે.
જેટલા સંવેદનશીલ બનીએ એટલો અનુભવ થાય.

ઘણા સમય થી સમાજ માં સાધુ નું પતન થઈ રહ્યું છે. પાંચેક વર્ષ પહેલાં સંસદ માં એક મેડિટેશન નો વર્કશોપ થયેલો. આ રેકોર્ડ છે કે સંસદે આ મંજૂરી આપી. અને એ ઓનલાઈન લાઈવ પણ આપણે જોઈ શકતા હતા. એમાં એક ગુરુજી એ 8 દિવસ ચક્ર, ઔરા, 3 નાડી, કુંડલિની શક્તિ વગેરે વિષય પર વાત કરી હતી. અને છેલ્લે એક મસ્ત ઉલ્લેખ કર્યો હતો. જે નીચે મુજબ છે.....

જેમ આપણે વાહન ચલાવવા માટે લાયસન્સ નો ઉપયોગ કરી છીએ. અને થોડા સમય પછી એને રીન્યુ કરવા નું આવે.

એ રીતે સાધુ સમુદાય ને પણ લાયસન્સ આપો એ પણ ઔરા ચેક કરીને...
ઔરા સારો છે તો એક વર્ષ નું લાયસન્સ... એક વર્ષ પછી ફરી ઔરા ચેક કરો.. ઔરા સારો નથી.. તો ઘરે બેસો.. એક વર્ષ ધ્યાન કરો.. આવતા વર્ષે ઔરા સુધારી લેજો. ફરી લાયસન્સ મળશે... કેમકે સાધુ ના પતન થી ઘણા ની આસ્થા ને ઠેસ પહોંચે છે....આ વાત એ લોકો એ હસવા માં કાઢી નાખી પણ આ સત્ય બનશે જ... ( એ ગુરુજી નો ઔરા આ વિશ્વ નો સર્વ શ્રેષ્ઠ ઔરા છે.. આટલો સારો ઔરા અત્યાર સુધી એક પણ અવતાર, ગુરુ કે વ્યક્તિ નો હતો જ નહીં)

ફોરેન કન્ટ્રી માં તો ઔરા સાયકોલોજી સબ્જેક્ટ ભણાવવા માં આવે છે.
ત્યાં કદાચ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જઈએ તો 3 વ્યક્તિ પૂછ પરછ કરતા હોય પણ એક વ્યક્તિ દૂર બેસી ને ઔરા નું નિરીક્ષણ કરતો હોય.
કેમકે પેપર ને ડોક્યુમેન્ટ નું પ્રેઝન્ટેશન તો બધા નું સારું જ રહેવાનું.. પણ વ્યક્તિ નો ઔરા કેવો છે? એ કંપની ને શુ ફાયદો આપી શકે ? ઔરા સારો હશે તો ચોક્કસ કંપની ને ફાયદો કરાવશે.....

ઔરા ક્ષણે ક્ષણે બદલતો રહે છે તમે ગુસ્સો કર્યો કે ઔરા બગડ્યો
પ્રેમ ભાવ વ્યક્ત કર્યો કે ઔરા સુધર્યા આમ નાની નાની બાબત થી ઔરા બદલાતો રહે છે.. મંત્ર બોલ્યા ઔરા માં બદલાવ આવ્યો.. અપશબ્દ બોલ્યા તરત બદલાવ આવ્યો... વિચાર કેવા છે એનાથી પણ ઔરા બદલાય...
(એટલે ઔરા નો ફોટો ના પડાવાય કેમકે ફોટો સારો આવ્યો હોય અને તરત વિચાર બદલાય એટલે ઔરા બદલાય જવાનો)
માટે તમે જો સતત ભૂતકાળ માં રહેતા હોય કે નેગેટિવ વિચાર ધરાવતા હોય તો ચેતી જજો... તમને જલ્દી થી બીમારી આવશે..... જેનો ઈલાજ દવા નહીં હોય...
ઔરા ને ક્ષણે ક્ષણે સાચવી ને ચાલવા ની વાત છે...

(આમ તો મારી પાસે આ વિષય પર પુષ્કળ સાહિત્ય અને અનુભવ છે પણ. બધા રહસ્યો અહીં ખોલવા નથી માંગતો.. આ પણ લખવા નહોતો માંગતો પણ કોઈ ની ઈચ્છા હતી અને લખાયું... ફરી આવી ઈચ્છા કોઈ ની હશે ને ફરી લખાશે.. કોઈ ને કોઈ પ્રશ્ન કે શંકા હોય તો જણાવજો હું જવાબ આપીશ.. )

આ બધું વાંચી ને તમારા ચહેરા પર સ્માઈલ આવી હોય અને સારું લાગ્યું હોય તો ચોક્કસ તમારા ઔરા માં સકારાત્મક બદલાવ આવ્યો છે


બીજા રસપ્રદ વિકલ્પો