5.15 એક કહાની - 2 Jignesh Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

5.15 એક કહાની - 2

મહેક પર એક આગંતુક નો ફોન આવે છે ધીમે ધીમે મહેક ના જીવન ના રાઝ ખોલવા માંડે છે. હવે આગળ આગંતુક મહેક જોડે શું કરાવે છે. તે વાચકમિત્રો પાસે રજુ કરૂ છું ભાગ-2

તમે છો કોણ? કેમ મારી પાછળ પડયા છો? મહેક રડી પડી. ઘરમાં આજ કોઈ નહોતું. મમ્મી કીટી પાર્ટી એટેન્ડ કરવા ગયા હતા . તેનુ ડૂસકું વધારે મોટું થઈ ગયું .તમે શું ઈસ્છો છો? મહેક ના રડવા થી સામે થી ફોન માં વિનંતી ચાલું થઈ.
મહેકજી તમને મારો આશય રડાવા નો નહોતો. તમે પ્રેમ મા બીજી વખત પણ થાપ ખાધી. અને….
સટ અપ સટ અપ તમારે મારી વાતો માં દખલ દેવા ની જરૂર નથી. મહેક ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.
ઓકે ઓકે શાંત થઈ જાવ, જુવો હું તમને ઓળખું છું, માટે મે આ વાત કરી સાચું કહું વિકટતા હોય તકલીફ હોય તો એક દોસ્ત સમજો કદાચ હું તમારે કામ આવી શકું?
તમે અને કામ? રડતાં મહેક બોલી. અરે જે માણસ પોતાની ઓળખ નથી આપી શકતો, તે મને કામ લાગે? મહેક ની વાત પુરી થઈ. ફકત રડવાનો અવાજ આવતો હતો.
તમારી દેખાતી ઉદાસીનતા કદાચ તમારા માતા પિતા નહી સમજી શકતા હોય? આગંતુક ફરીથી સવાલ કર્યો.
મહેક શું સમજે? દરેક ને પોતાની લાઈફ હોય ને! પોતાની ઈચ્છા મહત્વાકાંક્ષા હોય ને? મારે કઈ તકલીફ હોય તો એમજ કહે બેટા હવે તું મોટી થઈ, હવે તારે તારા નિર્ણય લેતાં શીખવું જોઈએ. મહેક બોલી સુન્ન થઈ.
થોડીવાર ફોન પર કોઈ નો અવાજ ના આવ્યો મહેક સમજી ગઈ હતી, સામે વાળો માણસ મારો કુંડાળા માં પગ પડી ગયો છે, તે તેની જાણ છે.
હવે શું ? તમે મારા વિષે જાણકારી ભેગી કરી!! તમારી શું અપેક્ષા છે? મિસ્ટર!! મહેક થોડા કઠોર શબ્દે બોલી. તેના અંતર ના ઉઝરડા ને કોળી ખાધાં, તેની વેદના માં નાની બાળ આજ એકલી અટુલી ક્યાંક ભોળવાઈ ગઈ તેમ જણાતું.
સામે થી આગંતુકે પ્રસ્તાવ મુકયો, તારી મદદ કરવાં માગું છું. તારા ટેન્શન ભર્યા જીવન ને ઉજાગર કરવા માગું છું. પ્લીઝ
તમે અને મદદ? ઈમ્પોસિબલ!! તમે મને લાગે છે, મારા નાલાયક બોયફ્રેન્ડ ના મિત્ર છો. તમારે પણ મારા પૈસા મારાં શરીર માં રસ છે. રહેવા દો મિસ્ટર. તમે તમારૂ નામ નથી જણાવતા ને મારી જોડે પ્રેમાળ વાતો કરી નવી વાર્તા ઉભી કરશો, અને ફરી બ્લૅકમેઈલ કરવાનું ચાલુ કરશો.
તમે દરેક ને એક સમાન ગણો છો. મહેકજી મારા માટે તમારા કામ આવી શકું તેજ લાગણી, તમે ખોટા અર્થ ના કરશો.
મહેક ચુપ રહી. તેને ખ્યાલ નહોતો કે નકુલ તેના નકટા વેડા માં આ સામેલ છે કે કેમ? ક્યાંક ખરેખર ઈશ્વરે મારી અરજ સ્વીકારી કોઈ ફરીસ્તો મોકલ્યો છે?
તે ચુપ રહી. જવાબ શું આપવો તેને સુજતું નહોતું, તેના ઉર ના ડંખ ખોલુ કે નહીં, તેને સમાધાન મળતું નહોતું. જવાબ ના મળતા સામે થી ફરી મહેકજી વિશ્વાસ રાખો, જે થયું એ કહો હું તમને જરૂર મદદ કરીશ.
અરે તમને ઓળખ્યા વગર કહું? તમે છો કોણ?
હું તમારો હિતેચ્છુ છું. એમ સમજો કે ભગવાને તમારી મદદ માટે જ મને મોકલ્યો છે. તમે મારી પર વિશ્વાસ મુકો હું તમારી તકલીફ માં અડગ ઉભો છું મહેકજી બેજીજક તમારી વાત કરો. તમારા બીજા અફેર માં શું થયું છે?
મહેક શાંત રહી તેને ફોન મુકી દીધો. સામે થી હલ્લો અવાજ આવતો રહ્યો મહેક અતીત માં જતી રહી.
નકુલ કોલેજ નો મારો બીજો નબીરો જાણે એણે મને કેમ ની વશ કરી દીધી. ખબર જ ના રહી. તેનામાં એક સાદગી હતી. મન થી શાંત. રૂપે એકદમ હેન્ડસમ લાગતો, વાંકડીયા વાળ, ઉચો ભરાવદાર મુખ પર સમારેલી દાઢી થી ગાલ ઢંકાયેલ હતા. હાથ માં કડુ અને કાન માં નાની બાલી પહેરતો. તેના મસ્તક પર અંતરંગી રેખા ઉપસતી જ્યારે તે સંગીત ના તાલ રેલાવતો. સંગીત નો બેતાજ બાદશાહ હતો. કોલેજ ના ફંકશન માં તેના ગીત હોય જ . અમારી મુલાકાત કોલેજ કેમ્પસમાં તેના રોક ફોર સોન્ગર્સ ના પ્રોગામ માં થઈ હતી. તેના તાલે આખું કેમ્પસમાં ધુમ મચી હતી. નવા રેપસોન્ગ જાણે વાતાવરણ માં તાજગી સભર વાતાવરણ જામ્યુ હતું. તેની ને મારી નજર મળી, ધીમે ધીમે પરિચય થયો. મિત્ર થયા ને ડેટ પર જતાં થયા. નકુલ એકદમ માન સભર વર્તન કરતો તેને સ્પર્શ માં રસ નહોતો. બસ અમે પ્રેમ થી વાતોમાં ઓતપ્રોત થઈ જતા.
કયારેક સીટી બહાર નર્મદા કૅનાલ જતા તો કયારેક થોર ના આહલાદક વાતાવરણ માં પ્રેમ થી વાતો ચાલતી, મસ્તી ચાલતી, કયારેક ગીત ગુનગુનાવતો તે શામ મારા મન હસીન, નયનરમ્ય બની જતી. તેના હાથ માં હાથ પરોવીને તેના નજરો માં સમાઇ જતી, એક દિવસ તેને ઓફર કરી મારા મિત્ર ના ફાર્મહાઉસ જવું છે? તેના અત્યાર સુધી ના વર્તાવે હા પાડી. મને થતુ તે સ્પર્શ કરે તો ? તેમાં મર્યાદા હોય તો શું ફિકર! નકુલ મારો બોયફ્રેન્ડ છે. આજ સુધી છુટ લીધી નથી. તો હવે વિશ્વાસ તો મુકાય ને? મહેક તૈયાર થઈ ગઈ. નકુલ ને મહેક ગાંધીનગર ના અંતરિયાળ તરફ જતાં ગયા. રસ્તામાં મહેકે મજાક કરી સાહેબ ના નેક ઈરાદા તો છે ને? નકુલ ચીડાઈ ગયો બાઈક ની બ્રેક મારતાં બોલ્યો તને વિશ્વાસ હોય તો જઈએ. ત્યાં તો બંગલા ની હાળમાળા નીરખાઈ.
શાંત વાતાવરણ હતું. બંગલા ની પાછળ જ નદી નો પટ આવી જતો, ચારે બાજુ વૃક્ષો ની હાળમાળા હતી. પંખી ના કલરવ ને મધુર સંગીત માં બે પ્રેમાળ પંખી આજ પ્રથમ વખત બાહુપાશ માં હતા. મહેક નો સ્પર્શ નકુલ ને ઉતેજીત કરતો, પણ મહેક મક્કમ હતી. તેને નકુલ ને પ્રોમીસ આપી શાંત કરી દીધો. નકુલ ની મન ની મનમાં રહી તેમ હતાશ જણાતો. તેને મન મળેલા મોકા નો ઉપયોગ કરવો હતો. પણ અફસોસ આજ સજ્જનતા વચ્ચે આવી ગઈ. નકુલ મહેક ને નીરખતો રહ્યો, આજ મહેક ટાઈટ જીન્સ અને ફુલ સ્લીવ ટી શર્ટ પહેરી ને આવી હતી. મહેક ને એકાંત ની ખબર હતી. તેને પણ ડેટ ને ઉન્માદ માં ના પરાવર્તિત પામે તેમ ઇચ્છતી હતી. સાંજ ઢળવા માડી નકુલ ને લાગ્યું હાથ માં કઈ નહી આવે, તેને મહેક ને ફુલો થી મારવા ની શરૂઆત કરી દોડાદોડ ને પકડાપકડી ના સ્પર્શ નકુલ ને બેકાબુ કરી દીધો. સાથે તેને હાથ નો કોળિયો કાયમ માટે ના જતો રહે તેનું તેને જ્ઞાત હતું. આજ તેને મળેલા સ્પર્શ નો આનંદ મન મા સમાવી દીધો હતો. ફરી ઘર તરફ પ્રયાણ કર્યું. મહેક ને આજ નકુલ ની ઉપર વિશ્વાસ વધ્યો, નકુલ પર ભરોસો બેઠો.
ક્રમશ