ભાવેશ અને દેવ બંને વાત કરતા હોય છે તે સર જોઈ જાય છે એટલે
તે બંને ને ઉભા કરે છે અને પૂછે છે કેમ બંને વાત કરો છો અને કેમ હસો છો ?
દેવ : સર કાઈ જ નહીં એમ જ બસની વાત કરતા હતા .
સર : અમને પણ કહો અમે પણ બધ હસિએ ?
દેવ : ના સર એવું કંઈ જ નથી.
સર : ભાવેશ શુ વાત કરતા હતા તમે આજે આવ્યા ત્યારથી તમે બંને સાથે છો ?
ભાવેશ : ના સર એવું કંઈ જ નથી.
ભાવેશ અને દેવની તો બોલતી જ બંધ થઈ જાય છે સર લેકચર લેવા લાગે છે દેવનું ધ્યાન ભણવામાં લાગતું નથી જ્યારે ભાવેશ તેને બોર્ડ સામે જોવાનું અને ભણવામાં ધ્યાન આપવાનું કહે છે .પણ દેવ ધ્યાન આપતો નથી થોડીવાર પ6ઇ સર એક સવાલ પૂછતાં દેવને લાગ્યું જો હું ધ્યાન નહીં આપું તો મારો વારો આવી જશે એટલે તે કાજલને ભૂલીને ભણવામાં ધ્યાન આપે છે . રિસેસ પડે છે દેવ અને ભાવેશ કેન્ટીન તરફ જાય છે ત્યાં સૂકી ભેળ બંને ખાય છે અને કોલ્ડડ્રિન્ક પીને ક્લાસ તરફ પાછા વળે છે . રિશેષ ખુલાવનો સમય થતો આવે છે પણ દેવને ફરી કાજલની યાદ આવતા તે ભાવેશ ને લઈને કોલેજ તરફ જવાનું કહે છે ભાવેશ પાર્કિંગ માંથી બાઇક કાઢીને દેવને બેસાડીને કોલેજ તરફ જાય છે પણ તેને કાજલ જોવા મળતી નથી .દેવ નિરાશ થઈને પાછો આવે છે અને ભણવામાં ધ્યાન આપે છે . રજા પડતા જ દેવને ભાવેશ બસ સ્ટોપ પર મુકવા આવે છે જ્યા તેના ગામના મિત્રો પહેલેથી જ ઉભા હોય છે તેની પાસે દેવ જવાનું કહે છે અને ભાવેશ ને કહે છે તારે ઘરે જવું હોય તો જઇ શકે છે . દેવની વાત માનીને ભાવેશ ઘર તરફ જવા નીકળે છે દેવની બસ આવી જતા તે પણ બસમાં બેસીને ઘર તરફ રવાના થાય છે તે બારીમાંથી આવતો ઠંડો પવન તેને વાળની લટને આમતેમ ફેરવે છે અને થોડીવારમાં દેવ બારી ને ટેકે માથું રાખી સુઈ જાય છે ગામ આવતા તેના મિત્રો તેને જગાડે છે. દેવ પણ જાગીને માથું સરખું કરીને બસમાંથી નીચે ઉતરી ઘર તરફ ચાલવા લાગે છે .
દેવ બસમાંથી ઉતરી ઘરે રવાના થાય છે ત્યારે તેનો એક મિત્ર આશિષ મળે છે આમ તો તેની સાથે બોવ જાજી મિત્રતા તો નહીં પણ આંખ ની ઓળખાણ અને એક જ ગામ માં રહેતા હોવાથી અને ઘણીવાર તેની શોપ પર આવતો હોવાથી તેની સાથે વાત કરવા ઉભો રહી જાય છે
આશિષ: દેવ ક્યાંથી આવે છે ? i
દેવ : અમરેલી થી કાઈ કામ હતું આશિષ મારુ આમ રસ્તા વચ્ચે તે ઉભો રાખ્યો?
આશિષ : ના દેવ એમ જ હું તારા શોપ બાજુ જતો હતો ત્યાં તું મળી ગયો તો તને પૂછ્યું
દેવ : ઓકે આશિષ. ચાલ હું ઘરે જમીને શોપ બાજુ આવું થોડીવારમાં કાઈ કામ હોય તો શોપ પર કેજે મને?
આશિષ : હા સારું તો શોપ પર મળીયે .
દેવા ને આશિષ વાત પૂરી કરી દેવ તેના ઘર બાજુ પગ ઉપાડે છે તો આશિષ દેવની શોપ બાજુ પોતાની બાઇક લઈને જાય છે .દેવ ઘરે પહોંચી બેગ રૂમમાં મૂકીને ફ્રેશ થઈને રસોડા તરફ જાય છે અને ફ્રીજમાંથી આઈસ્ક્રીમ લઈને ખાવા લાગે છે આ બાજુ તેના મમ્મી બહાર કામ કરતા હોય છે જ્યારે દેવ મહારાજની જેમ આઈસ્ક્રીમ ખાય છે .દેવ આઈસ્ક્રીમ ખાતા ખાતા તરની મમ્મી જોડે વાત પણ કરતો જાય છે અને તે કહે છે કે રાત્રે મારા માટે જમવાનું બનાવવાનું નથી કેમ કે, હું મારા બધા મિત્રો સાથે આજે બહાર જમવા જવાનો છું તો હું આજે શોપ પર થી જ સીધો જમવા માટે નીકળી જઈશ અને રાત્રે હું મોડો ઘરે આવીશ.તેમ કહીને આઇસ્કીમ પૂરું કરીને ઘરની બહાર નીકળી પોતાના શોપ બાજુ ચાલવા લાગે છે