ઇનામ - 1 Nayana Bambhaniya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઇનામ - 1

મ્મી મને ક્યારે ઈનામ મળશે? મમ્મી હું તો સ્કૂલમાં બધા કરતાં ડાયો છું. એવું તમે કહેતા હતાને ?એવું બોલતા રોહન રડી પડ્યો હતો. ત્યારે પારૂલબેને તેને સમજાવ્યો હતો કે, હા તમને પણ ઈનામ મળશે બેટા તમને હું અને તમારા પપ્પા સ્કૂલમાં ઈનામ આપ્યા તેના કરતાં પણ બેસ્ટ ઈનામ (પ્રોત્સાહન સ્વરૂપે કોઈ વસ્તુ) આપશું..! ત્યાર પછી પરેશભાઈ રોહન માટે નવું કીટ લઈ આવ્યા હતા પરંતુ રોહનને એમાં જરાય રસ નહોતો..! રોહન તે સમયે છઠ્ઠા ધોરણમાં હતો તે બધું સમજતો હતો કે મમ્મી, પપ્પા અને દાદી તેને ખુશ કરવા માટે ઈનામ આપે છે..!

આજે નવરાત્રીનો છેલ્લો દિવસ હતો એટલે રોહનને આજે લઈ જવો કે નહિ તેની ચર્ચા કરતા હતા.તેને ન લઈ જવાનું કારણ એ હતું કે આજે નવરાત્રીનો છેલ્લો દિવસ હતો એટલે નાના બાળકોએ સારા ગરબા રમ્યા હોય તેવા બાળકોને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપી ઈનામ આપી પ્રોત્સાહિત કરવાના હતા.. ! એટલા માટે પારૂલબેન અને પરેશભાઈ જાણતા હતા કે રોહનને ઈનામ નહિ મળે એટલે એ દુઃખી થઈ જશે.. પરંતુ પરેશભાઈના મમ્મીનું કહેવું હતું કે તેને લઈ જવો જોઈએ.! નિર્મળાબેનનાં કહેવાથી પરેશભાઈ તથા પારૂલબેન , રોહનનું જવાનું જરાય મન ન હતું છતાંપણ લઈ ગયા.!

સારું પ્રદર્શન કરનાર સોસાયટીના બાળકો માટે ઈનામ વિતરણ કાર્યક્રમ શરૂ થયો. પ્રથમ નંબર જેનો હતો તેનું નામ રોહન પરેશભાઈ સંઘવી પ્રથમ નંબરે છે. આવા શબ્દો બધાનાં કાને પડ્યા ત્યાં હાજર બધા લોકો આચર્ચકિત થઈ ગયા.અંદરોઅંદર વાતો કરવા લાગ્યા કે પરેશભાઈના દીકરાનો પ્રથમ નંબર કઈ રીતે હોઈ શકે? રોહન માત્ર પ્રથમ દિવસે થોડી વખત ગરબા રમ્યો હતો. પછી ક્યારેય આવ્યો પણ નથી.અને આજે ઈનામ વિતરણમાં તેનો પ્રથમ નંબર કઈ રીતે?ત્યારે નવરાત્રિના કાર્યક્રમનું આયોજન કરનાર મુખ્ય પ્રમુખ બોલ્યા, " રોહનનો પ્રથમ નંબર આવ્યો છે.જે તમે સાંભળ્યું તે બિલકુલ સત્ય છે. કારણકે પ્રથમ દિવસે રોહન ગરબા રમતા રમતા પડી ગયો હતો એ તમે બધાએ જોયું હતું પરંતુ એ સત્ય ન્હોતું." તમે બધા પોતાના ઘરે ચાલ્યા ગયા પછી મારી કારની ચાવી ખોવાઈ ગઈ હતી. એટલા માટે અમે સોસાયટીના સીસીટીવી કેમેરા ચેક હતા, ત્યારે જોયું કે રોહનને કોઈનો પગ અથડાયો એટલે ન્હોતો પડી ગયો. પરંતુ રોહનની ફ્રેન્ડ અંજલિની સોનાની રીંગ પડી ગઈ હતી જે અંજલિને પણ ખબર ન્હોતી કે તેની સોનાની રિંગ પડી ગઈ છે. રોહન તે રિંગ લેવા નીચે નમ્યો અને લઈને અંજલિને રીંગ આપતો હતો ત્યારે તે કોઈ સાથે અથડાયો અને તેનાથી પડાઈ ગયું હતું. નહિ કે રમતા રમતા પડાયું હતું..!


કાર્યક્રમના મુખ્ય પ્રમુખ બોલ્યા, જો રોહન ઇચ્ચત તો અંજલિની એ રિંગ પોતાની પાસે રાખી શક્યો હોત. પરંતુ નહિ તેણે ઈમાનદારીથી જેની વસ્તુ હતી તેને પાછી આપી.! આજે રોહનના વખાણ થઈ રહ્યા હતા.આ સાંભળીને ઉપસ્થિત સૌવે રોહનને તાળીઓથી વધાવી લીધો. તથા કાર્યક્રમમાં પધારેલા મુખ્ય મહેમાન, વડોદરા શહેરના પૂર્વ કલેક્ટરશ્રીના હસ્થે માત્ર ઈનામ જ નહિ પરંતુ ગૌરવ પુરસ્કાર રોહનને અર્પણ કર્યો.


રોહન તે પુરસ્કાર લઈને તેની દાદી પાસે ગયો અને તે પુરસ્કાર દાદીનાં હાથમાં આપતાં બોલ્યો, "દાદી આં પુરસ્કારનાં સાચા હકદાર તમે છો." તમે જ મને શીખવ્યું હતું કે કયારેય કોઈની વસ્તુ લેવી નહિ તથા હમેશા બીજાની મદદ કરવા તત્પર રહેવું. આ સાંભળી રોહનનાં દાદી બોલ્યા, " ખૂબ સરસ દીકરા." તે આજે તારા પપ્પાની અને આપણા પરિવારની છાતી ગદગદ ફૂલે તેવું કાર્ય કર્યું છે. એટલાં માટે તને આજે મારા તરફથી, આ ભાગવત ગીતાનું પુસ્તક ભેટમાં મળશે. રોહન સાવ નાનો હતો ત્યારે તેજ ભાગવત ગીતાનાં પુસ્તકમાંથી, દાદીએ તેને ભગવાન કૃષ્ણની વાર્તાઓ કહી હતી. આજે એ ભાગવતનું પુસ્તક તેને ઈનામમાં મળ્યું. આજે રોહનનાં ચહેરા પર ક્યારે ન જોવા મળેલ ખુશી જોવા મળી. આજના દિવસે તેને પ્રોત્સાહન મળિયા પછી તે નવા ઉત્સાહ-ઉમંગથી સફળતાનાં પગથિયા ચડવા થનગની રહ્યો હતો.!




નયના બાંભણીયા