Jivan Sangram 2 - 16 books and stories free download online pdf in Gujarati

જીવન સંગ્રામ 2 - 16

પ્રકરણ ૧૬


આગળ જોયું રોકી અને પટાવાળાને રાજન પકડીને તપોવનધામ લાવે છે.પૂછપરછમાં કઈ જવાબ આપતો નથી.બીજી તરફ રાજેશ રોકી અને પટાવાળાના ફેઈસ સ્ક્રીન બનવા લાગે છે.વહેલી સવારે બધા છૂટા પડે છે....
હવે આગળ....

વહેલી સવારે લગભગ પાંચ વાગ્યા આસપાસ એક કાર તપોવનધામના દરવાજે ઉભી રહે છે. કારનો અવાજ આવતાં જ જીજ્ઞાદીદી તરત જ દરવાજે આવે છે.કારમાંથી પરમાનંદ અને ભવ્ય ઉતરે છે.
પંચાવન સાઈઠની આસપાસ પહોંચેલા પરમાનંદનું શરીર આજે પણ કોઈ નવજુવાન જેટલું તંદુરસ્ત દેખાતું હતું.માત્ર માથાના વાળ સફેદ દેખાવા લાગ્યા હતા.આંખોમાં ચશ્માને કપાળ પર ઉંમર પ્રમાણે થોડી કરચલી દેખાતી હતી..

પરમાનંદને જોઈને જીજ્ઞા રોઈ પડે છે.

"અરે અરે કેમ આવું આછું આવી ગયું.જીજ્ઞા હું તો તને એક સક્ષમ નારી તરીકે અહીંયા મૂકીને ગયો હતો.અને તું આમ રડે એ કેમ ચાલે".જીજ્ઞાને પોતાના આશિર્વાદ આપતા પરમાનંદ બોલ્યા.

"સર એવું નથી. આતો તમારાં વગર અહીંયા સાવ એકલી પડી ગઈ હતી. વળી ગગન પર કેસ અને એ કેસમાં તમે કરેલ દિશા સૂચન."

"હા પણ હવે હું આવી ગયો ને.બધું સારું થઈ જશે.તું ખોટી ચિંતા ન કર.જો ભવ્ય પણ સાથે આવ્યો છે."

"હા એ તો ખબર જ હતી.પણ મે હજુ કોઈ ને કહ્યું નથી કે ભવ્ય પરમિશન લેટર વગર આવે છે એ."

"જીજ્ઞા બધી વાત અહીંયા જ કરવી છે કે અંદર જવું છે".જીજ્ઞાની પીઠ થપથપાવતા પરમાનંદ બોલ્યા.

"હા...હા... ચાલો પહેલા ફ્રેશ થઈ જાવ,ત્યાં સુધીમાં હું નાસ્તો ને ચા બનાવી લઉં."

"કેમ મહારાજ નથી જગ્યા હજુ?"

"એતો જાગી જ ગયા પણ ઘણા સમયથી તમને નાસ્તો નથી કરાવ્યો એટલે મારા હાથે જ બનાવીને તમને નાસ્તો કરવું એવી મારી ઈચ્છા છે."

"ઓકે સારું."પરમાનંદ અને ભવ્ય ફ્રેશ થઈને ચા નાસ્તો કરે છે.ત્યાર બાદ બધા કાર્યાલયમાં બેસે છે એટલી વારમાં રાજન,રાજ,કમલ પણ આવી જાય છે.પરમાનંદને જોઈને એના ચરણ સ્પર્શ કરે છે. પરમાનંદ બધાને ગળે મળીને બેસવાનું કહે છે.

"રાજેશ ક્યારે આવે છે જીજ્ઞા?"

"સાંજે તો મને એમ કહીને ગયો હતી કે સવાર સુધીમાં મારું કામ પૂરું કરીને આવી જઈશ.પણ સમય કહ્યો નથી.હું કોલ કરીને પૂછી જોઉં."

"ના..ના..એ આવી જાશે તૈયાર થઈ જશે એટલે."

"પણ સર ભવ્યને પરમિશન લેટર લેવાની તમે ના શા માટે પાડી?"

"જીજ્ઞા આ કેસમાં ઘણા બધા મોટા રાજકારણીઓ જોડાયેલ છે.જો પીએમ સાથે આ બાબતે ચર્ચા કરીએ તો એ બધાને ખબર પડી જાય અને એ લોકો સાવચેતી પૂર્વક આ કેસની બધી ઘટનાઓ છુપાવવા લાગે.માટે હું અને ભવ્ય સીધા મહામહિમ શ્રી રાષ્ટ્રપતી પાસે ગયા.ત્યાં આર્મી ચીફને પણ બોલાવ્યા.એમને અમને પૂરી છૂટ આપી અને ખાનગી રીતે તપાસ કરવાના આદેશ આપ્યા. આર્મી પણ સરહદી વિસ્તારમાં એક મિશન શરૂ કરે છે.એટલે આર્મી ચીફ હવેથી રાજનના કોન્ટેક્ટમાં રહેશે.રાજન તારે અહી થયેલ બધી તપાસના રિપોર્ટ એમને આપવાના છે ને જે જરૂરિયાત હોઇ એ એમને કહેવાની છે.એ બધી રીતે મદદ કરશે.તારે કોઈને પણ અરેસ્ટ કરવા હોય તો એ પરમિશન આપશે.પણ પહેલા તારે એને જાણ કરવાની છે."

"ભલે સર."

"તો શું સર તમે કાલે જ ભવ્ય સાથે હતા?"

"હા રાજ આ આખો મામલો જ એટલો ગંભીર નીકળ્યો કે મારે આવી જ જવું પડ્યું."

"મે ત્યાં એક છાપામાં આવા જ એક કેસ વિશે વાંચ્યું. મને થયું કે કદાચ આ કેસ પણ એની સાથે જોડાયેલ હોઈ શકે,મેં તપાસ કરી.મને મારી શંકા સાચી લાગી એટલે મેં જીજ્ઞાને સૂચના આપી.મે ભવ્ય સાથે વાત કરી.ભવ્ય ત્યારે અહીંયા હતો.એ જેવો દિલ્લી જવા નીકળ્યો કે હું પણ ફ્લાઇટ પકડી સીધો દિલ્લી પહોંચી ગયો. જતીન કાલે સવારે આવી જશે."

"ઓહ.. અને અમને એમ કે અમે અહીંયા તમારી ગેરહાજરીમાં આ કેસ પુરો કરી દેશું!"

"હા તો પૂરો જ કર્યો કહેવાય કમલ. તમે સાચે જ બહુ જબરદસ્ત કામ કર્યું છે.હવે તો માત્ર પકડવાના બાકી છે.રાજન તે જેને પકડ્યા એને થર્ડ ડિગ્રી આપ પછી જો કેટ કેટલા નામ સામે આવે છે.જીજ્ઞા તારી હિંમતને પણ દાદ દેવી પડે હો."

"સર મે તો ખાલી માર્ગદર્શન આપ્યું.સાચી મહેનતતો રાજન ,રાજ અને કમલની કહેવાય.સર કાલે આખી રાત આ લોકો જાગ્યા છે!"

"તો દીદી તમે પણ અમારી સાથે જ હતાં ને. અને તમે તો લગભગ બે - ત્રણ દિવસથી સુતા નથી!"

"એ તો મને ખબર છે.જીજ્ઞા આ બધું પૂરું નહિ થાય ત્યાં સુધી આરામ નહી કરે!"

આવી વાતો ચાલતી હતી ત્યાં રાજેશ ફેઈશસ્ક્રીન લઈને આવે છે.અને પરમાનંદના ચરણ સ્પર્શ કરે છે.

"આવ રાજેશ.'તારું કામ પૂરું થઈ ગયું?"

"હા સર આ રહ્યા ફેઈશસ્ક્રીન."

"રાજન આ કોને પહેરવાના છે?"

"એ તો દીદીએ હજુ કંઈ કહ્યું નથી."

"લાવો હું પહેરી લવ! પછી જુવો મારી કમાલ?"

"ના રાજ તારે નથી પહેરવાના.રાજન તારી ટીમ માથી કોઈને પહેરાવ.જે આ બંને જેવા દેખાતા હોય."

"ભલે દીદી.હમણાં જ કોલ કરીને બોલાવી લઉં એમને."

"હા એ આવે પછી પેલા બંનેની રિમાન્ડ ચાલુ કરો."

રાજન કોલ કરીને બે ઇન્સ્પેકટરને બોલાવે છે.

થોડા સમયમાં બંને ઇન્સ્પેકટર આવી જાય છે.

"દીદી હવે કહો કઈ રીતે આગળ વધવાનું છે આપણે?"

"રાજન પહેલા પટાવાળાને અને રોકીને અલગ અલગ રૂમમાં રાખો.પછી પટાવાળા સાથે રોકીનું ફેઈશસ્ક્રીન પહેરેલ ઇન્સ્પેકટર રહેશે અને રોકી સાથે પટાવાળાનું ફેઈશસ્ક્રીન પહેરેલ ઇન્સ્પેકટર રહેશે.બીજું કે નકલી ગોળી વાગે તો કેટલીક ઇજા થાય રાજન?"

"દીદી જાજુ તો ન વાગે પણ જખમી તો થઈ જાય હો.કેમ એવું પૂછ્યું?"

"પેલા બંનેની થર્ડ ડિગ્રીમાં આપણે પહેલા જખમી થવું પડશે."

"તો દીદી એ ફેઈશસ્ક્રીન હું પહેરી લઉં?"

"ના કમલ તારે નથી પહેરવા.મારી ટીમના આ બંને ઇન્સ્પેકટર જ પહેરશે. બરાબરને?"

"યસ સર."બંને સાથે બોલ્યા.

"ઓકે સારું. તો આ લો પહેરી લો ને પછી જઈએ એ લોકો પાસે.કમલ તું બંનેને અલગ અલગ રૂમમાં બેસાડ."

કમલ રોકી અને પટાવાળાને અલગ અલગ રૂમમાં બંધ કરે છે.આ તરફ રાજન નકલી ગોળી કંઈ રીતે અને ક્યાં મારીશ એ બંને ઈસ્પેક્ટરને સમજાવે છે.

પછી બધા પહેલા રોકીના રૂમમાં જાય છે.

"રોકી આજે બધું સાચું જ બોલવાનું છે.ઓકે..નહિ તો આ પિસ્તોલ નક્કી ખૂન કરશે!"

"પણ સાહેબ મે તમને કાલે પણ કહ્યું હતું કે હું કંઇ જાણતો નથી તો પછી હું કઈ રીતે બધું કહું."

એટલી વારમાં કમલ નકલી પટાવાળાને લઇને આવે છે.નક્કી કર્યા મુજબ રોકીથી થોડે દૂર ખુરશી પર બાંધે છે.

"રોકી સાચે સાચ કહી દે... ગગનના કેસમાં કોણ કોણ સામેલ છે.સાથે સાથે એક છોકરી તમારા કબ્જામાં છે એ ક્યાં રાખી છે?"

"સાહેબ તમને કેમ સમજાવું કે મને કઈ ખબર જ નથી?"

રાજન ઉભો થઇને રોકીને ખુબ મારે છે પણ રોકી મોઢું ખોલતો નથી.

અંતે થાકીને રાજન છેલ્લી ચેતવણી આપતા કહે છે ;"રોકી છેલ્લી વખત પૂછું છું..પછી બોલવાનો કોઈ મોકો નહિ મળે સમજ્યો.'

"સાહેબ સાચે જ નથી ખબર."

રાજન નકલી પટાવાળા પર જમણા હાથમાં વાગે એવી રીતે ગોળી ચલાવે છે.ગોળી વાગતાં જ પટાવાળો ખુરશી સાથે નીચે પડે છે.આ જોઈ રોકી ગભરાઈ જાઈ છે. રડતા રડતા રોકી કહે છે;"સાહેબ પ્લીઝ હવે ગોળી ન ચલાવતા હું બતાવું છું બધું."

"વાહ ઝડપથી ગાડી પાટે ચડી ગઈ.કમલ આને રાજેશ પાસે લઈ જા ને પાટાપિંડી કરવો."પટાવાળા તરફ ઈશારો કરતા રાજન બોલ્યો.

કમલ નકલી પટાવાળાને લઇને રાજેશ પાસે કાર્યાલયમા જાય છે.રાજેશ ત્યાં જ તેની સારવાર કરે છે.

કમલ રાજનને અહી બોલાવ.

કમલ રાજનને કોલ કરીને કાર્યાલયમા બોલાવે છે.

રાજન કાર્યાલયમાં આવે છે;'બોલ કમલ કેમ બોલાવવો પડ્યો.ક્યાંક ગોળી વધુ તો નથી વાગી ને?"

"ના ના રાજન સરે કહ્યું કે રાજન ને બોલાવ માટે."

ઓકે...

"રાજન હવે આગળ શું પ્લાન છે?"

"સર હજુ તો રોકી કઈક બોલે પછી ખબર પડે ને.આ ગોળી જોઈને બધું બોલવા લાગ્યો છે."

"વેલ પણ એનાથી આપણે એના જેવા છે ત્યાં સુધી જ પહોંચી શકીશું.એક કામ કરો એની બધી ડિટેલ જાણીને આપણાં નકલી રોકી અને પટાવાળાને એમની જગ્યા પર રાખી દઈએ.અને એ લોકો બીજા બધા સાથે કોન્ટેક્ટમાં રહેશે.એમ કરવાથી આપણે કોલનું લોકેશન પણ જાણી શકીશું અને આગળ એ લોકો શું પ્લાન કરે છે એ પણ જાણી શકીશું."

"હા સર એ પ્લાન બેસ્ટ રહેશે.હું પહેલા રોકી અને પટવાળાની બધી ડિટેલ જાણી લઉં."

"હા જાવ અને એના બધા કામો વિશે પણ જાણજો."

રાજન અને કમલ પાછા રોકી પાસે જાય છે.અને બધું પૂછીને ડિટેલ મેળવે છે.સાથે સાથે ગગન પર કેસ કરનાર છોકરીની પણ બધી હકીકત જાણી લે છે. પટાવાળા પાસેથી પણ એવું બધું જાણી લે છે.ત્યાર બાદ બંનેના મોબાઈલ નકલી રોકી અને પટાવાળાને આપે છે ને બધું સમજાવે છે કે ત્યાં કંઈ રીતે રહેવાનું કોની સાથે કંઈ રીતે વાત કરવાની વગેરે વગેરે...

બંને ઇન્સ્પેકટર પોતપોતાની જગ્યા પર જવા રવાના થઈ ગયા.આ તરફ કાર્યાલયમાં કોલ સેન્ટર ઉભુ કરાયું અને બન્નેના મોબાઈલ એમાં કનેક્ટ કરવામાં આવ્યા.

કમલ રોકીએ આપેલ માહિતી મુજબ તું એક છોકરી જે આ લોકોએ બંધી બનાવી છે એને છોડવ.જરૂર જણાય વધુ સ્ટાફ લેતો જજે.ત્યાં બીજા જે કોઈ હોઈ એ બધાને અહીંયા જ લાવજો.

ઓકે સર...કમલ પોતાના સ્ટાફ સાથે રવાના થાય છે.

રાજ તું આ કેસમાં જે ફરિયાદી છોકરીઓ છે એમને અહીંયા લઇ આવ.સાથે જીજ્ઞાદીદીને લેતો જા એટલે બીજો કોઈ પ્રોબ્લેમ ન આવે.

સર હવે આગળ તમે કહો ....

"વાહ રાજન તારી કામ કરવાની રીત ને સ્ફૂર્તિ જોરદાર હો.મને તારા પર ગર્વ છે.તું જે રીતે આગળ વધે છે એ રીતે જ આગળ વધ. ભવ્ય પેલા આર્મી ચીફ સાથે રાજનને વાત કરાવી દે અને અત્યાર સુધી કરેલ કામગીરીના રિપોર્ટ આપી દે."

ઓકે સર...

ભવ્ય કોલ કરીને રાજનને આપે છે.રાજન પોતાનો આખો પ્લાન એમને સમજાવે છે.સામે આર્મી ચીફ ખૂબ રાજી થઈ ને કહે છે;"રાજન સાહેબ મે અભી વહા આ રહા હુ આપશે મિલને.મુજે લાગતા હૈ કી સાયદ એક વીક મે આપ યે કેસ ખત્મ કરોગે.મે કલ સુબહ વહા પહોંચ જાઉગા.. ઓકે બાય."

રાજન બધી વાત પરમાનંદ અને ભવ્યને કરે છે.

બધા ખુશ થઈ ને કહે છે.સવાર સુધીમાં આપણી પાસે બીજા પણ ઘણા બધા ગુનેગારો બંધી માં હશે..

આવી વાતો ચાલતી હતી ત્યાં રોકીના મોબાઈલમાં રીંગ વાગે છે.કંટ્રોલ રૂમમાંથી એને ટ્રેક કરવામાં આવે છે અને લોકેશન પણ..સાથે સાથે તેમાં થતી વાતો રાજન સંભાળે છે.અલબત્ત એ મોબાઈલ તો નકલી રોકી પાસે જ હતો.કોલ કટ થયો,તરજ જ રાજન કમલને કોલ કરીને કહે છે; કમલ પાછો આવી જા.અત્યારે ત્યાં જવાનું નથી.ત્યાર બાદ નકલી રોકી સાથે વાત કરી કોલ કાપીને પરમાનંદને કહે છે સર સવારે એક ઓપરેશન હાથ ધરવાનું થશે.આ લોકોનો કાલનો પ્લાન આપણે નિષ્ફળ બનાવવો પડશે.

ક્રમશ::::

શુ રાજનનો પ્લાન સફળ થશે???

નકલી રોકી અને પટાવાળો બનીને ગયેલ ઈસ્પેક્ટર આગળનો પ્લાન જાણી શક્શે????

ક્યો પ્લાન નિષ્ફળ બનાવવાની વાત કરે છે રાજન??

આ બધા પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો જીવન સંગ્રામ ૨ નું પ્રકરણ ૧૭......

આપના પ્રતિભાવની રાહે... રાજુસર.....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED