લાઈફ પાર્ટનર - 2 Divyesh Labkamana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાઈફ પાર્ટનર - 2

લાઈફ પાર્ટનર

દિવ્યેશ પટેલ

ભાગ 2

તમારા પ્રતિભાવો મને મારા whatsapp/કોલ નંબર 7434039539 પર આપો

આગળ ના ભાગ માં આપડે જોયું કે માનવ ને તેના દોસ્તો કોલેજ ન પ્રથમ દિવસે કોલેજ જાય છે ત્યા માનવને શહેર ના કમિશ્નર ની છોકરી પ્રિયા પહેલી નજર માજ ગમી જાય છે અને તે કોલેજ ની એક સુંદર છોકરી હોવાથી પોતે એક રોમિયો કહેવાશે એવી બીક થી તે હાલ પૂરતી તેની સાથે વાત કરવાનું ટાળે છે

હવે આગળ

***********

કોલેજ ને શરૂ થયા ના હવે મહિનો થવા આવ્યો માનવ રોજે કોલેજ જાય પણ હંમેશા તેની નજર પ્રિયા પર જ રહે આ વાત રાજ નોટિસ કરે પણ તે કોઈ યોગ્ય તક શોધી રહ્યો જેથી માનવ અને પ્રિયા વચ્ચે દોસ્તી થાય પણ પ્રિયા ને સવારે તેના પપ્પા મુકવા આવતા અથવા કોઈ કામ માં જો તે વ્યસ્ત હોય તો પોતાની રીતે આવતી અને સાંજે જતી રહેતી

આવીજ રીતે બીજો એક મહિનો વીતી જાય છે અને એક દિવસ બાબુરાવ ગાંઠિયા વાળા ને ત્યાં જિલ કહે છે" એલા માનવીયા શુ થયું તારું અને પ્રિયા નું"

"અરે થાય શુ મને તો હજી મોકો પણ નથી માળ્યો તેની સાથે વાત કરવાનો"મનાવે ઉદાસ સ્વરે કહ્યું

"અરે! તો આટલો ઉદાસ કેમ થઈ ગયો જલદીજ તારી વાત પણ તેની જોડે થશે અને ફ્રેડશિપ પણ થશે"અનિલે તેને સાંત્વનાં આપતા કહ્યું

"ઑય જીલિયા શુ અત્યારે આવી વાત કરેશ"રાજે જિલ ને ટોકતા કહ્યું

"અરે ! રાજીયા એમ-નેમ વાત નથી કાઢી પણ એ પ્રિયા સાંજે સાત થી આઠ આપડા સિટી ગાર્ડન માં બેઠી હોય છે અને આ તેનો નિત્ય ક્રમ છે"ઝીલે કહ્યું

આ સાંભળતા જ બધાના ચહેરા પર એક ચમક આવી અને તેની સાથે મનાવે પૂછ્યું"તને આ કેવી રીતે ખબર પડી"

"અરે એ તો મારો એક કોલેજ ફ્રેન્ડ પ્રિયા સાથે સ્કૂલ માં હતો આથી તેને કહ્યું કે જેમ આપડે બાબુરાવ ને ત્યાં રોજ આવીએ છીએ તેમ તે ગાર્ડન માં રોજ આવે છે અને હા તેને નવા નવા મિત્રો બનાવવા ખૂબ ગમે છે આથી આ માનવ માટે ખૂબ ઉપયોગી રહેશે"ઝીલે સવિસ્તાર જણાવતા કહ્યું

આ સાંભળી ને બધાએ ઝીલ ને વધાવી લીધો અને તેને શાબાશી પણ આપવા લાગ્યા

"તો માનવ એક કામ કર કાલ થી તું પણ શરૂ કરું દે ગાર્ડન જવાનું"રાજે કહ્યું

"હા કાલથી હું રોજ સીટી ગાર્ડને જઈશ"મનાવે કહ્યું

"તો હવે ઘર તરફ જઈએ"અનિલે ઉભા થતા કહ્યું

પછી બધા છુટા પડે છે

************

બીજે દિવસે બધા કોલેજે જાય છે અને માનવ જેમ તેમ સાંજ ના ખ્યાલમાં કોલેજ પુરી કરે છે

આમ તો માનવ ના પપ્પા ને બિઝનેસ ના લીધે બહુ ઓછું ઘરે રહેવાનું હોય અને તેના મમ્મી તો તેને નાનપણ માંજ છોડી ને જતા રહ્યા હતા તેમ છતાં તેના માં કોઈ કુટેવ નહોતી કારણ કે તેના ઘરે રહેતા મનુકાકા તે હંમેશા માનવ ને કોઈ સારી વાત કહેતા આમ તો તે ઘરનાં નોકર હતા જેને માનવ ના પપ્પા એ કામ અને માનવ ની સારસંભાળ માટે રાખ્યા હતા અને તે પણ પોતાના કામને ઇશ્વર માની ને પોતાનું કામ પુરી નિષ્ઠા થી કરતા હતાં

સાંજે માનવ પોતાની બેગ ઘરે મૂકી ને સીધો જ ગાર્ડન જવા નીકળે છે ત્યારે મનુકાકા કહે છે"અરે બેટા આ સમયે તો તું કોઈ દિવસ બહાર નથી જતો તો કઈ ટેન્શન નથી ને"

"ના કાકા એવું કંઈ નથી અમે કોલેજ ફ્રેન્ડ્સ બધા આજે ગાર્ડન માં મળીયે છીએ એટલે સિટી ગાર્ડન જાવ છું"માનવે અડધું સાચું અને અડધું ખોટું કહી ને જતો રહે છે

"તારા માટે આવા જુઠાણા તો કેટલાય ને કહું છું

તારો અને મારો મેળાપ કિસ્મત અને ભાગ્ય સાથે સરખાવું છે

કેમ કરીને કહું કે હું તને અને તને જ પ્રેમ કરું છું"

માનવ જલ્દી થી જલ્દી સિટી ગાર્ડન માં પહોંચવા માંગતો હતો એટલે તે રોજ ની માફક થોડુ ઝડપી બાઇક ચલાવી રહ્યો હતો

તે સિટી ગાર્ડન પહોંચે છે અને તરતજ એની નજર પ્રિયા ને શોધવા લગે છે અને તેને પ્રિયા એક બાંકડા પર એકલી બેઠેલી નજર આવે છે તેને પહેરેલ સફેદ ટોપ અને કાળા સ્કર્ટ માં તે એટલી સુંદર લાગી રહી હતી કે માનવ થોડી ક્ષણ તેને જોઇજ રહ્યો પણ પ્રિયા આજુ બાજુ નું વાતાવરણ જોઈ રહી હોય છે આ જોઈ માનવ સમજી જાય છે કે આ સૌંદર્ય પ્રેમી છે. હવે માનવ તેની સાથે વાત કઇ રીતે કરવી એ વિચાર માં લગી જાય છે.

કોઈ વિચાર ન આવતા તે તેની પાસે ના બાંકડા પર બેસે છે અને છુપી રીતે તેની બધી હલચલો જોવે છે અને પ્રિયા સાથે વાત કરવાની

યોગ્ય તક શોધે છે

"તને મૂકી ને બીજે ક્યાંય જોવું આંખો ને ગમતું નથી

કામ તો કાંઈ નથી છતાં અહીંથી જવા દિલ માનતું નથી

હું તને પ્રેમ તો કરુજ છું પણ કોઈ સમજતું નથી"

પ્રિયા ઝાડ પરના પક્ષીઓ ને જોઈ રહી હતી એટલીજ વાર માં તેની નજર બાજુ માં બેઠેલા માનવ પર પડે છે તે તરત જ ઉભી થઇ ને માનવ તરફ આવવા લાગે છે

આ જોઈ માનવ ને કોલેજ નો પહેલો દિવસ યાદ આવે છે અને તે મનોમન કહે છે"માનવ બેટા આજે તો તમાચા ખાવા તૈયાર થઈ જા"

પ્રિયા હવે સાવ નજીક આવી ગઈ અને માનવ તરફ જોયુ અને કહ્યું"તું આપડી કોલેજ માં છે ને આઈ થિંક તારું નામ માનવ છે એમ આઈ રાઈટ?"

"હ..હ.હા"માનવને આવી રીતે સામેથી વાત કરશે એવી ઉમ્મીદ બિલકુલ નહોતી એટલે તેની જીભ હા કહેવા માં પણ તોતળાઈ ગઈ

"તમને મળી ને આનંદ થયો"પ્રિયા એ પોતાનો હાથ આગળ કરીને કહ્યું જોકે આ વાક્ય છુટા પડે ત્યારે કહે છે પણ પ્રિયા ની આ જૂની આદત છે

હવે માનવ વધારે મૂંઝાણો તેમ છતાં તેને ધ્રૂજતો હાથ આગળ લાવી હાથ મિલાવ્યો પછી પ્રિયા તે બાંકડા પરજ બેસી ગઈ

"હું આ ગાર્ડન માં ચારેક વર્ષથી આવું છું મેં કોઈ દિવસ આ ગાર્ડન માં નથી જોયો તો કેમ આજે આ તરફ"પ્રિયાએ સવાલ પૂછ્યો

"હા બસ આજે હું ફ્રી હતો એટલે બસ આ તરફ આવી ગયો"માનવે પહેલેથી વિચારેલું વાક્ય ટેલિકાસ્ટ કર્યું

"ઑહ મને લાગે છે કે તારે કોઈ ભાઈ બહેન નથી લાગતા ટાઈમ પાસ કરવા"પ્રિયા એ હસતા મુખે કહ્યું

"અરે! તને કેમ ખબર પડી કેમ તારે પણ ભાઈ કે બહેન નથી?"

"ના એવું નથી અમેં ત્રણ ભાઈ બહેન છીએ હું સૌથી નાની છું મારો મોટો ભાઈ પણ આર્મી માં છે અને એનાથી મોટી મારી બહેન.....જવા દે હવે"આટલું બોલતા પ્રિયા ના મુખ પર ઉદાસી નો ભાવ સાફ સાફ દેખાઈ રહ્યો હતો

આ જોઈ માનવ સમજી જાય છે પ્રિયા ની મોટી બહેન સાથે કંઈક તો એવું જરૂર થયું છે જેથી તે ઉદાસ થઈ ગઇ પણ પછી તેને વધારે ઉદાસ ન કરવા ના ઈરાદા થી વાત બદલી કાઢે છે અને કહે છે કે"અહીંનું વાતાવરણ ખૂબ સારું છે હવે ઘરની દીવાલ મા પુરાવા કરતા હું અહી રોજ આવીશ"

"હા ખૂબ સારું હું તો રોજ આવું છું તું આવીશ તો મને પણ કંપની મળશે"પ્રિયાએ કહ્યુ

આ સાંભળી મનોમન માનવ બોલ્યો" થેન્ક યુ ઝિલ અને સારું થયું કે આને મિત્રો બનાનવવા વધુ પસંદ છે"

" આભ ,ચંદ્ર અને શીતળ જળ થી પણ વધારે સુંદર તું લાગે છે

તને જોઈને તો ઘણીય મોહિકાઓ પોતાના પ્રાણ ત્યાગે છે

મન એવું છે કે બસ તારી એક ઝલક જોવા માગે છે

તાફલિક એટલી છે કે તને કંઈક કહેતા ડર લાગે છે"

વધુ આવતા ભાગ માં

***********

તમારા પ્રતિભાવો મને મારા whatsapp/કોલ નંબર 7434039539 પર આપો

આપ જો મને આપના કિંમતી અભિપ્રાયો આપશો તો આનંદ થશે