લાઈફ પાર્ટનર - 11 Divyesh Labkamana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાઈફ પાર્ટનર - 11

લાઈફ પાર્ટનર

દિવ્યેશ પટેલ

ભાગ 11

તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો

માનવને રાત્રે મોડે સુધી ઊંઘ નથી આવતી તેના મનમાં થોડી વાર પ્રિયાના વિચાર આવે છે તો થોડી વાર સવારે દિવ્યા સાથે બનેલા બનાવ ના અને તેના હાથ નું લોહી તેના બુટ પર પડે છે તે ઘટના પણ તે નથી ભૂલી શકતો આ ઉપરાંત એક ગેબી ભય તેને અંદરથી સતાવી રહ્યો હતો કદાચ તે કાલે પ્રિયાના પપ્પાના નિર્ણય નો હતો કેમ કે તેમના એક નિર્ણય થી કા'તો પ્રિયા હંમેશા માટે માનવ ની થવાની હતી અને કા'તો હંમેશા માટે બંનેની જિંદગી માં ખાલીપા નો ભેંકાર છવાઈ જવાનો હતો.

એ સાથે માનવને એક બીજી ચિંતા એ પણ હતી હતી કે જ્યારે પ્રિયા સામે તેની દીદીની વાત આવે એટલે તે એકદમ નિરાશ થઈ જતી હતી અને હજાર વાર પૂછવા છતાં પણ તે હંમેશા વાત ને ટાળતી રહી.અને પ્રિયાના ઘણી વખત ફોર્સ છતાં પણ માનવ એક ચુંબનથી આગળ કોઈ દિવસ નહોતો વધ્યો આ માટે કોઈક વાર પ્રિયા ગુસ્સે પણ થઈ જતી તેમ છતાં આપડે મર્યાદામાં રહેવું જોઈએ એ માનવને બરાબર સમજાતું હતું કેમ કે પ્રેમમાં શારીરિક સબંધ ને કોઈ સ્થાન મળ્યું નથી અને મળશે પણ નહીં. આથી માનવે આજ સુધી પ્રિયાને કોઈ દિવસ ખોટી દાનતથી સ્પર્શ કરવા ને પણ પાપ માનતો અને આ વાત પ્રિયાને પણ મનોમન પસંદ હતી

માનવના મનમાં આવા તો કેટકેટલાય સવાલ ઘૂમી રહ્યા હતા.પછી તે પોતાના આરાધ્ય દેવ ને યાદ કરે છે અને સુઈ જાય છે. કારણકે જ્યારે તમારી જિંદગી તમારી પરીક્ષા લઈ રહી હોય અને તેના પ્રશ્ન ના જવાબ ના મળતા હોય અને ચારેય તરફ અંધકાર નો ભેંકાર હોય અને કઈ તરફ જવું એ દિશા ના મળતી હોય અથવા તો પરિસ્થિતિ તમારા હાથ માં ન હોય તો એક માત્ર જગતના તાત અને સર્જનહાર એવા પરમકૃપાળુ ને યાદ કરી લેવા જોઈએ અને બધી પરિસ્થિતિને એની હાલત પર છોડી દેવી જોઈએ.

***************************

બીજે દિવસે સવારે માનવ પોતાના નિત્યક્રમ મુજબ સાત વાગ્યે ઉઠે છે અને પોતાનો નિત્યક્રમ પતાવવા બાથરૂમ તરફ આગળ વધે છે અને સાડાઆઠ વાગ્યા સુધી તે પોતાનો નાસ્તો કરી લે છે અને નીકળી પડે છે પોતાની જિંદગીને બદલી નાખે એવા પડાવ તરફ.

માનવ તે આવે છે એવો કોલ પ્રિયાને કરીને પોતાની બાઈક પર બેસીને નીકળે છે અને નીકળી પડે છે કમિશ્નર બંગલા તરફ.વીસેક મિનિટ જેટલા સમય માં તો તે ત્યાં પહોંચી જાય છે અત્યારે માનવ અને પ્રિયા બને ના હૃદય બમણી ગતીથી ચાલી રહ્યા હતા. સિક્યુરિટી ને ખબર હોય છે કે માનવ પ્રિયાનો એક ફ્રેન્ડ છે કેમ કે તે પ્રિયાના પપ્પાની ગેરહાજરી માં ત્યાં આવી ચુક્યો હોય છે આથી સિકયુરિટી પણ તેને રોકતો નથી.અને માનવ પ્રિયાના ઘરમાં પ્રવેશે છે.

તેને જોતા જ પ્રિયાના પપ્પા પૂછે છે"જી બોલો કોનું કામ છે?"

"અંકલ હું પ્રિયાનો ફ્રેન્ડ છું અને તેનુજ કામ છે"માનવે અટકતા અટકતા કહ્યું

"બેટા પ્રિયા આ તારો કોઈ ફ્રેન્ડ આવ્યો છે" પ્રિયાના પપ્પા ઈશ્વરભાઈએ બુમ પડતા કહ્યું અને માનવને પણ બાજુના સોફા પર બેસવાનો ઈશારો કર્યો

માનવે પ્રિયાના પપ્પાને નીરખીને જોયા.કોઈ જુવાનિયા ને શરમાવે એવો બેજોડ બાંધો,એજ પોલીસ ની ખાખી વર્ધિ,માથે થોડા સફેદ પણ ઘેરા વાળ,પોતાના જુનવાણી ચામડાના બુટ અને કેડે રાખેલી રિવોલવોર અને હાથમાં છાપું તેમના કમિશ્નર ના વેશમાં એકદમ પરફેક્ટ લાગી રહ્યા હતા.

એટલીજ વારમાં પ્રિયા પણ રૂમની બહાર આવે છે અને તેને એક મેક્સિ સ્કર્ટ પહેર્યો હતો જેને જોઈને માનવ પોતાની અલગ જ દુનિયામાં ખોવાઈ ગયો હતો.તેમ છતાં તે પોતાની જાત ને કાબુ કરી રહ્યો હતો.

હવે વાત લાંબી ન ચાલે એ હેતુ થી જ પ્રિયા પણ તેના પપ્પાની સામે ના સોફામાં બેસી ગઈ અને કહ્યું"પપ્પા મારે એક્ચ્યુલી અમારે તમને કંઈક કહેવું છે!"

"હા બોલો બેટા"પ્રિયાના પપ્પાએ છાપું બાજુમાં મુકતા કહ્યું

"પપ્પા એમાં એવું છે ને કે.."પ્રિયા આ એક વાક્ય ત્રણ વખત બોલી એટલે તેના પપ્પાએ કહ્યું"બોલ બેટા એટલી ગભરાય કેમ છો"

એટલે પ્રિયાએ તેનું મન મક્કમ કરી ને કહ્યું"પપ્પા આ માનવ છે અને કોલેજ સમયથી હું એને પસંદ કરું છું તો શું તમે...."

"હમ..હું તારી ભાવના ની કદર કરું છું અને પ્રેમમાં જાત-પાત ન હોય એ પણ હું માનું છું તેમ છતાં કઈ જ્ઞાતિ નો છે?" પ્રિયાના પપ્પાએ કહ્યું

"પપ્પા એ આપડી જ્ઞાતિ નો જ છે"પ્રિયા એ કહ્યું

"ઓહ બેટા તો તો મને ક્યાં કાઈ પ્રોબેલમ જ છે "પ્રિયાના પપ્પાએ ખુશ થતા કહ્યું

આ સાંભળી માનવ મનોમન ખુશ થયો અને કહ્યું" થેન્ક યુ ગોડ કોઈ મુસીબત વિના પ્રિયાના પપ્પા માની ગયા"

તેમ છતાં હજી પ્રિયાના મુખ પર ખુશીની પાતળી રેખા પણ નહોતી જોવા મળી રહી તેને જોતા લાગતું હતું કે અસલી પડાવ તો હજી બાકી જ છે

"તારા પપ્પાનો શુ ધંધો છે?"ઇશ્વરભાઈએ સવાલ કર્યો. આ સવાલ સાંભળતાજ પ્રિયાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેનું ગળું સુકાવવા લાગ્યું

"અંકલ મારા પપ્પા બિઝનેસમેન છે"માનવે કહ્યું

આ સાંભળતા જ ઇશ્વરભાઈના બધા હાવભાવ બદલાઈ ગયા અને એક ક્ષણ પહેલા હસતા અને અત્યારે ગુસ્સાની રેખાઓ ચહેરા પર ઉતરી આવી અને એમને એક બૂમ નાખી" જતો રહે અહીંથી"

આ સાંભળી માનવ સફાળો ઉભો થઈ ગયો અને કહ્યું"પણ અંકલ આમ અચાનક શુ થયું?"

"પ્રિયા કહી દે આને કે શું થયું અને હા એ પણ કહી દે કે કોઈ વાર આ બાજુ દેખાય પણ નહીં"પ્રિયાના પપ્પાની આખ માં લોહી ઉતરી આવ્યું હતું અને તે ત્યાંથી ઉભા થઈને એક રૂમ તરફ ગયા.

"જેનો ડર હતો એજ થયું"પ્રિયા ધીરેથી બબડી

માનવને તો કઈ સમજાઈ જ નહોતું રહ્યું એટલે એને કહ્યું"પ્રિયા તારા પપ્પાને આમ અચાનક શુ થયું?"

"મીકુ એ એક લાંબી સ્ટોરી છે અહીં બેસ કહું" પ્રિયાએ થોડા રડમસ અવાજે કહ્યું

એટલે માનવ ત્યાં બેસ્યો એટલે પ્રિયાએ વાત કહેવાનું શરૂ કર્યું " મીકુ આજથી ચારેક વર્ષ પહેલાંની વાત છે અને મારી મોટી દીદી રાજલ દીદીના લગ્ન હતા બધા ખૂબ ખુશ હતા.અને પોતાની દીકરીના લગ્ન હોય તો તેના પપ્પાથી વિશેષ ખુશ કોણ હોય પપ્પા ખૂબ ખુશ હતા અને તેમને દીદીના લગ્નમાં કોઈ કસર નહોતી છોડી શહેરની એક થી એક હસ્તી લગ્નનો ભાગ બનવા અને દીદીને આશીર્વાદ આપવા માટે આવી હતી."

" મારા દીદીના લગ્ન એક ખૂબ સમૃદ્ધ બિઝનેસમેન સાથે થયા હતા.પપ્પા ને હતું કે તેમની વચ્ચે મારી દીદીને કોઈ તફલિક નહીં પડે અને પોતાની દીકરી સાસરે ખુશ રહે એ સિવાય એના બાપ ને બીજી કઈ આશા હોય. દીદીના લગ્ન સકુશળ પત્યા. પણ મારા જીજુ જોકે હવે તો જીજુ કહેતા પણ શરમ આવે છે તેમને દારૂ પીવાથી લઈને જુગાર અને સટ્ટા જેવી ભયાનક લત હતી.જે અમને પણ પાછળથી ખબર પડી હતી.પપ્પા એ એમને ઘણીવાર પ્રેમ થી તો ઘણી વાર ગુસ્સે થી સમજાવ્યા પણ એમનું કહેવું હતું કે દરેક બિઝનેસમેન ને આવી આદતો હોય છે તો તમારે એ લગ્ન પહેલા વિચારવાનું હતું"

માનવ પણ આ વાત ધ્યાન થી સાંભળી રહ્યો હતો અને આગળ શું થયું એની તાલાવેલી પણ હતી એટલે તેને કહ્યું "પછી આગળ શુ થયું?"

ક્રમશ:

*************************

શુ લાગે છે પ્રિયાની રાજલદીદી સાથે શુ થયું હશે?

પ્રિયા અને માનવના લગ્ન થશે?

પ્રિયાના પપ્પા માનશે?

રાજ માનવ સાથે કઈ રીતે બદલો લેશે?

દિવ્યા રાજ ના પ્રેમને અપનાવશે?

આ તમામ સવાલો માટે વાંચતા રહ્યો લાઈફ પાર્ટનર...

માતૃભારતી પર વાંચો મારી અન્ય નોવેલ

જુનું ઘર અને પ્રતિશોધ પ્રેમનો

તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો