Featured Books
શ્રેણી
શેયર કરો

ચાર્ટડ ની ઓડિટ નોટસ - 18 - સત્ય ઘટના ૧ પ્રશ્નો  ઘટના ૨ ઉત્તર                      

Repost
# ચાર્ટડની ઓડીટ નોટ્સ – ૨ #
# CA.PARESH BHATT #

નવી શિક્ષણ નીતિ આવી રહી છે. આજથી સવા વર્ષ પહેલા એક આર્ટીકલ લખેલ . આમ તો મારો બીજો જ આર્ટીકલ હતો . હવે જે નવી શિક્ષણ નીતિ આવી રહી તેમાં મેં રજુ કરેલ વ્યથાનો જવાબ હોય એવી આશા રાખીએ .
______________
શિક્ષણ
સત્ય ઘટના ૧ પ્રશ્નો
ઘટના ૨ ઉત્તર
_______________

ધટના ૧ : પ્રશ્નો

મિત્રો , ઘણી વખત કોલેજો માં વક્તવ્ય આપવા કે વીઝીટીંગ ગેસ્ટ તરીકે જવાનું થાય . ક્યારેક કોઈ અભ્યાસ નો વિષય હોય તો ક્યારેક મોટીવેશનલ ટોક હોય. હમણાં દિવાળી પર એક કોલેજ માં આ રીતે જવાનું બનેલું. સામાન્ય રીતે મૂળ વિષય ની વાત ૫૦ મિનીટ માં પૂરી કર્યા બાદ ૧૦ મિનીટ કોલેજ ના વિદ્યાર્થી ઓ સાથે ઈંટરેકશન માટે રાખું. જેમાં વિષય સિવાય ની જ વાતો કરું . એમાં પણ એક પ્રયોગ ઘણી વખત કરું . વિદ્યાર્થી ઓ ને ૩ પ્રશ્નો પુછુ અને સાથે ઓપ્શન આપું . જે આ રીતે હોય :
૧. સોક્રેટિસ કોણ હતા ?
(અ) વૈજ્ઞાનિક (બ) હોલીવુડ ના જૂની ફિલ્મો ના હીરો (ક) પોપ સિંગર (ડ) ફ્રાંસ ના રાજા
૨. વિનોબા કોણ હતા ?
(અ) કાકા કાલેલકર પત્ની (બ) વલ્લભભાઇ પટેલ ના બા (ક) સરોજની નાયડુ ના બહેન (ડ) ગાંધીજી ના દીકરી
૩. ગાંધીજી ની આત્મકથા – સત્યના પ્રયોગો બુક કોણે લખી ?
(અ) મહાદેવભાઈ દેસાઈ (બ) મનુ ગાંધી (ક) આચાર્ય ક્રિપલાની (ડ) ઝવેરચંદ મેધાણી .
મિત્રો પ્રથમ પ્રશ્ન નું તો નામ પણ ઘણા વિદ્યાર્થી ઓ પ્રથમ વખત સાંભળેલું , એટલે સ્વભાવિક ક જ છે કે જવાબ ની અપેક્ષા શું હોય ?
બીજા પ્રશ્ન માં પણ सहस्त्रनाम कश्चित કોઈ એક વિધાર્થી પ્રશ્ન સંભાળતા જ તરત જ ઉત્સાહ થી હાથ ઉચો કરે એટલે સમજી જાવ કે આમને ખબર છે એટલે તેમને હું છેલ્લે પુછુ . પણ અત્યંત નિરાશા સાથે લખવું પડે છે કે વિનોબા આઝાદીના લડવૈયા , ભૂદાન યજ્ઞ ને સર્વોદય ના પ્રણેતા એવા વીર-સંત પુરુષ - સ્ત્રી હતા કે પુરુષ એ પણ આજના વિદ્યાર્થી ઓ ને જાણ ન હોય .
અને ત્રીજા પ્રશ્ન માં તો એમના જનરલ નોલેજ ની ટોચ જ આવી જાય ને ઘણા બધા એ ગાંધીજી ની આત્મ કથા ના લેખક મનુ ગાંધી કે મહાદેવભાઈ દેસાઈ ને બનાવી નાખ્યા ? ત્યારે अहो आश्चर्यम થયું .
પ્રશ્ન પણ થયો કે શિક્ષણ માં નું આટલું નીચું સ્તર ?

ઉત્તર ?

ઘટના ૨ .

આજ વક્તવ્ય પછી દિવાળી ના દિવસો માં અમદાવાદ ની ખુબ જાણીતી કોલેજ ના પ્રોફેસર મિત્ર અને તેમના પત્ની બંને માસ્ટર ડીગ્રી ધરાવે – પી એચ ડી થયેલા એટલે આનાથી તો કોઈ આગળ અભ્યાસ નો પ્રશ્ન ન હતો . જ્ઞાતિ એ પણ બ્રાહ્મણ , એમનો મળવા આવવા માટે નો ફોન આવ્યો એટલે થયું કે ઘણા વખતે જુના સ્કુલ મિત્ર ને મળવા નું થશે . બંને જણા સાંજે આવવાના હતા એટલે જેમ વિદ્યાર્થી ઓ માં જેમ પ્રશ્નો નો પ્રયોગ કરેલો એવો જ પણ જરા જુદો પ્રયોગ કરવાની ઇચ્છા થઇ એટલે ઘરમાં થી જુદા જુદા પાંચ – સાત પુસ્તકો સોફા સામે ની ટીપોય પર ગોઠવી રાખ્યા કે જેમાં ખુબ જ આકર્ષક , ગ્લોસી પેપર ને ખુબ જ સુંદર જોતા જ ગમી જાય તેવું પુસ્તક સૌથી ઉપર રાખ્યું કે અભણ પણ એ પુસ્તક ને એક વખત તો ઉપાડી ને જુવે જ કે શું છે આ પુસ્તક માં ? . બસ સાંજે બને જણા અપ ટુ ડેટ થઇ ને આવ્યા , જૂની વાતો થઇ , અલક મલક ની વાતો આવી , મોદી સાહેબે શું કરવું જોઈએ ને શું ન કરવું એની પણ ચર્ચા થઇ . નાસ્તો આવ્યો એટલે ડીશ પણ એવી જગ્યા એ જ મુકવા જણાવ્યું કે બાજુ માં રહેલ પુસ્તકો પર અચૂક ધ્યાન જાય જ . સખેદ કહેવું પડે કે પુસ્તક ને હાથ માં લઇ ને જોવા ની વાત તો ઘરે રહી પણ પુસ્તક ની સામું પણ ન જોયું.
જેમ સુંદર કન્યા ની સામે લગ્ન પસંદગી મેળા માં કોઈ જુએ નહી ને પસંદ ન કરે અને જે દુખ ને વ્યથા અનુભવે આવી જ વ્યથા ને લાગણી જે આ પુસ્તકો સાથે ની આત્મીયતા થી મેં પણ અનુભવી .
ત્યારે ઘટના એક નો જવાબ મને મળ્યો કે , જે યુનિવર્સ નું શિક્ષણ આપે તે યુનિવર્સીટી . જેમાં સરસ્વતી ના ઉપાસક બ્રાહ્મણ દંપતી , માસ્ટર્સ ને PH.D. સુધી નો અભ્યાસ કરેલ પણ જો પુસ્તક ની સામે પણ નહી જુવે તો પછી વિદ્યાર્થીગણ માં સોક્રેટિસ હોલીવુડ નો હીરો થાય જ , વિનોબા કાલેલકર ના પત્ની થાય જ ને ગાંધીજી ની આત્મકથા મહાદેવભાઈ દેસાઈ લખેજ .

આ ઘટના નંબર બે જ ઘટના નંબર એક ના પ્રશ્ન નો જવાબ હતો .

अस्तु
Dt.20.04.2019.