કોલ સેન્ટર (ભાગ-૪૭) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલ સેન્ટર (ભાગ-૪૭)

વિશાલે તેની ગાડી માંથી ડિવોર્સના પેપર લઇને આવ્યો.પાયલે વિશાલ સામે એક નજર પણ કર્યા વગર પેપરમાં સાઈન કરી દીધી.વિશાલ હું તારી જિંદગીમાં આવી તે મોટી ભૂલ હતી,અને તે ભૂલને આજે મેં પૂર્ણ કરી છે,મારા અને તારા ઝઘડા હવેથી હમેશા માટે બંધ થઈ જશે,અને તું મને મળી પણ નહીં શકે હું પણ તને કયારેય મળવાની કોશિશ નહિ કરું.

બંને આજ રડી રહ્યા હતા.પાયલ મારી એક છેલ્લી ઇચ્છા છે?

બોલ..!!!

*******************************

તને અને માહીને એકવાર હું સ્પર્શ કરવા માંગુ છું.ગળે લગાવા માંગુ છું.નહિ વિશાલ આ કાગળ પરની સાઈને હવે મારી સાથેના અને માહી સાથેના બધા અધિકાર છીનવી લીધા છે.તું માનસી સાથે હમેંશા ખુશ રહશ બસ એ જ મારે છેલ્લે તને કહેવાનું હતું એ તને કહી દીધું.પાયલ ગાડીમાં બેસી ગઈ મુંબઈની સડક પર પુર જોશમાં ચાલતી કાર થોડીજવારમાં તેના ફ્લેટ પર પોહચી ગઇ.

પલવી આજ તે બોવ મોડું કરી દિધું આવામાં..!!સ્ત્રીઓને તૈયાર થવા માટે થોડો સમય તો જોઇને અનુપમ,એ પછી જ તો તને મારા પ્રયતે આકર્ષણ થાય.પ્રેમમાં આકર્ષણ પણ હોવું જરૂરી છે.

હા,તું જલ્દી ગાડીમાં બેસી જા,અને ક્યાં જવાનું છે તે મને તું કે.હું તો બેસી જ ગઇ છું તું ચલાવ બાઇક હું તારી રાહ જોઈ રહી છું.

ઓકે,ઓકે..!!

તું મુંબઈ બજારમાં તારી બાઇક લઇ લે?પણ ત્યાં જઈ ને તું શું મારા જન્મદિવસ પર આપવા માંગે છે.જો હું તને કહી દવ તો એ સરપ્રાઈઝ થોડી કેહવાય.એ તો હું તને કહીશ કે આમાંથી કયો કલર તને ગમે છે.તે કલર તું પસંદ કરી લેજે..!!પણ તું ક્યાં કલર અને શેના કલરની વાત કરી રહી છે.

અને હા,સાંભળ આજે સાંજે હું ઘરે ડિનર નહિ લેવા આવું તેમ કહીને ઘરેથી બહાર નીકળી છું.એટલે કોઈ સારી હોટલ પણ તું શોધી રાખજે.વળતા પાછા ફરીએ ત્યારે આપણે ડિનર લઇને જવાનું છે.તું પણ તારા ઘરે ફોન કરીને કહી દે જે.

ઓકે પલવી..!!!

બસ બસ અહીં જ આ બાઇકને રાખી દે આવી ગઇ આપણી દુકાન.જો આ સામેની જ દુકાનમાં આપણે અંદર જવાનું છે.અનુપમ અને પલવી દુકાનની અંદર ગયા.બોલે મેડમ શું જોયે છે...!!

સર કોઈ સારી કંપનીનું લેપટોપ બતાવશો?હા,મેડમ તમે થોડા આ બાજુ આવી જાવ.જો આ બધા જ લેપટોપ અમારી પાસે સારી કંપનીના છે.તમને જે ગમે તે કંપની અને કલર તમે પસંદ કરી શકો છો.

સર બે જ મિનિટ..!!પલવી તું બહાર આવતો મારી સાથે.પલવી આ આટલા બધા પૈસાનું લેપટોપ મારે નથી લેવું..!!તો શું જોયે છે તારે?તારે કોઈ બીજી વસ્તું જોઈએ છે તો તું મને કે.હું એ પણ તને લઇ આપીશ.તે જ કહ્યું હતું મને કે મારી પાસે લેપટોપ નથી.મને લેપટોપ ગમે છે.એટલા માટે જ મેં તને લેપટોપ આપવાનું નક્કી કર્યું.

હું પલવી એમ કહી રહયો છું કે મારા જન્મદિવસ પર એટલા બધા પૈસાનું લેપટોપ લેવાની શું જરૂર છે.સાંભળ અનુપમ હું તને આપી રહી છું,અને તારે આ લેપટોપ લેવું જ પડશે.

અનુપમને થયું હજુ કાલે જ એક લેપટોપ નંદિતાએ મને આપ્યું અને આજ આ પલવી મને આપી રહી છે.તેને હું કશ કે મારી પાસે એક લેપટોપ છે તો એ મને સવાલ કરશે કે તારી પાસે તો લેપટોપ હતું નહીં અને આવ્યું ક્યાંથી?શું અનુપમ તું વિચારી રહ્યો છે,આ સેલ્સમેન તને પૂછી રહ્યા છે કે તમારે કઈ કંપનીનું લેપટોપ જોઇએ છે.

ડેલ..બ્લેક કલર..!!!

ઓહ અનુપમ મારી પણ પસંદ ડેલ જ હતી અને બ્લેક કલર જ.આપણા બંનેના વિચાર કેટલા મળતા આવે છે.હા,પલવી..!!એટલે જ તો તારોને મારો પ્રેમ કંઈક અલગ જ છે.

ઓહ અનુપમ મારી પણ પસંદ ડેલ જ હતી અને બ્લેક કલર જ.આપણા બંનેના વિચાર કેટલા મળતા આવે છે.હા,પલવી..!!એટલે જ તો તારોને મારો પ્રેમ કંઈક અલગ જ છે.

સર આ ડેલ કંપનીનું બ્લેક કલરની લેપટોપ પેક કરી આપો...!!ઓકે મેડમ.!મેડમ આ તમારું લેપટોપ.
કેટલા રૂપિયા થયા ટેક્સ સાથે..?

39599.00 મેડમ..!!

ઓકે સર..!!પલવી એ તેના પર્સમાંથી ડેબિટ કાર્ડ સેલ્સમેને આપ્યું પેમેટ કરી દુકાનની બહાર નીકળ્યા.કેવી લાગી મારી ગિફ્ટ?એકદમ મસ્ત પલવી..!!મને ખબર હતી કે તું મારી ગિફ્ટ જોઈને ખુશ થાશ જ,અને એક ગિફ્ટ હજુ તારે મને આપવાની બાકી છે.કઈ ગિફ્ટ?તારા જન્મદિવસના દિવસે તું મને બહાર ડિનર માટે નહીં લઇ જા.

હા,કેમ નહિ પલવી..!!

લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)