લવ બ્લડ - પ્રકરણ-40 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બ્લડ - પ્રકરણ-40

લવ બ્લડ
પ્રકરણ-40
રીતીકાદાસ, સુરજીતરોય, બાબા ડમરુનાથ, સૌરભમુખર્જી, સૌમીત્રેય ઘોષ અને બીજા બે ત્રણ જે રીતીકાદાસનાં ટેકામાં આવેલાં બધાની મીટીંગ ચાલી રહી હતી. આ મીટીંગ બાબા ડમરુનાથનાં કહેવાતાં આધ્યાત્મિક આશ્રમમાં તદ્દન ખાનગી એવાં હોલમાં ચાલી રહી હતી. આખો આશ્રમ લગભગ 100 એકર જમીનમાં ફેલાયેલો હતો એને અડીનેજ વિશાળ જંગલ લાગેલું હતું એટલે જંગલમાંજ આશ્રમ હતો એવો દેખાવ હતો. આ જંગલનાં વિસ્તારમાં બાબા ડમરુનાથનું એકચક્રી શાશન જેવું હતું એમનો વિશાળ ભક્તગણ (અનુયાયી) જે ખુંખાર જંગલીઓજ હતાં થોડાંક આસામી, બંગાળી, બીહારી અને બાકીનાં જંગલનાં મૂળ આદીવાસીઓ હતાં.
કહેવાતું હતું કે બાબા દ્વારા જંગલી જડી બુટ્ટી, ઇમારતી અને ચંદનનાં લાકડા, ઔષધીઓ, અને ગાંજાની હેરફેર દાણચોરી થતી સાથે સાથે સ્ત્રીઓનાં વેચાણ અને શોષણનાં ગોરખધંધા પણ કરતો. કરોડો રૂપિયાનાં આસામી હતો અને થોડાં વરસોથી રાજકારણમાં ઘૂસેલો. ચા નાં બગીચાઓમાં કામ કરતાં યુનીયનો અને સહકારી મંડળીઓમાં પોતાનાં માણસો ઘુસાડી ધીમે ધીમે આમાં કાબૂ કરવાની ફીરાકમાં હતો.
ટી એસોસીશનનાં ચેરમેન તરીકે નવા ચૂંટાયેલાં સૌમીત્રેય ઘોષને આગળ લાવવામાં એનો જ હાથ હતો અને સૌમીત્રેય ઘોષને પોતાનાં આશ્રમ ખાતે મીટીંગ રાખવા મનાવી લીધેલો. એનાં રાજકારણની ગંધ હજી બધે પ્રસરી નહોતી.
હાલ ચાલી રહેલી મીટીંગમાં જ્યારે સૌરભ મુખર્જીએ સુરજીત રોયનાં વખાણ કર્યા પછી સુરજીત રોયે ક્હયું તમારી બધી વાત સાચી... મને સમજણ આવી ત્યારથી હું આ ફીલ્ડમાં છું મને બધી જ ખબર છે ઘણાં કામ સરળતાથી અને ઘણાં કામ સમજાવટથી પાર પાડ્યાં છે પણ છેલ્લાં કેટલાક સમયમાં આમાં હલકા અને નીચ માણસો આમાં આવીને કાબુ કરવાની ફીરાકમાં છે મને એની ચિંતા છે મારું ખાસ નીવેદન છે કે પ્રેસીડન્ટ સર એનાં પર ધ્યાન આપે અને આવાં માણસોને અત્યારથી રોકે નહીંતર આગળ જતાં પરિસ્થિતિ એવી વણસસે કે આપણે કાબુ નહીં કરી શકીએ અત્યારથી જ લેબર યુનીયનમાં એવાં માથાં આગળ આવી રહ્યાં છે.
સુરજીતરોયે આગળ વધતાં કીધું કે સર તમે છેક આટલે મીટીંગ રાખી... જગ્યા ખૂબ સુંદર છે પણ અહીંથી મોબાઇલ પણ નથી ચાલતાં નથી કોઇનો સંપર્ક થઇ શકતો. હવેથી મીટીંગ.. એ આગળ વધે પહેલાં જ બાબા ડમરુનાથે એમને અટકાવ્યાં.
બાબાએ કહ્યું "સુરજીત સર નારાજ લાગે છે અમારાંથી હમણાં એમણે આ ફીલ્ડમાં નીચ માણસોની વાત કરી તો એ ઇશારો કોના તરફ છે ? જરા સ્પષ્ટ કરો તો અમને ખબર પડે વાત મીટીંગની તો મેં પ્રેસીડેન્ટ સરને વિનંતી કરી હતી કે ઘણાં સમયથી મારે સેવા કરવી હતી પણ મોકો નહોતો મળતો મેં કીધુ અને એમણે મેડમ રીતીકાદાસને પૂછીને નક્કી કરેલું.
અહીં સર આપને કોઇ તકલીફ હોય તો જરૂર જણાવો અહીં તમારી સરભરા એવી થશે કે આપ યાદ રાખશો બીજું કે અહીં કોઇ સરકારી અધીકારી કે ખાનગી કંપનીઓને ક્યાંય પ્રવેશ નથી જ છતાં અને અમારાં પુરતી વ્યવસ્થા રાખી છે જેથી બહારનાં જગત સાથે સંપર્કમાં રહી શકાય.
અહીં ક્યાંય મીડીયા માટેનાં ટાવર કે કોઇ વ્યવસ્થા નથી પણ અમારી ખાનગી સીસ્ટમ છે એમાંથી તમે જેનો સંપર્ક વાત, સંદેશ કરવો હોય કરી શકો છો.
મેડમને પણ અમે આ વ્યવસ્થા આપી છે અમે તેમને પણ આપીશું. બાકી સ્પષ્ટ વાત કરું તો અમે પણ ચા નાં આ ખુશ્બુક્ષર ધંધામાં ઝુકાવવા માંગીએ છીએ અને એનાં માટે કરોડો રુપિયાનું રોકાણ કરવા તૈયાર છીએ એની પ્રપોઝલ મેં મેડમ પાસે મૂકી છે એમની પાસે ઘણાં ટી ગાર્ડન્સ છે એમાંથી કોઇ.....
બાબા આગળ બોલે પહેલાં રીતીકાદાસે અટકાવીને કહ્યું બાબા તમારી વાત મેં ધ્યાનમાં લીધી છે એનાં માટે સમય જોઇશે મારે અમારી જે વ્યવસ્થા છે એક એવી મેનેજમેન્ટ બોડી ગ્રથિત કરેલી છે આમાં તમારી પ્રપોઝલ મૂકીશું પછી એમાં નિર્ણય આવે જાણ કરીશ એ પહેલાં તમને કોઇ હા કે ના નો જવાબ નહીં આપી શકું. કારણ કે અમારાં ઘણાં માઉન્ટ મી. સુરજીતરોયનાં શેઠ વિશ્વજીત રોય સાથે ભાગીદારીમાં પણ છે એટલે અમારી અલગ મીટીંગ થયા પછી જણાવી શકીશ.
બાબાએ નાજુક પરિસ્થિતિનો ખ્યાલ આવી જતાં હસતાં હસ્તાં વાળ વાળી લીધી અને ધીમે રહીને મીઠી જબાનમાં ધમકી પણ આપી દીધી બાબાએ કહ્યું અરે અરે મારે કોઇ ઉતાવળ નથી તમે મીટીંગ કરો વિશ્વનાથ બાબુ સાથે વાત કરી લો એમનાં ખાસ માણસ વિશ્વજીત રોય સાથે સલાહ મશ્વરા કરી લો ક્યાં ઉતાવળ છે ?
મારી, પાસે પણ ઘણાં પાવર છે અને અનેક રસ્તાં ખૂલ્લાં પડ્યાં છે કે પછી મારે કેવી રીતે આગળ વધવું હેને ? સમજ્યાં તમે મેડમ ? સમજાવટથી અને ધંધાકીય રીતે બધી ગોઠવણ થાય તો કોઇ મુશ્કેલી જ નથી ના તમે કે ના મને...
અને આવી બધી વાતો તો થયાં કરશે હવે અમને સેવાનો લ્હાવો આપો તમારાં માટે અહીં બધી જ વ્યવસ્થા છે મારો ખાસ માણસ તમને બધી જ વ્યવસ્થાની પરિચિત કરાવશે તમારો તમારી પસંદગી પ્રમાણેનો ઉતારો, ખાવાપીવા રહેવા ફરવાની વ્યવસ્થા. જ્યારે જ્યાં જવું હોય ત્યાં વાહન સાથે માણસ સાથે આવશે અમારી જંગલ સફારીની મોજે માણો. જડીબુટ્ટીઓ, તમને જે જોઇએ એ બધી તમારાં માટે હાજર છે તમે માંગો એ પીણું, કે કોઇ હુક્કો ગાંજો જે જોઇએ એ માત્રામાં હાજર છે.
આમાં ક્યાંય અગવડ નહીં પડે એની ખાત્રી આપું છું તમે અંદર અંદર મીટીંગ કરી લો હરી લો ફરીલો પછી આખરી મીટીંગ કરીને બધાં છૂટા પડીશું માત્ર અમને બે-ત્રણ દીવસ તમારી સેવાને લ્હાવો આપો. અત્યારે ઘણી ચર્ચાઓ થઇ ગઇ ચે હવે બધાં હળવાં થવા કે આરામ કરવા તમારાં ઉતારે જાવ એ પહેલાં સાથે ફરીને આપ સૌ માનવંતા મહેમાનો ને હું આશ્રમ બતાવવા માંગુ છું જેથી અહીં અને શું કામ કરી રહ્યં છીએ અને લોકસેવા માટે કેવી કેવી દવાઓનું નિર્માણ કરી રહ્યાં છીએ એ બતાવીશ અને એમ કહી લૂચ્ચુ હસતાં હસ્તાં એની લાંબી દાઢી પર હાથ ફેરવવા માંડ્યો.
સૌમીત્રય છો મે કહ્યું "અરે વાહ અમે લોકો ચોક્કસ બધુ જોવા જાણવા માંગીએ છીએ બતાવો પહેલાં પછી ઉતારે જઇશું અને બધાં સામે જોયું. સૌરભ મુખર્જીએ બધાં સામે જોયું... સુરજીતરોયે અને રીતીકા દાસે એકબીજા સામે જોઇ સંમતિ આપીને બધાં જ તૈયાર થઇ ગયાં બાબાએ કહ્યું "આભાર ચાલો તમે મારી સાથે હું તમને બતાવુ છુ બધાં એ વાતાનુકુલીત હોલમાંથી બહાર નીકળ્યાં અને મોટી સીડીથી નીચે તરફ ઉતરીને એટલાં વિશાળ શેડમાં આવ્યા અને જોયુ તો ઇન્ડસ્ટ્રીયલ કોઇ મોટો ઉદ્યોગનો શેડ હોય એવો શેડ હતો એમાં ઘણાં ભાગ પાડેલાં ખૂબ વ્યવસ્થિત રીતે પાર્ટીશન કરીને અલગ અલગ વિભાગ પાડેલાં તેમાં જડીબુટ્ટીઓનો સંગ્રહનુ સાફસૂફે, ગ્રેડીગકામ એની પ્રોસેસ, પેકીંગ બધુ કામ એટલી કુશળતાથી અનેક માણસો કામ કરી રહેલાં બધાંનો ચૌક્કસ ડ્રેસ કોડ હતો.
રીતીકાદાસ, સુરજીત બધાં જોઇને આશ્ચર્ય પામી ગયાં કે આ બાબનું આટલું મોટું સામ્રાજ્ય છે ? બધાએ ખૂબ વખાણ્યુ પછી બાબા ત્યાંથી લીફ્ટમાં બધાને બેસાડ્યાં અને લીફ્ટ ઉપર નહીં પણ જમીનથી જમીન એટલે હોરીઝેન્ટલ ચાલતી હતી એમાં ચારે બાજુ ગ્લાસની કેબીન હતી એટલે ચારે બાજુ દેખાઇ રહેલું.
આજે બધાને જાણે આશ્ચર્ય થઇ રહેલુ લીફ્ટ થોડેક આગળ ગઇ પછી બાબાએ ક્હયું હવે તમારે લીફ્ટમાંથી જોવાનું છે તમારે બહાર જઇને જોવાની જરૂર નહીં પડે હવે તમે કોઇ ડર ના રાખશો હું તમને બધીજ સમજ પછી આપીશ એમ કહીને બાબો ચૂપ થઇ ગયો.
આગળ લીફ્ટ પહોચીને પચી બધાંની આંખો આશ્ચર્યથી ફાટી જ ગઇ બધાંએ જોયુ કે કાચની આડી જઇ રહેલી લીફ્ટની નીચે અને આજુ બાજુ મોટાં મોટાં ભાગ પાડેલાં અને દરેક વિભાગમાં અલગ અલગ જાતીનાં સર્પ, નાગ, વીંછી, કાચબા, ધો, આવી અનેક જંગલની રેપ્ટાઇલ્સ અને બીજી પ્રજાતિઓનાં કલેકશન હતાં હજારો લાખો, સાપ, નાગ, વીંછી બધાં ભરેલાં હતાં એમનાં માટે ખાવાની વ્યવસ્થા હતી આ બધું જોઇને બધાંને ભયથી ધ્રુજી જવાયુ આ બતાવત લીફ્ટ આગળ વધીને બધાં ભયથી ધ્રુજી ગયાં.
વધુ આવતાં અકે - પ્રકરણ-41