લવ બ્લડ - પ્રકરણ-39 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બ્લડ - પ્રકરણ-39

લવ બ્લડ
પ્રકરણ-39
રીપ્તા અને દેબુ એકમેકને સમજી રહેલાં. ખાસતો દેબુ રીપ્તાને નવી રીતે ઓળખી રહેલો. એને પ્રશ્ચાતાપ હતો કે મેં રીપ્તાને જુદી રીતે જોઇ, ઓળખી અને મૂલવી હતી અને દેબુનાં ફોનમાં રીંગ આવે છે એની મંમીનો ફોન છે. "દેબુ તું ક્યાં છે ? જલ્દી ઘરે આવ... અને દેબુ આગળ કંઇ પૂછે પહેલાંજ ફોન મૂકાઇ ગયો.
દેબુ વિચાર સાથે ચિંતામાં પડી ગયો કે આમ માં નો ફોન આવ્યો અને જલ્દી ઘરે આવ કહી મૂકી દીધો. એ અને રીપ્તા તરત જ ઘરે આવવા માટે નીકળી ગયાં. અંધારુ ખાસુ થઇ ચૂક્યું હતું. દેબુની બાઇક ખૂબ ઝડપથી ઘર તરફ જઇ રહી હતી.
રીપ્તા દેબુની પાછળ બેઠી હતી.. થોડી ઘડીઓ પહેલાં એ દેબુને વળગીને ખૂબ રડી હતી પણ હવે સ્વસ્થ હતી પોતાની લાગણીઓ કાબૂ કરી હતી. અત્યારે દેબુને સ્પર્શનાં થાય એમ કાળજી લઇને બેઠી હતી દેબુને પણ ખ્યાલ આવી રહેલો કે રીપ્તા સાવધ છે પણ એ માંનાં વિચારોમાં હતો એટલે લક્ષ્ય નહોતો આપી રહેલો.
ઘરની નજીક આવ્યા અને રીપ્તા બોલી "દેબુ મારી જરૂર ના હોય તો મને ઘરે ડ્રોપ કરી દેને પ્લીઝ... અને જરૂર હોય તો સાથે આવવા પણ તૈયાર છું.. પણ તારી મોમનો ફોન જે રીતે આવ્યો છે.. હું સમજુ છું કે તું મને ઘરે ડ્રોપ કરીને જા... દેબુએ કહ્યું "ઓકે "કોઇ ચર્ચા વિના એ રીપ્તાને એનાં છેક ઘરે મૂકી અને ધર તરફ વળ્યો. એણે જોયું એનાં પાપા અને માં બહાર જ બેઠાં હતાં... રીપ્તાએ બાય કહી સીધી ઘરમાં જ ગઇ.
દેબુ ઘરે પહોંચ્યો જેવી બાઇક પાર્ક કરી અને એની મોમ બહાર દોડી આવી. દેબુની બાઇકનો અવાજ સાંભળીને બહાર આવેલી તરત જ કીધુ "દેબુ તારાં પાપાનાં સમાચાર આવ્યાં છે દેબુ ખુશ થઇ ગયો... ઓહ પાપાનો ફોન આવી ગયો ? ક્યારે આવે છે ? કેમ ફોન કે મેસેજ નહોતા કર્યા.
એની મોમે કહ્યુ સમાચાર આવ્યાં છે એમનો ફોન નહીં ? તું એમની ઓફીસે ગયેલો ને ? ત્યાંથી મેનેજરનો ફોન થોડીકવાર પહેલાં હતો સમાચાર આવ્યા કે સર બે-ત્રણ દિવસમાં પાછા આવશે ત્યાં નેટવર્ક કે કંઇ નથી કોઇ ચિંતા ના કરશો. હમણાં ફોન નહીં થાય... એમનો જ સામેથી ફોન આવી જશે.
દેબુ એની મોમની આંખોમાં જોઇ રહ્યો. હાવભાવ વાંચી રહ્યો. એની મોમને કોઇ સંતોષ નહોતો ઉપરથી ચિંતા વધારે થઇ હોય એવું લાગ્યું. દેબુએ કહ્યું "માં સમાચાર તો આવ્યા કે એ સહી સલામત છે. હવે બે-ત્રણ દિવસમાં આવી જશે. એમનું કામ જ એવું છે એટલે ચિંતા ના કર. આપણે ખોટી જ ચિંતા કરતાં હતાં.
એની માં કંઇ જ બોલ્યા વિના ઉદાસ અને ચિંતાગ્રસ્ત ચહેરે ઘરમાં જતી રહી. દેબુ પાછળ પાછળ દોરાયો. એણે માં ને કહ્યું "માં શેની ચિંતા છે હજી ? શું થયું છે ? કોઇ બીજા સમાચાર પણ છે ? જે હોય એ સાચું કહેને માં...
સુચિત્રારોયનું મોં પડી ગયું હતું કોઇ આશંકા એમને કોરી ખાતી હતી છતાં બોલ્યાં "દેબુ તું થાકી ગયો હોઇશ હું તને જમવાનું પીરસું છું તું જમી લે પછી સૂઇ જા... થાક્યો છું તું.
દેબુએ પૂછ્યું "તું જમી છે ? માં એ કહ્યું "ના મને મન નથી તું જમી લે... પછી હું પણ જઇને સૂઇ જઊં તારે કાલે કોલેજ જવાનું.....
દેબુ વાતને સમજી ગયો "માં તારાં મનમાં કોઇ ચોક્કસ વાત છે જ જે મને કહી નથી રહી હવે તને ચિંતા નથી કોઇ શંકા છે શું વાત છે માં ? સ્પષ્ટ કરને હવે મને ચિંતા તારી થાય છે બોલને...
સૂચિત્રા રોયે કહ્યું "દેબુ જે રીતે સમાચાર આવ્યા છે એ પ્રમાણે તારાં પાપા સલામત છે એ નક્કી છે પણ આમ કોઇ દ્વારા સમાચાર મોકલાવી નથી દેતાં. મને એવી ચિંતા છે કે ક્યાંય તારાં પાપા ફસાયા નથી ને ? હજી બે ત્રણ દિવસ પછી આવશે ? કોઇક કારણ તો હોયને ? જેમ કોઇને સમાચાર મોકલી શકે આપણને ફોન ના કરી શકે ?
મને પહેલાં કરતાં વધુ ચિંતા હવે થાય છે. કોઇ મોટાં ષડયંત્રમાં ફસાયા નથી ને. આમ રાજકારણીઓ, ચાનાં બગીચાનાં શેઠીયાઓ... મેં સાંભળ્યું છે હવે આ લાઇનમાં માફીયા અને ગેરકાનુની ધંધાવાળા પણ પડ્યાં છે જે પહેલાં સરળ સીધો ધંધો લાગતો એવુ નથી રહ્યું અને તારાં પાપા વર્ષોથી આમાં છે ખૂબ પારંગત છે અને એમણે એવુ કીધેલું મને કે ખૂબ અગત્યની મીટીંગ છે મોટાં મોટાં માણસો અને માલેતુજારો સાથે આ વખતે મળવાનું છે. એમનાં શેઠ પણ હાજર નથી એટલે બધુ એમનાં માથે છે મને એ ખબર નથી પડતી કે તારાં પાપાએ મને બધીજ માહીતી કેમ ના આપી ? એમના શેઠને કહેવાય નહીં તમારાં આવ્યાં પછી મીટીંગ કરીશું... પણ હમણાંથી રાજકારણ ચાનું ખૂબ ગરમાવ્યું હતું થોડાં ટેન્શનમાં પણ રહેતાં હતાં મજદૂરોનાં મુકાદમો હવે કહ્યામાં નહોતાં રહેતાં.. અને... છોડ દીકરાં જમીલે તું એમ કહીને કોઇ વાત અધૂરી રાખી બાકીનું ગળી ગયાં.
દેબુ વિચારોમાં પડી ગયો પણ કંઇ બોલ્યો નહીં ફ્રેશ થઇને ચૂપચાપ જમી લીધુ પણ માં કંઇક કહેવાનું બાકી રાખીને ચૂપ થઇ ગઇ એવું પાકું જ લાગ્યું.
બંન્ને માં દિકરો પરવારીને સૂઇ ગયાં દેબુ પણ આજે માં સાથેજ નીચે બેડરૂમમાં સૂઇ ગયો.
******************
અત્યારનાં ચા નાં બીઝનેસમાં કુત્રિમ તંગી કરાવીને તમે ધંધામાં મોટો હાથ માર્યો છે હું સમજુ છું બધાં બગીચાની ચા કોર્નર કરી તમે સંગ્રહ કરીને પછી મજૂરોની હડતાલ કરાવી એટલે નવું પ્રોડકશન જ બજારમાં ના આવે તમારી બધી ચાલ હું સમજુ છું અને એ બધામાં તમે આ મી. સૌરભબાબુની મદદ લીધી છે અને સૌરભબાબુ પણ ઊંચી માયા છે આમ મજૂરોનાં તારણહાર બને છે મોટાં મોટાં ભાષણો આપે છે સભાઓ ગજવે છે અને જુઓ અત્યારે આપણી સાથે બેસીને દારૂની જયાફત ઉડાવે છે.
સૌમીત્રેય ઘોષે હસતાં હસતાં રીતીકાદાસને કહ્યું મેડમ તમે મોટી ચાલ ચાલી ગયાં છો અને સૌરભ મુખર્જી સામે જોયું.
સૌરભબાબુ બોલ્યાં "મારો રાજકારણમાં જન્મ જ રીતીકા મેડમે કરાવ્યો છે હું એમનાં લાભ માટે જ રાજકારણ કરુ છું મારાં માટે તો પોર્ટફોલીયો જ એ બનાવે છે.
રીતીકાદાસે ગુમાન ભરી નજરે સૌરભ, સૌમીત્રેય, ડમરુનાથ સામે જોઇને પછી તીરછી ઝરી નજર સુરજીતરોય સામે કરી. થોડીવાર ચૂપ રહ્યાં પછી રીતીકા દાસે કહ્યું "અમારાં ચા ના ધંધામાં અમારે સાવચેત થવું જરૂરી હતું બીજા લુખ્ખા તત્વો ઘુસી જાય અને પછી અમને એમનાં ઇશારે નચાવે એ તો ચાલે નહીં. અમારે પૂર્વજોની પુરખોનાં વખતથી આ ટી ગાર્ડન્સની એસ્ટેટ છે અમારો ધંધો છે એ તો અમે સાચવીયે ને ? ખરુને સુરજીત ? સુરજીત રોયે ઇશારાથી હકારમાં ડોકુ ઘુણાવ્યું.
રીતીકા દાસે આગળ કહ્યું "સૌરભબાબુ અને તમે મી.પ્રેસીડન્ટ સૌમીત્રય ઘોષ અમારાં પ્લાનમાં સંમત થઇ ગયા એ સાચુ ક્હયું નહીંતર બાજી હાથમાંથી સરકી જાત. વિશ્વજીતરોયે મને કીધેલુ કે એમને બ્લડ કેન્સર હોવાથી લંડનમાં સારવાર લઇ રહ્યાં છે એ આવવા અશ્કત છે પણ એમનાં બાહોશ અને સ્માર્ટ હેન્ડસમ સુરજીતને મારી મદદ માટે મોકલી આપ્યા મારું બધુ કામ સરળ થઇ ગયું.
બધાની નજર સુરજીતરોય તરફ વળી અને એમને જોઇ રહ્યાં. સૌરભ મુખર્જી બોલ્યો "સુરજીત સરને હું વર્ષોથી ઓળખુ છું ટી એસ્ટેટમાં એમનાં જેવો બાહોશ માણસ કોઇ નથી મજૂરોનાં સંગઠન બનાવ્યા બધાં પાસે કામ કઢાવવા એમનાં ડાબા હાથનો ખેલ છે અને ધંધાકીય કરામતો એવી કરે છે ખોટનો ધંધો નફાથી ભરી દે... એમની હોશિયારીની બધે ચર્ચા છે. વિશ્વજીત રોયનાં ખાસ વિશ્વાસુ માણસ છે સમજોને એમનાં પછી બધી સત્તા જ એમની પાસે છે વળી ખૂબ પ્રમાણીક પણ છે.
રીતીકાદાસ સુરજીતરોયનાં વખાણ સાંભળીને જાણે પોરસાતા હતાં વારે વારે સુરજીત રોય તરફ જોયાં કરતાં હતાં એમની આંખોમાં જાણે આમંત્રણ હતું.
ક્યારનાં શાંતિથી સાંભળી રહેલાં સુરજીત રોયે કહ્યું હાં તમારી વાત સાચી છે હું વર્ષોથી આ ફીલ્ડમાં છું અને ચા નાં ધંધાની નસ નસથી વાકેફ છું.. લેબર સાંભળવા અને પ્રોડક્શન કેવું હું મારાં ધાર્યા પ્રમાણે કામ કઢાવી શકું છું મારાં શેઠને મારાં પર ભરોસો છે અને હું એને લાયક રહેવાં કાયમ પ્રયત્ન કરુ છું બધું જ કાયમ હું મારું જ સમજીને કરું છું.. પણ મારે એક ગંભીર વાત પણ કહેવી છે કે રાજકારણ રાજકારણ આપણે રમીએ છીએ પણ એનાં કારણે બીજાં હલ્કાં અને નીચ માણસો આમાં ઘૂસવા માંડ્યા છે એ પડકાર છે... અને આ સાંભળી...
વધુ આવતા અંકે ---પ્રકરણ-40