દરેક ક્ષેત્રમાં સફળતા - 33 Amit R Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

દરેક ક્ષેત્રમાં સફળતા - 33

ભાગ 33
પ્રકરણ 15

હેતુ નક્કી કરો


મહાભારતની કથામા એક ઋષીમુની પોતાના શીષ્યોને ધનુર્વિદ્યાના પાઠ ભણાવી રહ્યા હતા. તેમણે નિશાના તરીકે દુર જાળની ડાળી પર એક ચકલી મુકી અને શીષ્યોને તેની આંખ વીંધવા કહ્યુ. ગુરુજીએ પહેલા શીષ્યને નિશાન લગાવવાનુ કહી પુચ્છ્યુ, બોલ જોઇએ બેટા તને સામે શું દેખાય છે ? શીષ્યએ જવાબ આપતા કહ્યુ, ગુરુજી મને તો ચકલી જે જાળ પર મુકી છે તે જાળ, ડાળી, પાંદળા, અન્ય પક્ષીઓ અને ચકલી એમ બધુજ દેખાય છે. ગુરુજીએ મંદ મંદ હસતા હસતા નિશાનો લગાવવાનુ કહ્યુ. પેલા વિદ્યાર્થીએ તીર છોળ્યુ પણ નિશાન પર ન લાગ્યુ.
હવે ગુરુજીએ અર્જુન નામના શીષ્યને પુચ્છ્યુ , વસ્ત તને શુ દેખાય છે ? અર્જુને જવાબ આપતા કહ્યુ. “ ગુરુજી મનેતો માત્ર ચકલીની આંખજ દેખાય છે. “ આ સાંભળી ગુરુજી બોલ્યા ખુબ સરસ બેટા, તો ચાલ હવે લગાવ તીર નિશાના પર. અર્જુને એમજ કર્યુ અને તીર સીધુ નિશાના પર લાગ્યુ.
આ વાત કહેવાનુ તાત્પર્ય એટલુજ છે કે જયાં સુધી જીવનમા કોઇ હેતુ નક્કી નથી થતો હોતો અને તેના સીવાય બીજુ કશુજ દેખાતુ હોતુ નથી ત્યાં સુધી તેને મેળવવો મુશ્કેલ બની રહેતો હોય છે કારણકે આપણુ ધ્યાન કે શક્તીઓ આમતેમ અનેક બાબતોમા વેળફાઈ જતી હોય છે, પણ જેવો આપણો કોઈ હેતુ નક્કી થઈ જતો હોય છે અને તે સ્પષ્ટ પણે દેખાવા લાગતો હોય છે કે તરતજ તેના પર આપણી સંપુર્ણ શક્તીઓ કેન્દ્રીત થઈ ઉચ્ચકક્ષાના ઇચ્છીત પરીણામો મળવા લાગતા હોય છે. ધ્યેય પ્રત્યેની આવી સ્પષ્ટતા અને એકાગ્રતા કેળવવી ભલે થોડી અઘરી લાગે પણ તે પ્રાપ્ત કરવી ખુબ જરુરી બનતી હોય છે. જો થોડી ચીવટ રાખી ધ્યેય પ્રત્યે વચનબદ્ધ બનવામા આવે તો તેને ખરેખર પ્રાપ્ત કરી શકતો હોય છે.
તમે તમારી કારની ટાંકી ફુલ કરાવી દીધી હોય પણ તમને ખબરજ ન હોય કે તમારે ક્યાં જવાનુ છે તો ક્યારેય તમે તમારી મંજીલે પહોચી શકો નહી, આ રીતેતો તમે આમથી તેમ ભટક્યા કરતા હોવ છો અને આખરે સમય શક્તી કે સંસાધનો ખતમ થઈ જતા થાકી હારીને બેસી જતા હોવ છો. ઘણી વખત આપણા સૌના જીવનમા પણ આવુજ કંઇક બનતુ હોય છે. આપણી પાસે ગમે તેટલુ જ્ઞાન હોય, સામર્થ્ય હોય પણ જો તેનો ક્યાં, ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવાનો છે તેની ખબર ન હોય તો એ બધુજ નકામુ થઈ પડતુ હોય છે. તેના કરતા જો એક વખત સચોટ હેતુ નક્કી કરી લીધો હોય તો તેના પર આપણી તમામ શક્તીઓ કેન્દ્રીત કરી પોતાના જ્ઞાન, આવળત કે સામર્થ્યનો ખુબજ સચોટતાથી ઉપયોગ કરી સફળતા મેળવી શકાતી હોય છે.
રોઝવુડ નામના એક વ્યક્તીએ અનેક નાના મોટા રણ વિસ્તારો પાર કરેલા હતા. આવા નાના મોટા રેગીસ્તાનો પાર કરવા તેના માટે ખુબ સામાન્ય વાત બની ગઈ હતી એટલે હવે તેણે વિશ્વનુ સૌથી મોટુ સહારાનુ રણ પાર કરવાનુ નક્કી કર્યુ. તે રણમા ઘણો આગળ વધી ગયો હતો અને હવે તે રણને પાર કરનાર વિશ્વનો પહેલો વ્યક્તી બનવા તરફ જઈ રહ્યો હતો. દુનિયા આખી તેના પર મીટ માંડીને બેઠી હતી. તેણે ચામડી દજાડી દે તેવો તડકો અને રાત્રે હાડકા થીજાવી દે તેવી કડકડતી ઠંડી અને રેતીના મોટા મોટા તોફાનો જોયા હતા. ઘણી વખતતો રાત્રે સુતી વખતે અનેક ઝેરી જનાવરોનો પણ સામનો કરવો પડ્યો હતો તેમ છતાય તે આગળ વધી રહ્યો હતો.
આ વ્યક્તી સામે પાર પહોચવાનોતો ઘણો પ્રયત્ન કરી રહ્યો હતો પણ જ્યારે તે કોઇ ગામ કે શહેર જોવા સીધી નજર કરતો ત્યારે તેને મૃગજળ સીવાય કશુ દેખાતુ નહી. સતત ચાલતા રહેવા છતાય તેને સામે કોઇ ગામ કે કિનારો દેખાતો નહી. આવુ એક વખત નહી પણ અનેક વખત બનતુ હતુ જેથી હવે તે હીંમત હારવા લાગ્યો હતો. એક દિવસ આખરે તે ખરેખર હીંમત હારી ગયો અને દુ:ખી મને પોતાની હાર સ્વીકારી બેઠો. હાર સ્વીકારી લેવા કરતાય તેને મોટો આઘાત તો ત્યારે લાગ્યો કે જ્યારે તેને ખબર પડી કે તે કિનારાથી માત્ર ૨ કીમી જેટલો દુર હતો ત્યારેજ તેણે હાર માની લેવાની મુર્ખાઇ કરી હતી.
રોઝવુડે ભરેલા આવા પગલાથી સમગ્ર વિશ્વ ચકીત હતુ. બધા લોકો પ્રશ્ન કરી રહ્યા હતા કે તેણે આવુ શા માટે કર્યુ હશે. શું તે હવે વધારે તકલીફો સહન કરવા નહોતો માગતો ? શું તેનામા હીંમત ખુટી પડી હતી કે તેને છુપાવવાનુ કોઇ બહાનુ મળી ગયુ હતુ ? ના, તેણે હાર મુશ્કેલીઓથી ભાગવા માટે કે હીંમત હારી જવાને કારણે નહી પરંતુ પોતાનુ લક્ષ્ય નજર સમક્ષ ન દેખાવાને કારણે માની હતી. તે પોતાના ટીકાકારોને હંમેશા એવીજ દલીલ આપતો કે જો મને મારો હેતુ દેખાયો હોત તો ક્યારેય હું હાર માનેતજ નહી.
રોઝવુડની આવી વાતો પરથી સાબીત થાય છે કે જીવનમા હેતુ હોવો અને તે સ્પષ્ટ પણે દેખાવો ખુબજ જરુરી બનતો હોય છે. પોતાના હેતુને નઝર સમક્ષ ન જોઈ શકનાર વ્યક્તી હાર માની લેવાની ભુલ કરી બેસતા હોય છે. આ ઘટના પરથી હવે તે એક વાત ખુબ સારી રીતે સમજી ગયો હતો કે જીવનમા છેવટ સુધી પોતાના હેતુને નજર સમક્ષ રાખીને કામ કરવાથીજ સતત આગળ વધતા રહેવાનુ કે ટકી રહેવાનુ બળ પ્રાપ્ત કરી શકાતુ હોય છે.
બે વર્ષ પછી તેણે ફરી પાછો પ્રયત્ન કર્યો, આ વખતેતો વાતાવરણ પહેલા કરતા પણ ખુબ કઠોર હતુ તેમ છતા પણ તે પોતાના હેતુને નજર સમક્ષ રાખી સતત આગળ વધ્યે જતો હતો અને આખરે તેણે સહારાનુ અફાટ રણ પાર કરીજ બતાવ્યુ. આમ આ ઉદાહરણ પરથી સાબીત થાય છે કે કોઇ પણ ક્ષેત્રમા સફળતા મેળવવા માટે પોતાના લક્ષ્યને નજર સમક્ષ રાખવો ખુબજ જરુરી બનતો હોય છે. આવો લક્ષ્ય આપણને સતત ચોક્કસ દિશામા આગળ વધતા રહેવાની સમજ શક્તી પ્રદાન કરતો હોય છે.
હેતુ શા માટે જરુરી છે ?
આપણને મળેલી જીંદગી ખુબજ કીંમતી છે, તેને આમને આમ હેતુ વગર વેડફાવા દેવાય નહી. જે લોકો જીવનમા હેતુ નથી રાખતા હોતા તેઓ નકામી બાબતોમા વધારે ગુંચવાઇ જતા હોય છે અને પોતાની તમામ શક્તીઓ બીનફળદ્રુપ બાબતોમા વેળફી નાખતા હોય છે. આ રીતે તેઓએ જીંદગીમા નિષ્ફળતા, નિરાશા, અપમાન, અરાજકતા અને ગરીબાઇનો સામનો કરવો પડતો હોય છે. પણ જ્યારે વ્યક્તી કોઇ હેતુ નક્કી કરતા હોય છે ત્યારે તેમને સમજાતુ હોય છે કે મારે મારી શક્તીઓને ખોટી દિશામા વેડફાવા દેવી જોઇએ નહી અને તે પણ સમજાતુ હોય છે કે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કેવા કામ કરવા જોઇએ અને કેવા કામ ન કરવા જોઇએ. આ રીતે વ્યક્તીના જીવનને એક નવીજ દિશા અને રોડમેપ પ્રાપ્ત થતો હોય છે જેથી તે યોગ્ય દિશામા પોતાની શક્તીઓનો સદુપયોગ કરી જીંદગીને નવીજ ઉંચાઇઓ તરફ લઈ જઈ શકતો હોય છે.
ઘણા લોકોને એવી ફર્યાદ હોય છે કે હું સાચા નિર્ણયો લઈજ નથી શકતો કે હું મારી લાગણીઓ પર કાબુ નથી રાખી શકતો. તો આવુ થવાના કારણમા ક્યાંકને ક્યાંક આપણા હેતુની અસ્પષ્ટતાજ જવાબદાર હોય છે. જો આપણને ખબર પડી જાય કે મારે કોઇ ચોક્કસ દિશામાજ આગળ વધવાનુ છે કે ગુસ્સો કરવાથી આપણા હેતુને લગતી નુક્શાની થઈ શકે તેમ છે તો તરતજ આપણે નિર્ણય લઈ શકતા હોઇએ છીએ કે કયો રસ્તો આપણને આપણા હેતુ તરફ લઈ જશે અને શા માટે આપણે ગુસ્સા પર કાબુ રાખવો જોઇએ. આમ જે કંઈ પણ કામ કરો તે પહેલા પોતાના હેતુઓ યાદ કરો અથવાતો નક્કી કરો અને ત્યારબાદ તે હેતુને મદદરુપ થાય એ રીતે ક્રમશઃ કાર્ય પુર્ણ કરતા જાઓ.
જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે ખુબજ તાજગી અને ઉત્સાહનો અનુભવ કરતા હોઇએ છીએ ખરુને ! દુનિયા આખી જીતી લેવાનો થનગનાટ અનુભવતા હોઈએ છીએ પણ જો આપણને શું કામ કરવુ એજ ન સમજાતુ હોય તો આવા ઉત્સાહનો કોઇજ મતલબ રહેતો હોતો નથી કારણકે તે આમથી તેમ ફાંફા મારવામાજ વેડફાઇ જતો હોય છે. તેના કરતા જો આવા ઉત્સાહને કોઇ કાર્ય પર કેન્દ્રીત કર્યો હોય તો તે કાર્યને વધુ સારી રીતે પાર પાડી શકાતુ હોય છે અને ઉપરથી કામ કરવાનો આનંદ પણ પ્રાપ્ત થતો હોય છે. આમ લક્ષ્યનુ નિર્ધારણ એ જ્ઞાન, જુસ્સો, ઉત્સાહ, સામર્થ્ય જેવા પરીબળોને કોઇ ચોક્કસ દિશામા વાળી તેનો મહતમ લાભ આપાવતુ હોવાથી આપણી શક્તીઓમા અનેક ગણો વધારો થતો હોય છે જે અંતે સફળતાના શીખરો સર કરવા મદદરુપ થતો હોય છે.

હેતુ નક્કી કરવાથી શું થતુ હોય છે ?
ક્રમશઃ