દરેક ક્ષેત્રમાં સફળતા - 9 Amit R Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દરેક ક્ષેત્રમાં સફળતા - 9

[૨] તમે અભીમાની છો તેવી છાપ દુર કરવા માટે.

- સામેથી લોકોને બોલાવો, વાતચીત કરો, ખબર અંતર પુછો, સ્માઇલ આપો.

- દરેકનુ ધ્યાન રાખો, દરેકની ગણતરી કરો, દરેકને જરુરી મહત્વ આપો, તેઓને નિર્ણય પ્રક્રિયામા ભાગીદાર બનાવો.

- લોકોની નાનામા નાની બાબતની કાળજી રાખો.

- મોટા મોટા ગપ્પા લાગે તેવી રીતે વાત રજુ ન કરો.

- વિનમ્ર દેખાવ રાખો, બધા સાથે હળી મળી જાઓ.

- જતુ કરી દો, માફ કરી દો.

- શો ઓફ ન કરો.

- કોઇને પણ અપમાનીત કે નીચા ન પાડો.

- પોતાની ભુલ હોય તો સહજતાથી તેને સ્વીકારી લ્યો.

- કોઇના પણ અહમ, આત્મસમ્માનને ઠેસ ન પહોચાડો.

- મતભેદ થાય ત્યારે મો ચઢાવી બેસી જવાને બદલે તરતજ તેના કારણોનો ઇલાજ કરો કારણકે એક નિરાભીમાની માણસ હંમેશા સબંધો સુધારવાના પ્રયત્નો કરતો હોય છે જ્યારે અભીમાની માણસ મારે કોઈની જરુર નથી એમ વિચારી સબંધો તોડી નાખતો હોય છે.

[૩] તમે ખોટા છો તેવી છાપ દુર કરવા માટે.

- હંમેશા સાચી વાત કરો, પુરતી સાબીતીઓ હોય તોજ ગંભીર વાત બોલો.

- જે સ્વરૂપમા વાત હોય તેજ સ્વરૂપમા તેને કહો, તેમા પોતાના મરી મસાલા ન ઉમેરો.

- જે બોલો તેમજ થવુ જોઇએ જેથી લોકોને તમારા પર વિશ્વાસ બેસે. તેના માટે ૧૦૦ ટકાની ખાતરી હોય તેવીજ વાત કહો.

- ખોટી, નકામી અને વધુ પડતી આક્ષેપ બાજીથી બચો.

- કોઇ એવી વાત કે જે સાચી પડે તેમ હોય તેજ કહો, નહિતર મૌન રહો.

[૪] તમે અસહકારી છો તેવી છાપ દુર કરવા માટે.

- લોકો શું કામ કરે છે કે કરવા માગે છે તે ઓળખો.

- તેમા તેઓને શું સમસ્યા છે તે સમજો.

- તમે તેઓને તેમા ક્યાં મદદરૂપ થઈ શકો તેમ છો તે જાણો.

- મદદરૂપ થાઓ.

- એક બીજાને સહકાર આપવાનુ વાતાવરણ વિકસાવો.

- હળી મળીને કોઇ મુદા, કાર્ય પર કામ કરો.

- એક બીજાને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપો.

- દરેક સમયે મદદરૂપ થવા તૈયાર રહો.

- નિ:સ્વાર્થ ભાવથી મદદ કરો.

[૫] તમે આખો દિવસ દુ:ખી, નિરાશ રહો છો કે ખુબજ નકારાત્મક માણસ છો તેવી છાપ દુર કરવા માટે.

- લોકોને સામેથી હસતા ચહેરે બોલાવો અને હસીમજાકના ટોપીક પર વાતચીત કરો.

- ખેલકુદ, રમતગમત, રચનાત્મક કે સાંસ્કૃતિક પ્રવૃત્તીઓમા ભાગ લ્યો.

- આશાવાદી બનો.

- લાગણીઓમા આવીને તાત્કાલીક કોઇ પણ પ્રકારનો નિર્ણય લેતા કે નકારાત્મક પ્રવૃત્તી કરતા બચો.

- સતત પ્રોત્સાહન મેળવો અને બીજાઓને પણ પ્રોત્સાહિત કરતા રહો વગેરે...

આ રીતે સમાજમા તમારી છાપ કેવી છે તે ઓળખો અને તેના વિવિધ ઉપાયો દ્વારા સમાધાન કરો.

પોતાના કાર્ય પ્રત્યે જવાબદાર બનો

એક ખેડુત પરીવાર ખુબજ ગરીબ હતો, ખેતી કરીને ગુજરાન ચલાવતો હતો. પણ સતત બે વર્ષથી દુકાળ પડવાને કારણે તેઓ કશું ઉગાળી શક્યા નહી અને આખરે મસમોટા દેવા તળે દબાઇ ગયો. આટલુ બધુ દેવુ ઉતારવુ કેવી રીતે તેની ચીંતામાને ચીંતાતામા તે ખેડુત મૃત્યુ પામ્યો. હવે તેના ૫ બાળકોની જવાબદારી તેની પત્ની પર આવી પડી. પણ આવી કપરી પરીસ્થીતિમા હિંમત હારવાને બદલે તેણે પરીસ્થીતિઓ સામે લડી લેવાનુ નક્કી કર્યુ. તે સ્ત્રી આખો દિવસ ખેતરમા કામ કરતી, સાંજે ભેંસોની દેખરેખ કરતી અને પોતે વાસી ખોરાક ખાઇને પણ બાળકોને સારુ ભોજન ખવડાવી તેઓની પુરેપુરી કાળજી રાખતી. માતાનો આવો પ્રેમ જોઇને તેના બાળકો પણ તેને ઘરના તમામ કામમા મદદરૂપ થતા અને આ રીતે બધા સાથે હળી મળીને મહેનત કરીને પૈસા કમાવા લાગ્યા. થોડો સમય જતા તેઓ પૈસે ટકે સુખી થયા અને સમાજમા સમ્માનભેર જીવવા લાગ્યા.